Last Update : 24-Jan-2012,Tuesday
 

સ્ત્રી ભૃણ હત્યાથી દિકરીનું નહિ પરંતુ માતાનું અસ્તિત્વ મટી રહ્યું છે

 
 
ભાવનગર, સોમવાર
બોટાદમાં ૬૩માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાના અનાવરણ સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહેસુલ મંત્રી તથા ઉર્જા મંત્રી સૌરભ દલાલ સહિતના આગેવાનો પદાધિકારીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદમાં મહેસુલમંત્રીના હસ્તે રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાનું અનાવરણ
ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકામાં ૬૩માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાનું અનાવરણ, બેટી બચાવો રેલી આતશબાજી તેમજ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. બોટાદ શહેરની સરકારી હાઇસ્કુલની વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીમાં સ્વૈચ્છિક જન સમુદાય, સ્વૈચ્છિક સંસ્થાઓ સ્વયંભુ જોડાઇ હતી.
આ પ્રસંગે મહેસુલ મંત્રી આનંદીબેન પટેલે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું. તેમજ મેઘાણીના પૌત્ર પિનાકીન મેઘાણીએ મેઘાણી લેખિત પુસ્તકો ભેટ આપ્યા હતા. ૬ હજારથી વધુ જનમેદની સાથે જોડાયેલ બેટી બચાવો રેલીનું સમાપન શહેરની એમ.ડી. હાઇસ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહેસુલ મંત્રીએ જણાવ્યું હતું કે, ૨૧મી સદીએ જ્ઞાાનની સદી છે. ટેકનોલોજીની સદી છે. ગુજરાતનો યુવાન જ્ઞાાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરી રોજગારી મેળવતો થાય તે માટે મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વિવિધ વિશ્વ વિદ્યાલયોની સ્થાપના કરી છે. ગેસ આધારીત ઉદ્યોગો માટે પેટ્રોલિયમ યુનિવર્સિટી, દેશની રક્ષા માટે રક્ષાશક્તિ યુનિવર્સિટી, ગુન્હાખોરી શોધવા માટે ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી કૃષિ ક્ષેત્રે તજજ્ઞાતા પ્રાપ્ત થાય તે માટે કામધેનુ યુનિવર્સિટી બાળકના સર્વાગી વિકાસ માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી, ઉત્તમ શિક્ષકો શિક્ષણ આપે તે માટે રિસર્ચ યુનિવર્સિટી, વૈદિક શાસ્ત્ર અને શ્લોકોમાં પારંગત થવા માટે સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કરાઇ છે.
ગુજરાતના ૧૬૦૦ કિ.મી. દરિયા કિનારાનો ઉપયોગ રોજગારી ક્ષેત્રે કરી શકીએ તે માટે પ્રોઢ મેનેજમેન્ટ અભ્યાસ શરૃ કરાવ્યો છે. મહેસુલ મંત્રીએ જણાવ્યું હતું કે, ૨૦૦૧ની વસ્તી ગણતરી પ્રમાણે મહિલાઓમાં સાક્ષરતા દર ૫૯ ટકા હતો, જે હવે વધ્યો છે. ૨૦૦૧માં ૧૦૦૦ છોકરાઓ સામે ૮૨૭ દિકરી હતી. જે બતાવે છે કે ભૂતકાળની સરકારોમાં સમાજે તેના પર વિશેષ ધ્યાન આપ્યું નથી. જાગૃત અને શિક્ષીત સમાજમાં જ દિકરીઓ ઓછા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
ભૃણ હત્યા માટે માત્ર માતા પિતા જ નહીં પણ ડોક્ટરો પણ પોતાની નૈતિક ફરજ ભૂલી ગયા છે. ભૃણ હત્યાએ સમાજનું કલંક છે. સમાજમાં જાગૃતિ નહીં આવે ત્યાં સુધી આ કલંક મિટાવી શકીશું નહીં. આ માટે સૌનો સાથ અને સૌનો વિકાસ જરૃરી છે. દિકરીને ગર્ભમાં જ મારી નાખતા તેની શક્તિઓ અને કૌશલ્યને આપણે મારી રહ્યા છીએ. આવી ભૃણ હત્યા દ્વારા આપણે દિકરીઓની નહી, પરંતુ માતાનું અસ્તિત્વ મીટાવી રહ્યા છીએ, તેમ મહેસુલમંત્રીએ જણાવ્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ટુ નાઈટ શો'માં જય લીનોએ સુવર્ણ મંદિરની મજાક ઉડાવી
પરમાણુ સબમરિન ઓપરેટ કરનાર ભારત છઠ્ઠો દેશ બન્યો
સદ્દામ હુસૈનની કબરની મુલાકાત પર પ્રતિબંધ લદાયો
ભારત અને ચીનના પર્યટકોને આકર્ષવા ઓબામાના પ્રયાસો
અમેરિકી અર્થતંત્ર હરિફાઈમાં પાછળ પડી રહ્યું છે ઃ હાર્વર્ડનો સર્વે
સેન્સેક્ષ સાંકડી વધઘટના અંતે ૧૨ પોઈન્ટ વધ્યોઃ એફએમસીજી શેરો વધ્યા
સેવિંગ્સ એકાઉન્ટ ક્ષેત્રે પોર્ટેબિલિટીનો અમલ અશક્ય ઃ રિઝર્વ બેંક
પૂરતો ગેસ ન મળતા મુશ્કેલીમાં મૂકાઈ ગયેલા પાવર પ્રોજેક્ટ
ઈલેક્ટ્રોનિક્સ માધ્યમથી કરવામાં આવતા પેમેન્ટમાં બે ગણો વધારો
ઉત્તર અને પશ્ચિમના બજારોમાં માગ ઉઘડતા કંપનીઓને તેમની ઉંચી ઉત્પાદન ક્ષમતાએ કામ કરવામાં મદદ મળી
કમલ હાસનની આગામી ફિલ્મમાં ભ્રષ્ટાચારનો મુદ્દો છેડવામાં આવશે
સ્મિતા પાટિલ સાથેના સંબંધો વિશે રાજ બબ્બર હવે મૌન તોડશે
અસ્વસ્થ તબિયતને કારણે તુષાર કપૂર એવોર્ડસ સમારોહમાં હાજર રહી ન શક્યો
એકતા કપૂરની ગેંગસ્ટર પરની ફિલ્મનું શૂટિંગ મે મહિનાથી શરૃ થવાની શક્યતા
બિપાશા બસુના જીવનમાં પ્રેમ સર્વોચ્ચ પ્રાથમિકતા છે
ભારતને ૪-૦થી હરાવીને 'વ્હાઇટ વૉશ' કરવા મેદાનમાં ઉતરીશું
રાજસ્થાન રણજી ટ્રોફીમાં સતત બીજી વખત ચેમ્પિયન બન્યું
દિલશાનના સ્થાને શ્રીલંકાના કેપ્ટન તરીકે ફરી જયવર્દને
સોંગા અને સેરેના ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી આઉટઃશારાપોવાનો વિજય
સાનિયા મિર્ઝા ડબલ્સના બે ઈવેન્ટમાં ક્વા. ફાઈનલમાં
ઇન્ટેલિજન્સ બ્યુરોએ એ.ટી.એસ.ને અંધારામાં રાખી ઃ ભટકલ છટકી ગયો
મુંબઈના ૧૩/૭ના સીરિયલ બ્લાસ્ટસ કેસમાં ત્રણની ધરપકડ
દૂધમાં થતી બેફામ મિલાવટખોરીને હાઇકોર્ટમાં પી.આઇ.એલ. દ્વારા પડકાર
અત્યંત જોખમી ટીબીની દહેશત ઃ શિવરી હૉસ્પિટલ છોડી જવાની ડૉક્ટરોની ચેતવણી
પંજાબમાં પોલીસ મથકમાં જ પોલીસે મહિલાને માર માર્યો
ઘોઘા-દહેજ ફેરી સર્વિસથી ૩૬૦ કિ.મી.નું અંતર ઘટીને માત્ર ૩૧ કિલોમીટર થશે
પ્રાથમિક શાળાનાં ૨૫ બાળકોને ફૂડ પોઈઝનિંગ
જાફરાબાદના વાંઢ ગામે ચોરાઉ પરપ્રાંતીય ટ્રકોનું કટીંગ કરવાનું કૌભાંડ ઝડપાયું
બહેનના પ્રેમીને મારવામાં સાથ ન આપતા હત્યાનું કાવતરૃં
ધરમનાથે શા માટે 'હત્યાકાંડ' આચર્યો? કારણ અંગે ઘેરૃં રહસ્ય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

નોન ફૂડ આઈટમ્સથી થતો ઈટંિગ ડિસઓર્ડર ઃ પિકા
શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

૨૦૦ કરોડનો બેફામ ટ્યૂશન કારોબાર, વિદ્યાર્થીઓ લાચાર
એમ્પાયરીંગને કરિયર તરીકે જોતા યુવાનો
યંગસ્ટર્સમાં બાઇક મોડીફાઇડ કરાવવાની ‘ઘૂમ’ મચી છે
ચાંલ્લા નહીં સ્વીકારવાની ચેરીટી પણ એક ટ્રેન્ડ
સાબરમતી-મહી વચ્ચે આવેલા અનોખા વિકેન્ડ ડેસ્ટ
વાળ ખરતાં અટકાવવા માટે શું કરશો?
પરીક્ષામાં સફળ થવાનો મંત્રઃ ટાઈમ મેનેજમેન્ટ
  More Stories
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved