|
|
| |
આજ નું પંચાગ |
તા. ૨૪-૧-૨૦૧૨ મંગળવાર
માહ સુદ એકમ - માહ શિવરાત્રિનો પ્રારંભ
ઘણો ભય - ઉત્પાત - અશાંતી ?
દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ,લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.
અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૨૩ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૦ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૧૯ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૨ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૭ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૪ મિ.
નવકારસી સમય ઃ (અ) ૮ ક. ૧૧ મિ., (સૂ) ૮ ક. ૦૭ મિ., (મું) ૮ ક. ૦૪ મિ.
જન્મરાશિ ઃ આજે રાત્રે ૩ ક. ૪૦ મિ. સુધીમાં જન્મેલ બાળકની મકર (ખ. જ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની કુંભ (ગ. શ. સ. ષ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ શ્રવણ બપોરના ૩ ક. ૨૯ મિ. સુધી પછી ધનિષ્ઠા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - મકર, મંગળ - સિંહ, બુધ - મકરમાં ૬ ક. ૫૧ મિ.થી, ગુરૃ - મેષ, શુક્ર - કુંભ, શનિ - તુલા, રાહુ - વૃશ્વિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - રાત્રે ૩ ક. ૪૦ મિ. સુધી મકર પછી કુંભ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૩, ખર સં. જૈનવીર સંવત ઃ ૨૫૩૮, ઉત્તરાયણ, શિશિર ઋતુ, માહ સુદ એકમ ને મંગળવાર, રાદિ. માઘ-૪.
આજથી માહ મહિનો શરૃ. આજથી માહ નવરાત્રિનો પ્રારંભ. પંચક રાત્રે ૩ ક. ૪૦ મિ.થી શરૃ. વ્યતિપાત બપોરના ૩ ક. ૫૨ મિ.થી શરૃ. સૂર્ય શ્રવણમાં રાત્રે ૮ ક. ૪૩ મિ.થી. બુધ મકરમાં ૬ ક. ૫૧ મિ.થી. આજે ચંદ્રદર્શન. ઈષ્ટીયાગ. મંગળવારથી માસારંભ અને મંગળવારી અમાસ છે તેથી માહ મહિનો રાજકીય રીતે, કુદરતી આપત્તિઓના કારણે દેશ ને દુનિયામાં ચિંતા-ઉત્પાત-અશાંતિ- અસ્થિરતામાં પસાર થાય. છત્રભંગ થાય. બજારોમાં અસ્થિરતા રહે. ઘણો ભય જણાય ? હવામાનમાં ફેરફારી જણાય. મ્લેચ્છોમાં ભય પરસ્પર યુદ્ધ. શેરોમાં વધઘટ ! પૃથ્વી લોહી તરસી રહે ? પ્રજાને પીડા.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ સફર માસનો ૨૯ રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧શેહરેવર માસનો ૯ રોજ આદર. હમકારો.
|
| [Top] |
| |
|
આજ નું ભવિષ્ય |
| |
તા. ૨૪-૧-૨૦૧૨ મંગળવાર
મેષ ઃ આજથી માહ મહિનો, માહ નવરાત્રિ શરૃ થતાં આપના હૃદય- મનની પ્રસન્નતામાં વધારો થાય. નોકરી-ધંધામાં પ્રગતિ જણાય.
વૃષભ ઃ આપના નોકરી-ધંધામાં માહ મહિનાનો પ્રારંભ સાનુકૂળતાવાળો રહે. નવા કામમાં, આયોજનમાં વિચારી શકો. ધર્મકાર્ય થઈ શકે.
મિથુન ઃ આજનો દિવસ આપે નોકરી-ધંધાના, ઘર, પરિવારના, સંતાનના, કુટુંબના પ્રશ્ને ચિંતા-વ્યથામાં- વ્યગ્રતામાં પસાર થાય.
કર્ક ઃ માહ મહિનાના પ્રારંભથી નોકરી-ધંધાના કામમાં આપની વ્યસ્તતા રહે. કાગળ, કાપડ, સોના-ચાંદી, તેલ, અનાજના ધંધામાં, ધંધો થાય.
સિંહ ઃ આજથી માહ નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. તેથી મકાન-જમીન-વાહનના-ટ્રાવેલ્સના ખાણીપીણીના ધંધામાં, નોકરીમાં પ્રગતિ થાય.
કન્યા ઃ આજથી માહ મહિનો અને માહ નવરાત્રિ શરૃ થાય છે તેથી તમારા હૃદય-મનની પ્રસન્નતા, કામની સફળથા, પ્રગતિ જણાય.
તુલા ઃ માહ મહિનાની, માહ નવરાત્રિની આજથી શરૃઆત થાય છે. પરંતુ આજે નોકરી-ધંધાનું કામ શાંતિથી, ધીરજથી કરવું.
વૃશ્વિક ઃ આજથી માહ મહિનો અને માહ નવરાત્રિ શરૃ થવાથી નોકરી-ધંધાની મુલાકાત, ધર્મકાર્ય, મકાન-જમીન-વાહનના કામમાં પ્રગતિ જણાય.
ધન ઃ આજે નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. ધંધામાં ધંધો વધે, આવક થાય. વ્યવહારિક, સામાજિક કામમાં પ્રગતિ જણાય.
મકર ઃ આજથી માહ મહિનો અને માહ નવરાત્રિ શરૃ થવાથી તમારા હૃદય-મનની પ્રસન્નતા, કામની સફળતા, પ્રગતિ આનંદ રખાવે.
કુંભ ઃ આજે આપે વ્યવહારિક, સામાજીક, કૌટુંબીક કામમાં તેમજ નોકરી-ધંધાના કામમાં ઉતાવળ કર્યા વગર ધીરજ, શાંતિ રાખવી.
મીન ઃ આજથી માહ મહિનો અને માહ નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે તેથી નોકરી-ધંધાના, ઘર, પરિવારના, સંતાનના કામની વ્યસ્તતા રહે.
જન્મ તારીખ વર્ષ સંકેત
તા. ૨૪ જાન્યુઆરી ૨૦૧૨, મંગળવાર
આજની તારીખે શરૃ થઈ રહેલ આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ તમારી હતાશા, નિરાશા દૂર થાય. તમારા આત્મવિશ્વાસમાં વધારો થતો જાય તેમજ તમારા કાર્યક્ષેત્રમાં તમે સફળતાપૂર્વક આગળ વધી શકો.
- આ વર્ષ ખર્ચ-ચિંતાનું રહેવા છતાં વર્ષના ઉત્તરાર્ધમાં તમારી આવક વધે, ફસાયેલા નાણાં છુટા થાય, સારી તક પ્રાપ્ત થાય જેથી તમને તકલીફ, ચિંતામાં રાહત રહે.
- નોકરી-ધંધામાં વર્ષારંભે જોખમ કરવું નહીં. વિવાદથી દૂર રહેવું. ઈન્કમટેક્ષ, સેલટેક્ષ કે સરકારી, કાનૂની કાર્યવાહીમાં જાગૃતિ, સાવધાની રાખવી. વર્ષના ઉત્તરાર્ધમાં રાહત થતી જાય.
- પુત્રપૌત્રાદિક માટે વર્ષ સાનુકૂળ રહે પરંતુ સગાસંબંધી, મિત્રવર્ગના સંબંધમાં મનદુઃખ થાય, કોઈનો વિયોગ થાય. પરદેશમાં રહેતા સંતાનને મળવાનું થાય, પ્રવાસ થાય.
- સ્ત્રી વર્ગને આરોગ્યની કાળજી રાખવી પડે. પતિ સાથેના મતભેદ-વિવાદમાં શાંતિથી સમય પસાર કરી લેવો.
- વિદ્યાર્થીવર્ગને મિત્રવર્ગના કારણે ભણવામાં એકાગ્રતા જળવાય નહીં. પરંતુ જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ પ્રગતિ જણાય.
|
|
| |
|
સુપ્રભાતમ્ |
- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક
રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક
- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક
|
| [Top] |
| |
|
| |
આજ નું ઔષધ |
રુચિવર્ધક ચટણી
આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.
આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.
કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.
આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર
|
| Top] |
|
| |
આજ ની જોક |
લલ્લુની પરીક્ષા ચાલી રહી હતી અને એના પિતા છગન એને પાસ થવા માટે સખત વાંચવા ઉપર ભાર આપતા હતા. એક દિવસ એણે પોતાની પ્રેમિકા લીલીને ફોન ઉપર કહ્યું, ‘‘ડાર્લંિગ, હું આ વર્ષે ફેલ થવા માંગું છું.’’
‘‘કેમ?’’ લીલી બોલી, ‘‘શા માટે?’’
‘‘જો ને,’’ લલ્લુએ કહ્યું, ‘‘જો હું ફર્સ્ટ ક્લાસ આવીશ તો પપ્પા મને વિજ્ઞાન પ્રવાહમાં મોકલીને ડોકટર બનાવશે અને ડોકટર બનતા પાંચ છ વર્ષ લાગશે અને સેકન્ડ ક્લાસ આવીશ તો પપ્પા મને કોમર્સ પ્રવાહમાં મોકલીને સાત આઠ વર્ષે હું સીએ થાવ એની રાહ જોશે... એ કરતાં જો હું નાપાસ થાઉં તો મને તરત જ તારી સાથે પરણાવી દેશે.’’ |
| [Top] |
| |
|
|
આજ ની રેસીપી |
|
| |
જૈન પુલાવ વીથ કબાબ
સામગ્રી ઃ (કબાબ માટે) ૧ કપ ચણાની દાળ, ૧૦૦ ગ્રામ જરદાળુ, પ્રમાણસર મીઠું, ૧/૪ ચમચી ખાવાનો સોડા, ૧ ચમચી મરચાની ચટણી, ૬ પાઉની સ્લાઈસ ( ખુણા કાપેલી), ૧/૨ કપ ખમણેલું નાળિયેર, ૧/૨ કપ બારીક કરેલી કોથમીર, ૨ ચમચા તેલ, ૧ ચમચી લીંબુનો રસ, ૧ ચમચો ધાણા અને ખસખસનો અધકચરો ભૂકો.
પુલાવ માટે ઃ ૨ કપ બાસમતી ચોખા,૧ નાળિયેરનું જાડું દૂધ, ૧ કપ બારીક કોથમીર, ૧ ચમચો સાકર, ૧/૨ કિલો ટામેટા, ૨ ચમચી ઘી, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી મરચાની ચટણી, પ્રમાણસર મીઠું, ૧ ચમચી જીરું, ૧ ચમચી કોર્નફ્લોર, સુકો મસાલો, ૫ લવંિગ, ૧૦ મરીના દાણા, ૭ ઈલાયચી, ૪ તજના કટકા.
રીત ઃ (કબાબની) ચણાની દાળને સાત કલાક ઠંડા પાણીમાં પલાળો. પથ્થર પર વાટવી તેમાં જરદાળું સિવાય ઉપરનો બધો મસાલો નાખવો. પાઉં પાણીમાં પલાળી દબાવી નાખવા. જરદાળુને ૬ કલાક પાણીમાં પલાળવા. બહાર કાઢી લેવી. બદામને બારીક સમારી ભાત પર પાથરવી. દરેક જરદાળુના બે ભાગ કરવા.
ચણાની દાળનું પુરણ લઈ તેની હાથમાં નાની પુરી બનાવવી. તેમાં અડઘું જરદાળું મુકી બંધ કરવું. આ પ્રમાણે બધા કબાબ બનાવી ગરમ તેલમાં તળી બાજુ પર રાખવા.
પુલાવની રીત ઃ ટમેટાના બારીક ટુકડા કરી ઈલેક્ટ્રીક બ્લેન્ડરમાં ચર્ન કરી સૂપના સંચાની બારીક જાળીથી ગાળી લેવું.
૦ ચોખાને ૨ કલાક ભીંજવી છૂટો કરી જરા કડક ભાત બનાવો. તેમાં મીઠુ નાખી બાજુ પર મૂકી દેવું.
૦ નાળિયેરનું દૂધ અને ટમેટાનો રસ ભેગા કરી તેમાં કોર્નફ્લોર નાખી બરાબર હલાવવું. મીઠું, મરચું, મરચાની ચટણી અને સાકર નાળિયેરના દૂધમાં ભેગા કરી તે ગ્રેવી બાજુ પર રાખવી.
પુલાવ બનાવવા માટેના વાસણમાં ઘી ગરમ કરવા મુકવું. તેમાં જીરું નાખી બારીક કોથમીર નાખવી. નાળિયેરના દૂધની ગ્રેવી નાખી ભાત ઉમેરવો. સૂકો મસાલો ભેળવી વાસણ ઢાંકીને ધીમે તાપે ૧૦ મિનિટ ગેસ પર ચડવા દેવું.
૦ પીરસતી વખતે ભાત લાંબી પ્લેટમાં પાથરવો. તેના ઉપર તળેલા કબાબ ગોઠવવા. ઉપર બદામ ભભરાવવી.
ત્રિરંગી બટેટાંટોપ
સામગ્રી ઃ એક કિલો બટાટા, અડધો કિલો વટાણા, અડધો કીલો રતાળું, કોપરું, તજ, લવંિગ, તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ-મરચાં, લસણ, વાટેલ સીંગદાણા, મીઠું, ખાંડ, હળદર, જોઈતા પ્રમાણમાં ગરમ મસાલો, ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ.
રીત ઃ સૌપ્રથમ બટેટાને બાફી તેનો છુંદો કરી નાખવો અને તેમાં થોડું મીઠું તેમજ ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ ભળી દેવો. રતાળુને વરાળથી બાફી નાખી તેનો છુંદો કરવો અને તેમાં પણ થોેડુંક મીઠું ભેળવવું. લીલા વટાણાને ગ્રાઈન્ડરમાં પીસી નાખવા ત્યારબાદ તજ લવંિગનો વઘાર કરી સાંતળવા અને તેમાં કોપરું થોડા તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ, મરચાં, લસણ, વાટેલા સીંગદાણા ા, મીઠું, ખાંડ, હળદર, ગરમ મસાલો વગેરે સરખી રીતે મિક્સ કરી દેવો.
ત્યારબાદ કથરોટના જેવું પહોળું તપેલું લઈ તેમાં તેલ લગાવવું અને તેમાં બટેટાનો રોટલો થાપી મુકી દેવો. આ રોટલા ઉપર વટાણાનો જે મસાલો ઉપર તૈયાર કર્યો છે તેનું પડ પાથરવું અને આ પડની ઉપર રતાળુનો રોટલો બનાવી મુકી દેવો. ફરી તેના પર જેટલા પડ બનાવવા હોય તેટલા બનાવી શકાય છે. તપેલામાં તેલ જરા વધારે રેડવું અને તવેથા વડે સરખું ગોળ બનાવી દેવું. ત્યારબાદ વાસણને એકદમ ધીમા તાપે મુકવું અને લાલ રંગનું પડ થાય ત્યારે ઉતારી લેવું. ત્યારબાદ તેના પર કોથમીર અને કોપરાનું ડેકોરેશન કરવું. આ વાનગીને કેકની જેમ કાપી શકાશે અને ત્રણ રંગની દેખાશે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
બટાટાંની બરફી
સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ બટાટા, ૧ કિલો સાકર, ૨૫૦ ગ્રામ માવો, એક છટાંક કોપરું, એક છટાંક કીસમીસ, એક તોલો ઈલાયચી, ૨ નંગ ચાંદીના વરખ, એક છટાંક પીસ્તા બદામ.
રીત ઃ બટાટા બાફી, છોલી, છીણી નાખો. ત્યારબાદ ઘીમાં સાંતળી નાખો, સાકરની જાડી ચાસણી કરી તેમાં બટાટાનું પુરણ, માવો કોપરું, કીસમીસ અને છેલ્લે બદામ નાખો. બઘુ ંએકરસ થાય અને પાણી બિલકુલ રહે નહિ ત્યાં સુધી હલાવો. થાળીમાં ઘી લગાવી તૈયાર થયેલા પુરણને તેના પર પાથરી દો, એલચીના દાણા, પીસ્તાના ટુકડા અને ચાંદીના વરખ, શોેભા માટે તેના પર લગાવો ઠરી ગયા પછી તેના કડકા કરો.
|
| [Top] |
|
|
|
|
|