| Last Update : 23-Jan-2012,Monday |
|
|
| |
|
|
|
|
ઠંડી પણ ચાઈનિઝ હોય ! |
| |
આપણે અહીં બેઠા બેઠા કીધે રાખીએ છીએ કે ‘બોસ, ઉત્તરાયણ ગઈ છતાં કેટલી ઠંડી પડે છે ?’ પણ બોસ, ચીનમાં બી આ ફેરી બહુ જોરદાર ઠંડીઓ પડી છે.
ત્યાં તો બરફથી રસ્તા જામ થઇ ગયા, ટ્રેનો અટકી પડી, તળાવોનાં તળાવો ઠરી ગયાં... એવું બઘું થયું છે. માટે તમે થથરવાનું બંધ કરીને જરા ચાઇનિઝ ઠંડીની ગમ્મતો વાંચો...
* * *
ચીનને આટલી બધી ઠંડી કેમ લાગી ગઈ ?
- કારણ કે ચીનની દિવાલના કાન ખુલ્લા રહી ગયા હતા !
* * *
ચીનના શાંધાઈ શહેરમાં પાણીની પાઇપો ફાટીને લીક કેમ થવા માંડી ?
... કારણ કે શાંધાઈ તો ચીનનું ‘નાક’ છે ને ! દદડતું હતું...
* * *
કહે છે કે કડકડતી ઠંડીમાં ચીનની હોસ્પિટલોમાં થર્મોમીટરો પણ બગડી ગયાં. કારણ શું ?
... સિમ્પલ યાર, ચાઇનિઝ થર્મોમીટર હતાં !
* * *
ઠંડીના કારણે ચીનના લોકોની ચામડી કેવી થઇ ગઈ છે ?
.. સુ-કી !
* * *
ચીની ભાષમાં ‘શિયાળ’ અને ‘શિયાળો’ બંને માટે એક જ શબ્દ કેમ છે ?
... કારણ કે બંનેમાં હૂ-કી.. હૂ-કી... થાય છે !
* * *
ચીનમાં કુદરતી નીકળતી નાની નાની જલધારાઓ બરફ થઇ ગઈ. ફકત એક જ કુદરતી જલધારા ચાલુ હતી, તે કઇ ?
... સૂસૂ-કી !
* * *
ઠંડીના લીધે ચીનમાં ફૂટપાથ પર સૂતેલા અનેક લોકો ઠૂંઠવાઇને મરી ગયા. બાકીના જે સખત બિમાર પડયા એમને હોસ્પિટલમાં લઇ ગયા. આ હોસ્પિટલમાં જયારે ચીનના વડાપ્રધાન એમને મળવા ગયા ત્યારે શું એનાઉન્સમેન્ટ થયું ?
... ‘લિસન ! લિસન ! હુ જિન્તાઓ, મિટીંગ યુ જિન્દાઓ !’
* * *
એક રાત્રે એટલી ઠંડી પડી કે ગરીબ ચીનાઓના ઘરમાં જે લાકડાં હતાં એ તો ઠંડી ઉડાડવા માટે બાળી નાંખ્યા. પછી સવારે ચુલ્હામાં જલાવવા માટે લાકડાં જ ના બચ્યાં. તો એમણે નાસ્તામાં શું ખાઘું ?
... કોલ્ડ સ્નેઇકસ !
* * *
- મન્નુ શેખચલ્લી
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|