Last Update : 23-Jan-2012,Monday
 

પુરૃષ શિક્ષકો કન્યાઓને સેક્સનું શિક્ષણ આપે તો શું થાય?

 
એક રાષ્ટ્રવ્યાપી સર્વેમાં ૫૩ ટકા બાળકોએ જણાવ્યું હતું કે તેઓ સ્કૂલમાં અથવા ઘરમાં જાતીય સતામણીનો શિકાર બન્યા હતા
ગુજરાતમાં સેક્સના શિક્ષણ ઉપર પ્રતિબંધ છે તો પણ તાજેતરમાં અમદાવાદની એક અંગ્રેજી માધ્યમની શાળામાં સેક્સનું શિક્ષણ અપાતું હોવાનું બહાર આવ્યું છે. આપણા દેશના વિદ્યાર્થીઓને સેક્સનું શિક્ષણ આપીને તેમને ચારિત્ર્યભ્રષ્ટ કરવા વિદેશી એજન્સીઓ કામ કરી રહી છે. આ એજન્સીઓ શાળાઓનો ડાયરેક્ટ સંપર્ક સાધીને તેમને સેક્સનું શિક્ષણ શરૃ કરવા પ્રલોભનો આપે છે. કેન્દ્ર સરકારનાં જ મહિલા અને બાળકોના વિકાસ માટેના ખાતાં તરફથી ગયા એપ્રિલ માસમાં ૫-૧૨ વર્ષની વિદ્યાર્થીઓની જાતીય સતામણી બાબતમાં એક સર્વે કરાવવામાં આવ્યો હતો. આ સર્વેમાં ભારતના ૧૩ રાજ્યોના ૧૨,૪૪૭ વિદ્યાર્થીઓને આવરી લેવાયા હતા. આ સર્વેમાં ૫૩ ટકા બાળકોએ કહ્યું હતું કે તેઓ ઘરમાં કે સ્કૂલમાં જાતીય સતામણીનો ભોગ બન્યા હતા. તેમાંના પણ ૨૧.૯૦ ટકા તો બળાત્કાર છેડતી જેવા ગંભીર જાતીય અત્યાચારનો ભોગ બન્યા હતા. જાતીય સતામણીનો ભોગ બનેલા ૭૦ ટકા બાળકોએ કહ્યું હતું કે તેઓ એટલા ગભરાઇ ગયા હતા કે આ વાતની જાણ તેમણે કરી નહોતી. એક બાજુ કેન્દ્ર સરકાર દેશની બધી જ સ્કૂલોમાં સેક્સનું શિક્ષણ દાખલ કરવા ઉતાવળી બની છે ત્યારે જ દેશના અનેક ભાગોમાંથી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ ઉપર બળાત્કાર થવાની અથવા તેમની જાતીય સતામણી થવાની ઘટનાઓ બહાર આવી રહી છે. આ પ્રકારની વિકૃત માનસિકતા ધરાવતા શિક્ષકોને જો સેક્સના શિક્ષણની જવાબદારી સોંપવામાં આવશે તો આવા કિસ્સાઓની સંખ્યા વધી જશે તે નક્કી છે.
નવી દિલ્હીની પ્રતિષ્ઠિત મીરાંબિકા સ્કૂલમાં ભણતા એક ચાર વર્ષના છોકરા સાથે મનીષકુમાર નામના એક શિક્ષકે સજાતીય કુકર્મ કર્યું હતું. આ બાળકની મમ્મી સોશ્યલ વર્કર હતી. મમ્મીને જ્યારે બાળકની વર્તણુંકમાં શંકા જણાઇ ત્યારે તેણે પૂછપરછ કરતાં બાળકે આખી વાત જણાવી હતી. સ્કૂલના પ્રિન્સીપાલે આ ફરિયાદ સાંભળવાનો જ ઇન્કાર કરી દીધો હતો. છેવટે બાળકની મમ્મીએ પોલીસમાં ફરિયાદ કરતા શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી. નવી દિલ્હીની પ્રતિષ્ઠિત શાળામાં ભણતા બાળક સાથે કુકર્મનો કિસ્સો બન્યો એના ત્રણ જ દિવસ અગાઉ ચેન્નઇની એક શાળામાં ભણતી સાત વર્ષની કિશોરી ઉપર સ્કૂલના શિક્ષક દ્વારા જ બળાત્કાર થયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચેન્નાઇના અશોકનગર વિસ્તારમાં આવેલી કેન્દ્રિય શિક્ષકે વિદ્યાર્થીનીને લેબોરેટરીમાં બોલાવી હતી અને ત્યાં તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આ શિક્ષક સામે અગાઉ પણ અનેેક કન્યાઓએ છેડતીની ફરિયાદ કરી હતી. પણ સ્કૂલમાં મેનેજમેન્ટ તરફથી તેની ઉપેક્ષા કરવામાં આવી હતી. છેડતી બળાત્કારની ઘટનાઓમાં સ્કૂલનું મેનેજમેન્ટ હંમેશા ઉપેક્ષા કરી ઇન્કારની જ ભૂમિકા ભજવતું આવ્યું છે.
સ્કૂલમાં ભણતી ૧૬ વર્ષની કન્યા ઉપર બળાત્કારનું ઉદાહરણ મુંબઇની એસઆઇઇએસ હાઇસ્કૂલે પૂરું પાડયું. આ સ્કૂલના સૂર્યનાથ યાદવ નામના શિક્ષકે ૧૬ વર્ષની કન્યા ઉપર બળાત્કાર કર્યો તે પછી તેને નોકરીમાં ચાલુ રાખવામાં આવ્યો હતો. બળાત્કારના આ કેસમાં સેશન્સ જજે બળાત્કારી શિક્ષકને સાત વર્ષની જેલની સજા અને બે લાખ રૃપિયાનો દંડ કર્યો. ત્યારબાદ સૂર્યનાથ યાદવને સ્કૂલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આવા બળાત્કારીઓના હાથમાં સેક્સનું શિક્ષણ આવશે ત્યારે વિદ્યાર્થીઓની હાલત કેવી થાય તે સમજી શકાય તેમ છે. ભારતની સંસ્કૃતિમાં શિક્ષકને ભગવાન જેવા ગણવામાં આવે છે પણ આજના શિક્ષકોમાં કેટલો વિશ્વાસ મૂકી શકાય એ વાલીઓ માટે શંકાનો મોટો મુદ્દો છે.
બે વર્ષ અગાઉ નવી દિલ્હીના રઘુબીરનગરની એક શાળામાં પ્રિન્સીપાલ ઓમપ્રકાશ શર્માએ પોતાની જ સ્કૂલના દસમાં ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિની ઉપર બળાત્કાર કર્યો હતો. આ વિદ્યાર્થીની દસમાં ધોરણમાં નાપાસ થઇ હતી અને પ્રાઇવેટ ટયુશન માટે પ્રિન્સિપાલના ઘરે જતી હતી. પ્રિન્સીપાલ તેેેને ખરીદી કરવાના બહાને એક ગેસ્ટ હાઉસમાં લઇ ગયા હતા અને ત્યાં ચાર પુરૃષોએ ૧૬ વર્ષની કન્યાઓ ઉપર બળાત્કાર ગુજાર્યા બાદ તેને પાછી ઘરે મૂકી ગયા હતા. આ ઘટનામાં પણ દિલ્હીમાં ઉગ્ર પ્રત્યાઘાત પડયા હતા. સ્કૂલમાં ભણતી બધી જ કન્યાઓ બળાત્કારનો અને છેડતીનો ભોગ નથી બનતી પણ મોટા ભાગની કન્યાો પુરુષ શિક્ષકો દ્વારા સૂક્ષ્મ જાતીય સતામણીનો ભોગ તો જરૃર બને છે. દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં કામ કરતી 'નવસૃષ્ટિ' નામની સંસ્થાનો હેવાલ કહે છે કે, કન્યાઓ ૧૦-૧૨ વર્ષની થાય ત્યારે તેમને સ્કૂલમાંથી ઉઠાડી લેવાનું મુખ્ય કારણ શિક્ષકો દ્વારા કરવામાં આવતી જાતીય સતામણી અથવા તેનો ડર હોય છે. સ્કૂલોમાં ભણતી વિદ્યાર્થીનીઓ માટે 'કિશોરી પ્રોજેક્ટ' હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટમાં ભાગ લેનારની મોટા ભાગની કન્યાઓએ કહ્યું હતું કે, પુરુષ શિક્ષકો તેમના શરીરને બિનજરૃરી સ્પર્શ કરે છે.
આજે નોકરી કરતી સ્ત્રીઓ માટે ઓફિસમાં અસલામતી વધી ગઇ છે તેમ વિદ્યાર્થીનીઓ માટે સ્કૂલમાં પણ અસલામતી વધી ગઇ છે. સ્કૂલમાં માત્ર શિક્ષકો જ નહીં પણ અન્ય કર્મચારીઓ પણ સંડોવાયેલા હોય છે. 'એજ્યુકેશન ફોર ઓલ' નામના હેવાલ મુજબ ભારતની ૨૦ ટકા સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક હોય છે, જેમાં ૧૮ ટકામાં માત્ર પુરૃષ શિક્ષક જ હોય છે. હવે આ પુરુષ શિક્ષકો હેવાન બને ત્યારે એ કન્યાઓની હાલત કેવી થાય? ભારતની સ્કૂલોમાં ભણતા બાળકોને સેક્સનું શિક્ષણ આપવું જોઇએ કે નહીં એ બાબતમાં ગરમગરમ ચર્ચાઓ ચાલી રહી છે. એક વર્ગ એવું માને છે કે સ્કૂલમાં જતા બાળકોને સેક્સ વિશે બદ્ધે બદ્ધુ ભણાવી દેવું જોઇએ. તેમાં સ્ત્રી પુરૃષના પ્રજનન અંગોથી માંડીને સંભોગની ક્રિયા, ગર્ભાવસ્થા, માસિક સ્ત્રાવ, બાળકોનો જન્મ, સંતતિ નિયમનના, મુખમૈથુન, કોન્ડોમનો ઉપયોગ, જાતીય સતામણી જેવી તમામ બાબતોનો સમાવેશ થઇ જવો જોઇએ. આવું માનનારો વર્ગ હકીકતમાં કેન્દ્ર સરકારના સત્તાના સ્થાને બેઠો છે એટલે તેણે કેન્દ્ર સરકાર હસ્તકના સી.બી.એસ.ઇ. બોર્ડની શાળાઓમાં આ રીતનો અભ્યાસક્રમ શરૃ પણ કરી દીધો છે. બીજો એક વર્ગ એવું માને છે કે બાળકોને સેક્સનું શિક્ષણ બિલકુલ આપવું જોઇએ નહીં. આ વર્ગ કેરળ, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના નવ રાજ્યોમાં સત્તાસ્થાને છે અને તેમને પોતાના રાજ્યની કોઇ પણ સ્કૂલોમાં આ પ્રકારનું શિક્ષણ આપવા ઉપર પ્રતિબંધ જાહેર કર્યો છે.
નવી દિલ્હીમાં સેક્સના શિક્ષણનો વિરોધ કરવા માટે જે સેમિનાર યોજાઇ ગયો તેમાં માત્ર ધર્મગુરુઓ જ નહોતા આવ્યા પણ દેશના ટોચ કક્ષાના બુદ્ધિજીવીઓ પણ આવ્યા હતા. આ બુદ્ધિજીવીઓનાં વક્તવ્યોનો સૂર એક જ હતો કે, 'અમે મૂળભૂત રીતે સેક્સનું શિક્ષણ આપવાના વિરોધી નથી. આ શિક્ષણ લગ્ન કરી ચૂકેલા અથવા લગ્નની વયે પહોંચેલા યુવક-યુવતીઓને આ વિષયનું વૈજ્ઞાાનિક જ્ઞાાન ધરાવતા નિષ્ણાતો દ્વારા જ શિષ્ટ ભાષામાં આપવામાં આવે તેની સામે અમારો વિરોધ નથી. તેને બદલે અત્યારે સ્કૂલમાં ભણતા કુમળા બાળકોને શિથિલ ચારિત્ર્ય ધરાવતા શિક્ષકો દ્વારા અશ્લીલ ભાષામાં જે રીતે થિયેરેટિકલ અને પ્રેક્ટીકલ શિક્ષણ પણ અપાઇ રહ્યું છે તેના અમે વિરોધી છીએ.
નવી દિલ્હીના સેમિનારમાં હાજર રહેલા સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટીસ આર. સી.લાહોટીએ જે કંઇ કહ્યું તે સેક્સના શિક્ષણનું આંધળું સમર્થન કરનારા સૌ કોઇએ સાંભળવા જેવું છેઃ ''જો પૂર્વને પૂર્વ જ રહેવા દેવું હોય તો પશ્ચિમના આ કચરાને દેશમાં પ્રવેશવા જ ન દો. એઇડ્ઝનો રોગ આપણા દેશને અમેરિકા તરફથી ભેટમાં મળ્યો છે અને આપણા દેશના શાસકોએ અમેરિકાથી આવા સડેલા વિચારોની આયાત કરવાનું બંધ કરવું જોઇએ.''ટી.વી.ની ચેનલ ઉપર આવતા અશ્લીલ કાર્યક્રમો માટે છેક સુપ્રિમ કોર્ટ સુધી લડીને આ કાર્યક્રમો બંધ કરાવનારા મુંબઇની સેન્ટ ઝેવિયર્ય કોલેજના લેકચરર શ્રીમતી પ્રતિભા નૈથાનીએ સી.બી.એસ.ઇ. સ્કૂલોમાં સેક્સના શિક્ષણ અંતર્ગત બાળકોને શું ભણાવાઇ રહ્યું છે તેના થોડાક નમૂનાઓ અભ્યાસક્રમમાંથી ભેગા કર્યા છે. વિદ્યાર્થીઓના વાલીઓને બાળકોનો અભ્યાસક્રમ જોવાની ફુરસદ ન હોય તો તેમણે આટલું તો જરૃર જાણી જ લેવું જોઇએ. ધોરણ-૬માં ભણતા વિદ્યાર્થીએ ૮ વર્ષ અને ૧૫ વર્ષની ઉંમરના છોકરા- છોકરીઓના ચિત્રો દોરવાના હોય છે, જેમાં આ સમયગાળા દરમિયાન તેમના શરીરમાં કેવા બાહ્ય ફેરફારો થાય છે તે પણ દર્શાવવાનું હોય છે. આ કસરત દ્વારા બાળકોને સ્ત્રી-પુરૃષના ગુપ્ત અંગોપાંગનો પણ ખ્યાલ આપવામાં આવે છે. ધોરણ-૬માં ભણતા બાળકને પ્રશ્ન પૂછવામાં આવે છે કે, માસિકસ્ત્રાવ દરમિયાન સ્ત્રીેને કેવી તકલીફ થય છે? છઠ્ઠા ધોરણમાં ભણતું બાળક ૧૧-૧૧ વર્ષની ઉંમરનું હોય છે તેને આવો સવાલ કરવામાં કેટલું ઔચિત્ય છે?'
સહ શિક્ષણની સ્કૂલોમાં વિકૃત માનસ ધરાવતા પુરુષ શિક્ષકો દ્વારા ગભરૃ કન્યાઓને સેક્સનું શિક્ષણ આપવામાં આવે ત્યારે કેવી પરિસ્થિતિ પેદા થાય છે, તેનું આ એક જ ઉદાહરણ કાફી છે. સેક્સ એજ્યુકેશનના પિરીયડમાં એક શિક્ષકે નવમા ધોરણમાં ભણતી કન્યાને બ્લેક બોર્ડ ઉપર પુરુષના લિંગનું ચિત્ર દોરવાનું કહ્યું. શરમાતી કન્યાએ પોતાને જેવું આવડયું તેવું ચિત્ર બોર્ડ ઉપર દોર્યું. આ ચિત્ર જોઇને શિક્ષકે કોમેન્ટ કરી 'આટલું નાનું લિંગ કેમ દોર્યું?' કન્યાની હાલત તો કાપો તો લોહી ન નીકળે એવી થઇ ગઇ.તેણે ઘરે આવીને મમ્મીને આ વાત કરી. મમ્મીએ સ્કૂલના પ્રિન્સીપાલને ફરિયાદ કરી તો જવાબ આપ્યો કે, આ તો અભ્યાસક્રમનો એક ભાગ છે, માટે તે અંગે કંઇ કહી શકાય નહીં.
એક સમયે બ્રિટનની સરકાર માનતી હતી કે સ્કૂલના બાળકોને સેક્સનું શિક્ષણ આપવાથી કિશોરીઓ ગર્ભવતી થવાના કિસ્સાઓ ઘટશે પણ તેથી ઊલટું બન્યું છે.
બ્રિટનમાં દર વર્ષે સ્કૂલમાં ભણતી આશરે ૧૦,૦૦૦ કન્યાઓ ગર્ભવતી બને છે.
તેમને સલામત ગર્ભપાતની સલાહ આપવા માટે સ્કૂલોમાં બ્રહ્મચર્યના સેમિનારો યોજાય છે. અમેરિકાની સરકાર જ્યારે બાળકનો બ્રહ્મચર્યના પાઠો ભણાવી રહી છે ત્યારે આપણી સરકાર સેક્સના પાઠો ભણાવવા ઉતાવળી બની છે એ વિધિની મોટી વિચિત્રતા જ છે.
- સુપાર્શ્વ મહેતા
Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

નોન ફૂડ આઈટમ્સથી થતો ઈટંિગ ડિસઓર્ડર ઃ પિકા
શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

૨૦૦ કરોડનો બેફામ ટ્યૂશન કારોબાર, વિદ્યાર્થીઓ લાચાર
એમ્પાયરીંગને કરિયર તરીકે જોતા યુવાનો
યંગસ્ટર્સમાં બાઇક મોડીફાઇડ કરાવવાની ‘ઘૂમ’ મચી છે
ચાંલ્લા નહીં સ્વીકારવાની ચેરીટી પણ એક ટ્રેન્ડ
સાબરમતી-મહી વચ્ચે આવેલા અનોખા વિકેન્ડ ડેસ્ટ
વાળ ખરતાં અટકાવવા માટે શું કરશો?
પરીક્ષામાં સફળ થવાનો મંત્રઃ ટાઈમ મેનેજમેન્ટ
  More Stories
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved