દિનેશ કાર્તિકના ૧૫૦ રનઃ આરઆર સિંઘની ૪ વિકેટ
બીજી ઇનિંગમાં રાજસ્થાનના વિના વિકેટે ૨૧
ચેન્નઇ,તા.૨૨
તમિલનાડુ સામે પ્રથમ ઇનિંગની સરસાઇ મેળવતા જ રાજસ્થાને રણજી ટ્રોફી ચેમ્પિયનનું ટાઇટલ જાળવી રાખવાનો તખ્તો તૈયાર કરી દીધો છે. રાજસ્થાનના ૬૨૧ના સ્કોર સામે દિનેશ કાર્તિકની ૧૫૦ રનની ઇનિંગ છતાં તમિલનાડુ ૨૯૫ રનમાં ખખડયુ હતુ. આ સાથે રાજસ્થાનને ૩૨૬ રનની મહત્વની સરસાઇ મળી હતી. ચોથા દિવસના અંતે રાજસ્થાને બીજી ઇનિંગમાં વિના વિકેટે ૨૧ રન કરી લીધા હતા. આકાશ ચોપરા ૧૦ રને અને વિનીત સકસેના ૧૦ રને રમતમાં હતા. |
|