| Last Update : 23-Jan-2012,Monday |
|
|
| |
|
|
|
|
|
 |
|
વિદેશી સંસ્થાઓને કરતાં ડિપોઝિટરી રિસિપ્ટ્સને ઉત્તેજન આપવું બહતર |
|
ભારતીય બજારમાં દાવો કરાય છે તે પ્રમાણે તેમનાથી કોર્પોરેટ ગવર્નન્સ સુધર્યુ નથી પરંતુ તેમને લીધે વોલેટિલિટી અવશ્ય વધી છે
કંપનીઝ બિલ, ૨૦૧૧ની કલમ ૪૧ વિશેષ ઠરાવ પસાર કર્યા પછી ભારતીય કંપનીઓને પરદેશમાં ગ્લોબલ ડિપોઝિટરી રિસિપ્ટ્સ (જીડીઆર) અથવા અમેરિકન ડિપોઝિટરી રિસિપ્ટ્સ (એડીઆર) જેવા સાધન જારી કરીને ઈક્વિટી ઉભી કરવાની અનુમતિ આપે છે. કંપનીઓ આ માર્ગે ભારતીય રૂપિયામાં ગણાતી ઈક્વિટીને ઓફર કરવામાં નડતી મુશ્કેલીમાંથી બહાર આવી શકે છે અને સીધાજ વિદેશમાં આવી ડીઆરની ઓફર કરી શકે છે તેમ જ જેઓ પરદેશમાં જ કામકાજ કરવામાં રસ ધરાવતા હોય છે એવા વિદેશોને તેમના પસંદના સ્થળે વેપાર કરવાની જગા મળે છે.
આ કોઈ નવીનતાભર્યુ પગલું નથી. નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે આ હેતુસર જારી કરેલી ગાઈડલાઇન્સ પ્રમાણે કે જેમાં કંપનીએ એક વિશેષ ઠરાવ પસાર કરવાનું જરૂરી છે તે મારફતે જીડીઆરના માર્ગે સંસાધનો ઉભા કરવાનો રસ્તો ખુલ્લો જ છે. ફોરેન ઈસ્યુઝના નવા નિયમો લગભગ સરખા જ છે તેમ માનીએ તો કંપનીઓ માટે આવા ઈસ્યુઝ કરવાનો અવકાશ છે. તે વધારે યોગ્ય પણ લાગે છે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ને સમાંતર જીડીઆરને વધારે પ્રાધાન્યતા આપવા વિષેની ચર્ચા તો વર્ષો જૂની છે. પરંતુ તાજેતરમાં સરકારે એફઆઈઆઈમાં વધારે એક તત્વ ઉમેર્યુ છે કે એફઆઈઆઈ-એટલે કે ફોરેન ઈનડિવઝ્યુલ ઈન્વેસ્ટર સીધા કામકાજ કરી શકે તેથી આ પ્રશ્ને ફરીથી ચર્ચા છેડાઈ છે.
એફઆઈઆઈ તેના ચાલાકીભર્યા કામકાજો પૂરતાં નહીં પણ પાર્ટિસિપેટરી નોટ મિકેનિઝમના અનુચિત કામકાજો બદલ વગોવાયેલી છે. તેના આવા કામકાજો એફઆઈઆઈના ડબામાં ચડનારા હરકોઈને અને તેને ખુદને ટીકાનો ભોગ બનાવે છે. વળી, ભારતમાંથી તેની છૂટીછવાઈ વેચવાલી અથવા તો રોકાણ પાછા ખેંચી લે છે ત્યારે તે ભારતના સ્ટોક અને ફોરેક્સ એમ બંને માર્કેટ પર ઘાતક અસર છોડી જાય છે.
અભેદ્ય એફઆઈઆઈ જ્યારે પણ સ્ટોક માર્કેટને હચમચાવે છે ત્યારે તેના પડઘા તરત જ કરન્સીના બજારમાં સંભળાય છે. આપણાં દેશના કોર્પોરેટ્સમાં કહેવાતા એફઆઈઆઈના અનુશાસન અને બીજી અસરોનો અતિરેક થઈ ગયો છે. ન્યુ યોર્કના એડીઆરના ઈન્વેસ્ટરો માટે કેસ આવો હોતો નથી. સત્યમ કોમ્પ્યુટર્સના પ્રમોટરોએ નફો વધારે બતાવવા માટે આચરેલા કૌભાંડના છીંટા બધે ઉડ્યા હતાં.
એફઆઈઆઈના રોકાણને કારણે આપણી વિદેશી મુદ્રાકોષમાં સુધારો થયો હોવાનું હવે ભૂલભરેલું અને ભ્રામક પુરવાર થયું છે. ખરેખર તો તે ખતરરૂપ બન્યુ છે. તેમની પાસે કાડું આમળવાની શક્તિ છે અને આપણે ત્યાંથી વગર વિચારે એક્સ્ટર્નલ કોમર્શિયલ બોરોઈંગ (ઈસીબી) મારફતે પુષ્કળ ભંડોળ એકત્ર કરાયું છે તેમ આપણે ભૂલવું જોઈએ નહીં. એફઆઈઆઈ રૂટને વધારે ઉદાર બનાવવામાં આવશે તો આપણા દેશને શું લાભ થશએ તેનું આશ્ચર્ય લોકોને થશે.
બીજો એક સવાલ છે. શું સંસ્થાઓ કરતાં વ્યકિત વધારે કમિટમેન્ટ દર્શાવશે?વેલ, કોઈને શંકાશીલ બનતા તો આપણે અટકાવી ના શકીએ.એક સારી વાત છે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સને કેવાયસી (નો યોક ક્લાયન્ટ)ના નિયમોનું ફરજિયાત પાલન કરવાનું કહેવાયું છે.
એક પ્રકારે જીડીઆર અને એડીઆર જેવા આંતરરાષ્ટ્રીય સાધનો ફંડ એકત્ર કરવા માટે સારા લાગ છે પરંતુ, વિશ્વ બજારોની વર્તમાન કથળેલી હાલતને જોતાં ડીઆરનો ઈસ્યુ કરવાનું સાહસ કોઈ ભારતીય કંપની કરે તેમ લાગતું નથી. તેની સાથે આ તબક્કે વિદેશી વ્યક્તિઓ ભારતીય શેરબજારમાં કતાર લગાવે તેમ ધારી લેવાનું પણ ખોટું છે.
પરિણામે વર્તમાન સ્થિતિમાંથી બહાર નીકળીને જો કોઈ ભાવિને જુએ તો તેમને લાગશે કે એફઆઈઆઈ કરતાં વધારે ઉત્તેજન સરકારે જીડીઆરને આપવું જોઈએ. આવા તારણ સાથે એફઆઈઆઈ અને જીડીઆરની ચર્ચા પૂરી થશે. આ મુદ્દે કોઈપણ ખૂણેથી ચર્ચા છેડશે તો તે બેશક, આ પરિણામે આવીને જ અટકશે.
વિદેશમાં સફળ જીડીઆર ઈસ્યુ કરનારી કંપની ઓછા વિકસિત દેશની ઈકિવટીને અસ્પૃશ્યની માફક જોનારા વિદેશી મર્ચન્ટ બેંકરો અને ચીકણા વિદેશી રોકાણકારો દ્વારા એક પ્રકારે ‘માન્યતા’ મળી છે એવો બેજ લગાવી શકે છે.
સત્યમના ધબડકા પછી વિદેશી રોકાણકાર સાવચેત બન્યા છે. પરંતુ, જીડીઆર ઈસ્યુ કરનારી કંપનીમાં તેઓ ‘ઠીક છે, સમજ્યા ’એમ માનીને નાણાં રોકતા નથી. તેની પાછળ બીજા કરાણો પણ છે. આર્થિક રીતે અત્યંત સંવેદનશીલ એવા વિદેશી રોકાણકારોને જીડીઆર ઈસ્યુની સાથે બે તક મળે છે. એક તો તેઓ વિદેશી બજારમાં જીડીઆરમાં ટ્રેડંિગ કરી શકે છે અને તે જ સમયે જીડીઆરમાં સમાવિષ્ટ ઈક્વિટી શેરોને ભારતીય રૂપિયાના મૂલ્યમાં પરિવર્તિત કરીને ભારતના સ્ટોક માર્કેટમાં પણ કામકાજ કરવાની જગા તેમને મળે છે. આમ, કરન્સીના દરના તફાવતનો લાભ પણ તેઓ જોતા હોય છે.
જીડીઆર બીજુ કશુ નથી પણ વિદેશમાં લિસ્ટંિગ અને ટ્રેડની સગવડ ખાતર હાર્ડ કરન્સીમાંના દર મુજબની ઈક્વિટી છે.જીડીઆરના હોલ્ડર જ્યા સુધી તેને ઈક્વિટીમાં રૂપાંતરિત કરાવે નહીં ત્યાં સુધી તેને વોટંિગ રાઈટ મળતો નથી. આવા કન્વર્ઝન પછી પરદેશીઓને ભારતમાંથી લઈને ફોરેનમા વેચીને અથવા પરદેશમાં વેચીને ભારતમાંથી ખરીદી કરીને તારવણીનો લાભ લેવાની તકો મળશે.
જીડીઆર કાયમી છે, તે કંપનીની મૂડીને વધારે છે. ઉલ્ટાનું એફઆઈઆઈ કંપનીની કેપિટલને મજબૂત બનાવવાને બદલે શેરબજારની વોલેટિલિટીમાં વધારો કરે છે. ભારતીય પ્રમોટરોને વિદેશી સહયોગીઓથી ભય લાગતો હોવાનુ જણાય છે. તેમને એવી આશંકા રહે છે કે તેઓ જીડીઆરના ઈસ્યુ માટે દબાણ કરશે અને તે પછી ક્રમશઃ કંપનીમાં પૂર્ણપણે દાખલ થઈને રોજબરોજના કામકાજમાં માથુ મારવા લાગશે.
આમ ભારતમાં પ્રાંરભે વિદેશી વ્યક્તિગત રોકાણકારો આવકાર્ય છે પરંતુ સેકન્ડરી માર્કેટમાં નહીં, ફકત પ્રાયમરી માર્કેટમાં તેમને આવકારવા જોઈએ. એકવાર આ માર્ગે તેઓ ભારતીય કંપનીમાં પ્રવેશે તે પછી જ તમને શેરબજારમાં કામકાજની છૂટ આપવી જોઈએ. જીડીઆર અને એડીઆરના કિસ્સાની માફક જ તેમને પ્રવેશવા દેવા જોઈએ.
બીજા શબ્દોમાં કહીએ તો જીડીઆર અથવા એડીઆર મારફત જે વિદેશી રોકાણકાર પ્રવેશ્યા હોય તેમને જ ફકત શેરબજારમાં એક્ઝિટ, શેર વેચવાની છૂટ આપવી જોઈએ. અત્યારે તો આપણે એફઆઈઆઈને મોકળુ મેદાન આપીએ છીએ જે તેની ઈચ્છા થાય ત્યારે પ્રવેશે અને બહાર નીકળે છે. રાઈટ્સ મળતો નથી
|
|
|
| |
|
|
|
| |
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|