| Last Update : 23-Jan-2012,Monday |
|
|
| |
|
|
|
|
|
 |
|
ન્યાયની ગુણવત્તાનું સ્તર ઘટતું જાય છે એવી વકીલોની ફરિયાદ
ન્યાય પંચમાં નામાંકિત નાગરિકોને સમાઓ... |
| |
મોટાભાગના રાજકીય પક્ષોએ નેશનલ જ્યુડીશ્યલ પંચ માટે તરફેણ કરી છે ઃ સ્લમ વિસ્તારોમાં ભેગા થયેલા લોકો સર્વાનુમતે પંચ રચે છે અને ન્યાય મેળવે છે...
ડૉકટર-વકિલ એસોસીએશનના પ્રમુખોને પંચમાં સમાવવા જોઈએ ઃ સરકાર દ્વારા નીમાતા જજ પાસે બહુ અપેક્ષા રખાતી નથી; પ્રજા પણ ચંિતીત
આપણા ન્યાયતંત્રની સૌથી વઘુ કમનસીબ વાત એ છે કે ત્યાં ઢગલાબંધ પેન્ડીંગ કેસો પડ્યા છે. વકિલો એવી ફરિયાદ કરી રહ્યા છે કે ન્યાયની ગુણવત્તાનું સ્તર ઝડપભેર કથળતું જાય છે. જેમની કાર્યપદ્ધતિ શંકાસ્પદ હોય છે તેમને હાઈકોર્ટમાં ખસેડવામાં આવે છે. મોટાભાગના રાજકીય પક્ષોએ નેશનલ જ્યુડીશ્યલ કમીશન (રાષ્ટ્રીય ન્યાયપંચ)ની તરફેણમાં પોતાનો મત વ્યક્ત કર્યો હતો. હાલમાં જજો સામે ભ્રષ્ટાચાર સહિતની વિવિધ ફરિયાદો સાંભળવા સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ; સુપ્રિમ કોર્ટના અન્ય જજોની બનેલી કમિટી છે. દરખાસ્ત એવી છે કે આ કામગીરી માટે સ્પેશ્યલ કમીશનની સ્થાપના થાય. આ કમીશનના અઘ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ તેમજ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજોમાંથી સરકારે અન્ય સભ્યો નીમવા જોઈએ. અન્ય એક દરખાસ્ત એવી પણ છે કે આ કમીશનમાં કેટલાંક નામાંકિત નાગરિકોનો પણ સમાવેશ કરવો જોઈએ. આ બંને સ્થિતિમાં સુપ્રિમકોર્ટના ચીફ જસ્ટીસના મહત્વના રોલમાં કોઈ ફર્ક પડતો નથી.
મુખ્ય સમસ્યા એ છે કે જજ પોતાનું પોસ્ટીંગ મેેેળવવા સરકારના ટેકાનો મુદ્દો સતત અસરકર્તા રહે છે. આ સંજોગોમાં જ્યુડીશ્યલ કમિશનના સભ્યો સરકારે નીમેલા જજોમાંથી હોઈ કોઈ મોટો ફેર પડતો નથી. જોધપુરના એક કિસાને આ સમસ્યાને પોતાના શબ્દોમાં આ રીતે વર્ણવી હતી. જે જજ ન્યાય આપવા પગાર લેતા હોય તે ક્યારેય ન્યાય ના કરી શકે.ન્યાય એ જ વ્યક્તિ કરી શકે કે જે સ્વતંત્ર હોય !! આપણી ન્યાય સિસ્ટમ હેઠળ પંચને કોઈ પગાર આપવામાં નથી આવતો. મને કેટલાક વર્ષ પહેલાં બેંગલોરના સ્લમ વિસ્તારમાં ન્યાય સિસ્ટમ જોવાની તક મળી હતી. જ્યારે કોઈ વિવાદ ઊભા થાય ત્યારે લોકો ભેગા થતા હતા. ભેગા થયેલા લોકોમાંથી પાંચ જણાને પંચ (કમીશન) તરીકે પસંદ કરાતા હતા. આ લોકોની પસંદગી માટે નહોતું તો કોઈ વોટીંગ કરાતું કે નહોતી તો તેમની નિમણૂક સ્લમ વિસ્તારનો કોઈ પ્રમુખ કરતો !! હાજર રહેલા લોકો સર્વાનુમતે પંચના સભ્યો પસંદ કરતા હતા. આ પંચના સભ્યો તેમની મહેનત તેમજ પ્રયાસ માટે કોઈ મહેનતાણુ (પગાર) લેતા નહોતા. આવા પંચના સભ્યો સારો ન્યાય કરી શકે છે કેમ કે તેમની નિમણૂક કોઈ ચોક્કસ વ્યક્તિના આધારે નથી હોતી.
આપણી બંધારણીય સિસ્ટમ હેઠળ જજની નિમણૂક સરકાર કરે છે. આ નિમણૂક સાથે સંકળાયેલા તમામ લોકો એક યા બીજી રીતે સરકાર સાથે જોડાયેલા હોય છે. જેમ કે રાષ્ટ્રપતિ, ચીફ જસ્ટીસ, કાયદા પ્રધાન, રાજ્યપાલ, મુખ્યપ્રધાન વગેરે. સરકારને જે પસંદ હોય એવા લોકો હોદ્દા પર ગોઠવાઈ જાય છે. સરકારનો જે મત હોય તેની તરફેણ કરનારની પસંદ થાય છે. જેના કારણે શુદ્ધ સ્પષ્ટ ન્યાય આપી શકાતો નથી.
આ મુદ્દે પરંપરાગત સ્થિતિને ઘ્યાનમાં રાખીને વિચાવાની જરૂર છે. એક સેમિનારમાં સંસ્કૃતના સ્કોલર ઈલા ઘોષે આ અંગે અભિપ્રાય આપ્યો હતો. તેમણએ કાલીદાસનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે સરકારે નીચેના મુદ્દાઓનો ખ્યાલ રાખવો જોઈએ.
(૧) જ્ઞાન તેમજ શીખવું (૨) શિક્ષક દ્વારા શિક્ષણ (૩) ટીકા (૪) સાઘુ દ્વારા અપાતા ઉપદેશ.
ન્યાયતંત્રે આ મુદ્દાઓનો કોઈ સાધન તરીકે ઉપયોગ ના કરવો જોઈએ. તેનાથી સરકારને કશું શીખવા નથી મળતું. ન્યાયતંત્ર સરકારના ટીચર તરીકેની ભૂમિકા ના ભજવી શકે. ન્યાયતંત્ર પાસે ઉપદેશ આપવો જેવું પણ કોઈ જ્ઞાન નથી હોતું. આમ ન્યાયતંત્ર સરકાર પાસે કાબુ પણ ના રાખી શકે અને પ્રજાને ન્યાય પણ ના આપી શકે.
આજની તાતી જરૂરિયાત એ છે કે ન્યાયતંત્ર સરકારને નહીં પણ પ્રજાને હિસાબ આપનાર હોવું જોઈએ. જો ન્યાયતંત્ર પાસેથી સાચો ન્યાય મેળવવો હોય તો ન્યાયતંત્ર સરકારના ચંચુપાતથી મુક્ત હોવું જોઈએ. એક રજૂઆત એવી પણ છે કે ન્યાય પંચમાં પ્રોફેશનલ એસોસીએશનના પ્રમુખોને નીમવા જોઈએ. આપણી પાસે ઘણાં એસોસીએશનો છે. જેવાં કે ડૉકટર્સ, વકીલો, મેડીકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા, બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા વગેરે. આવા એસોસીએશનના વડાઓને ન્યાયપંચમાં સમાવવા જોઈએ. સરકારે નીમેલા સભ્યો કરતાં આવા એસોસીએશનના વડાઓને નીમવામાં આવે તો વઘુ સારો ન્યાય મળે. આમ આવા લોકો સરકાર સામે કે તેમના ભ્રષ્ટ જજો સામે ઊભા રહી શકે. ચોક્કસ કેસોમાં સ્લમ વિસ્તારવાળા પંચે લીધેલા નિર્ણય પાછળના કારણો જાણી શકે છે. એવી જ રીતે કિસાન એસોસીએશનના વડા પણ જજોએ લીધેલા નિર્ણય પાછળના કારણો જાણી શકે છે. આ જ રીતે લોકપાલની નિમણૂક માટે પણ થઈ શકે.
|
|
|
|
|
| |
|
|
|
| |
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|