| Last Update : 23-Jan-2012,Monday |
|
|
| |
|
|
|
|
|
 |
|
માછલીને બગડતી અટકાવવા ફોર્મીલીનનો મોટાપાયે ઉપયોગ થાય છે
‘ફીશ લવર્સ’ ચેતો; ફોર્મીલીન કેન્સર નોંતરે છે
- મેનકા ગાંધી |
|
આંધ્રપ્રદેશથી ફીશના કન્સાઇનમેન્ટને પંજાબ પહોંચતા અઠવાડિયું થાય છે, ફીશને તાજી રાખવા ફોર્મીલીનમાં ડૂબાડવામાં આવે છે. વેચાણ પહેલાં ફોર્મીલીન મિશ્રીત પાણી છંટાય છે.
ફોર્મીલીન આરોગ્ય માટે હાનિકારકઃ પેટમાં બળતરા અને કેન્સર થાય છે; બાંગ્લાદેશમાં ફોર્મીલીન ટેસ્ટીંગ સેન્ટર ઉભું કરાયું છે; બાસા ફીશ બોનલેસ હોઇ સખત ડિમાન્ડ
ફોર્મીલીન કેન્સર નોંતરે છે
‘ફીશ લવર્સ બી-એવર’ એવા સમાચારો અખબારોના પ્રથમ પાને ગયા અઠવાડિયે ચમક્યા હતા. અર્થાત્ માછલી ખાનારાઓ ચેતતા રહેજો. પકડાયેલી ફીશને માર્કેટમાં વેચાણ માટે મુકતાં પહેલાં તે બગડી ના જાય અને તાજી દેખાય તે માટે હોલસેલરો ફોર્મીલીનનો ઉપયોગ કરે છે. ટ્રાન્સપોર્ટેશન દરમ્યાન ફીશ બગડી ના જાય તેનું ખાસ ઘ્યાન રાખવામાં આવે છે. આ ફોર્મીલીન ઝેરી છે અને કેન્સરને નોંતરી શકે એવા કાર્સીઓજીનીક પદાર્થનું છે. આ કેમીકલ મડદાઘરમાં શરીર સાચવવા માટે વપરાય છે. પંજાબના ફીશરીઝ ડિપાર્ટમેન્ટે ફીશ માર્કેટમાં વેચાતી સેંકડો માછલીઓના સેમ્પલ લઇને તપાસ કરી તો જાણવા મળ્યું કે તેમાં ફોર્મીલીનના ઉંચા ડોઝનું પ્રમાણ હતું. આ માછલીઓ દિલ્હીથી લવાતી હતી પરંતુ આરોગ્ય પ્રધાન પોતે ડોકટર હોવા છતાં અર્થહિન ખુલાસા કરી અને રાજકારણ રમતા હોય એમ ગોળ-ગોળ જવાબ આપીને કહે છે કે અમે આ મુદ્દે ચોક્કસ તપાસ કરીશું અને જો તે સત્તાવાર રીતે સાબિત થશે તો અમે ખોરાકની સલામતી નિયંત્રણ ધારા હેઠળ લેવા જોઇતાં તમામ પગલાં લઇશું. આ સમય દરમ્યાન રીયાસત અલીના નેતૃત્વ હેઠળની ફીશ લોબી તરત જ સક્રિય બની હતી. ઘાસ્પુર ફીશ માર્કેટમાંથી લેવાતા સેમ્પલ અટકાવ્યા હતા. દરરોજ ઓરિસા, ગુજરાત અને આંધ્રપ્રદેશના માર્કેટમાંથી ૨૦થી ૨૫ ટન માછલીઓ માર્કેટમાં ઠલવાય છે.
જે અસરગ્રસ્ત માછલીઓ છે તે વિએટનામીઝ કેટફીશ તરીકે ઓળખાય છે જે આંધ્ર પ્રદેશમાં ઉછેરાય છે. સ્થાનિક સ્તરે તે ‘બાસા’ તરીકે ઓળખાય છે તે બોન લેસ (હાડકા વિહોણી) છે અને ફ્રેશ વોટરની ફીશ છે. તેથી તે ભારતમાં પ્રખ્યાત બની છે. બીજી હકીકત એ પણ છે કે એશિયામાં જે ફીશના ઉછેર માટે સૌથી વઘુ ફીશ ફાર્મ છે તેમાં ‘બાસા’નો પણ સમાવેશ થાય છે.
ફીશના વ્યવસાય સાથે સંકળાયેલા સૂત્રો જણાવે છે કે માછલીને ફોર્મીલીનમાં પ્રિઝર્વ કરવી એ માત્ર આંધ્રપ્રદેશમાં કોમન નથી પણ સમગ્ર ભારતમાં ફોર્મીલીનનો ઉપયોગ થાય છે. આંધ્રપ્રદેશથી માછલીનું કન્સાઇનમેન્ટ પંજાબ પહોંચતા અઠવાડિયું થાય છે. આ સમય દરમ્યાન મૃત માછલીઓને તાજી રાખવા અપાતી ફોર્મીલીન ટ્રીટમેન્ટની માત્રામાં વધારો થઇ રહ્યો છે. બજારના સૂત્રો એમ પણ જણાવે છે કે ફોર્મીલીન ઠેર ઠેર મળે છે, તે સસ્તુ પણ હોઇ ફીશ જેવી ખોરાકી ચીજોમાં ગેરકાયદે પીઝર્વેટીવ તરીકે વપરાય છે.
પંજાબના ફીશ ફાર્મ ધરાવનારાઓએ જણાવ્યું હતું કે તેમની પાસેથી હોલસેલમાં ફીશ ખરીદનારાો એવી સલાહ આપે છે કે ફીશનું મીટ (માંસ) વહેલું બગડી જાય છે એટલે ટ્રાન્સપોર્ટેશન દરમ્યાન તેના સ્ટોરેજ માટે ઘણા પ્રયાસો કરવા પડે છે. દરમ્યાન સપ્ટેમ્બર અને માર્ચ માસ દરમ્યાન પંજાબ દરરોજ ૨૫૦ ટન બાસા ફીશનો વપરાશ કરે છે. ફીશને પકડ્યા પછી તેના સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશન માટે ફોર્માલ્ડીહાઇડ વાપરવામાં આવે છે.
પંજાબના ખેડૂતો હવે જાગ્યા છે મને લાગે છે કે દરેક જાણે છે કે પોતાના પ્રદેશમાં આવતી માછલી ફોર્મીલીનમા ડૂબાડેલી હોય છે. માત્ર અહીંની વાત નથી સમગ્ર એશિયાની વાત છે. હોંગકોંગમાં ફૂડસેફ્ટી સેન્ટરે નુડલ ફીશમાં ૧૭૦-૫૭૦ પીપીએમ જેટલું ફોર્માલ્ડીહાઇડની માત્રા ચકાશે છે. (હોંગકોંગમાં ખોરાકી ચીજોમાં ફોર્માલ્ડીહાઇડ મળે તો ૫૦ હજાર હોંગકોંગ ડોલરનો દડ અને ૬ મહિનાની સજાની જોગવાઇ છે) તમે ઇન્ટરનેટ પર જુઓ તો ખ્યાલ આવશે કે શ્રીલંકાના ખરીદનારાઓને ખબર છે કે તેમને ત્યાં ફીશનું કન્સાઇનમેન્ટ ઉતરશે તે બંદર ઉપર ટ્રાન્સપોર્ટે થતા પહેલાં ફીશ ફોર્મીલીન અને ફૂડ કલરમાં ડબાડેલી હશે. મલેશિયાથી સરકાર પાસેથી મળેલી માહિતી મુજબ કોડ/સેલમોન/ફીન/ટવા જેવી આયાતી ફીશમાં ફોર્મીલીન હોય છે. બાંગ્લાદેશની સરકારે કરેલા વિવિધ અભ્યાસોના તારણો અનુસાર પાડોશી દેશોમાંથી આવતી આયાતી ફીશમાં નોંધપાત્ર રીતે ફોર્મીલીન મળી આવ્યું હતું (બાંગ્લાદેશના બજારોમાં બર્માની ટેકન બોર્ડરપરથી ૮૦ હજાર કિલો ફીશ પ્રોડક્ટ રોજ ઠલવાય છે.)
ઇન્ડિયા અને મ્યાનમારમાંથી આયાત થતી ફીશમાં ફોર્માલ્ડીહાઇડની માત્રા વઘુ હોવાનું જણાયું હતું એમ ૨૦૦૮માં બાંગ્લાદેશની જર્નલ ઓફ મેડિકલ સાયન્સમાં પ્રકાશિત થયેલા ટુઇ ફીશમાં (લેબીયો રોહીતા) ફોર્મેલીનની માત્રા પરના અહેવાલમાં જણાવ્યું છે.
અન્ય એક અહેવાલ ૨૦૦૯માં જર્નલ ઓફ ફીશરીઝ ઇન્ટરનેશનલમાં પ્રકાશિત થયો હતો. ફીશ પ્રીઝર્વેશન ઇન ઢાકા સીટીમાં ત્રણ મહિનાના ફોર્મીલીનની માત્રાના અભ્યાસમાં પણ જણાયું હતું કે ઇન્ડિયાથી આયાત થતી લેબીયોરોહીતા (રોહુ)માં ૪૪ ટકા ફોર્મીલીન હતું. અન્ય ફીશોમાં પણ ફોર્મીલીન જણાયું હતું જેમા કેટલા (૨૨ ટકા), મ્રીજેલ (૬ ટકા), સ્મોલશ્રિમ્પ, કાચકી, બેલે (ગ્લોસોગોબીયસ ગુરીસ) અને અન્ય જાતિઓમાં અનુક્રમે ૬,૬,૨ અને ચાર ટકાનો સમાવેશ થાય છે. આ કામમાં જોતરાયેલા લોકો માટે ફોર્મીલીન ટેસ્ટીંગ સેન્ટર ઉભુ કરાયું છે. કાવરાન બજાર ફીશ માર્કેટ ખાતે ફોર્મીલીન ટેસ્ટ સેન્ટર પણ ઉભું કરાયું છે. બાંગ્લાદેશ ઇન્સ્ટીટયુટ ઓફ ફુડ સાયન્સીઝ એન્ડ ટેકનોલોજીએ ફોર્મીલીન ટેસ્ટ કીટનું સંશોધન કર્યું છે.
ફોર્માલ્ડીહાઇડ એ કલર વિહોણો, જલદીથી સળગી ઉઠે એવો ગેસ છે જે ડુંગળી તળાતી હોય તેવી વાસ ધરાવે છે.
સામાન્ય રીતે પ્લાસ્ટીક રેઝીન બનાવવાના ઉદ્યોગવાળા વાપરે છે. આ રેઝીન વુડ, પેપર, ટેક્સટાઇલ ઉદ્યોગોમાં વપરાય છે. ફોર્માલ્ડીહાઇડ સીગારેટ ઉત્પાદકો તૈયાર કરે છે. સ્થાનિક સ્તરે સિગારેટસ અને અન્ય તમાકુ પ્રોડક્ટ તેમજ ગેસકુકર અને ખુલ્લામાં થતા સઘડા વગેરે દ્વારા તેનું ઉત્પાદન થાય છે. ૨૦ ઁઁસ્ની માત્રાવાળું ફોર્માલ્ડીહાઇડ આરોગ્ય તેમજ શરીર પર તાત્કાલિક અસર કરે છે. ઇન્ટરનેશનલ એજન્સી ફોર રીસર્ચ ઓન કેન્સર જણાવે છે કે ફોર્માલ્ડીહાઇડ એ કેન્સર કરતો કાર્સીનોજનીક પદાર્થ છે. ૩૭ ટકા ફોર્માલ્ડીહાઇડ, મીથેનોલ અને વોટર એ ફોર્મેલીનના કેમીકલ સબસ્ટન્સ છે. મૃતદેહોને લાંબો સમય સંગ્રહવા તે પ્રિઝર્વેટીવ તરીકે વપરાય છે. એશિયામાં ખોરાકના પ્રિઝર્વેટીવ તરીકે (બગડે તો અટકાવવા) ગેરકાયદે તેને ઉમેરવામાં આવે છે. સામાન્ય રીતે તેનો જે ખોરાકી ચીજોમાં ઉમેરો થાય છે તેમાં મીટ (માંસ) અને મીટ ડેરીવેટીવ્ઝ, ચીકન પોવ્ઝ, ક્રસ્ટેસીયન્સ અને ફીશનો સમાવેશ થાય છે.
તે થોડુ ખાવામાં લેવાથી ઝેરી અસરની શક્યતા રહે છે. જેના કારણે પેટમાં સખત દુઃખાવો, વોમીટીંગ (ઉલટી થવી), કોમાની સ્થિતિ, આંતરડામાં ઇજા કે સંભવિત મૃત્યુની દિશા તરફ જવાય છે. ફોર્માલ્ડીહાઇડના કારણે મોંઢાના બહારના ભાગમાં, ગળામાં તેમજ આંતરડા પર સોજો આવે છે. ફોર્માલ્ડીહાઇડનો આરોગ્ય સામે સૌથી મોટો ખતરો હોય તો તે કેન્સરનું જોખમ નોતરે છે. આવા કેસો અંગેના અભ્યાસમાં ઇન્ટરનેશનલ એજન્સી ફોર રીસર્ચ ઓન કેન્સરના જણાવ્યા અનુસાર માનવ શરીરમાં કાર્સિનોજીનીસીટી હોય છે અર્થાત કેન્સરના લક્ષણો જોવા મળ્યા છે. જો તમે વારંવાર ફોર્મીલીનથી પ્રિઝર્વ કરેલો ખોરાક લો તો તમને પેટમાં બળતરા, જેના કારણે લોહી સાથે ઝાડા, તેમજ યુરીન કે બ્લડના રોગો થાય છે. ફોર્મીલીનના કારણે સૌથી વઘુ અસર કિડની પર થાય છે તે કીડનીને નુકશાનકર્તા છે. અને કેન્સર નોતરે છે. ફોર્મીલીનને નાક તેમજ ફેફસાના કેન્સર સાથે પણ જોડવામાં આવે છે જે બ્રેનનું તેમજ લોહીનું કેન્સર સાથે પણ જોડાયેલું છે.
કોઇ તમને એવું સૂચવે છે કે ફોર્મીલીનની અસરથી દુર રહેવા ‘ફ્રેશ’ ફીશ ખરીદો તો તે ગેરમાર્ગે દોરવાની અને મૂર્ખ બનાવવાની વાત છે. ફીશની એક વિચિત્ર ગંધ આવે છે. પ્રજા એમ માનવા પ્રેરાય છે કે આવી ગંધ તો સામાન્ય છે. ફીશ હોય એવી જ દેખાઇ છે પરંતુ તેમાં રહેલો ફર્ક કોઇના ઘ્યાનમાં નથી આવતો. વેપારીઓએ આખી માછલીને ફોર્મીલીનમાં બોળી હશે કે તેને ફોર્મીલીનનું ઇન્જેકશન આપ્યું હશે. બજારમાં વેચાણ માટે મુકતાં પહેલાં તેના પર ફોર્મીલીનથી મીક્સ કરેલું પાણી પણ છાંટયું હોય છે.
ફીશમાં ફોર્મીલીન હોવું એ સીફીલીશ સમાન છે. (જાતીયરોગ) દરેક દેશના લોકો આ રોગને વિદેશીઓ દ્વારા લાગતો રોગ સમજે છે. ફીશમાં ફોર્મીલીન અંગેનું સત્ય એ છે કે ફીશનો દરેક વેપારી આ કામગીરીમાં સંડોવાયેલો છે અને પ્રજા તેનો શિકાર બને છે. ખોરાક સમજીને ખાવ..
|
|
|
|
|
| |
|
|
|
| |
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|