કરન્સી વાયદાઓમાં રૃપિયો ડોલર, યુરો, પાઉન્ડ અને યેન સામે મજબૂત
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ (એમસીએક્સ-એસએક્સ) પર સમીક્ષા હેઠળના (૧૩થી ૧૯ જાન્યુઆરી) સપ્તાહ દરમિયાન યુરો, બ્રિટીશ પાઉન્ડ, યેન અને ડોલરના કરન્સી વાયદાઓમાં ૪,૫૯,૩૬૩ સોદામાં કુલ રૃ.૬૯,૧૮૪.૨૫ કરોડનું ૧,૩૪,૧૫,૬૪૫ લોટનું ટર્નઓવર નોંધાયું હતું. વિવિધ કરન્સી વાયદાઓમાં રૃપિયો ડોલર સામે ૨૦ પૈસાથી રૃ.૧.૪૬, યુરો સામે ૮૩ પૈસાથી રૃ.૧.૧૪, પાઉન્ડ સામે રૃ.૧.૫૫થી રૃ.૧.૭૬ અને યેન સામે ૭૯ પૈસાથી રૃ.૧.૮૧ જેટલો મજબૂત હતો.
ડોલરના વાયદાઓમાં જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે રૃ.૫૧.૭૯૫૦ ખૂલી, ઊંચામાં રૃ.૫૧.૯૬૨૫ અને નીચામાં રૃ.૫૦.૧૩૫૦ના સ્તરે રહી સપ્તાહના અંતે રૃ.૫૦.૩૭૫૦ બંધ રહ્યો હતો. રૃપિયો ડોલરના જાન્યુઆરી વાયદામાં રૃ.૧.૪૭ જેટલો મજબૂત હતો. ડોલરનો ફેબ્રુઆરી વાયદો રૃ.૧.૪૫ વધી રૃ.૫૦,૭૨૨૫, માર્ચ રૃ.૧.૪૫ વધી રૃ.૫૧.૦૫૫૦, એપ્રિલ રૃ.૧.૩૮ વધી રૃ.૫૧.૩૯૨૫ અને મે વાયદો સૌથી વધુ રૃ.૧.૪૬ વધી રૃ.૫૧.૫૯૦૦ બંધ રહ્યા હતા. ડોલરના વાયદાઓમાં ૪,૦૧,૯૮૪ સોદામાં રૃ.૬૬,૭૨૮.૮૭ કરોડનાં ૧,૩૦,૫૫,૮૩૫ લોટનાં કામકાજ થયાં હતાં.
યુરોના વાયદાઓમાં જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે રૃ.૬૬,૧૫૨૫ ખૂલી, સપ્તાહના અંતે રૃ.૬૫.૦૦૫૦ બંધ રહ્યો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૃ.૬૬.૪૪૨૫ અને નીચામાં રૃ.૬૪.૫૯૨૫ બોલાયો હતો. યુરોના જાન્યુઆરી વાયદામાં રૃપિયામાં યુરો સામે રૃ.૧.૧૪ની વૃદ્ધિ રહી હતી. યુરોનો ફેબ્રુઆરી વાયદો રૃ.૧.૦૮ વધી રૃ.૬૫.૪૪૫૦ અને માર્ચ ૮૩ પૈસાના સુધારા સાથે રૃ.૬૫.૯૯૦૦ રહ્યા હતા. યુરોના વાયદાઓમાં કામકાજ ૩૬,૦૫૮ સોદામાં રૃ.૧,૬૩૮.૧૫ કરોડનાં ૨,૫૦,૫૮૩ લોટનું થયું હતું.
બ્રિટીશ પાઉન્ડના વાયદાઓમાં જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે રૃ.૭૯.૩૦૫૦ ખૂલી, ઊપરમાં રૃ.૭૯.૫૪૭૫ અને નીચામાં રૃ.૭૭.૪૮૦૦ના મથાળે અથડાઈ સપ્તાહના અંતે રૃ.૭૭.૭૭૭૫ બંધમાં રહ્યો હતો. રૃપિયો પાઉન્ડના જાન્યુઆરી વાયદામાં રૃ.૧.૭૬ વધ્યો હતો. પાઉન્ડનો ફેબ્રુઆરી વાયદો રૃ.૧.૭૨ વધી રૃ.૭૮.૨૦૦૦ અને માર્ચ રૃ.૧.૫૫ વધી રૃ.૭૮.૮૦૦૦ના સ્તરે રહ્યા હતા. પાઉન્ડના વાયદાઓનું વોલ્યુમ ૧૪,૧૦૧ સોદામાં કુલ રૃ.૫૮૮.૨૦ કરોડનું ૭૪,૮૨૪ લોટનું નોંધાયું હતું.
યેનના વાયદાઓમાં જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે રૃ.૬૭.૬૯૭૫ ખૂલી, સપ્તાહના અંતે રૃ.૬૫.૬૨૭૫ના સ્તરે બંધ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊંચામાં રૃ.૬૭.૬૯૭૫ અને નીચામાં રૃ.૬૫.૩૫૦૦ના સ્તરને સ્પર્શ્યેે હતો. રૃપિયો યેનના જાન્યુઆરી વાયદામાં રૃ.૧.૮૧ સુધર્યેે હતો. યેનનો ફેબ્રુઆરી વાયદો રૃ.૧.૭૨ વધી રૃ.૬૬.૦૨૨૫ અને માર્ચ ૭૯ પૈસા સુધરી રૃ.૬૬.૩૪૦૦ રહ્યા હતા. યેનના વાયદાઓમાં ૭,૨૨૦ સોદામાં રૃ.૨૨૯.૦૩ કરોડનાં ૩૪,૪૦૩ લોટનાં કામ થયાં હતાં.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સપ્તાહના પ્રારંભે તા.૧૩ જાન્યુઆરીએ રૃપિયાનો રેફરન્સ રેટ ડોલર સામે રૃ.૫૧.૪૩૧૦, યુરો સામે રૃ.૬૬.૧૭૪૩, બ્રિટીશ પાઉન્ડ સામે રૃ.૭૯.૧૦૦૯ અને ૧૦૦ યેન સામે રૃ.૬૭.૦૫૦૦નો ઠરાવ્યો હતો, જે સપ્તાહના અંતે તા.૧૯ જાન્યુઆરીએ રૃપિયાનો રેફરન્સ રેટ ડોલર સામે રૃ.૫૦.૨૮૯૦, યુરો સામે રૃ.૬૪.૬૬૬૪, પાઉન્ડ સામે રૃ.૭૭.૬૦૧૦ અને ૧૦૦ યેન સામે રૃ.૬૫.૫૩૦૦નો નિશ્ચિત કરાયો હતો. |
|