|
|
| |
આજ નું પંચાગ |
તા. ૨૩-૧-૨૦૧૨ સોમવાર
પોષ વદ અમાસ- મંગળ વક્રી
સોમવતી અમાવસ્યા બપોરના ૧ ક. ૦૯ મિ. સુધી
નેતાજી જયંતી
દિવસના ચોઘડિયા ઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૦ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૨ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૭ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૪ મિ
નવકારસી સમય (અ) ઃ ૮ ક. ૧૨ મિ. (સૂ) ૮ ક. ૦૭ મિ. (મું) ૮ ક. ૦૪ મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલ બાળકની મકર (ખ. જ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ ઉત્તરાષાઢા બપોરના ૩ ક. ૩૨ મિ. સુધી પછી શ્રવણ.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - મકર, મંગળ - સિંહ, બુધ- ધન, ગુરૃ - મેષ, શુક્ર- કુંભ, શનિ- તુલા, રાહુ - વૃશ્ચિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપ્ચ્યુન - કુંભ, પ્લુટો - ધન. ચંદ્ર - મકર.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮, શાકે સં. ઃ ૧૯૩૩, ખર સં.જૈનવીર સં. ઃ ૨૫૩૮, ઉત્તરાયણ શિશિર ઋતુ, પોષ વદ અમાસને સોમવાર રા. દિ. માહ - ૩. આજે સોમવતી અમાસ બપોરના ૧ ક. ૦૯ મિ. સુધી આજે જૈન મૌની અમાવસ્યા છે. નેતાજી જયંતી મુ. શહાદતે ઇમામ હસન. સિદ્ધિ યોગ બપોરના ૩ ક. ૩૨ મિ. થી આજથી મંગળ વક્રી બજારોમાં વધઘટ જણાય. ત્રિવેણી અમાવસ્યા મૃત્યુ યોગ સૂર્યોદયથી ૧૫ ક. મિ. સુધી.
મંગળ વક્રી થાય છે તેથી આગામી સમયમાં મહાભય દુર્ભિક્ષ, અનાવૃષ્ટિ, બધા દ્રવ્ય મોંઘા થાય, રસકસનો નાશ થાય ! કોઈ સ્થળે સંગ્રામ- અશાંતિ સર્જાય, હવામાનમાં ફેરફારી જણાય !
મુસલમાની હિજરી સન ૧૪૩૩ સફર માસનો ૨૮ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ શહેરેવર માસનો ૮ રોજ દએપઆદર
|
| [Top] |
| |
|
આજ નું ભવિષ્ય |
| |
તા. ૨૩ જાન્યુઆરી
મેષ ઃ આજે બપોરના ૧ ક. ૦૯ મિ. સુધી સોમવતી અમાવસ્યા છે. મંગળ વક્રી થાય છે તેથી નોકરી- ધંધામાં ધ્યાન રાખવું.
વૃષભ ઃ બજારોની વધઘટમાં, શેરોની લે-વેચમાં, તેલ, રસકસના દવાના, ઇલેક્ટ્રીકના કામકાજમા સંભાળવું પડે, બહાર જવાનું થાય.
મિથુન ઃ આજે સોમવતી અમાવસ્યાનો દિવસ તન- મન- ધનથી, વાહનથી સગા- સંબંધી મિત્રવર્ગ તેમજ નોકરી- ધંધામાં ચિંતા- મુશ્કેલી, સુસ્તીમાં પસાર થાય.
કર્ક ઃ બજારોની વધઘટમાં, સોના- ચાંદી તાંબાના, તેલના રસકસના વેપાર- ધંધામાં ધ્યાન રાખવું, આરોગ્યની કાળજી રાખવી.
સિંહ ઃ આજે બપોરના ૧ ક. ૦૯ મિ. સુધી સોમવતી અમાવસ્યા છે, મંગળ વક્રી થાય છે તેથી નોકરી- ધંધાના કામમાં વ્યસ્તતા રહે.
કન્યા ઃ આજે પોષ મહિનાની સમાપ્તિએ તમારા આગામી કામ અંગે ચર્ચા વિચારણા થાય. વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપી શકો.
તુલા ઃ આજે બપોરના ૧ ક. ૦૯ મિ. સુધી સોમવતી અમાવસ્યા છે, મંગળ વક્રી થાય છે તેથી શાંતિથી દિવસ પસાર કરી લેવો.
વૃશ્ચિક ઃ સોમવતી અમાવાસ્યા, પોષ મહિનાની સમાપ્તિ છે એ તમારા નોકરી- ધંધાના, વ્યવહારિક, સામાજિક કામ અંગેની આગામી કાર્યવાહી વિચારો.
ધન ઃ આપના રોજીંદા કામમાં હળવાશ, રાહત અનુભવો. નોકરી- ધંધાના કામ અંગેની ચિંતા હળવી થાય, વ્યવહારિક સામાજિક કામ થાય.
મકર ઃ આજે બપોરના ૧ ક. ૦૯ મિ. સુધી સોમવતી અમાવસ્યા છે, પોષ મહિનો આજે પૂરો થઈ રહ્યો છે તેથી આગામી કામની વ્યસ્તતા રહે.
કુંભ ઃ સોમવતી અમાવસ્યાનો આજનો દિવસ શાંતિથી પસાર કરવો, સામાજિક વ્યવહારિક, કુટુંબ પરિવારના નિર્ણયમા સંભાળવું પડે.
મીન ઃ આજે બપોરના ૧ ક. ૦૯ મિ. સુધી સોમવતી અમાવસ્યા છે, પોષ મહિનો આજે પૂરો થઈ રહ્યો છે ત્યારે વધારાના કામ અંગે વિચારી શકો.
- પ્રા. અગ્નિદત્ત પદમનાભ.
જન્મ તારીખ વર્ષ સંકેત....
તા. ૨૩ જાન્યુઆરી
આજથી શરુ થઈ રહેલા જન્મવર્ષના પ્રારંભમાં એક સો પચાસ દિવસ શારીરિક, માનસિક કષ્ટ-પીડા, હૃદય-મનની વ્યગ્રતામાં પસાર થાય પડવા વાગવાથી, બીમારીથી, ફ્રેક્ચર, શસ્ત્રક્રિયા, વાહનથી ચક્કરથી સંભાળવું.
- વર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ તમારા કારકિર્દીના ઘડતર માટેની સારી તક પ્રાપ્ત થાય. ભાગ્યોદયની શરુઆત થાય, નવીન ફેરફારી થાય.
- નોકરી- ધંધામાં, બેંકના કામકાજમાં, નાણાંની લેવડ-દેવડના વ્યવહારમાં, જવાબદારીમાં ચોકસાઈ રાખવી. શેરોના- મકાન- જમીન કે ધંધાના રોકાણમાં તકલીફ થાય નહીં તેનું ધ્યાન રાખવું.
- વર્ષના ઉત્તરાર્ધમાં ધર્મકાર્ય, શુભકાર્ય થાય, સંતાનના કામ ઉકેલાતા હળવાશ, રાહત, આનંદ અનુભવો.
- સ્ત્રી વર્ગને શરદી- કફ, બી. પી, સ્તન, ગર્ભાશયમાં દર્દ- પીડાથી સંભાળવું પડે. વર્ષના ઉત્તરાર્ધમાં પતિ- સંતાનથી અનુકૂળતા રહે. યાત્રા- પ્રવાસ ધર્મકાર્ય થાય.
- વિદ્યાર્થી વર્ગને ભણવામાં પ્રગતિ- સફળતાથી આત્મવિશ્વાસ વધતો જાય. |
|
| |
|
સુપ્રભાતમ્ |
- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક
રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક
- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક
|
| [Top] |
| |
|
| |
આજ નું ઔષધ |
રુચિવર્ધક ચટણી
આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.
આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.
કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.
આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર
|
| Top] |
|
| |
આજ ની જોક |
લલ્લુની પરીક્ષા ચાલી રહી હતી અને એના પિતા છગન એને પાસ થવા માટે સખત વાંચવા ઉપર ભાર આપતા હતા. એક દિવસ એણે પોતાની પ્રેમિકા લીલીને ફોન ઉપર કહ્યું, ‘‘ડાર્લંિગ, હું આ વર્ષે ફેલ થવા માંગું છું.’’
‘‘કેમ?’’ લીલી બોલી, ‘‘શા માટે?’’
‘‘જો ને,’’ લલ્લુએ કહ્યું, ‘‘જો હું ફર્સ્ટ ક્લાસ આવીશ તો પપ્પા મને વિજ્ઞાન પ્રવાહમાં મોકલીને ડોકટર બનાવશે અને ડોકટર બનતા પાંચ છ વર્ષ લાગશે અને સેકન્ડ ક્લાસ આવીશ તો પપ્પા મને કોમર્સ પ્રવાહમાં મોકલીને સાત આઠ વર્ષે હું સીએ થાવ એની રાહ જોશે... એ કરતાં જો હું નાપાસ થાઉં તો મને તરત જ તારી સાથે પરણાવી દેશે.’’ |
| [Top] |
| |
|
|
આજ ની રેસીપી |
|
| |
જૈન પુલાવ વીથ કબાબ
સામગ્રી ઃ (કબાબ માટે) ૧ કપ ચણાની દાળ, ૧૦૦ ગ્રામ જરદાળુ, પ્રમાણસર મીઠું, ૧/૪ ચમચી ખાવાનો સોડા, ૧ ચમચી મરચાની ચટણી, ૬ પાઉની સ્લાઈસ ( ખુણા કાપેલી), ૧/૨ કપ ખમણેલું નાળિયેર, ૧/૨ કપ બારીક કરેલી કોથમીર, ૨ ચમચા તેલ, ૧ ચમચી લીંબુનો રસ, ૧ ચમચો ધાણા અને ખસખસનો અધકચરો ભૂકો.
પુલાવ માટે ઃ ૨ કપ બાસમતી ચોખા,૧ નાળિયેરનું જાડું દૂધ, ૧ કપ બારીક કોથમીર, ૧ ચમચો સાકર, ૧/૨ કિલો ટામેટા, ૨ ચમચી ઘી, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી મરચાની ચટણી, પ્રમાણસર મીઠું, ૧ ચમચી જીરું, ૧ ચમચી કોર્નફ્લોર, સુકો મસાલો, ૫ લવંિગ, ૧૦ મરીના દાણા, ૭ ઈલાયચી, ૪ તજના કટકા.
રીત ઃ (કબાબની) ચણાની દાળને સાત કલાક ઠંડા પાણીમાં પલાળો. પથ્થર પર વાટવી તેમાં જરદાળું સિવાય ઉપરનો બધો મસાલો નાખવો. પાઉં પાણીમાં પલાળી દબાવી નાખવા. જરદાળુને ૬ કલાક પાણીમાં પલાળવા. બહાર કાઢી લેવી. બદામને બારીક સમારી ભાત પર પાથરવી. દરેક જરદાળુના બે ભાગ કરવા.
ચણાની દાળનું પુરણ લઈ તેની હાથમાં નાની પુરી બનાવવી. તેમાં અડઘું જરદાળું મુકી બંધ કરવું. આ પ્રમાણે બધા કબાબ બનાવી ગરમ તેલમાં તળી બાજુ પર રાખવા.
પુલાવની રીત ઃ ટમેટાના બારીક ટુકડા કરી ઈલેક્ટ્રીક બ્લેન્ડરમાં ચર્ન કરી સૂપના સંચાની બારીક જાળીથી ગાળી લેવું.
૦ ચોખાને ૨ કલાક ભીંજવી છૂટો કરી જરા કડક ભાત બનાવો. તેમાં મીઠુ નાખી બાજુ પર મૂકી દેવું.
૦ નાળિયેરનું દૂધ અને ટમેટાનો રસ ભેગા કરી તેમાં કોર્નફ્લોર નાખી બરાબર હલાવવું. મીઠું, મરચું, મરચાની ચટણી અને સાકર નાળિયેરના દૂધમાં ભેગા કરી તે ગ્રેવી બાજુ પર રાખવી.
પુલાવ બનાવવા માટેના વાસણમાં ઘી ગરમ કરવા મુકવું. તેમાં જીરું નાખી બારીક કોથમીર નાખવી. નાળિયેરના દૂધની ગ્રેવી નાખી ભાત ઉમેરવો. સૂકો મસાલો ભેળવી વાસણ ઢાંકીને ધીમે તાપે ૧૦ મિનિટ ગેસ પર ચડવા દેવું.
૦ પીરસતી વખતે ભાત લાંબી પ્લેટમાં પાથરવો. તેના ઉપર તળેલા કબાબ ગોઠવવા. ઉપર બદામ ભભરાવવી.
ત્રિરંગી બટેટાંટોપ
સામગ્રી ઃ એક કિલો બટાટા, અડધો કિલો વટાણા, અડધો કીલો રતાળું, કોપરું, તજ, લવંિગ, તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ-મરચાં, લસણ, વાટેલ સીંગદાણા, મીઠું, ખાંડ, હળદર, જોઈતા પ્રમાણમાં ગરમ મસાલો, ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ.
રીત ઃ સૌપ્રથમ બટેટાને બાફી તેનો છુંદો કરી નાખવો અને તેમાં થોડું મીઠું તેમજ ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ ભળી દેવો. રતાળુને વરાળથી બાફી નાખી તેનો છુંદો કરવો અને તેમાં પણ થોેડુંક મીઠું ભેળવવું. લીલા વટાણાને ગ્રાઈન્ડરમાં પીસી નાખવા ત્યારબાદ તજ લવંિગનો વઘાર કરી સાંતળવા અને તેમાં કોપરું થોડા તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ, મરચાં, લસણ, વાટેલા સીંગદાણા ા, મીઠું, ખાંડ, હળદર, ગરમ મસાલો વગેરે સરખી રીતે મિક્સ કરી દેવો.
ત્યારબાદ કથરોટના જેવું પહોળું તપેલું લઈ તેમાં તેલ લગાવવું અને તેમાં બટેટાનો રોટલો થાપી મુકી દેવો. આ રોટલા ઉપર વટાણાનો જે મસાલો ઉપર તૈયાર કર્યો છે તેનું પડ પાથરવું અને આ પડની ઉપર રતાળુનો રોટલો બનાવી મુકી દેવો. ફરી તેના પર જેટલા પડ બનાવવા હોય તેટલા બનાવી શકાય છે. તપેલામાં તેલ જરા વધારે રેડવું અને તવેથા વડે સરખું ગોળ બનાવી દેવું. ત્યારબાદ વાસણને એકદમ ધીમા તાપે મુકવું અને લાલ રંગનું પડ થાય ત્યારે ઉતારી લેવું. ત્યારબાદ તેના પર કોથમીર અને કોપરાનું ડેકોરેશન કરવું. આ વાનગીને કેકની જેમ કાપી શકાશે અને ત્રણ રંગની દેખાશે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
બટાટાંની બરફી
સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ બટાટા, ૧ કિલો સાકર, ૨૫૦ ગ્રામ માવો, એક છટાંક કોપરું, એક છટાંક કીસમીસ, એક તોલો ઈલાયચી, ૨ નંગ ચાંદીના વરખ, એક છટાંક પીસ્તા બદામ.
રીત ઃ બટાટા બાફી, છોલી, છીણી નાખો. ત્યારબાદ ઘીમાં સાંતળી નાખો, સાકરની જાડી ચાસણી કરી તેમાં બટાટાનું પુરણ, માવો કોપરું, કીસમીસ અને છેલ્લે બદામ નાખો. બઘુ ંએકરસ થાય અને પાણી બિલકુલ રહે નહિ ત્યાં સુધી હલાવો. થાળીમાં ઘી લગાવી તૈયાર થયેલા પુરણને તેના પર પાથરી દો, એલચીના દાણા, પીસ્તાના ટુકડા અને ચાંદીના વરખ, શોેભા માટે તેના પર લગાવો ઠરી ગયા પછી તેના કડકા કરો.
|
| [Top] |
|
|
|
|
|