Last Update : 22-Jan-2012,Sunday
 

ધરાશાયી ક્રિકેટગઢ

મંગળવારથી એડીલેઇડમાં શરૂ થનારી ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ વિશે ઇંતેજારી રહેવાનું એકમાત્ર કારણ એ હોય કે ધોબીપછાડો ખાઇ ચૂકેલી ટીમમાં કશો ફેરફાર થાય છે? રાષ્ટ્રિય હીરો જેવું મહત્ત્વ અને કવચિત લશ્કરી હોદ્દા-માનદ્‌ ડિગ્રીઓ ખાટતા ભારતીય ક્રિકેટરોના લમણે જીત થાય ત્યારે અપ્રમાણસરની પ્રશંસા અને હાર થાય ત્યારે એટલી જ આકરી ટીકા લખાયેલાં હોય છે. પરંતુ છેલ્લા થોડા વખતથી ભારતીય ટીમ સાથે જે થઇ રહ્યું છે, તે જોતાં ખરેખર તો શું થઇ રહ્યું છે એ સમજવું અઘરું પડે એમ છે.
આખરે એવું શું બન્યું કે ટેસ્ટ ક્રિકેટમાં અવ્વલ નંબરનું સ્થાન ધરાવતી ભારતની ક્રિકેટટીમ ટૂંક સમયમાં એ સ્થાનેથી ગબડી પડી. એટલું જ નહીં, એવી ચત્તાપાટ પડી કે ઊભી જ ન થઇ શકે? આ સવાલ અત્યારે જવાબ મેળવવા કરતાં પણ વધારે રોષની અભિવ્યક્તિ માટે પૂછવામાં આવે છે. જેમની સફળતાએ અનેક થિયરીને જન્મ આપ્યો અને ચાલતી ગાડીએ ચડવામાં ઉસ્તાદ મેનેજમેન્ટ સંસ્થાઓને વિષયો પૂરા પાડ્યા, એવા ‘કેપ્ટન કૂલ’ મહેન્દ્રસંિઘ ધોની ‘કૂલ’ને બદલે ‘ફ્રિઝ’ કેમ થઇ ગયા? તેમના કપ્તાનપદ હેઠળ ભારત વિદેશની ધરતી પર લાગલગાટ છેલ્લી એક-બે નહીં, પૂરી સાત ટેસ્ટમેચમાં ખરાબ રીતે હારી ચૂક્યું છે. હાર-હારમાં પણ ફરક હોય છે. વન ડેના વર્લ્ડ કપમાં વિશ્વવિજેતા બનેલી ‘ટીમ ઇન્ડિયા’નો સાતેસાત મેચમાં ફક્ત પરાજય થયો નથી, ખુરદો બોલી ગયો છે. તમામ સાત મેચ સદંતર એકતરફી નીવડી છે. ડ્રોમાં કાઢવાનો પ્રયાસ પણ ભારતીય ક્રિકેટરો- ખાસ કરીને બેટ્‌સમેન- તરફથી જોવા મળ્યો નથી.
છેલ્લી સાત ટેસ્ટ મેચમાંથી ચાર તો ભારતની ટીમ એક ઇનંિગથી હારી છે. બાકીની ત્રણમાંથી એકમાં ૩૦૦ કરતાં વઘુ રનથી, બીજીમાં લગભગ ૨૦૦ રનથી અને ત્રીજીમાં ૧૦૦ કરતાં પણ વધારે રનથી હાર થઇ છે. કાગળ પર બળુકી લાગતી બે ટીમ રમતી હોય ત્યારે લાગલગાટ સાત મેચ સુધી હારનો આટલો મોટો ગાળો જળવાઇ રહે, એ ભારતીય ટીમની શરમજનક ‘સિદ્ધિ’ છે. તેમાં ઉમેરો કરતી અને ભારતના મજબૂત- વિશ્વ કક્ષાના બેટંિગ ઓર્ડરના ધજાગરા કરતી હકીકત એ છે કે સાતમાંથી ફક્ત બે જ ટેસ્ટ મેચ પાંચમો દિવસ જોવા પામી છે. બાકીની પાંચે મેચમાં ચોથા દિવસ સુધીમાં ભારતનું ફીંડલું વળી ગયું છે. એમાં વળી છેલ્લી મેચ તો પૂરા ત્રણ દિવસ પણ ચાલી નથી.
બેફામ વ્યાવસાયિકરણ માટે કુખ્યાત ભારતીય ક્રિકેટરો એ બાબતનું આશ્વાસન લઇ શકે છે કે હજુ સુધી તેમના મોડેલંિગના કરાર ચાલુ છે. બહુમતી ક્રિકેટરોએ રમતને ભલે તજી દીધી હોય, પણ કંપનીઓએ તેમને તજી દીધા નથી. આ ચેષ્ટા પાછળ ઉદારતા નહીં, પણ વ્યાવસાયિક ગણતરી અને ભારતીય પ્રજાની ક્રિકેટઘેલછા પર કંપનીઓનો વિશ્વાસ કારણભૂત છે. એ જાણે છે કે ગમે તેટલી શરમજનક હાર પછી એકાદ સિરીઝ સારી જશે, એટલે પ્રજા બઘું ભૂલી જશે અને જયજયકાર બોલાવવામાં પડી જશે. અમથો પણ ઘણાખરા ક્રિકેટપ્રેમીઓને જેટલો રસ ભારતની જીતમાં હોય છે, એટલો ક્રિકેટની સારી રમતમાં હોતો નથી. એટલે જીત મળતાંની સાથે જ રમત વિશેની ચર્ચા અને તેનાં નબળાં-સબળાં પાસાં વિશેના પૃથક્કરણ પર પૂર્ણવિરામ મૂકાઇ જાય છે.
ભારતની ક્રિકેટટીમના ખરાબ દેખાવ માટે પહેલી આંગળી ઇન્ડિયન પ્રીમિયર લીગની મનોરંજક ટુર્નામેન્ટ ભણી ચીંધવામાં આવે છે. વીસ ઓવરની આઇ.પી.એલ.માં થોડાં કરતબ બતાવીને અઢળક નાણાં કમાઇ શકાતાં હોય, તો ટેસ્ટ મેચની પાંચ દિવસની ‘સાધના’માં કોને, કેટલો અને શા માટે રસ પડે? આઇપીએલ ફક્ત ક્રિકેટનો અલગ પ્રકાર નથી, એક પ્રકારની સંસ્કૃતિ (કે વિકૃતિ) છે, જેની અસર લાંબા ગાળે મુખ્ય ધારાની- ગંભીર રમત પર પડ્યા વિના રહેતી નથી.
અલબત્ત, દરેક હાર વખતે અને કોઇ પણ ખેલાડીની નિષ્ફળતા ટાણે આઇ.પી.એલ. પર દોષનો ટોપલો ઢોળી દેવાનું પણ યોગ્ય નથી. એ સિવાયનાં બીજાં ઘણાં કારણ જવાબદાર હોઇ શકે છે. દરેક વખતે હાર વેઠતી ટીમને શાબ્દિક ડફણાં ફટકારીને બેસી રહેવાથી પણ કામ સરતું નથી. પસંદગી સમિતિએ ગણતરીપૂર્વકનો જુગાર ખેલીને, ટીમમાં ફેરબદલ કરીને, હારવાનું નક્કી જ હોય ત્યારે નવા ખેલાડીઓને તક આપવી જોઇએ. પરંતુ ભારતમાં ટીમમાં પસંદગીનાં ધોરણ વિચિત્ર લાગે એટલી હદે વિશિષ્ટ છે. ૧૭ જણની બૃહદ ટીમમાં સ્થાન પામેલા નવોદિતોનો એટલે જ હાર ઉપર હાર ખાતી ટીમમાં ઝડપથી નંબર લાગતો નથી અને ઉપરાછાપરી નિષ્ફળ જતા જૂના-અનુભવી-પાકા ખેલાડીઓનું સ્થાન ટકી રહે છે. સવાલ એવો નથી કે નીવડેલા ખેલાડીઓની થોડી નિષ્ફળતા પ્રત્યે અસહિષ્ણુતા બતાવીને તેમને અપમાનપૂર્વક તગેડી મૂકવા. સાથોસાથ, જૂની-નીવડી ચૂકેલી અને નિવૃત્તિ તરફ આગળ વધી રહેલી હસ્તીઓને ક્યાં સુધી નવી પ્રતિભાઓના પ્રદર્શન આડે ધરી રાખવી? તેની વચ્ચેનું સંતુલન સધાય તો જૂનાના અનુભવ અને નવાના પ્રતિભાવિસ્ફોટનો લાભ ટીમને મળે અને પરાજયોથી વેરવિખેર બનેલી ટીમ ફરી હુંકાર ધરાવતી-સંગઠિત થાય.
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપવા પાકની શરતી તૈયારી
બાંગ્લાદેશમાં બળવામાં સંડોવાયેલા ઇસ્લામી સંગઠનના સભ્યોની ધરપકડ
અમેરિકામાં મની લોન્ડરીંગ બદલ ભારતીયને ૨૦ વર્ષની સજા
બાંગ્લાદેશમાં સરકાર ઉથલાવવાના કાવતરામાં પાંચ ત્રાસવાદીની ધરપકડ
નાટો અને ISAF ના દરેક ટ્રક દીઠ પાક. ૧૦૦૦ ડોલરનો ચાર્જ લેશે
સેન્સેક્ષ ૧૭૭૪૪થી ૧૫૭૩૩, નિફ્ટી ૫૩૫૫થી ૪૭૩૩ની મોટી રેન્જમાં ઉથલપાથલ જોવાશે
ચાંદીના ભાવોમાં રૃ.૧૯૭૦નો ઝડપી ઉછાળોઃ રૃ.૫૫૦૦૦ની સપાટી પાર થઈ
શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૬૩ પોઈન્ટ તૂટયો
એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન
એમસીએક્સ-એસએક્સ સપ્તાહ દરમિયાન રૃ.૬૯,૧૮૪ કરોડનું ટર્નઓવરઃ
યશ ચોપરા કરતાં પોતાની ફિલ્મ વહેલી રજૂ કરવાની એકતા કપૂરની યોજના
લગ્ન માટે પોતે હજી ઘણો નાનો હોવાનો અક્ષય ખન્નાનો દાવો
હૃતિક રોશને ૨૫ વર્ષ પછી પોતાની સ્કૂલની ફરી મુલાકાત લીધી
વિધુ વિનોદ ચોપરાની આગામી ફિલ્મનો રણબીર કપૂરે અસ્વીકાર કર્યો
પુનરાગમન કરવા સારી ઓફરની રાહ જોતી અભિનેત્રી કાજોલ
વિદેશમાં કંગાળ રેકોર્ડના દબાણ હેઠળ સેહવાગ એડીલેડમાં કેપ્ટન્સી કરશે
તેંડુલકર ઓસ્ટ્રેલિયામાં ૧૦૦મી સદી ફટકારે તેની આખરી ઇંતેજારી
ઓસ્ટ્રેલિયન ઓપનમાં યોકોવિચ,મરે અને સોંગાનો અંતિમ-૧૬માં પ્રવેશ
ચોથી વન ડેમાં શ્રીલંકાનો સાઉથ આફ્રિકા સામે પાંચ વિકેટથી વિજય
મેન્સ હોકીમાં સાઉથ આફ્રિકા સામે ભારતનો ૧-૩થી પરાજય
ચાંદીમાં રૃ.૨૦૦૦નો ઉછાળોઃ સોનાના બિસ્કીટ
મુંબઈ-દિલ્હી પોલીસના વાદવિવાદથી આતંકવાદી ભટકલ બીજીવાર છટકી ગયો
બે શંકાસ્પદ પાકિસ્તાનીએ મુંબઈમાં ઘણા મહિના કામ કર્યું હોવાનો દાવો
ઘરે ડ્રાઇવિંગ લાઈસન્સો પહોંચાડી પોસ્ટ વિભાગ ૫.૨ કરોડ રૃપિયાની કમાણી કરી
ઝારખંડમાં માઓવાદી હુમલામાં ૧૩ પોલીસોનાં મોત
શામપરા નજીક શિક્ષકને સળગાવી નાખી કરપીણ હત્યા કરતા ચકચાર
પોરબંદર અને ઓખાની ૧૫ બોટો સાથે ૫૦ માછીમારોના અપહરણ
બ્રાહ્મણ વિદ્યાર્થીની પર એવીપીટીના પ્રોફેસરે ગુજાર્યો પાશવી બળાત્કાર
સરદાર સરોવર નજીક રૃા.૩૯૫ કરોડનો વીયર ડેમ બનશે ઃ ૧૨ કી.મી.નું સરોવર રચાશે
ચૂંટણી ભથ્થુ ન મળતા શિક્ષકે ચૂંટણી કમિશનરને નોટિસ ફટકારી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

નોન ફૂડ આઈટમ્સથી થતો ઈટંિગ ડિસઓર્ડર ઃ પિકા
શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

૨૦૦ કરોડનો બેફામ ટ્યૂશન કારોબાર, વિદ્યાર્થીઓ લાચાર
એમ્પાયરીંગને કરિયર તરીકે જોતા યુવાનો
યંગસ્ટર્સમાં બાઇક મોડીફાઇડ કરાવવાની ‘ઘૂમ’ મચી છે
ચાંલ્લા નહીં સ્વીકારવાની ચેરીટી પણ એક ટ્રેન્ડ
સાબરમતી-મહી વચ્ચે આવેલા અનોખા વિકેન્ડ ડેસ્ટ
વાળ ખરતાં અટકાવવા માટે શું કરશો?
પરીક્ષામાં સફળ થવાનો મંત્રઃ ટાઈમ મેનેજમેન્ટ
  More Stories
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved