Last Update : 22-Jan-2012,Sunday
 
કરોડો રૂપિયાની હેરાફેરી ઃ મત ખરીદવા માટે પ્રયાસો
- પંજાબમાં ઉમેદવારીપત્રક ભરતી
વખતે ચલણી નોટોનો વરસાદ
* ગાઝીયાબાદમાંથી ૫ જાન્યુઆરીએ ૯૦ લાખ રૂપિયા મળ્યા..
* ફૈઝાબાદમાંથી ૮૧.૮૪ લાખની રોકડ મળી આવી.
* મેરઠમાંથી ૪૦ લાખ રૂા. પકડાયા.
*૬જાન્યુઆરીએ બારાબંકીમાંથી ૧.૩ કરોડ રૂપિયા જપ્ત કરાયા...
* ૭ જાન્યુઆરીએ લખનૌ ખાતે એક કારમાંથી ૨૨ લાખ રૂપિયા ઝડપાયા.
* ૧૧ જાન્યુઆરીએ લખનૌમાંથી દોઢ કરોડ રૂપિયા પકડાયા...
ઉપરોક્ત યાદી લાંબી બની રહી છે. ચૂંટણીઓ આવતાં જ રોકડ રૂપિયાની હેરાફેરી વધી છે. આ હેરાફેરી શેના માટે થઈ રહી છે તે પણ પ્રજા જાણે છે. ચૂંટણી જંગમાં થનારા બે નંબરના ખર્ચામાં આ પૈસો વપરાવાનો હતો.
સત્તાવાળાઓ આ બે-નંબરી પૈસાની સિસ્ટમને પકડી રહ્યા છે. આવો પૈસો ક્યાંથી આવ્યો, ક્યાં વપરાશે અને કોના માટે વપરાશે તે અંગેની તપાસ દરેક કેસમાં થાય છે. આ પૈસો કોની માલિકીનો હોય છે તે ભાગ્યે જ પકડાય છે.
આમ, પાંચ રાજ્યોની ચૂંટણીઓમાં પૈસો પાણીની જેમ વેરાશે એ પ્રકારની તમામ સંભાવનાઓ સાચી પડી છે. ક્યાંક સત્તાવાળાઓની અતિશયોક્તિ હશે પરંતુ ભારતની પ્રજા હવે એટલું જાણી ગઈ છે કે ચૂંટણીમાં વિવિધ રીતે પૈસો વેરાય છે. જેમાં મત ખરીદવાથી માંડીને કાર્યકરોને નાસ્તો કરાવવા સુધીના મુદ્દાઓનો સમાવેશ થાય છે.
જેની પાસે મત ખરીદવાની શક્તિ છે અથવા તો મતદારોને વિવિધ પ્રલોભનો આપવાની શક્તિ છે એવા લોકો જ જંગમાં ઝુકાવી શકે છે તે પણ નિશ્ચિત બની ગયું છે. વિધાનસભાના ઉમેદવારોને ૧૬ લાખ રૂપિયા ખર્ચવાની સંમતિ આપવામાં આવે છે. તેમણે રોજ સાંજે હિસાબ પણ આપવાનો હોય છે. પરંતુ ચૂંટણીમાં ખર્ચ એડજેસ્ટ કરવાની ચાલ દરેક પક્ષો રમતા હોય છે.
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં બ્લેકમનીની બોલબોલા રહેવાની છે. કેમકે આચાર સંહિતા હેઠળ મર્યાદિત ખર્ચ કરવાનો છે. ખર્ચ ઉપરાંતનો પૈસો બે-નંબરનો વપરાવાનો છે. રવિવારની કોલમ ટોકંિગ પોઇંટમાં જણાવાયું હતું પાંચ રાજ્યોની કુલ ૬૯૦ બેઠકો માટે રૂા. ૬,૯૦૦ કરોડ રૂપિયા હશે. કેમકે લગભગ દરેક રાજ્યમાં ઉમેદવારો કરતાંય વઘુ તેના પૈસાની બોલબોલા છે. જે વઘુ પૈસા ઉઠાવે તે સક્ષમ ઉમેદવાર છે એવી લાગણી મતદારોમાં પ્રસરેલી છે.
એક અંદાજ અનુસાર અત્યાર સુધીમાં માત્ર ઉત્તર પ્રદેશમાંથી જ ૨૮ કરોડ રૂપિયા હેરાફેરી દરમ્યાન પકડાયા છે. હજુ ચૂંટણીઓ આડે ઘણીવાર છે. ત્યાં સુધીમાં આવી રોકડ પકડાવાની ઘટના મોટા પાયે બહાર આવશે. કેમકે અહીં મત ખરીદવા પૈસા વેરવામાં આવે છે.
યુપીએ સરકારની પ્રથમ ટર્મમાં ડાબેરી પક્ષોએ ટેકો પાછો ખેંચ્યો ત્યારે બહુમતી સાબિત કરવા થયેલા મતદાનમાં સાંસદ ખરીદી કૌભાંડ બહાર આવ્યું હતું. સંસદની કલંકિત ઘટના ત્યારે બની હતી કે જ્યારે નોટોના થોકડા સંસદમાં બતાવ્યા હતા. આ નોટોના થોકડાથી સંસદ સભ્યને ખરીદવાની જાળ બીછાવાઈ હતી. જે દેશમાં સંસદ ખરીદાઈ શકે તો પછી મતદારો ખરીદવા તો તેમના માટે આસાન હોય છે.
અશિક્ષિત વિસ્તારોમાં ધર્મના નામે, જ્ઞાતિના જોરે અને પૈસાની લાલચ બતાવીને મત ખરીદવાની ઘટના બને છે. આ સ્થિતિ લાંબા સમયથી ચાલી આવે છે. ચૂંટણી આચાર સંહિતાના કારણે જાહેરમાં રોકડની વહેંચણી નથી થતી પરંતુ પડદાપાછળ આવા સોદા રૂટીન બની ગયા છે.
તાજેતરમાં પંજાબમાં ઉમેદવારો ઉમેદવારી પત્રક જોઈ રહ્યા છે. એક ઉમેદવાર જ્યારે ફોર્મ ભરવા ગયા ત્યારે તેમના સમર્થકોએ ચલણી નોટોનો વરસાદ વરસાવ્યો હતો. અહીં ઉછળેલી ચલણી નોટો સામે જોકે હજુ કોઈ તપાસ શરૂ થઈ નથી.
ચૂંટણીઓ જ્યારે જ્યારે આવે છે ત્યારે ત્યારે બ્લેકમનીની હેરાફેરીમાં વધારો થાય છે. આ વખતે ચૂંટણી પંચ સક્રિય બનતાં આવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. ઘણીવાર ઉતાવળમાં રમૂજ પણ થાય છે. બેંકના એટીએમમાં રોકડા પૈસા ભરવા જતી વાનને પણ પૈસાની હેરાફેરીમાં સંડોવાઈ છે કરીને જપ્ત કરવામાં આવી હતી. તે અંગેના સમાચારોને પણ ટીવી સમાચાર માઘ્યમોમાં ચમક્યા હતા. જોકે પાછળથી તે અંગે ખુલાસો પણ કરાયો હતો. ઉત્તર પ્રદેશના રાજકારણમાં તો આવા પૈસાનો વહિવટ ચૂંટણી જાહેર થાતં પહેલાં જ થઈ ગયો હતો. તેમ છતાં બાકીના ડીલીંગો પડદા પાછળ થતા ચાલુ રખાયા હતાં.
આટલી જંગી રકમ ચૂંટણીઓ દરમ્યાન પકડાય તે સૂચવે છે કે મતદારોને ખરીદવા રાજકીય પક્ષો સક્રિય છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપવા પાકની શરતી તૈયારી
બાંગ્લાદેશમાં બળવામાં સંડોવાયેલા ઇસ્લામી સંગઠનના સભ્યોની ધરપકડ
અમેરિકામાં મની લોન્ડરીંગ બદલ ભારતીયને ૨૦ વર્ષની સજા
બાંગ્લાદેશમાં સરકાર ઉથલાવવાના કાવતરામાં પાંચ ત્રાસવાદીની ધરપકડ
નાટો અને ISAF ના દરેક ટ્રક દીઠ પાક. ૧૦૦૦ ડોલરનો ચાર્જ લેશે
સેન્સેક્ષ ૧૭૭૪૪થી ૧૫૭૩૩, નિફ્ટી ૫૩૫૫થી ૪૭૩૩ની મોટી રેન્જમાં ઉથલપાથલ જોવાશે
ચાંદીના ભાવોમાં રૃ.૧૯૭૦નો ઝડપી ઉછાળોઃ રૃ.૫૫૦૦૦ની સપાટી પાર થઈ
શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૬૩ પોઈન્ટ તૂટયો
એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન
એમસીએક્સ-એસએક્સ સપ્તાહ દરમિયાન રૃ.૬૯,૧૮૪ કરોડનું ટર્નઓવરઃ
યશ ચોપરા કરતાં પોતાની ફિલ્મ વહેલી રજૂ કરવાની એકતા કપૂરની યોજના
લગ્ન માટે પોતે હજી ઘણો નાનો હોવાનો અક્ષય ખન્નાનો દાવો
હૃતિક રોશને ૨૫ વર્ષ પછી પોતાની સ્કૂલની ફરી મુલાકાત લીધી
વિધુ વિનોદ ચોપરાની આગામી ફિલ્મનો રણબીર કપૂરે અસ્વીકાર કર્યો
પુનરાગમન કરવા સારી ઓફરની રાહ જોતી અભિનેત્રી કાજોલ
વિદેશમાં કંગાળ રેકોર્ડના દબાણ હેઠળ સેહવાગ એડીલેડમાં કેપ્ટન્સી કરશે
તેંડુલકર ઓસ્ટ્રેલિયામાં ૧૦૦મી સદી ફટકારે તેની આખરી ઇંતેજારી
ઓસ્ટ્રેલિયન ઓપનમાં યોકોવિચ,મરે અને સોંગાનો અંતિમ-૧૬માં પ્રવેશ
ચોથી વન ડેમાં શ્રીલંકાનો સાઉથ આફ્રિકા સામે પાંચ વિકેટથી વિજય
મેન્સ હોકીમાં સાઉથ આફ્રિકા સામે ભારતનો ૧-૩થી પરાજય
ચાંદીમાં રૃ.૨૦૦૦નો ઉછાળોઃ સોનાના બિસ્કીટ
મુંબઈ-દિલ્હી પોલીસના વાદવિવાદથી આતંકવાદી ભટકલ બીજીવાર છટકી ગયો
બે શંકાસ્પદ પાકિસ્તાનીએ મુંબઈમાં ઘણા મહિના કામ કર્યું હોવાનો દાવો
ઘરે ડ્રાઇવિંગ લાઈસન્સો પહોંચાડી પોસ્ટ વિભાગ ૫.૨ કરોડ રૃપિયાની કમાણી કરી
ઝારખંડમાં માઓવાદી હુમલામાં ૧૩ પોલીસોનાં મોત
શામપરા નજીક શિક્ષકને સળગાવી નાખી કરપીણ હત્યા કરતા ચકચાર
પોરબંદર અને ઓખાની ૧૫ બોટો સાથે ૫૦ માછીમારોના અપહરણ
બ્રાહ્મણ વિદ્યાર્થીની પર એવીપીટીના પ્રોફેસરે ગુજાર્યો પાશવી બળાત્કાર
સરદાર સરોવર નજીક રૃા.૩૯૫ કરોડનો વીયર ડેમ બનશે ઃ ૧૨ કી.મી.નું સરોવર રચાશે
ચૂંટણી ભથ્થુ ન મળતા શિક્ષકે ચૂંટણી કમિશનરને નોટિસ ફટકારી
 

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

નોન ફૂડ આઈટમ્સથી થતો ઈટંિગ ડિસઓર્ડર ઃ પિકા
શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

૨૦૦ કરોડનો બેફામ ટ્યૂશન કારોબાર, વિદ્યાર્થીઓ લાચાર
એમ્પાયરીંગને કરિયર તરીકે જોતા યુવાનો
યંગસ્ટર્સમાં બાઇક મોડીફાઇડ કરાવવાની ‘ઘૂમ’ મચી છે
ચાંલ્લા નહીં સ્વીકારવાની ચેરીટી પણ એક ટ્રેન્ડ
સાબરમતી-મહી વચ્ચે આવેલા અનોખા વિકેન્ડ ડેસ્ટ
વાળ ખરતાં અટકાવવા માટે શું કરશો?
પરીક્ષામાં સફળ થવાનો મંત્રઃ ટાઈમ મેનેજમેન્ટ
  More Stories
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved