એક નહીં પણ હજાર લાખ અણ્ણા હઝારે કે કેજરીવાલો કે કુમાર વિશ્વાસો કે કિરણ બેદીઓ આવે તો પણ અને લાખો લોકપાલ આવે તો પણ આપણા દેશમાંથી કે દુનિયામાંથી ભ્રષ્ટાચાર દૂર થવાનો નથી.
બાકી ભ્રષ્ટાચાર દૂર કરવાની જેઓ વાતો કરે છે તેઓ જનતાને ઉલ્લુ જ બનાવે છે કારણ કે લોહીના કણેકણમાં ભ્રષ્ટાચાર ફેલાય ગયેલા છે. દા.ત. એક તરફ ભાજપ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવા જાય અને બીજીબાજુ એ જ ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર શિરોમણી હોય એવાઓને ‘ગંદુ પાણી ગંગામાં આવે તો શુઘ્ધ થઈ જાય...’ કહીને ભાજપમાં હારમાળા પહેરાવે! ભાજપ જાણે પવિત્ર ગંગા નદી!
ભાજપના એક રાજ્યમાં આ સ્થિતિ છે તો બીજા એક રાજ્યમાં ભ્રષ્ટાચારના જેની ઉપર આક્ષેપો થાય છે એવા મુખ્યપ્રધાનને બદલવામાં આવે છે!
જ્યારે ભાજપના બીજા એક રાજ્યમાં મુખ્યપ્રધાનને ભ્રષ્ટાચારના આરોપસર લોકાયુક્ત અને કોર્ટના કારણે જેલમાં મોકલવામાં આવે છે!
ભાજપનું એવું એક રાજ્ય મઘ્યપ્રદેશ છે. દિગ્વિજય સંિહ જેવો કોંગ્રેસના મઘ્યપ્રદેશના નેતાઓના કારણે ભાજપ ત્યાં દસ વર્ષથી સત્તામાં છે. એ મઘ્યપ્રદેશમાં ગુજરાતની જેમ જ સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર ફાલ્યો ફુલેલો છે. એ ભ્રષ્ટાચારીઓને ગુજરાતમાં સંરક્ષણ મળે એટલો બધો ભ્રષ્ટાચાર વ્યાપક છે જ્યારે મઘ્યપ્રદેશમાં ભ્રષ્ટાચારીઓ એવા પકડાય છે કે રાષ્ટ્રીય કક્ષાએ એ ચમકી જાય છે. એનું કારણ ભ્રષ્ટાચારીઓમાં જ એકબીજાને પછાડવાની જાણે હરિફાઈ ચાલે છે.
ભાજપના એ મઘ્યપ્રદેશ રાજ્યમાં ચપરાસી એટલે પટાવાળો પણ લાખોપતિ નહીં કરોડપતિ છે તો કારકુનો કરોડપતિથી અબજોપતિ છે અને અમલદારો અબજોપતિથી ખર્વોપતિ છે. વચ્ચે હમણાં ઇંદોરના આર.ટી.ઓ.ના એક ઓફિસરને ત્યાં દરોડો પાડનાર સત્તાધારીઓની એની સંપત્તિ જોઈને આંખો ફાટી ગયેલી એની વાત ‘નેટવર્ક’માં આપેલી.
જો કે ઇંદોરની આર.ટી.ઓ. ઓફિસરની જ એ વાત ભલે હોય બાકી આપણા દેશની દરેક આર.ટી.ઓ. ઓફિસના પટાવાળાથી માંડી ટોચના અમલદારને ત્યાં પણ દરોડો પાડવામાં આવે તો કરોડો અબજો રૂપિયાની સંપત્તિ એકએકના ઘરેથી નીકળેલી જોઈને સત્તાવાળાઓની આંખો ફાટી રહે એવું છે.
જોકે આપણી દરેક સરકારી ઓફિસના પટાવાળાથી માંડી ટોચના સાહેબ સુધીની દરેકની આ જ ભ્રષ્ટ કથની છે... પછી એ પાસપોર્ટ ઓફિસ હોય કે શિક્ષણ ખાતાની ઓફિસ હોય કે પોલિસ ખાતાની ઓફિસ હોય કે ન્યાય ખાતાની ઓફિસ હોય કે રેલવેની ઓફિસ હોય કે રેવન્યુ ખાતાની હોય કે મ્યુનિસિપાલિટીની હોય કે બાંધકામ ખાતાની હોય કે... હોય!
પણ સરકાર કોંગ્રેની હોય કે માયાવતીની હોય કે મુલાયમસંિહની હોય કે મમતાની હોય કે જયલલિતાની હોય કે વી.પી. સંિહની હોય કે નહેરૂની હોય કે ઇંદિરાની હોય કે લલ્લુની હોય કે નીતિશકુમારની હોય!
કે મઘ્યપ્રદેશના શિવરાજ સંિહની હોય!
મઘ્યપ્રદેશના ઇંદોરના ક્લાર્ક રમણ ઘૂળધોયાને ત્યાંથી ૭૫ કરોડ રૂપિયાની ભ્રષ્ટાચારી રકમ પકડાઈ!
મંદસૌર મઘ્યપ્રદેશના સબ એન્જીનીયર શીતલ પ્રસાદ પાંડેને ત્યાંથી ૧૨ કરોડ રૂપિયાની ભ્રષ્ટાચારી રકમ પકડાઈ.
ઉજ્જૈનના નગરનિગમના પટાવાળા નરેન્દ્ર દેશમુખના ઘરેથી ૧૫ કરોડ રૂપિયા મળ્યા.
મઘ્ય પ્રદેશના હરદાના સબ રજીસ્ટાર પટેલ માખનલાલને ત્યાંથી ૩ કરોડ રૂપિયા મળી આવ્યા.
ઉજ્જૈનના ટ્રાફીક વિભાગના ઇન્સ્પેક્ટર સેવારામ ખાંડેગરને ત્યાં ૧૦ કરોડ રૂપિયાની ભ્રષ્ટાચારી રકમ પકડાઈ.
આ તો દાખલા છે ૨૦૧૧ના ડિસેમ્બર મહિનાના જ. બાકી ભ્રષ્ટાચારના આ બનાવોની કથાનો કદી અંત આવે એવું નથી.
દા.ત. ૨૦૦૮ની એક વાત છે. ત્યારના મઘ્યપ્રદેશની ભાજપ સરકારના ગૃહખાતાના સેક્રેટરી રાજેશ રાજૌરાને ત્યાં દરોડો પડેલો તો સાંડા પાંચ કરોડ રૂપિયાનું કાળું નાણું પકડાયું હતું.
ત્યારે આરોગ્ય નિયામક યોગીરાજ શર્મા નામના હતા. એને ત્યાં ૨૦૦૭ના ૭ સપ્ટેમ્બરે દરોડો પડેલો તો લગભગ ૬૦ કરોડ રૂપિયા ભ્રષ્ટાચારના મળી આવ્યા હતા. એણે ૧૩ કરોડ રૂપિયાનો આવકવેરો ભરવો પડેલો.
ભોપાળ નગરપાલિકાના કે.કે. સંિહ ચૌહાણ નામના એક ઓફિસર હતા. એને ત્યાં ૨૦૦૭ના ૪ એપ્રિલે દરોડો પડેલો તો ૬ કરોડ રૂપિયા ભ્રષ્ટાચારી રકમ મળેલી. આવકવેરા ખાતાને ૨ કરોડ રૂપિયા મળેલા.
મઘ્યપ્રદેશમાં આવકવેરા ખાતાએ અને લોકાયુક્તે છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ ૨૫૦ થી ૩૦૦-૩૫૦ સ્થળોપર દરોડા પાડીને લગભગ ૧૦,૦૦,૦૦,૦૦૦ રૂપિયાનું કાળુ નાણું પકડી પાડ્યું હશે. (પેલા જાતે કાળુ નાણુ ભેગુ કરીને... ચોરી કરીને ‘ચોર ચોર પકડો પકડો!’ કહેતો ભાગતો ચોર હોય એમ... કાળું નાણું દેશમાં લાવવાની વાત કરીને આંદોલન કરનાર બાબા રામદેવ અથવા ‘ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર’ કરીને વડાપ્રધાન કરતાં પણ વઘુ સત્તા મેળવવાની મહત્વાકાંક્ષા ધરાવનાર અણ્ણા હઝારેના નામે તરવા નીકળેલા અરવંિદ કેજરીવાલ વગેરે તથા આડવાણી અને ભાજપ પરદેશમાંનું ભારતીયોનું કાળું નાણું લાવવાનો દેકારો કરવાના બદલે આપણા દેશમાં પડેલા આ પ્રકારના કાળા નાણાના પર્વતોને બહાર લાવવાની ઝુંબેશ ચલાવે તો સાર્થક પણ થાય. પણ એમને એમ નથી કરવું કારણકે તો તો એમાં એમના જ હજારો લોકો સપડાય તેમ છે!)
દા.ત. લોકાયુક્તે જ છેલ્લા બે વર્ષમાં મઘ્યપ્રદેશની ભાજપ સરકારના ૬૩ અમલદારોને સકંજામાં લીધેલા અને એમને ત્યાંથી લગભગ ૧૦૦૦૦૦૦૦૦૦ રૂપિયાની ભ્રષ્ટાચારી રકમ પકડી હતી. (ગુજરાતની ભાજપ સરકાર આ કારણે જ લોકાયુક્ત નીમવામાં તરકટ કરે છે અને કાયદાબાજીમાં ગુંચવીને લોકાયુક્તની નિમણુંક થાય જ નહીં એવી ચાલાકી કરે છે. પણ પાપ છેલ્લો તો છાપરે ચઢીને પોકારે છે... એવો જગતનો અનુભવ ભાજપ ભૂલી જાય છે.)
મઘ્યપ્રદેશની ભાજપ સરકારના ૨૫ અમલદારો પાસેથી ગયા એક જ વર્ષમાં ૨૪,૦૦,૦૦,૦૦૦ રૂપિયાનું કાળુ નાણું પકડાયું હતું. દેશની અને કેન્દ્રની બધી જ સરકારો પણ આજ સ્થિતિ છે. દરેક સરકારનો આ રીતે હિસાબ કરવામાં આવે તો પણ કેટલું કાળું નાણું દેશમાંથી જ પકડી પડાય?
એ માટે સ્વૈચ્છિક જાહેરાતની યોજનાઓની અને જન્મટીપ જેવા કાયદાઓની જરૂર છે.
ઈઓડબલ્યુ વિભાગે, એ ઉપરાંત, છેલ્લા ૩ વર્ષમાં ૧૦૦ કરતાં વઘુ ઓફિસરોને ત્યાં મઘ્યપ્રદેશમાં દરોડા પાડીને લગભગ ૧૦ કરોડ રૂપિયા કરતાં વઘુ રકમનું કાળુ નાણું પકડેલું.
લોકાયુક્તે આ વર્ષે સરકારના ૩૮ ‘સાહેબો’ને ત્યાંથી ૭૫,૦૦,૦૦,૦૦૦ રૂપિયાનું કાળુ નાણું પકડેલું.
આવકવેરા ખાતાએ પણ ત્રણ વર્ષમાં ૧૨ કરતાં વઘુ ઓફિસરોને ત્યાં દરોડા પાડીને રૂપિયા ૭,૦૦,૦૦,૦૦,૦૦૦ કરતાં વઘુ કાળું નાણું મેળવ્યું હતું. આમાં વધારેમાં વધારે રકમ મઘ્યપ્રદેશ સરકારના સેક્રેટરી કક્ષાના અરવંિદ જોશી નામના ઓફિસરને ત્યાંથી મળેલી... રૂપિયા ૩,૧૧,૦૦,૦૦૦!
આમાં પરદેશમાં પડેલા કાળા નાણાનો શું હિસાબ?
આવકવેરા ખાતાએ આઈએએસ ઓફિસર અરવંિદ જોશી, એની પત્ની ટીનું જોષી અને એના નિવૃત્ત ડીજીપી એચ.એમ. જોષી તથા બીજા એમના સગાઓને ત્યાંથી લગભગ ૨,૦૦,૦૦,૦૦,૦૦૦ રૂપિયાના કાળા નાણા પેટે ઈન્કમટેક્ષ ચુકવવાની નોટીસ ૨૦૧૧ના ૩૧ ડિસેમ્બરે જ આપી છે. આ કાળા નાણા ઉપર કાયદેસર ૩૦ ટકાનો ટેક્સ એટલે લગભગ ૬૦ કરોડ રૂપિયા જોષી પરિવાર ચુકવશે એટલે તેઓ મુક્ત થઈ જશે અને ફરી કાળું નાણું એકઠું કરવાનો ‘ધંધો’ શરૂ કરી શકશે.
આ કારણે જ કાયદો કડકો બનાવવાની જરૂર છે. આવકવેરા ખાતા ઉપરાંત સીબીઆઈ, એન્ટી કરપ્શન ખાતુ, વગેરેને પણ સત્તા આપીને દરોડા પડાવવાની જરૂર છે. (અપૂર્ણ)
- ગુણવંત છો. શાહ
સ્પેક્ટ્રમ
ખુશ મિજાજીઓને શરદી નથી થતી ઃ
એક નવી શોધ
અમેરિકાની કાર્નેગી મેલન યુનિવર્સિટીના સંશોધક વૈજ્ઞાનિકોએ બે અઠવાડિયા સુધી ૩૩૪ વ્યક્તિઓ ઉપર પ્રયોગ કરીને શોઘ્યું છે કે જેઓ તંગદીલીમાં નથી રહેતા પણ ખુશમિજાજીમાં રહે છે એમને શરદી નથી થતી. શરદી જેના કારણે થાય છે એ રાઇનો વાયરસ પાંચ-છ ટીપા દરેકના નાકમાં નાખ્યા પછી જોવામાં આવેલું કે... એની અસર કેવી થઇ. એ ઉપરથી જણાયું કે સકારાત્મક વિચાર કરનાર વ્યક્તિઓ ઉપર એની જરાપણ અસર થઇ નહોતી.
એ સંશોદક ટુકડીના મુખ્ય ડોકટર શેલ્કન કોહન માને છે કે જેઓ સકારાત્મક વિચારે છે એમની રોગ પ્રતિકારક શક્તિ ઉપર સારી અસર પડે છે. એટલે બિમારીઓ પણ એમને નથી થતી.
સાઈટો કાઈન્સ, હિસ્ટે માઈન્સ અને બ્રૈડિકાઈનંિસ જેવા રસાયણોના કારણે શરદી થાય છે. એ રસાયણો ઉપર હોર્મોનો અંકુશ રહે છે. એ હોર્મોન આપણામાં જાતજાતની ભાવના પેદા કરતા હોય છે.