Last Update : 22-Jan-2012,Sunday
 

‘ગણપતિયા, તું ય ત્યારે જોઈ લે આ ભાયડાના ભડાકા...’

ઝાકળઝંઝા - પરાજિત પટેલ

ગણપત ! તું માત્ર આગ લગાડનારનું નામ આપ,પછી જો મારો ઝપાટો !! - ઇન્સ્પેકટર પ્રભાતસંિહજી યાર અવધિયા ! પાપ મારા રૂંવે રૂંવે ફૂટી નીકળ્યું છે. કોઈ મારો છાંયડો લેવાય તૈયાર નથી. સૌ મારા પર થૂં...થૂં....કરે છે!-વેચાત જાહરે જાહ, ભૂંડા ! સ્વાર્થ ખાતર તેં આપણા મિત્રને જ સળગાવ્યો ? અધમ કૃત્ય કરતાં તારા હાથ પણ ન ઘૂ્રજ્યા, પાપિયા ? - અવધેશ

(ગતાંકથી ચાલુ)
‘ગણપતિયા, તું ય ત્યારે જોઈ લે આ ભાયડાના ભડાકા...’
હા, એ દિવસે કાળ ચોઘડિયામાં જ્યારે તમામ અશુભ ગ્રહો આકાશમાં એકઠા થઇ ગયા હતા, ત્યારે વેરની આગમાં રાતદિવસ શેકાતા વેચાતે એક ભયાનક નિર્ણય કરી નાખ્યો. એણે દાંત કચકચાવ્યા. જેને પામવાના સમણાં સેવ્યાં હતાં એ સમણાંમાં જ આગ લાગી ગઈ હતી ! પોતાના મનગમતા પાત્રને ગણપત ઝુંટવી ગયો હતો ! હા, ગંગા એનું સપનું હતી. ગંગાને પામવા એણે તમામ તાકાત કામે લગાડી દીધી હતી. એના વિચારોમાં ગંગા હતી. એના વાતોમાં ગંગા હતી. એના હોઠ પર ગંગા હતી. એના સપનામાં ગંગા હતી. ગંગાને જોતો ને મણમણના વજનદાર નિસાસા એનાથી નીકળી જતા ! કહ્યું છે કે કંજૂસ દ્રવ્ય વગર રહી શકતો નથી, કાગડો હાડકા વગર રહી શકતો નથી. સમડી માંસના લોચા વગર રહી શકતી નથી, રાજકારણી ખુરશી વગર રહી શકતો નથી, એમ કામીજન કામિની વગર રહી શકતો નથી !
શું થાય ?
સ્વપ્ન રોળાઈ ગયું હતું...અમરત ઢોળાઈ ગયું હતું ને ગંગાને પામવાની ઇચ્છાઓ રગદોળાઈ ગઈ હતી ! પણ એથી શું થઇ ગયું ? શું મારે આખી જંિદગી આમ અગન પથારીમાં આળોટતાં આળોટતાં જ કાઢવી ?
આ જ ગામમાં ગંગા છે !
આ જ ગામમાં એના ધણી હાર્યે ઘુબાકા કરે છે !
આ જ ગામમાં રહીને મારી જ છાતી પર મરચાં વાટે છે ! શું સમજે છે ગણપતિયો એના મનમાં ? એને ખબર નહિ હોય કે જેની ગંગાને એ ઝુંટવી ગયો છે તે વેચાત તો કાચો ને કાચો ખાઇ જાય એવા વાઘથી ય ભૂંડો છે !
શું કરું ?
આ પાર, કે પેલે પાર !
છો, જે થવાનું હોય તે થાય !
ને વેચાતે એક ખતરનાક નિર્ણય કરી લઈને વેરની આગનો શંખ ફૂંક્યો !
- સામે અવધેશ છે, વરુણ છે ને ખરી પડેલાં હાથપગનાં આંગળાંવાળો, કુકર્મનું કડવું ફળ ચાખી ચૂકેલો વેચાત કબૂલ કરી રહ્યો હતો ઃ ‘હા, અવધિયા, હા ! એ પળ જ અશુભ હતી કે જ્યારે મેં ખતરનાક નિર્ણય કરી નાંખ્યો હતો ! એ કાળી રાત્રે મારી બુદ્ધિ બહેર મારી ગઈ હતી. આંખો પર વેરના પડદા પડી ગયા હતા...ને મધરાતે હું મારા સાથીદારો સાથે ઊપડ્યો. મારી છાતીમાં વેરની આગ ધધકતી હતી, આંખોમાં ખુન્નસ હતું. અને હાથમાં હતો પેટ્રોલનો કેરબો ! અમે ગયા ગણપતની વાડીમાં આવેલી ઓરડીમાં, જ્યાં ગણપત અને ગંગા સૂતાં હતાં. ઓરડી સાવ સાદી હતી. ઘાસની બનાવેલી હતી. પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી મેં ઝુંપડીને સળગાવી મૂકી....મેં પેટ્રોલની છાલક મારી હતી. વધારે પેટ્રોલ તો ગંગા પર પડ્યું હતું. લબકારા મારતી આગે ગંગાને લપેટી લીધી હતી. ગંગા ‘બચાવો’ ‘બચાવો’ની ચીસો પાડતી હતી. અચાનક જાગી ગયેલા ગણપતે ગંગાને સળગતી જોઈ, એને બચાવવાના કાર્યમાં મચી પડ્યો. પણ શું કરે ? આગ ગણપત ખુદને ય ભરખી ગઈ હતી !....ગામમાં ખબર પહોંચે એ પહેલાં તો ગંગા છેલ્લાં ડચકાં ખાઇને મૃત્યુના ઓશીકે પોઢી ગઈ હતી ! ખબર પડતાં જ ગામલોકો દોડી આવ્યા હતા. ગંગા તો હવે નિઃષ્પ્રાણ બની ગઇ હતી. પણ અડધાપડધા દાઝી ગયેલા ગણપતને તરત જ તાલુકાની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો. હુંય સાથે જ હતો. ધીમા ધીમા શ્વાસ ચાલી રહ્યા હતા ગણપતના ! મને ખ્યાલ આવી જ ગયો હતો કે ગણપત હવે બે-ચાર દિવસનો જ મહેમાન છે. એના ઉંહકારા ચાલું હતા. ગંગાના અગ્નિસંસ્કાર પતાવીને ગામલોકો હોસ્પિટલે આવી પહોંચ્યા હતા. કોઇને કશી જ ખબર નહોતી કે આગ કોણે લગાડી હતી, ! હા, કેટલાકને મારા અને મારા બાપ ઉપર શક જતો હતો, પણ એ લોકો અમારું નામ લેતાં ય ગભરાતા હતા.
આટલું બોલીને વેચાત થોડીવાર માટે અટક્યો. એણે પોતાના આંગળાં વગરના હાથ તરફ જોયું. અવધેશ તરફ જોયું. વરુણ તરફ નજર નોંધી
‘પછી ?’
‘પછી અવધિયા, એવું બન્યું કે એ દિવસે ગણપતનાં મા-બાપ ને ભાઈબહેનો તથા કેટલાક ગ્રામજનો હાજર હતા. ને હું પણ હાજર હતો. બિલકુલ ગણપતની પાસે. ત્યારે ગણપતે આંખો ખોલી. એના બાપે ચમચી વડે પાણીનાં ટીપાં એના મોઢામાં મૂક્યાં...ને તે જ વખતે પોલીસ ઇન્સ્પેક્ટર મિ.પ્રભાતસંિહ પરમાર ત્યાં આવી પહોંચ્યા. મિ. પ્રભાતસંિહ પરમાર ગુનાની બાબતમાં કોઇના બાપનીય શરમ રાખે એવા નહોતા. કડક પણ એટલા, અને જ્યાં માણસાઇની વાત હોય ત્યાં કૂંણા પણ એટલા જ. હા, એમનું નામ પડતાં જ ગુનેગારો થરથર ઘૂ્રજવા લાગતા. ઇન્સ્પેક્ટર મિ. પરમારે ગણપત પાસે આવીને ધીમા છતાં પ્રેમભર્યા શબ્દોમાં પૂછ્‌યું ઃ ‘ભાઈ ગણપત, તારી ઓરડીને આગ લગાડનારને તેં જોયો હતો ? નામ બતાવ. જો પછી એને ધોળા દિવસે તારા દેખાડી દઉં છું કે નહિ ? તેને દોઝખની આગમાં ધકેલી ના દઉં તો મારું નામ પ્રભાતસંિહ નહિ ! બોલ બોલ ભાઇ, તેં ઓરડીને પેટ્રોલ છાંટતાં કોઇને જોયો હતો ?’’
ગણપત ઉદાસ હતો. આજાર હતો. આગથી તો દાઝી ગયેલો જ હતો, તો ગંગા જતાં દિલથી પણ દાઝી ગયેલો હતો ! તેણે નજરને આસપાસ ફેરવી. ઇન્સ્પેક્ટર તરફ પણ જોયું. પછી નજરને મારા ઉપર દસેક સેકંડ માટે અટકાવી. હું ઘૂ્રજી ગયો. ‘હા, ઇન્સ્પેક્ટર સાહેબ, મેં એને પેટ્રોલ છાંટતો જોયો છે, પણ હું એનું નામ કયારેય નહિ આપું. ઉપરવાળો જરૂર એને સજા કરશે. એનાં કુકર્મો જરૂર એના રૂંવેરૂંવે ફૂટી નીકળશે. મેં એ માણસનું કશું જ બગાડ્યું નહોતું, છતાં એણે અમને પતિ-પત્નીને સળગાવ્યાં. જાવ, મારો એને શ્રાપ છે કે એ પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી આનાથી ય ભયાનક આગમાં સળગ્યા કરશે ! લોકો એને જોતાં થૂં...થૂં...કરશે. દુનિયાની અદાલતની સજા તો કદાચ ચાર-છ વરસની હોય. કદાચ પૈસાના જોરે એ નિર્દોષ પણ છૂટી જાય. પણ મારો ઈશ્વર એને કારમી સજા જરૂર કરશે...’’ આટલું બોલતાં જ ગણપતના શ્વાસ ડૂબી ગયા હતા....એની ડોક ઢળી પડી હતી...ને એક જીવતો જાગતો માણસ અચાનક જ લાશ બની ગયો હતો ! હા, યાર અવધિયા, ગણપતનો આતમ હંસલો ઊડી ગયો હતો !’
વેચાતના ચહેરા પર વેદનાનાં ટોળાં વાંચી શકાતાં હતાં...પશ્ચાત્તાપનાં જળ છંટાઈ રહ્યાં હતાં. અવધેશ અરેરાટી અને આશ્ચર્ય પામતો હતો. વરુણ મૌન બની ગયો હતો.
વેચાતે સાતેક ક્ષણનો વિરામ લીધા પછી વાતને આગળ વધારી ઃ ‘હા, અવધિયા, એ વાત સાચી છે કે આગ લગાડતાં ગણપતે મને જોઈ લીધો હતો. ગંગા સળગી રહી હતી. એ બોલ્યો હતો ઃ ‘વાહ રે વાહ દોસ્ત, તારાથી જ મારું સુખ ન જોવાયું ? અમારો આનંદ તારાથી ન જિરવાયો ?’’ આટલું કહીને ગંગાને બચાવવાના કાર્યમાં એ લાગી ગયો હતો.
સાચું કહું ? મેં તો માત્ર ગણપતને સળગાવવાનું જ વિચારેલું. મનમાં હતું કે ગંગા જો જીવે તો વિધવા સ્વરૂપે પણ એને સ્વીકારી લઈશ....પણ ઉપરવાળાને આ મંજુર નહોતું. અંધારામાં વધારે પેટ્રોલ ગંગાની ઉપર જ પડ્યું હતું.... ને છેવટે બંને જણાં આ જગતને છોડીને અનંતની યાત્રાએ ઉપડી ગયાં હતાં ! અવધિયા, મારા દોસ્ત, મારાં પાપ આજે તો રૂંવેરૂંવે ફાટી નીકળ્યાં છે. રોજ રોજ મરું છું. લોકો મારો છાંયડો લેવાય તૈયાર નથી. થૂં...થૂં.... કરીને મારા ભણી થૂંકે છે. મને ગામમાં ય રહેવા ન દીધો ! મારી જંિદગી તો જીવતું દોઝખ બની ગઈ છે...હું શું કરું ?
‘‘વેચાત...’’ અવધેશ બોલ્યો ઃ ‘ઉપરવાળાના દરબારમાં અંધેર નથી. તારાં કુકર્મોએ સાચે જ તને જકડી લીધો છે. એક પક્ષીય પ્રેમમાં તેં બે જણને સળગાવી દીધાં. તું જો તો ખરો. તારા પાપે તારું સુખ અને તારો પરિવાર ખલાસ થઈ ગયાં છે...ને સાંભળ મારી વાત. વેચાત, આજે તારી સમક્ષ મારું દિલ ખોલું છું. ગણપતની છેલ્લી ક્ષણોમાં હું પણ ત્યાં હાજર હતો. ઇન્સ્પેક્ટર પ્રભાતસંિહ પરમારે ગણપતને કહ્યું હતું ઃ ‘તું ફક્ત સળગાવનારનું નામ આપ....પછી જો મારો ઝપાટો !’’ ને મેં ગણપતનો જવાબ પણ સાંભળ્યો હતો....ગણપત તો આપણો એક મજાનો મિત્ર હતો. તેને જ વેચાત, તેં સજોડે સ્વાર્થ ખાતર સળગાવ્યો ? જાહરે...જાહ ભૂંડા, આવું અધમ કૃત્ય આચરતાં તારા હાથ પણ ન ઘૂ્રજ્યા ? હા, એણે તારું નામ ન આપ્યું...પણ ઉપરવાળાની અદાલતમાં એણે પોતાનો કેસ નોંધાવી દીધો...ને દોસ્ત, એની સજા તને મળી છે !’
વેચાત ગણપતની ગરવાશને યાદ કરી રહ્યો ઃ ‘‘મરતાં મરતાં એણે મારું નામ ન આપ્યું...’ બઘું જ વેચાતની નજર સમક્ષ તાદ્રશ્ય થવા લાગ્યું. એ રડવા લાગ્યો..પોકે પોકે રડવા લાગ્યો....મોંફાટ રડવા લાગ્યો....
અવધેશે કહ્યું ‘ચાલ, જે થવાનું હતું તે થઇ ગયું. તારા પાપની સજા તને મળી ગઈ છે. જો, આપણા આ મિત્રને હું પૈસા આપી જઈશ. તું જીવે ત્યાં સુધી તારે દાણાપાણીની ચંિતા નહિ રહે. ને સાંભળ, ચારેક દિવસ પછી હું અમેરિકા પાછો જઇ રહ્યો છું...અંજળપાણી હશે તો ક્યારેક ફરીથી મળીશું !’ બેય ચાલ્યા ગયા, પણ વેચાત ધાડ ધાડ કરતો રડી પડ્યો !!
(કથાબીજ ઃ હનીફ નાડત,)

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

નોન ફૂડ આઈટમ્સથી થતો ઈટંિગ ડિસઓર્ડર ઃ પિકા
શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

૨૦૦ કરોડનો બેફામ ટ્યૂશન કારોબાર, વિદ્યાર્થીઓ લાચાર
એમ્પાયરીંગને કરિયર તરીકે જોતા યુવાનો
યંગસ્ટર્સમાં બાઇક મોડીફાઇડ કરાવવાની ‘ઘૂમ’ મચી છે
ચાંલ્લા નહીં સ્વીકારવાની ચેરીટી પણ એક ટ્રેન્ડ
સાબરમતી-મહી વચ્ચે આવેલા અનોખા વિકેન્ડ ડેસ્ટ
વાળ ખરતાં અટકાવવા માટે શું કરશો?
પરીક્ષામાં સફળ થવાનો મંત્રઃ ટાઈમ મેનેજમેન્ટ
  More Stories
 
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved