Last Update : 22-Jan-2012,Sunday
 

પેથાભાઈના મહેમાનોની મિજલસમાં હાહાકાર થઈ ગયો

હું, શાણી અને શકરાભાઈ - પ્રિયદર્શી

પેથાભાઈ કહે ઃ ‘એક નાની ઉંદરડી જોઈને બંને જણાં કૂદાકૂદ કરી મૂકો છો? સાવ નોનસેન્સ!’
પેથાભાઈને ઘેર એક રજાના દિવસે સાંજે નાસ્તાપાણીની મિજલસ જામી હતી. ગરમાગરમ બટાકાવડાં અને ફેન્ટાએ ખાસ ઘેર બનાયેલા ગુલાબજાંબુની ડિશ વાતાવરણમાં પ્રસન્નતા પ્રસારતી હતી.
એવામાં એકાએક પટલાણીની કારમી ચીસ સાંભળતાં જ મિજલસને સજ્જડ બ્રેક વાગી. બધાના જીવ અદ્ધર થઈ ગયા.
પેથાભાઈ દોડવા જાય ત્યાં જ પટલાણી ગાભરાં ગાભરાં દીવાનખાનામાં દોડી આવ્યાં.
‘શું થયું? શું થયું?’ એવું પેથાભાઈ પૂછે તે પહેલાં જ પટલાણીએ જાણે ઘરમાં મોટો સાપ નીકળ્યો હોય તેવા ગભરાટથી કહ્યું ઃ ‘મૂઈ ઉંદરડી... !’ અને જરા શ્વાસ ખાઈને કહે ઃ ‘બારીમાંથી મારી ઉપર કૂદી. હું એવી તો ભડકી ઊઠી!’
પેથાભાઈ ચિડાઈ ગયા ઃ ‘એક ઉંદરડી પડી તેમાં જાણે વાઘ આવ્યો હોય તેવી ચીસ પાડે છે!’
એટલામાં ફેન્ટા રસોડામાંથી બૂમાબૂમ કરતી બહાર દોડી આવીઃ ‘પપ્પા! ઉંદરડી... મારા પગ પર ચડી ગઈ... ! હાય બાપ!’ કરતી એય ગભરાટથી પરસેવો લૂછવા માંડી.
પટલાણી કહે ઃ ‘બારીમાંથી આવી એટલે નક્કી પડોશીએ એને આપણા ઘરમાં છોડી મૂકી હશે...’
પ્રોફેસર પ્યારેલાલ કહે ઃ ‘કોઈ પડોશી એવું ના કરે, તમારા મકાનમાં ઉંદરડી છોડી મૂકવાનું શું કારણ?’
પણ પટલાણીને પડોશી પર જ પાકો વહેમ હતોઃ ‘તમે પડોશીને ઓળખતા નથી. એ તો ઈધરકા માલ ઉધર પધરાવે તેમાંના છે.’
પટલાણીનો ‘ઈધરકા માલ ઉધર’નો હંિદી પ્રયોગ સાંભળી પ્રોફેસર પ્યારેલાલને જરાક હસવું આવ્યું.
શકરાભાઈ પણા હવે ચર્ચામાં જોડાયા ઃ ‘આપણી મહિલાઓ નાની સરખી ઉંદરડી કે ભીંત પર ગરોળી જુએ તોયે હાહાકાર મચાવી મૂકે છે - જાણે મોટી હોનારત આવી.’
એટલામાં ફેન્ટાએ ચીસ પાડી ઃ ‘એ... એ... આવી... અરે અહીં દીવાનખાનામાં પેસી ગઈ !’
પટલાણી ય જોરમાં આવી ગયા ઃ ‘કાઢો એને! નહંિતર મૂઈ ક્યાંક ભરાઈ બેસશે ને તો...’
‘આકાશ તૂટી પડશે? સાવ સ્ટૂપીડ!’ પેથાભાઈને મહેમાનોની હાજરીમાં પટલાણીની કાગારોળ ગમી નહિ. એમને થયું કે એ નાહક કાગનો વાઘ કરે છે.
ફેન્ટાએ કહ્યું ઃ ‘પપ્પા! તમારા સોફા નીચે ભરાઈ ગઈ છે.’
પટલાણી કહે ઃ ‘સાવરણીથી કાઢ...’
બધાનું ઘ્યાન પટલાણીએ ઉંદરડી પર કેન્દ્રિત કરી દીઘું.
પેથાભાઈ કહે ઃ ‘એક નાની ઉંદરડી જોઈને બંને જણાં કૂદાકૂદ કરી મૂકો છો? સાવ નોનસેન્સ!’
પટલાણીનું મોઢું આવી ટીકાથી ત્રાંસું થઈ ગયું. ફેન્ટાનેય પપ્પાનો ‘નોનસેન્સ’ શબ્દ વાગ્યો.
એટલામાં જ પેથાભાઈ એકદમ સોફા પર ઊછળ્યા. પ્રોફેસર પ્યારેલાલ અને શકરાભાઈ પણ પેથાભાઈને વગર ધરતીકંપે બે ફૂટ અદ્ધર ઉછળતા જોઈ અડધા ઊભા થઈ ગયા.
પેથાભાઈ ગભરાટથી કહે ઃ ‘ઉંદરડી મારા પગ પર ચડી ગઈ. પગ પરથી ઉપર ચડવા જતી હતી!’
પટલાણીએ કટાક્ષથી એમની સામે જોયું, જાણે કહેતાં ના હોય - કે લ્યો હવે તમે લેતા જાવ.
ડિશમાં બટાકાવડાં ઠંડાં પડી ગયાં હતાં. વાતાવરણ આખું ઉત્તેજિત થઈ ગયું હતું.
એવામાં ઉંદરડી સોફા નીચેથી દોડી અને ક્યાંક ભરાઈ ગઈ. પ્રોફેસર પ્યારેલાલ કહે ઃ ‘નાઉ ડોન્ટ વરી. ઉંદરડીને એનું કામ કરવા દો. આપણે આપણું કામ કરીએ.’
શકરાભાઈ કહે ઃ ‘ધેટ્‌સ રાઈટ. એક ઉંદરડીથી આપણે બધાં પરેશાન થઈ ગયાં.’
પેથાભાઈએ ફેન્ટાને કહ્યું ઃ ‘નવાં ગરમ બટાકાંવડાં લઈ આવો. આ બધી ડિશો લઈ જાવ.’
પણ પટલાણીનો જીવ ઉંદરડીમાં હતો. એ મૂઈને ઘરની બહાર કેવી રીતે કાઢવી તેના ટેન્શનમાં એ હતાં.
શકરાભાઈએ તેમને સાન્તવન આપતાં કહ્યું ઃ ‘હવે ઉંદરડીને ભૂલી જાવ. એની મેળે જતી રહેશે.’
પ્રોફેસર પ્યારેલાલ કહે ઃ ‘એકઝેક્ટલી...’
એટલામાં ખુરશીમાંથી માંકડ કે જીવડું એમના બુશર્ટમાં ભરાતું હોય તેવું લાગવાથી એ ખુરશીમાંથી કૂદ્યા. ઊભા થઈ ગયા. એમના શર્ટ પરથી ઉંદરડીય કૂદીને નાઠી. ફેન્ટાના બે પગ વચ્ચેથી દોડી. ફેન્ટાના બંને પગ રેલવેના ફાટકની જેમ પહોળા થઈ ગયા. એ ચીસ પાડી ઊઠી. એના હાથમાંથી નાસ્તાની ડિશ પડી ગઈ. એના કટકા થઈ ગયા.
પેથાભાઈ ચમકીને ઊભા થઈ ગયા. ‘શું થયું ?’
‘ઉંદરડી મારા બે પગ વચ્ચેથી દોડી. હું પડતી રહી ગઈ.’ પેથાભાઈ મિજલસમાં ભંગ પડ્યો તેથી ખિજવાટમાં હતા. પ્રોફેસર પ્યારેલાલ અને શકરાભાઈ પણ ક્ષુબ્ધ થઈને આ ઘટનાના સાક્ષી થઈને ઊભા હતા.
ઉંદરડી- નાનકડી ઉંદરડી એક સાથે મોટા ભડવીરોનેય ભયાકુળ કરતી દીવાનખાનામાં દોડાદોડ કરતી હતી.
પેથાભાઈને મિજલસમાં ભંગ પડ્યો તેનો રંજ હતો. એ હવે શું કરવું. ઉંદરડીને કેમ પરાસ્ત કરવી તેના ઉચાટમાં હતા.
પટલાણી હવે વગર પૂછ્‌યે સાવરણી લઈ આવ્યા. ફેન્ટાએ તેમને કહ્યું ઃ ‘મમ્મી! એ ટી.વી.ની પાછળ ભરાઈ લાગે છે. તમે આ ડિશ પકડો. હું એને ઝાપટી કાઢું.’
શકરાભાઈનો દયાળુ જીવ બોલી ઊઠ્યો ઃ ‘ના, ના. બિચારીને મારી નાખશો નહિ. આખરે એય ગણપતિનું વાહન છે.’
પટલાણી કંઈક પ્રતિભાવ આપવા જતાં હતાં પણ ફેન્ટાએ તો ટી.વી.ની પાછળ, ટેબલ નીચે જાણે રણમેદાનમાં રણચંડી બનીને પીંછાવાળી તલવાર ધુમાવતી હોય તેમ સાવરણી ધુમાવવા માંડી. ત્રણે પુરુષ મહાશયો હવે શું ? એવા સસ્પેન્સમાં ઊભા થઈ રહ્યા હતા.
પ્રોફેસર પ્યારેલાલ કહે ઃ ‘એ એમ નહિ નીકળે. એને ય એનો જીવ વહાલો હોય ને! આપણે શાંતિથી આપણું કામ કરોને! એ છો ટી.વી. પાછળ કે ટેબલ પાછળ ભરાઈ રહેતી. એની મેળે જતી રહેશે.’
એટલામાં ફેન્ટાની સાવરણી કદાચ ઉંદરડીને સ્પર્શી હશે. જરા ચોટ લાગી હશે એટલે ભડકીને એ જોરથી કૂદી અને પ્રોફેસર પ્યારેલાલ તરફ આક્રમણ કરવા દોડી.
પ્રોફેસર પ્યારેલાલ ગભરાટથી પીછેહટ કરવા જતા ખુરશી સાથે ભટકાઈ પડ્યા. ખુરશી પડી ગઈ. એમણે બાજુની ખુરશીનો ટેકો લઈ લીધો એટલે પડતા બચી ગયા.
બધાને ગભરાટ થઈ ગયો. પ્રોફેસર પ્યારેલાલ પડ્યા હોત તો? પેથાભાઈની ચંિતા અનેકગણી વધી ગઈ. એક નાની ઉંદરડીએ બધાને તોબા પોકરાવી દીધી હતી.
ફેન્ટાએ ઉંદરડીને દોડતી જોઈ એટલે એના પર છૂટી સાવરણી ફેંકી. સાવરણી ઉંદરડીને તો વાગી નહિ, પણ પટલાણી ઊભાં હતાં તેમના પગ પર જઈને પડી. પટલાણી કૂદવા જતાં પડી જ ગયાં હોત, પણ એમણે પેથાભાઈ બાજુમાં હતા તેમનો ખભો ઝાલી લીધો.
પેથાભાઈને ધોળે દિવસે બધાની હાજરીમાં આ ઉંમરે પટલાણીનું આવું સંવનન ગમ્યું નહિ. એ એકદમ આઘા ખસી ગયા. પટલાણી સીધા સોફાની ધાર પર જઈને પડ્યાં. એટલામાં ઘરનો નોકર આવ્યો. એ આ બધી ધમાલ જોતો બારણા વચ્ચે જ ઊભો રહી ગયો. એને થયું કે ઘરમાં એરુ નીકળ્યો હશે કે શું ?
એટલામાં જરા ઘાયલ થયેલી ઉંદરડી નોકરના પગ પાસેથી સીધી બહાર ઓટલા પર જતી રહી. ફેન્ટા કહે ઃ ‘મમ્મી! હવે ગઈ ઉંદરડી. આઉટ! સીધી પડોશીના ઘરમાં !’
પટલાણીને હાશ થઈ. પડોશીના ઘરમાં ગઈ! બધાં પાછા મિજલસમાં જામી પડ્યાં.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

નોન ફૂડ આઈટમ્સથી થતો ઈટંિગ ડિસઓર્ડર ઃ પિકા
શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

૨૦૦ કરોડનો બેફામ ટ્યૂશન કારોબાર, વિદ્યાર્થીઓ લાચાર
એમ્પાયરીંગને કરિયર તરીકે જોતા યુવાનો
યંગસ્ટર્સમાં બાઇક મોડીફાઇડ કરાવવાની ‘ઘૂમ’ મચી છે
ચાંલ્લા નહીં સ્વીકારવાની ચેરીટી પણ એક ટ્રેન્ડ
સાબરમતી-મહી વચ્ચે આવેલા અનોખા વિકેન્ડ ડેસ્ટ
વાળ ખરતાં અટકાવવા માટે શું કરશો?
પરીક્ષામાં સફળ થવાનો મંત્રઃ ટાઈમ મેનેજમેન્ટ
  More Stories
 
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved