Last Update : 22-Jan-2012,Sunday
 
જનરેશન નેકસ્ટનો નાદ લેટિન ડાન્સ
સાલ્સા, ટેંગો, સાંબા, કેસિનો રુએડા, ચા-ચા-ચા, બચાટા, મેરેંગ્યુ, મામ્બો, પચંગા અને કુમ્બા નૃત્યનો વધતો થનગનાટ

 

સંસ્કૃતિ, ભાષા અને કલાની વૈવિઘ્યતા ધરાવતી ભારતભૂમિ ‘બહુરત્ના વસુંધરા’ છે. અહીંના પ્રત્યેક પ્રાંતમાં વસતાં વિવિધ ધર્મી લોકોની સંસ્કૃતિ વેગળી હોવા છતાં તેમાં એકતાના દર્શન થાય છે. સંગીત અને નૃત્ય ક્ષેત્રે તો ભારતનો જોટો જડવો મુશ્કેલ છે. શાસ્ત્રીય રાગ-રાગિણીઓ તથા ભરત નાટ્યમ, કુચીપુડી, કથ્થક, મણિપુરી જેવી નૃત્યશૈલી માત્ર માનવીઓમાં જ નહીં, પરંતુ દેવોમાં સુદ્ધાં પ્રિય છે. આ નૃત્યોનો મહિમા માત્ર ભાવ-ભંગિમા માટે જ નથી, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. ફિલ્મ અભિનેત્રી હેમામાલિની આનું ઉત્તમ ઉદાહરણ છે. ભરતનાટ્યમમાં નિપુણ હેમા પ્રૌઢાવસ્થામાં પણ નૃત્યનાટિકામાં ભાગ લે છે. તેનંુ સૌંદર્ય, ચપળતા, સ્વાસ્થ્ય અને મનદુરસ્તીનું રહસ્ય ભરતનાટ્યમ હોવાનું તે જણાવે છે.
પરંતુ પાશ્ચાત્ય વિચારોથી રંગાયેલી આજની યુવાપેઢી નૃત્યની બાબતમાં પણ વિદેશીઓનું અનુકરણ કરે છે. આ જનરેશન નેક્સ્ટને ‘લેટિન ડાન્સ’નો નાદ લાગ્યો છે. ૨૧ વર્ષના ઉદય શાહે લેટિન ડાન્સની નવ સ્ટાઇલ શીખી લીધી છે. શરીરને એકદમ ઢીલું મૂકીને ડાન્સ ફ્‌લોર પર ગોળ-ગોળ ફરવામાં તેને અદ્‌ભુત આનંદ મળે છે. તે પોતાની ડાન્સ પાર્ટનર સાથે સાંબા, સાલ્સા, ટેંગો અને બચાટા ડાન્સ પ્રસન્નતા અને તન્મયતાપૂર્વક કરે છે. મુંબઈમાં ભણતો ઉદય હવે સાલ્સાકંિગ ઓલિવર પીનેડા પાસે ડાન્સની તાલીમ લેવા સિડની જશે.
આજે ઉદય જેવા હજારો યુવક-યુવતીઓ છે જેને લેટિન ડાન્સનો ચસ્કો લાગ્યો છે. ગયા નવેમ્બર મહિનામાં ગોવામાં સમગ્ર ભારતમાંથી ૪૦૦થી અધિક લેટિન ડાન્સરસિયાઓ આવ્યા હતા. બેંગ્લોરની એક લેટિન ડાન્સ એકેડમીએ ગોવા ખાતે આંતરરાષ્ટ્રીય લેટિન ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. તેમાં સહભાગી થવા આવેલું જેન નેકસ્ટ ઇન્સ્ટ્રક્ટરોના આદેશ પ્રમાણે ટેંગો કે રુએડા ડાન્સની પ્રેક્ટિસ કરતાં ગર્વ અનુભવતું હતું. આ ફેસ્ટિવલમાં લેટિન ડાન્સના નવશીખાઉ માટે વર્કશોપથી લઈને ઇન્ટરિમડિએટ સ્તરના ઝોઉક ક્લાસીસ પણ હતા. આ ઉપરાંત વહેલી પરોઢ સુધી લેટિન ડાનસ પાર્ટી ચાલતી હતી.
થોડા મહિના અગાઉ પૂના ખાતે પણ આવો જ તરવરાટ જોવા મળ્યો હતો. અહીં યોજાયેલા પૂણે ઇન્ટરનેશનલ ડાન્સ કોંગ્રેસના મુખ્ય આકર્ષણ વિશ્વના જાણીતા ‘ટેંગ્યુએરોસ’ મિરિયમ લારીસી અને લિઓનાર્ડો બેરીઓન્યુએવો હતા. પહેલી વખત ભારત આવેલી આ જોડીએ ‘સુપરસ્ટાર્સ ઓફ ડાન્સ’ અને ‘સો યુ થંિક યુ કેન ડાન્સ’ જેવા શોમાં પોતાની પ્રતિભા દર્શાવી હતી. તેમને ભારતમાં આટલો બહોળો પ્રતિસાદ સાંપડશે એવી કલ્પના નહોતી.
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે ભારતમાં લેટિન જ્વરે ભરડો લીધો છે અને થોડા સમયમાં જ આપણો દેશ ‘લેટિન ડાન્સંિગ નેશન’ તરીકે જાણીતો બની જશે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, પુણે અને બેંગ્લોરની તરુણ તથા યુવા પેઢી લેટિન ડાન્સના તાલે ઝૂમી રહી છે. કોલકાતાની રહીશ પૂજા દત્તાનું સાલસા ડાન્સ શીખવાનું સપનું સાકાર થયું છે. ‘સોશ્યલ્સ અને ફેસ્ટિવલ્સમાં સાલસાના શોખીનોને મળવાનો તથા ડાન્સ કરવાનો મોકો મળે છે એટલે હું તેમાં જવાનું ચૂકતી નથી’ એમ પૂજાએ કહ્યું હતું.
આ ઉપરાંત લેટિનો ડાન્સંિગે યુવાનોને ડાન્સંિગ એન્ટ્રેપ્રેન્યોર બનાવ્યા છે. તેઓ પોતાના વિદ્યાર્થીઓને વિવિધ સ્થળે યોજાતી સ્પર્ધામાં ભાગ લેવા લઈ જાય છે તથા વિદેશમાં યોજાતાં ડાન્સ ફેસ્ટિવલમાં પણ સહભાગી થાય છે. વળી એવું નથી કે લેટિન ડાન્સમાં માત્ર સાલ્સા કે ટેંગોની જ બોલબાલા છે. લોકો સાંબા, કેસિનો રુએડા, સ્ટ્રીટ ચા-ચા-ચા, બચાટા, મેરેંગ્યુ, મામ્બો, પચંગા અને રુમ્બા ડાન્સ પણ શીખી રહ્યા છે.
ગયા મહિને દિલ્હી ખાતે આર્જેન્ટાઇન ટેંગો ફેસ્ટિવલ હતો. આમાં ડાન્સ વર્કશોપ્સ, પરફોર્મન્સીસ અને મિલોંગા અથવા ટેંગો સોશ્યલ્સ હતા. આ ફેસ્ટિવલના આયોજક રાજેશ બોશર દિવસના સમયે ઇન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે કામ કરે છે અને રાતના બોલરૂમ ડાન્સર બની જાય છે. રાજેશે જણાવ્યું કે આજે ઘણા આંતરરાષ્ટ્રીય ઇન્સ્ટ્રક્ટર્સ ભારત આવે છે. અને ટેંગોએ વિશ્વના તમામ વયજૂથના લોકોને આકર્ષ્યા છે.
લેટિન ડાન્સના શોખીનોની સંખ્યા વધવા સાથે ભારતના તમામ મુખ્ય શહેરોમાં ડાન્સંિગ સ્કૂલની સંખ્યા વધી ગઈ છે. બેંગ્લોર, દિલ્હી, પૂણે, કોલકાતા, મુંબઈમાં ડાન્સંિગ સ્કૂલમાં નામ નોંધાવતાં વિદ્યાર્થીઓનો આંક પણ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે.
લેટિન ડાન્સની સાથે સોશ્યાઇઝંિગ અર્થાત્‌ લેટિન ડાન્સ પાર્ટીની સંખ્યામાં પણ વધારો થયો છે. સામાન્ય રીતે દર પખવાડિયે બે લેટિન પાર્ટી તો યોજાય જ છે અને કેટલાક તો સોશ્યલાઇઝંિગ માટે જ લેટિન ડાન્સ શીખે છે. જોકે મોટાભાગના આ ડાન્સમાં ઊંડો રસ ધરાવતાં હોય છે અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં પણ સહભાગી થાય છે. કોલકાતાનો મયુર જાલન સાલ્સા ડાન્સમાં નિપુણ થઈ ગયો છે અને જુનિયર ડાન્સર્સને તાલીમ આપે છે. હવે તે ભારતમાં યોજાનારા લેટિનો ફેસ્ટિવલમાં ભાગ લેશે. આ ફેસ્ટિવલમાં વિશ્વના શ્રેષ્ઠ ડાન્સર્સ એક છત નીચે એકઠા થશે. અને આ ડાન્સર્સ સાથે ડાન્સ કરવાથી પોતાનું મૂલ્યાંકન કરી શકાશે એવું મયુર માને છે.
દિલ્હી ખાતે એપ્રિલમાં ‘ઇન્ડિયા ફિએસ્ટા લેટિના’ યોજાવાનો છે. ચાર દિવસ ચાલનારા આ લેટિન ડાન્સ ફેસ્ટિવલમાં ૩૦ દેશના સ્પર્ધકો ભાગ લેવાના છે. નોઇડાના જયપે ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સમાં રાખવામાં આવેલા આ કાર્યક્રમમાં ડાન્સના રસિયાઓને વિશ્વના જાણીતા લેટિન ડાન્સર્સ દ્વારા હાથ ધરાનારા વર્કશોપ્સમાં ભાગ લેવાની તક મળશે. આ ઉપરાંત ઢગલાબંધ સોશ્યલ્સ પણ હશે. લેટિન ડાન્સંિગના દિગ્ગજો એડોલ્ફો ઇન્ડોકોચીયા, ગુપસન પીઅર, સુપર મેરીઓ અને ક્લાઉ એન્ડ લ્યુક પહેલી વખત એશિયન ડાન્સ ફેસ્ટિવલમાં ભાગ લેશે.
ઇન્ડિયા ફિએસ્ટા લેટિનના ડાયરેક્ટર નીરજ મસ્કરાએ કહ્યું હતું કે છેલ્લા થોડા વર્ષોમાં ભારતમાં લેટિન ડાન્સની ખ્યાતિ ઘણી વઘી છે. હવે આપણા ડાન્સર્સને આંતરરાષ્ટ્રીય ફલક પર જબકાવવાની જરૂર છે.
જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય લેટિન ડાન્સર્સની હાજરી હવે વર્તાઈ રહી છ. આ યાદીમાં મુંબઈ અને દિલ્હી ખાતે ડાન્સંિગ સ્કૂલ ધરાવતાં કાયટી નામગ્યાલનું નામ મોખરે છે. હાલમાં તેમણે મુંબઈ ખાતે ‘કે સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્‌સ’ની સ્થાપના કરી છે. ઘણા વર્ષોથી લેટિન ડાન્સમાં નિપુણ કાયટી હવે રોમમાં રહે છે અને માસિક સરેરાશ ત્રણ આંતરરાષ્ટ્રીય ડાન્સ ફેસ્ટિવલમાં ભાગ લે છે. ડાન્સ ઇન્સ્ટ્રક્ટર અને પરફોર્મર તરીકે ફેસ્ટિવલમાં સહભાગી થનારા કાયટી રોમા સાલ્સા ફેસ્ટિવલ અને બોલોગ્ના સાલ્સા ફેસ્ટિવલ જેવા ફેસ્ટિવલના આયોજનમાં પણ સહાય કરે છે. તેઓ કહે છે કે ઇટાલીમાં શ્રેષ્ઠ સાલ્સા ડાન્સર્સ રહેતાં હોવાથી હું ત્યાં રહેવા ગયો છું. ભારતે આ દિશામાં ઘણા આગળ વધવાની જરૂર છે. યોગ્ય તાલીમ અને રોકાણથી આ શક્ય બનશે અને આપણા દેશના વઘુને વઘુ ડાન્સર્સ આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી શકશે.
સાઇ રાજા અને કીર્તિ કિશોરે પણ લેટિન્ડ ડાન્સમાં વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. અમેરિકાના ઓર્લેન્ડોમાં યોજાયેલા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સહભાગી થનારી આ જોડીએ સિડની સાલ્સા કોંગ્રેસમાં સાલ્સા વર્કશોપ્સ યોજી છે અને ચાઇના સાલ્સા કોંગ્રેસમાં નિર્ણાયક તરીકેની પણ ફરજ બજાવે છે.
અત્રે નોંધનીય છે કે આ વરસે ભારતમાં પાંચથી છ આંતરરાષ્ટ્રીય લેટિન ડાન્સ ફેસ્ટિવલ્સ યોજાશે. તેનો આરંભ દિલ્હીથી થશે. ત્યાર બાદ પૂના, બેંગ્લોર, ગોવા ખાતે તે યોજાશે.
સામાન્ય રીતે કલાના ક્ષેત્રમાં બેંગ્લોર, દિલ્હી અને મુંબઈ અગ્રેસર છે છતાં લેટિન ડાન્સમાં પૂના અને કોલકાતા પણ તેની બરોબરીમાં છે. પૂણે ઇન્ટરનેશનલ ડાન્સ કોંગ્રેસના આયોજકે જણાવ્યું હતું કે, ‘અમારો વિચાર શ્રેષ્ઠ ડાન્સર્સને વિદેશી ફેસ્ટિવલમાં મોકલવા પૂરતો જ નથી. પરંતુ ભારતમાં એવા મોટા કાર્યક્રમો યોજવાનો છે જેથી વિદેશી ડાન્સર્સ અહીં આવે.’ હવે જુલાઈ મહિનામાં બેંગ્લોર ખાતે ડાન્સ કોંગ્રેસ અને નવેમ્બરમાં ગોવા ખાતે સાલ્સા ફેસ્ટિવલ થશે.
કોલકત્તાના સાલ્સા ઇન્સ્ટ્રક્ટર આદિત્ય ઉપાઘ્યાયના વિદ્યાર્થીઓ ગોવા ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા અમેચ્યોર બચાટા ચેમ્પિયનશિપના વિજેતા બન્યા હતા. આદિત્યએ ‘વીએલએસ સાલ્સા થ્રીસમ’ સંકલ્પના શરૂ કરી છે. અને આંતરરાષ્ટ્રીય ડાન્સર્સ આનાથી અત્યંત પ્રભાવિત થયા છે.
૨૦૧૧માં હોંગકોંગમાં યોજાયેલી એશિયા પેસિફિક સાલ્સા ચેમ્પિયનશિપ અંતિમ રાઉન્ડમાં સત્યકી સહા અને સોવિત બિસ્વાલ પહોંચ્યા હતા. હવે તુર્કીશ ઇન્ટરનેશનલ સાલ્સા ફેસ્ટિવલમાં પણ તેઓ પરફોર્મ કરવાના છે.
ભમરડાની જેમ ગોળ-ગોળ ફરતાં કરવાના લેટિન ડાન્સમાં ડાન્સર્સની કુશળતા કરતાં શારીરિક સંતુલન જાળવવાની આવડત વઘુ મહત્ત્વની ગણાય છે. અને જે આમ સંતુલન જાળવે તે જ જીવનને પણ સંતુલિત રાખી શકે છે એમ કહેવાય છે.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

નોન ફૂડ આઈટમ્સથી થતો ઈટંિગ ડિસઓર્ડર ઃ પિકા
શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

૨૦૦ કરોડનો બેફામ ટ્યૂશન કારોબાર, વિદ્યાર્થીઓ લાચાર
એમ્પાયરીંગને કરિયર તરીકે જોતા યુવાનો
યંગસ્ટર્સમાં બાઇક મોડીફાઇડ કરાવવાની ‘ઘૂમ’ મચી છે
ચાંલ્લા નહીં સ્વીકારવાની ચેરીટી પણ એક ટ્રેન્ડ
સાબરમતી-મહી વચ્ચે આવેલા અનોખા વિકેન્ડ ડેસ્ટ
વાળ ખરતાં અટકાવવા માટે શું કરશો?
પરીક્ષામાં સફળ થવાનો મંત્રઃ ટાઈમ મેનેજમેન્ટ
  More Stories
 
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved