Last Update : 22-Jan-2012,Sunday
 

પવન ઊર્જાનું ઊભરતું ક્ષેત્ર

મેનેજમેન્ટ - ધવલ મહેતા

પવનઊર્જા (વીન્ડ પાવર)ના ક્ષેત્રમાં ભારતની નંબર એક કંપનીના સ્થાપક તુલસી તાતી જણાવે છે કે પવનઊર્જાનું ક્ષેત્ર એ મારે માટે બીઝનેસમાં પ્રવેશવાનો સત્તરમો પ્રયાસ હતો. ટૂંકમાં મોટેભાગે સફળતા અનેક નિષ્ફળ પ્રયાસો પછી પ્રાપ્ત થાય છે. ઈ.સ. ૧૯૯૨માં એટલે કે આજથી માત્ર વીસ વર્ષ પહેલા સુઝલોન કંપની ટેક્ષ્ટાઈલ (કાપડ બનાવતી) કંપની હતી અને તેમાં માત્ર વીસ લોકો કામ કરતા હતા. આ કંપની પોલીએસ્ટરનું ઉત્પાદન કરતી હતી. પરંતુ અનિયમિત વીજળી અને વીજળીના સતત વધતા ભાવે તેને ભયમાં મુકી દીધી તેથી તુલસી તાંતીએ વિકલ્પો શોધવાનું શરૂ કર્યું. ટૂંકમાં સફળ ઉદ્યોગપતિ કે કોઈપણ અન્ય વ્યક્તિ ધાર્યા કામમાં મહેનત કર્યા છતાં સફળ ના થાય ત્યારે તે વિકલ્પો શોધે છે. તુલસી તાતીએ બહુ ક્રીએટીવ વિકલ્પ ખોળ્યો. વિચાર્યું કે મને વીજળીની અનિયમિતતા અને તેના ઊંચા ભાવો બાધારૂપ બને છે તો હું જાતે જ કેમ વીજળીનું ઉત્પાદન ના કરૂં ? આ વિચારને તેમણે વાગોળ્યો અને તેમાંથી તેમણે પવનઊર્જા (વીન્ડ પાવર)ના ક્ષેત્રમાં પર્દાપણ કર્યું. સૌ પ્રથમ તો પોતાની ટેક્ષ્ટાઈલ ફેક્ટરી માટે તેમણે વીન્ડ ટર્બાઈન જનરેટર એટલે કે પવન દ્વારા વીજળીનું ઉત્પાદન કરતાં યંત્રો ખરીદી લીધાં. આ પ્રકારની વીજળી તેમને મોંઘી પડતી હતી છતાં તેને ભારે ખર્ચે ફેક્ટરી માટે વસાવ્યાં. તેનો ઉપયોગ જણાતાં તેમને થયું કે મારે હવે ટેક્ષ્ટાઈલના ધંધા કરતાં પવનઊર્જાના ક્ષેત્રમાં જ ઝંપલાવવું જોઈએ. અહીં એ જોવાનું છે કે એક વિચાર બીજા વિચારને કેવી રીતે ખેંચી લાવે છે. આ નવા વિચારને આધારે તેમણે આજથી માત્ર ૧૭ વર્ષ પહેલા ઈ.સ. ૧૯૯૫માં સુઝલોન એનર્જી લીમીટેડ નામની કંપનીની સ્થાપના કરી. વળી પોતાની સુઝલોન ટેક્ષ્ટાઈલ ફેક્ટરી જ આ નવા યંત્રોની ગ્રાહક હોવાથી તેમને પવનઊર્જાના ક્ષેત્રમાં નવી ટેકનોલોજીની ખામીઓ અને ખૂબીઓનું ફર્સ્ટ હેન્ડ જ્ઞાન પ્રાપ્ત થયું. તાંતીને ભારતમાં આ ક્ષેત્રમાં પ્રથમ દાખલ થવાનો લાભ મળ્યો. મેનેજમેન્ટની ભાષામાં આને ખૈજાિ ર્સ્પીિ ચગપચહાચયી કહે છે. જે બજારમાં સફળ પ્રોડક્ટ સાથે પહેલો દાખલ થાય તેને ગ્રાહકો લાંબા વખત સુધી યાદ રાખે છે અને તે પ્રોડક્ટની સારી ‘બ્રાંડ ઈક્વીટી’ બંધાય છે.
ટોટલ સર્વીસ ઃ સંપૂર્ણ સેવાઓ
તુલસી તાંતીએ આ ક્ષેત્રમાં નવી વાત એ કહી કે અમે પવનઊર્જાની માત્ર ટેકનોલોજી અને યંત્રો જ સપ્લાય કરીને બેસી નહીં રહીએ પરંતુ તમને તે માટે સ્થળની પસંદગી, તે સ્થળે યંત્રોની સ્થાપના (ઈન્સ્ટોલેશન), અને એની વીસ વર્ષ સુધીની જાળવણી કરવાની જવાબદારી લઈશું. ગ્રાહકોને તુલસી તાંતીનું આ બીઝનેસ મોડેલ ઘણું પસંદ પડ્યું. આ રીતે સુઝલોન કંપનીનો હરીફ લાભ (કોમ્પીટીટીવ એડવાન્ટેજ) માત્ર પવન ઊર્જાના યંત્રોને વેચવામાં નહીં પરંતુ તેની કામગીરી અને જાળવણીની જવાબદારી લેવા અંગેનો છે.
આ ક્ષેત્રમાં યુરોપ આગળ
ઈ.સ. ૨૦૦૭માં જગતમાં ૧૯ ગીગાવોટસ પવનઊર્જા શક્તિનું નિર્માણ થયું અને તેમાં અમેરિકા, ચીન, સ્પેન અને ભારત પ્રથમ ચાર સ્થાને હતા. અત્યારે આ ક્ષેત્રમાં ડેન્માર્કની ફીજાચિ ુૈહગ જઅજાીસજ (૨૩ ટકા બજાર ભાગ), સ્પેનની ય્ચસીજચ (૧૫ ટકા બજાર ભાગ) કંપનીઓ અગ્રણી છે. તે પછી ઈહીર્બિહ (૧૪ ટકા બજાર ભાગ) અને ય્ઈ ુૈહગ (૧૭ ટકા બજાર ભાગ)નો ક્રમ આવે છે. ભારત સરકાર પવનઊર્જાને પ્રોત્સાહન આપે છે તેથી આપણા દેશમાં પણ તેનું બજાર વિકસી રહ્યું છે. જર્મની અને અમેરિકા પણ પવનઊર્જાના ક્ષેત્રમાં આગળ આવી રહ્યા છે. પવનઊર્જાના ક્ષેત્રમાં ઈ.સ. ૨૦૦૭માં ભારતના બજારમાં સુઝલોન (૫૨ ટકા બજાર ભાગ) નંબર એક છે.
સુઝલોનની સફળતાનું રહસ્ય
સુઝલોન કંપનીની સફળતાનું સૌથી અગત્યનું કારણ એ છે કે તેણે આ ક્ષેત્રમાં વર્લ્ડ કલાસ ટેકનોલોજી અપનાવી છે. તેણે આમ ના કર્યું હતો તો તે હરીફાઈમાંથી દૂર ફેંકાઈ જાત અને જગતની અન્ય કંપનીઓ આપણા દેશમાં ‘વીન્ડ પાવર’ ક્ષેત્રનો કબજો લઈ લેત. વળી એક વખત તેણે આ ટેકનોલોજીની સમજ કેળવી લીધી પછી તે વીન્ડ ટર્બાઈન અને તેને લગતી ટેકનોલોજીના પાટર્સ જાતે બનાવે છે અને આ પાટર્સની ગુણવત્તા વર્લ્ડ કલાસ હોય તેનો આગ્રહ રાખે છે. તેની સફળતાનું ત્રીજું અગત્યનું કારણ તેનું બીઝનેસ મોડેલ છે જે હેઠળ તે માત્ર વીન્ડ પાવર ટેકનોલોજીને લગતા યંત્રોનું જ વેચાણ કરતું નથી પરંતુ સ્થળની પસંદગીથી માંડીને પવનઊર્જાના ઉત્પાદન કરવાના છેલ્લા તબક્કા સુધી (અંગ્રેજીમાં આને કમીશનીંગ ધ પ્લાન્ટ કહે છે)ની જવાબદારી લે છે. આ પ્લાન્ટની જાળવણીની પણ જવાબદારી લે છે.
વિકાસના તબક્કા ઃ કંપનીઓને હસ્તગત કરી
સુઝલોન કંપનીની સફળતા જાણવા માટે તે તબક્કાવાર કઈ રીતે આગળ વધી તે જાણવું જરૂરી છે. દરેક ઉદ્યોગપતિ કે ઉગતા ઉદ્યોગ સ્થાપક માટે તે માર્ગદર્શિકાની ગરજ સારી શકે છે. અહીં મુખ્ય મુદ્દો એ ઉપસે છે કે સુઝલોન કંપનીએ આ ક્ષેત્રની કંપનીઓને આઈડેન્ટીફાય કરી તથા બહુ જ હોશિયારીથી વિદેશની અપટુડેટ ટેકનોલોજી ધરાવતી કંપનીઓને પોતે હસ્તગત કરી લીધી. ઈ.સ. ૧૯૯૫માં સુઝલોન એનર્જી કંપનીની સ્થાપના થઈ તે પછી ઈ.સ. ૨૦૦૧માં કંપનીએ બ્લેડ (પવનચક્કીનાં પંખા) માટે હોલેડમાં રોટર હોલ્ડીંગ કંપનીની સ્થાપના કરી. આથી તેને હોલેંડની રોટર (ફરતા પંખા) ટેકનોલોજીની જાણકારી મળી. આ જ વર્ષે એટલે કે ઈ.સ. ૨૦૦૧માં તેણે જર્મનીમાં વીન્ડ ટર્બાઈનની ડીઝાઈન અને ડેવલપમેન્ટ માટે પોતાની સબસીડીયરી કંપની સ્થાપી. આટલેથી સંતોષ ના માપતા તુલસી તાંતીએ અમેરિકામાં પોતાની કંપનીના યંત્રો માટે વેચાણ માટેની વ્યવસ્થા ઊભી કરી. ૨૦૦૩માં સુઝલોન કંપનીએ બેજીંગ (ચીન)માં ઓફીસ ખોલી. ૨૦૦૪માં કંપનીએ ડેન્માર્કમાં પોતાનું આંતરરાષ્ટ્રીય માર્કેટીંગ સેંટર ખોલ્યું. આ સેંટરે સમગ્ર યુરોપમાં માર્કેટીંગ કરવાની વ્યવસ્થા ઊભી કરી છે. ઈ.સ. ૨૦૦૬માં બેલ્જીયમની હેન્સન ટ્રાન્સમીશન કંપની સુઝલોને ખરીદી લીધી. બેલ્જીયમની આ કંપની ગીઅરબોક્સ બનાવનારી જગતની સૌથી મોટી કંપનીઓમાં સ્થાન ધરાવે છે. ઈ.સ. ૨૦૦૬માં અમેરિકાના સીનેસોટા રાજ્યમાં સુઝલોને બ્લેડઝ (પાખો) અને નોઝ કોન્સ નામના પાટર્સ બનાવવાનું કારખાનું નાખ્યું. ઈ.સ. ૨૦૦૭માં કંપનીએ ઇર્ઈૅુીિ કંપનીને ખરીદી. આ કંપની જગતમાં ત્રણ ટકા બજાર ભાગ ધરાવતી હતી. ઇર્ઈૅુીિ કંપનીની ખરીદીનો લાભ એ થશે કે કંપની હવે ૧.૫ મેગાવોટથી માંડીને ૫ મેગાવોટના પવન ઊર્જાના ક્ષેત્રમાં દાખલ થઈ શકશે. સુઝલોન કંપનીના સ્થાપક તુલસી તાતીને પહેલેથી જ ખ્યાલ આવી ગયો હતો કે આ ક્ષેત્રમાં યુરોપની અદ્યતન ટેકનોલોજી અને ભારતમાં મેન્યુફેકચરીંગમાં ઓછા ખર્ચનું લગ્ન (જોડાણ) કરવું જોઈએ. ભારતમાં એન્જીનીયરીંગ કુશળતા ભારે છે તેનો લાભ કેમ ના લેવો? સુઝલોન કંપનીનું ૭૦ ટકા બજાર વિદેશમાં છે તેમ છતાં તેના કુલ ૧૪૦૦૦ કર્મચારીઓમાંથી ૧૦,૦૦૦ (દસ હજાર) કર્મચારીઓ ભારતમાં કામ કરે છે. શરૂઆતમાં સુઝલોનને પવનઊર્જાની ટેકનોલોજીની બીલકુલ ખબર ન હતી પરંતુ તેણે ધીમે ધીમે બહારની કંપનીઓને ખરીદીને કે તેની સાથે સહકાર સાધીને આ ક્ષેત્રની માહિતી મેળવી લીધી. વળી તેણે રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં પણ ગણનાપાત્ર મૂડીરોકાણ કર્યું. હોલેંડની કંપની પાસેથી તેને રોટર બ્લેડની, જર્મનીની કંપની પાસેથી વીન્ડ ટર્બાઈનની અને બેલ્જીયમની કંપની પાસેથી તેને ગીઅર બ્લેડઝની આઘુનિક (અપટુડેટ) ટેકનોલોજી મળી. આમ સુઝલોન કંપનીની સફળતા પાછળ અન્ય કંપનીઓને વેચાતી લઈ લેવાની (એકવીઝીશન્સ) યુક્તિ પણ કામ કરી ગઈ છે. સુઝલોનને એક વાતની પાકી ખબર પડી ગઈ હતી કે વિદેશની કઈ કંપનીને હસ્તગત કરી લેવી. જો કોઈ લેભાગુ કંપનીને હસ્તગત કરો તો તમને ખોટ જ જવાની છે. ભારતની કંપનીઓએ હવે વિદેશની કંપનીઓની એકવીઝશનની બાબતમાં નિષ્ણાતી જ્ઞાન મેળવવું પડશે. ભારતનો દવા ઉદ્યોગ આ બાબતમાં કુશળ સાબીત થયો છે. પરંતુ એન્જીનીયરીંગ ઉદ્યોગને વિદેશી હસ્તાંતરણની બાબતમાં નિષ્ણાતી જ્ઞાન અને નિષ્ણાતી ટીમની જરૂર છે. જો આ કળા ભારતની એન્જીનીયરીંગ કંપનીઓને આવડી ગઈ તો જીંઅ ૈજ ારી નૈસૈા.
સુઝલોન કંપનીની સફળતાનો ઈતિહાસ એ સૂચવે છે કે ઉદ્યોગકારનું સૌ પ્રથમ કામ તકોને ખોળવાનું (ઓપોર્ચ્યુનીટી આઈડેન્ટીફીકેશન)નું છે. જો તકોને તમે બરાબર ઓળખી કાઢો અને તે પછી તેને અનુરૂપ ટેકનોલોજી બજાર અને નવી ડીઝાઈન તથા નવું બીઝનેસ મોડેલ તૈયાર કરો (જેને માટે કંપનીમાં પુષ્કળ ખુલ્લી ચર્ચા થવી જોઈએ) તો તમે આકાશને આંબી શકો છો.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

નોન ફૂડ આઈટમ્સથી થતો ઈટંિગ ડિસઓર્ડર ઃ પિકા
શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

૨૦૦ કરોડનો બેફામ ટ્યૂશન કારોબાર, વિદ્યાર્થીઓ લાચાર
એમ્પાયરીંગને કરિયર તરીકે જોતા યુવાનો
યંગસ્ટર્સમાં બાઇક મોડીફાઇડ કરાવવાની ‘ઘૂમ’ મચી છે
ચાંલ્લા નહીં સ્વીકારવાની ચેરીટી પણ એક ટ્રેન્ડ
સાબરમતી-મહી વચ્ચે આવેલા અનોખા વિકેન્ડ ડેસ્ટ
વાળ ખરતાં અટકાવવા માટે શું કરશો?
પરીક્ષામાં સફળ થવાનો મંત્રઃ ટાઈમ મેનેજમેન્ટ
  More Stories
 
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved