ભારતમાં ૨૦૦૦ની સાલથી સોનાના દાગીના પર હૉલમાર્ક અંકિત કરાય છે. આ માટેનાં ધારાધોરણ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઈએસ) દ્વારા નક્કી કરાયાં છે. આ સંસ્થાની દેખરેખ હેઠળ જ અત્યારે દેશનાં વિવિધ શહેરોમાં હૉલમાર્ક સેન્ટરો સ્થપાઈ રહ્યાં છે. આ કેન્દ્રોમાં સોનાના દાગીનાનું પરીક્ષણ કરી તેના પર ક્વૉલિટી ટ્રેડમાર્ક જેવો હૉલમાર્ક કરી આપે છે. ભારતમાં અત્યારે આવાં ૨૨ હૉલમાર્ક સેન્ટર શરૂ થઈ ગયાં છે. તેમાં ચેન્નાઈ, કોમ્બતુર, દિલ્હી, કોલકાતા જેવા શહેરોનોે સમાવેશ થાય છે.
છેલ્લા કેટલાક વર્ષથી દેશમાં હૉલમાર્કના ઝવેરાતની ડિમાન્ડ વધી રહી છે, પરંતુ દેશમાં હજી હૉલમાર્ક જ્વેલરી વેચનારાઓની સંખ્યા ઓછી છે. આથી સરકારે હૉલમાર્કને ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે ઇન્ડિયન સ્ટાડર્ન્ડ બ્યુરો દ્વારા ગ્રાહકોને જાગૃત કરવા માટે કરવામાં આવતાં પ્રચાર-પ્રસારને લીધે દેશમાં હૉલમાર્ક જ્વેલરીની ડિમાન્ડ વધતી જાય છે, પરંતુ ઊંચી લાયસન્સ ફી આમાં મોટી અડચણ છે. દેશમાં ફક્ત ૧૬૭૮ જ્વેલરોએ આનું લાયસન્સ લીઘું છે.
સ્વૈચ્છિક યોજના હેઠળ જૂજ જ્વેલરોએ લાયસન્સ લીઘું હોવાથી અને દેશમાં મૂળભૂત સુવિધાઓ ન હોવાથી સરકાર હોલમાર્ક જ્વેલરીનું ચલણ વધારવા અને સોનાના દાગીનાની શુઘ્ધતાનું સર્ટિફિકેશન કરવા હૉલમાર્કંિગ ફરજિયાત કરવા કેટલાક સમયથી વિચારી રહી છે. સોનાની જ્વેલરીનું હૉલમાર્ક કરવાનું ફરજિયાત કરવા સરકાર તરફથી ૧૯૮૬ની ઇન્ડિયાન સ્ટાન્ડર્ડ એકટમાં સુધારો કરવાની પ્રોસેસ ચાલુ છે.
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ જેવી સંસ્થા હૉલમાર્ક જ્વેલરી વેચવા માટેનાં લાઈસન્સ આપે છે, જેની વાર્ષિક ફી ત્રીસ હજાર રૂપિયા જેટલી છે. આ લાઈસન્સધારી જ્વેલર્સ પોતાની જ્વેલરી હૉલમાર્ક સેન્ટરમાં મોકલીને તેના પર હૉલમાર્ક અંકિત કરાવી શકે છે. હૉલમાર્ક કરેલી જ્વેલરીનો ટ્રેન્ડ કઈ ઝડપે વધી રહ્યો છે એની જાણ એ વાત પરથી થાય છે કે ગુજરાતમાં ૨૦૦ જેટલા મોટા સોનીઓએ આ માટેનાં લાઈસન્સ લઈ લીધાં છે તેમાં એકલા સૌરાષ્ટ્રમાં ૫૦ લાઈસન્સ અપાયાં છે. રાજકોટના ત્રેવીસ સોનીઓએ એ માટેનાં લાઈસન્સ લીધાં છે. એક સંચાલક કહે છે કે અમારા રાજકોટના હૉલમાર્ક સેન્ટરમાં અમરેલી, ભાવનગર, રાજકોટ, કચ્છથી માંડીને માળિયાહાટીના જેવા નાના સેન્ટરમાંથી પણ દાગીના હૉલમાર્ક કરાવવા આવે છે. તેનો અર્થ એટલો જ કે હૉલમાર્કવાળી જ્વેલરીનો મહિમા નાના સેન્ટર સુધી પહોંચી ગયો છે.
ગુજરાતમાં અત્યાર સુધી માત્ર એક અમદાવાદમાં જ હૉલમાર્ક સેન્ટર હતું પણ થોડા વખત પૂર્વે રાજકોટમાં બીજું હૉલમાર્ક સેન્ટર શરૂ થયું છે અને તેમાં છેક કોઈમ્બ્તુરથી પણ દાગીના હૉલમાર્ક થવા માટે આવે છે. કારણ કે તેમાં એકદમ એડવાન્સ ટેક્નોલોજી ધરાવતું અને માથાના વાળનું પણ વજન બતાવતું માઈક્રોબેલેન્સ મશીન વાપરવામાં આવે છે. તે ખાસ જર્મનીથી આયાત કરવામાં આવ્યું છે. સોનાના દાગીના પર હૉલમાર્ક કેવી રીતે અંકિત કરાય છે તે પણ જાણવા જેવું છે. આપણે તેને એક કિસ્સા તરીકે સરળ શબ્દોમાં સમજીએ. એક સોનીએ તેની આગવી ડિઝાઈનના એકસો ચેઈન બનાવ્યા હોય તો તેના પર હૉલમાર્ક કરવા માટે એ આખો ‘જોબ’ (સોએ સો ચેઈન) હૉલમાર્ક સેન્ટરમાં મોકલવા પડતાં હોય છે. હૉલમાર્ક સેન્ટર એ તમામ ચેનમાંથી સોનાનું સેમ્પલ લઈને તેના કેમિકલ ટેસ્ટ કરે. તેને ૧૨૦૦ ડિગ્રીના તાપમાને ગરમ કરીને જુદું પાડે અને અત્યંત કંિમતી એવા પ્લેટિનમનાં વિશેષ વાસણો અને ઓજારોમાં તેનું પરીક્ષણ કરીને એ તમામ ચેઈનમાં વપરાયેલા સોનાના સેમ્પલને શુદ્ધ કરીને તેના કેરેટ તપાસે.
દાગીનામાં સોનાની શુદ્ધતા ચકાસવાની પઘ્ધતિ દુનિયામાં લગભગ બધે સરખી છે. આ પઘ્ધતિને ફાયર એસેસ મેથડ કહેવામાં આવે છે અને તેમાં થર્મોકેમિકલ પ્રોસેસનોે ઉપયોગ થાય છે. દાગીનાની શુદ્ધતા ચકાસવા માટે દાગીનામાંથી ૨૫૦ મિલીગ્રામ જેટલું સોનું ઉખાડવામાં આવે છે. આ સોનામાં અઢી ગણી ચાંદી ભેળવીને તેને સીસા (લેડ)ની ગોળ દડીમાં મૂકવામાં આવે છે. ત્યારબાદ આ દડીને વિશિષ્ટ પ્રકારની માટીમાંથી બનાવેલી વાટકી (ક્યુપેલ)માં ૧૧૦૦ ડિગ્રી સેલ્શિયસ તાપમાને ગરમ કરવામાં આવે છે. આ તાપમાને વાટકીની અંદરની ધાતુઓ ઓગળતા ઓક્સિડેશનની રાસાયણિક પ્રક્રિયા થાય છે. અને સીસાનું લેડ ઓક્સાઈડ, સોનામાં રહેલ તાંબાનું કોપર ઓક્સાઈડ અને ચાંદીનું સિલ્વર ઓક્સાઈડમાં રૂપાંતરણ થાય છે. આ મિશ્ર દ્રાવણમાંથી લેડ ઓક્સાઈડને માટીની વાટકી ચૂસી લે છે. બાકીના દ્રાવણને નાઈટ્રીક એસિડમાં નાખવામાં આવે છે. કોપર ઓક્સાઈડ અને સિલ્વર ઓક્સાઈડ બંને સંયોજનો નાઈટ્રીક એસિડમાં દ્રવ્ય બની જાય છે. અર્થાત્ કે ઓગળી જાય છે અને આમ છેલ્લે શુદ્ધ સોનું બાકી રહે છે તેનું વજન કરીને, અગાઉ જેટલું સોનું દાગીનામાંથી ઉખાડ્યું હોય તે વજનમાંથી શુઘ્ધ સોનું બાદ કરવામાં આવે છે. જે વધે તે અશુદ્ધિનું પ્રમાણ સૂચવે છે. અને આ અશુદ્ધિના પ્રમાણ મુજબ દાગીનાની કેરેટની કક્ષા નક્કી કરવામાં આવે છે. નિયમ પ્રમાણે નવ ચૌદ, અઢાર, એકવીસ, બાવીસ અને ત્રેવીસ કેરેટનું શુદ્ધતાનું માપ આપવામાં આવે છે.
‘‘પાર્ટીએ બાવીસ કેરેટ તરીકે મોકલેલા દાગીના ૨૨ કેરેટ ન હોય તો અમે હૉલમાર્ક ન મારીએ.’’ એવું એક હૉલમાર્ક સેન્ટરના સંચાલક કહે છે, ‘‘અલબત્ત, અમારી પરીક્ષણ ફી તો તેણે ચૂકવવી જ પડે. પરંતુ આવું બહુ ઓછું થતું હોય છે. હૉલમાર્ક કરાવવાનો ખર્ચ પણ બહુ મોટો થતો નથી. એક ગ્રામ સોેના પર વધીને બે રૂપિયા જેટલો જ ખર્ચ આવતો હોય છે.’’
હૉલમાર્ક જ્વેલરી માટે બીઆઈએસએ જુદાં જુદાં છ સ્ટાન્ડર્ડ નક્કી કર્યા છે અને એ મુજબ નવ કેરેટ સોનું હોય તો દાગીના પર ૩૭૫ (ત્રણસો પંચોતેર) લખેલું હોય. ચૌદ કેરેટમાં ૫૮૫, અઢાર કેરેટમાં ૭૫૦, એકવીસ કેરેટમાં ૮૭૫, બાવીસ કેરેટમાં ૯૧૬.૬ અને ત્રેવીસ કેરેટમાં ૯૫૮.૩નો આંકડો અંકિત કરેલો હોય છે. આ ઉપરાંત જે તે હૉલમાર્ક સેન્ટરનું નામ, સોનીનું નામ અને સાંકેતિક ભાષામાં વર્ષ પણ અંકિત કરેલું હોય છે. હૉલમાર્ક હેઠળની આ તમામ વિગતો દાગીનામાં લેઝર ટેક્નિકથી અંકિત કરવામાં આવે છે. અલબત્ત એ માટે હૉલમાર્ક સેન્ટરના સ્ટાફને છ મહિના સુધીની ટ્રેનંિગ આપવામાં આવે છે. જો કે જાણકાર સોનીઓનો મત એવોે છે કે હૉલમાર્ક જ્વેલરીની બાબતમાં પણ ગુજરાત સૌથી આગળ છે. અમેરિકામાં દાગીનાની નિકાસ કરતાં એક સોેની કહે છે કે આપણું ઈન્ડિયન સ્ટાન્ડર્ડ વિદેશમાં પણ સ્વીકાર્ય બને એ દિવસો હવે દૂર નથી. એ પછી એવું થઈ શકશે કે ભારતમાં કરેલા હૉલમાર્ક મુજબની સોનાની પ્યોરિટીને બીજા દેશોએ પણ અન્ય પરીક્ષણ કર્યા વગર સ્વીકારવી પડશે.
એવું થઈ જશે ત્યારે ગુજરાતના સોનીઓનો બીજો સુવર્ણકાળ શરૂ થઈ જશે. હૉલમાર્ક જ્વેલરી થકી તેની સોનેરી કોર તો દેખાવા જ માંડી છે.
‘‘હોલમાર્કીંગથીગ્રાહકોને તો ફાયદો થયો જ છે, સાથે સાથે સોનીઓ માટે પણ તે ઘણી સારી વાત છે. અમે કારીગરો પાસે દાગીના કરાવીએ કે હોલસેલર પાસેથી દાગીના ખરીદીએ તેની ગુણવત્તા અમને પણ જાણવા મળે છે,’’ એવું જણાવતા મુંબઈના એક ખ્યાતનામ ઝવેરી ઉમેરે છે કે, ‘‘હોલમાર્કંિગ કરાવવાથી દરેક દાગીનાની શુઘ્ધતાનો ખ્યાલ આવી જાય છે. અમારા ધંધામાં વિશ્વસનીયતા જ સૌથી અગત્યની વસ્તુ છે. ગ્રાહકોમાં હોલમાર્કીંગ અંગે જાગૃતિ આવે અને ગ્રાહકો સામે ચાલીને હોલમાર્કંિગ કરેલા દાગીના જ ખરીદવાનો આગ્રહ રાખતા થાય તે માટે અમે અમારી પેઢીનાં કેલેન્ડર, પર્સ, દાગીનાનાં બોક્સ જેવી ચીજ-વસ્તુઓમાં પણ તેનો સતત પ્રચાર કરતા રહીએ છીએ. દાગીના હોલમાર્કીંગ કરાવેલા હોય તો પરદેશમાં પણ તેની નિકાસ થઈ શકે છે કેમ કે હોલમાર્કીંગ તેની શુઘ્ધતાનો પુરાવો છે.
જો કે હોેલમાર્કીંગમાં પણ ભોળા ગ્રાહકો છેતરાય નહિ તે માટે સાદી ટીપ આપતા તેઓ કહે છે કે સામાન્ય રીતે હોલમાર્કીંગ કરેલા દાગીનામાં બ્યૂરોનો સિમ્બોલ, કેરેટ, હોલમાર્કીંગ કરનાર સેન્ટરનો લોગો અને ચકાસણી કર્યાનું વર્ષ જેવા ચિહ્નો હોય છે. પરંતુ અમુક કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે ગ્રાહકો ભળતાં જ ચિહ્નોને હોલમાર્કીંગ સમજીને દાગીનો ખરીદી લેતા હોય છે અને છેતરાતા હોય છે. આવું ન બને તે માટે હોલમાર્કીંગનો આગ્રહ રાખનાર ગ્રાહકે પણ ચકાસણી કરી લેવી જોઈએ. બીજી એક વાત પણ આ સંદર્ભમાં ઘ્યાનમાં રાખવા જેવી છે. ઘણા જ્વેલર્સ માત્ર કેરેટ મીટરના આધારે દાગીના કેટલા કેરેટના છે તે તપાસ કરી આપે છે. કેરેટ મીટરથી દાગીનો કેટલા કેરેટનો છે તે જાણવા મળે છે પરંતુ આ ચકાસણી એ હોલમાર્કીંગ નથી. હૉલમાર્કંિગ તો ફાયર એસેસ પઘ્ધતિથી થાય છે. કેરેટ મીટરના આંકમાં ક્યારેક સંપૂર્ણ ચોક્સાઈ આવતી નથી.
સ્વાભાવિક રીતે જ આવી બધી બાબતો હજુ સામાન્ય ગ્રાહકના ઘ્યાનમાં ન આવી હોય. એક અંદાજ પ્રમાણે ભારતમાં દર વર્ષે રૂપિયા ૪૦,૦૦૦ કરોડના દાગીનાની ખરીદી થાય છે અને ભારતમાં કુલ ૬ લાખ ઝવેરીઓ છે. આ પૈકી હજુ માત્ર ૧૬૭૮ જેટલા સોનીઓએ જ હોલમાર્કીંગ માટેનું લાઈસન્સ લીઘું છે.
દરેક દાગીના ઉપર હોલમાર્કીંગ કરવું એ સરવાળે જ્વેલર્સ માટે પણ ખર્ચાળ છે કેમ કે તેમણે દાગીના દીઠ તેની ફી ચૂકવવી પડે છે. લાઈસન્સ ફી ચૂકવી હોય તે તો અલગ. વળી, હજુ આપણે ત્યાં સોનાની ખરીદી જે તે કુટુંબ અને પેઢીના પરસ્પરના સંબંધો ઉપર ચાલે છે એટલે વર્ષોથી જે પેઢીમાંથી દાગીના ખરીદતા હોય ત્યાં ગ્રાહકો વિશ્વાસના આધારે હોેલમાર્કીંગ કરેલા દાગીનાનો આગ્રહ રાખતા નથી. પરિણામે સોનીઓ પણ હોલમાર્કીંગ માટે બહુ ઉત્સુકતા બતાવતા નથી.
જો કે અમદાવાદના એક પ્રતિષ્ઠિત ઝવેરી કહે છે તેમ હવેનો સમય ગ્રાહક જાગૃતિનો છે. અગાઉની માફક હવે ગ્રાહક અને શોરૂમ વચ્ચેનો સંબંધ પેઢીઓ સુધી જળવાઈ રહે તેવું બહુ શક્ય નથી. ગ્રાહકને વસ્તુ ગમે તો જ ખરીદે, તેની પાસે ઘણા વિકલ્પો છે. આવા સંજોગોમાં હોલમાર્કંિગ પઘ્ધતિ પેઢીની વિશ્વસનીયતા વધારે છે.
ગ્રાહકોએ હૉલમાર્કવાળા ઘરેણાં ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. કારણ કે હૉલમાર્કવાળો દાગીનો શુદ્ધતાની દ્રષ્ટિએ ખાત્રીપૂર્વકનો ગણાય. વળી સાદા દાગીના અને હૉલમાર્ક ધરાવતા દાગીનાની કંિમતમાં ખાસ ફરક પડતો નથી. ‘‘અમે ૨૦ ગ્રામથી ઓછું વજન ધરાવતા દાગીનાના ૨૦ રૂપિયા અને વઘુ વજન ધરાવતા દાગીનાના ૫૦ રૂપિયા ફી લઈએ છીએ. અમારા એસોસિએશને ઠરાવેલી આ લધુત્તમ કંિમત છે.’’ એવું જણાવતાં એક નામાંકિત જ્વેલર કહે છેઃ ‘‘અમારા ૭૫ ટકા ગ્રાહકો હૉલમાર્ક જ્વેલરી ખરીદવાનો આગ્રહ રાખે છે. હોેલમાર્કનું ચલણ આવ્યું ત્યારથી અમને ઘણી રાહત થઈ ગઈ. ગ્રાહકને સોનાની પ્યોરિટી વિશે કંઈ કહેવાનું જ રહેતું નથી,’’ દાગીના વિશેનું ગણિત સમજાવતા તેઓ કહે છે. ‘‘દાગીના ખરીદતી વખતે માત્ર શુદ્ધતા જ જોવાતી નથી. શુદ્ધતા ઉપરાંતના બીજા આઠ પાસાંઓ પણ જોવામાં આવે છે. આ પાસાંઓમાં દાગીનાનો કલર, આકાર, કારીગરી, ઘાટ, દાગીનાની આગળ પાછળ વર્કમેનશિપ, નંગ જડેલો છે કે નહીં, નંગનુ સેટીંગ અને દાગીનાનો દેખાવ (લુક) વગેરે.’’ તેમના મતે શુદ્ધતા એ તમામ પાસાંંઓ પૈકીનું એક છે અને ગ્રાહકો શુદ્ધતાને મહત્ત્વ આપે તેટલું જ મહત્ત્વ પ્રત્યેક પાસાંને આપે છે. અને ઝવેરીની પેઢીની શાખ પણ આ તમામ પાસાંંઓ ઉપર આધારિત હોય છે.
જોકે મોટી મોકાણ એ છે કે સરકારે હોલમાર્કની પદ્ધતિ ફરજીયાત બનાવી પરંતુ આ યોજનાને સંપૂર્ણપણે અમલમાં મૂકવી એટલી સહેલી નથી. એ વાત સાચી કે હૉલમાર્કંિગથી ગ્રાહકોને સોનાની શુદ્ધતાની ગેરેન્ટી મળે છે. હાલમાં હૉલમાર્કંિગ સ્વૈચ્છિક છે. જોકે આની ફી ત્રણ વર્ષની ૩૦,૦૦૦ રૂપિયા છે. હોલમાર્કંિગ ફરજિયાત કરતી વખતે સરકારે અમુક બાબતોનો નિવેડો લાવવાનો છે. જૂના દાગીનાનું શું કરવું આ એક મુખ્ય મુદ્દો છે.
દેશમાં લાખો જ્વેલરો છે, પરંતુ રજિસ્ટર્ડ જ્વેલર્સની સંખ્યા જૂજ છે. આખા દેશમાં સોનાની શુઘ્ધતા માપનારી લેબ પણ ઓછી છે. આથી હૉલમાર્ક લાયસન્સ લેનારા જ્વેલરની સંખ્યા ગોકળગાયની ગતિએ વધી રહી છે. આખા દેશમાં ૧૬ નવેમ્બર, ૨૦૧૧ સુધી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યુરો દ્વારા ૧૬૭૮ જ્વેલરોને લાયસન્સ આપવામાં આવ્યા છે. બીજું કે સરકારે આ યોજનાના અમલને સફળ બનાવવા માટે સોનાની ગુણવત્તા (કેરેટેજ) બાબતે પ્રશ્વ્નો ઉભા થાય ત્યારે જવાબદારી કોની તે નિશ્ચિત કરવું અત્યંત આવશ્યક છે. દેશભરના બુલિયન ડીલરો, જ્વેલરો અને સુવર્ણલંકાર કારીગરોએ સરકાર આ સંદર્ભનું નોટિફિકેશન બહાર પાડે તે પહેલાં આ અંગે સ્પષ્ટતા કરવાની માગણી કરી છે.
બોમ્બે બુલિયન એસોસિયેશનના પ્રમુખે કહ્યું હતું કે આ એક આવકાર્ય પગલું જરૂર છે, પણ મુખ્ય ચંિતા ક્વોલિટી પ્રશ્વ્ને છે. ઓર્ડર મુજબ દાગીના બનાવવા માટેનું કામ ઝવેરીઓ દાગીના ઘડનાર કારીગરને આપે છે. આ દાગીના ઉત્પાદક તેના પર હૉલમાર્કંિગ કરીને જ્વેલરને આપે છે. બે-પાંચ વર્ષ પછી જો ગ્રાહક આ દાગીનો ઓગાળીને તેના કેરેટેજ બાબતે પ્રશ્વ્નો ઊભા કરે ત્યારે મોટી સમસ્યા ઊભી થવાનો સંભવ છે. સરકાર જ્યાં સુધી બીઆઈએસનાં કેન્દ્રોની સંખ્યામાં ધરખમ વધારો નહીં કરે ત્યાં સુધી ગ્રામ્ય સ્તરે હૉલમાર્કંિગવાળા દાગીના ઉપલબ્ધ કરાવવા મુશ્કેલ છે. દેશભરમાં ૬ લાખ કરતાં વઘુ જ્વેલરો છે. આ તમામને એકછત્ર હેઠળ આવરી લેવા મુશ્કેલ છે. હૉલમાર્કંિગના અમલ સાથે સોનાના દાગીના મેન્યુફેકચરંિગ આઈટમ બની જશે, આથી એકસાઈઝ તથા અન્ય કરવેરાના પ્રશ્વ્નો પણ ઊભા થવાના છે.
એક બુલિયન એનાલિસ્ટે કહ્યું હતું કે હૉલમાર્કંિગનું માળખું વિદેશ ધોરણે નહીં થાય તો તેની સફળતા બાબત શંકા પ્રવર્તે છે. બીએસઆઈ પોતાને ત્યાં આવતા દાગીનાની ગુણવત્તા રેન્ડમ રીતે ચેક કરીને તમામ નંગ પર હૉલમાર્કંિગનો સિક્કો લગાવી આપે છે. આ પદ્ધતિ વાજબી નથી. તે તમામ દાગીના પર હૉલમાર્કંિગનો ચાર્જ વસૂલે છે તેથી ગુણવત્તાની જવાબદારી પણ તેણે સ્વીકારવી જોઈએ. કદાચ મશીન મેડ દાગીનામાં આવા પ્રશ્વ્નો ઓછા ઊભા થશે, પણ હેન્ડમેડ દાગીનામાં સમસ્યા મોટી રહેવાની છે. તમામ દાગીનાની ગુણવત્તા ચકાસવાની વ્યાપક વ્યવસ્થા ગોઠવ્યા પછી જ તેનો અમલ થાય તે વાજબી ગણાશે.
એટલું જ નહીં સોના કરતાં ચાંદીમાં ગ્રાહકો સાથે છેતરપંિડી ખૂબ વઘુ થાય છે. તેમાં ગુણવત્તાનું કોઈ ધોરણ હોતું નથી. સરકારે ચાંદીના દાગીના વાસણ કે તમામ આર્ટિકલ પર પણ હૉલમાર્કંિગ ફરજિયાત બનાવવાની જરૂર છે. આમ હોલમાર્કંિગની સિસ્ટમનો સંપૂર્ણ અમલ કરતા પૂર્વે સત્તાવાળાએ કેટલાંક અગત્યના પાસાં અને ગ્રાહકોના હિત અંગે પણ વિચારવું પડશે.
- ભાલચંદ્ર જાની |