Last Update : 22-Jan-2012,Sunday
 
ઍનકાઉન્ટર - અશોક દવે
 

તમે શર્મીલા ટાગોરની ફિલ્મોના ચાહક હતા, પણ પટોડી ગૂજરી ગયા તેના બેસણાંમાં કેમ નહોતા ગયા ?
- વહેમને કારણે કોઇ કબરમાંથી ઠેકડો મારીને બહાર આવે, એ સારૂં ન લાગે માટે.
(મુનિરા હુસેન વ્હોરા, ગોધરા)

વાચકો તમારો મોબાઇલ નંબર માંગે છે, પણ ઘરનો લૅન્ડલાઇન નંબર કેમ નથી માંગતા ?
- ઘરનો ફોન સીધો હકી ઉપાડે..... એવું રિસ્ક કોણ લે ?
(શ્રીમતી મીના નાણાવટી, રાજકોટ)

તમે તમારા દુશ્મનોને હંફાવવા શું કરો છો ?
- દરેક દુશ્મન સાથે ક્યારેક તો ભેગું થવું પડશે, એટલે આજે મારૂં સૌજન્ય છોડતો નથી. એ વખતે મારે નીચે જોઇને ઉભા રહેવું નહિ પડે !
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

મને દરેકની પત્નીમાં સોક્રેટીસની પત્ની દેખાય છે. તમને બીજાની પત્નીમાં શું દેખાય છે ?
- દેખાવમાં ઠીકઠીક હોય તો એ ‘બીજાની’ પત્ની દેખાય છે, નહિ તો માતા... !
(તુષાર નાણાવટી, રાજકોટ)

ગુજરાતી સાહિત્યમાં તમારૂં પ્રદાન શું છે ?
- ગુજરાતી સાહિત્ય પરિષદની આજીવન સભ્ય ફી.
(શશીકાંત પીઠડીયા, અમદાવાદ)

જીવનનો શ્રેષ્ઠ આનંદ તમે ક્યારે માણ્યો હતો ?
- બે કલાકથી નાકમાં ભરાઈ ગયેલો ઠળીયો બહાર નીકળ્યો ત્યારે.
(ડી.કે. માંડવીયા, પોરબંદર)

હસે તેનું ઘર વસે, પણ વસે પછી કેટલા હસે છે ?
- ઘણા ખસે પણ છે... ને બીજે ઠેકાણે ફસે પણ છે !
(ચીરાગ કે. બેલડીયા, દામનગર)

‘ઍનકાઉન્ટર’ પોસ્ટકાર્ડને બદલે જીસ્જી પર રાખો તો કેવું ?
- પગાર કૅશમાં લેવો પડે... જીસ્જી પર લેવાય ?
(બુરહાન/શાહિન લક્ષ્મીધર, રાજકોટ)

તમે પ્રવચન આપવાના હો, એ સમારંભમાં કોઇ સુંદર સ્ત્રીને જોઇને કેવો પ્રતિભાવ આપો છો ?
- સ્ત્રી સુંદર હોય, તો મારા પ્રવચનમાં આવે જ શું કામ ? બુઘ્ધિમાન સ્ત્રીઓ બેશક આવે.
(કેતન/ સી.પી./ હિરેન પટેલ, અમદાવાદ)

આટલી બધી ધાર્મિક ચૅનલો ટીવી પર આવે છે, છતાં પ્રજા સુધરતી તો નથી... ઉપરથી ઘણા મહારાજો બગડી ગયા છે, તેનું કારણ શું ?
- કવિ ઘૂની માંડલીયાનો શે’ર છે ઃ ‘કહો જગમાં ક્યાંયે છે તટસ્થતા ? હકીકતમાં શ્રઘ્ધા કાં સંશય હશે, અચાનક ચરણ કાં અટકયાં ‘ઘૂની’, શિવાલય કાં તો સુરાલય હશે.’
(સાધના પી. નાણાવટી, જામનગર)

કઈ ચીજવસ્તુમાં ભેળસેળ નથી થતી, તે જણાવશો ?
- અઢી-ત્રણ વર્ષ સુધીના બાળકના સ્માઈલમાં.
(મહેન્દ્ર જે. ગાંધી, સુરેન્દ્રનગર)

પ્રાચીન ભારતમાં લગ્ન પૂર્વેના સૅક્સ-સંબંધો સ્વીકાર્ય હતા, તો આજે એનો આટલો વિરોધ કેમ થાય છે ?
- ‘હે રાંદલ માતા.... આપ જેમ સહુને ફળ્યા, તેમ આમને પણ ફળજો.’
(ભરત ડી. સાંખલા, ડીસા)

કન્યાને આશિર્વાદ આપવા ‘અખંડ સૌભાગ્યવતી’ કહેવાય છે, તો વરરાજા માટે શું કહેવાય છે ?
- ‘હખણો રહેજે.’
(શૈલેષ બામણીયા, વીરપુર)

મોટા ભાગના પુરૂષો સ્ત્રીઓની આંખમાં આંખ મિલાવીને કેમ નથી જોતા ?
- પર્યટનના વઘુ મોહક દ્રષ્યોની એમને ખબર હોય છે, માટે !
(સંઘ્યા ડી. પુરોહિત, અમદાવાદ)

અમારે શાક-માર્કેટમાં સવારે ગાયું ને સાંજે બાયુંનો ત્રાસ છે. તમારે કેમનું છે ?
- અમારે તો લીલા લહેર છે... સવારે પણ ગાયું ને બદલે બાયું જ હોય !
(અરૂણ પારેખ, ભાવનગર)

ડિમ્પલ કાપડીયાની કઇ ફિલ્મની સીકવલ જોવાનું તમે પસંદ કરશો ?
- એની ફિલ્મની નહિ... એની પોતાની સીકવલ જરા... ઠીક રહેશે.. !
(અજય વ્યાસ, બિલખા)

પગે લાગવાને બહાને સ્વામીઓના ચરણસ્પર્શ કરતી સ્ત્રીઓનો ઇરાદો શું હશે ?
- પોતાના ગોરધન, સસરા અને પિતા સિવાય અન્ય કોઇપણ પુરુષના ચરણસ્પર્ષ કરતી કોઇપણ સ્ત્રી મારી નજરમાં આદરપાત્ર હોતી નથી.
(લલિત ઓઝા, જૂનાગઢ)

મેહમાન જમવા આવવાના હોય, તે જ દિવસે કામવાળી ન આવે, તો ગુસ્સો પત્નીને આવે કે ગોરધનને ?
- પત્નીને ગુસ્સો આવવાનો સવાલ જ ઊભો થતો નથી... કમ-સે-કમ, એને તો વઘુ સારો ચેહરો જોવા મળશે !
(મઘુકર પી. માંકડ, જામનગર)

ગાંધી ટોપી અને અન્ના ટોપી વચ્ચે ફરક શું ?
- મહાત્મા ગાંધી સરીખા મહામાનવની સરખામણી ફકત શ્રી રામ જેવા યુગપુરૂષ સાથે જ થઇ શકે...ઉપવસોને બેઇજ્જત કરનારાઓ સાથે નહિ !
(હસમુખ ડી. પરમાર, નાડા-જંબુસર)

મારી પ્રેમિકાને મળવા જઉં તો એની મમ્મી ચંપલ બતાવે છે, તો મારે શું કરવું ?
- એની મમ્મીની નિયત સાફ લાગતી નથી.
(કમલેશ પરમાર, અંકલેશ્વર)

જીવનમાં તમે ક્યારે ય કડવો ધૂંટડો પીધો છે ?
- દૂધ સમજીને ટેસથી ચૂનાનું પાણી ગટગટાવી ગયો હતો ત્યારે.
(ડી. કે. માંડવીયા, પોરબંદર)

તમે ટિવટર કે ફૅસબૂક પર કેમ નથી ?
- હું હજી એટલો કંિમતી માણસ થયો નથી.
(હર્ષલ બી. અંજારીયા, રાજકોટ)

આજકાલની પુત્રવઘૂ સાસુમા કહેવાને બદલે ‘મમ્મી’ કહીને બોલાવે છે, તો મને સારૂં લાગે છે. તમને કેવું લાગે છે ?
- એ તમને મમ્મી કહે, એ મને સારૂં લાગે છે. મને જરા ય ખોટું નથી લાગ્યું.
(મોના જગદિશ સોતા, મુંબઈ)

કોઈ યુવતી મને ‘અંકલ’ કહે તે મને નથી ગમતું. કોઇ ઉપાય ?
- તમને ‘ડૅડી’ કહે, એ તો જરા ય સારૂં ન લાગે ને ?
(જયેશ અંતાણી, ભાવનગર)

દેવ આનંદ, રાજ કપૂર અને દિલીપ કુમાર.. એ ત્રણેમાંથી તમે કોને શ્રેષ્ઠ ગણો છો ?
- સવાલ જ પેદા થતો નથી... એક માત્ર રાજ કપુર.
(નિરંજન ડી. વૈષ્ણવ, જૂનાગઢ)

ચેતન ફૂલોનું જીવન ઝૂંટવીને નિશ્ચેતન મૂર્તિ પર ચઢાવવા.. એ ભક્તિ કે અંધશ્રઘ્ધા ?
- સંસ્કારી લોકો ફકત ખરી પડેલા ફૂલો પરમેશ્વરને ચઢાવે છે.
(નેહા વાળા, સુરેન્દ્રનગર)

 

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

નોન ફૂડ આઈટમ્સથી થતો ઈટંિગ ડિસઓર્ડર ઃ પિકા
શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

૨૦૦ કરોડનો બેફામ ટ્યૂશન કારોબાર, વિદ્યાર્થીઓ લાચાર
એમ્પાયરીંગને કરિયર તરીકે જોતા યુવાનો
યંગસ્ટર્સમાં બાઇક મોડીફાઇડ કરાવવાની ‘ઘૂમ’ મચી છે
ચાંલ્લા નહીં સ્વીકારવાની ચેરીટી પણ એક ટ્રેન્ડ
સાબરમતી-મહી વચ્ચે આવેલા અનોખા વિકેન્ડ ડેસ્ટ
વાળ ખરતાં અટકાવવા માટે શું કરશો?
પરીક્ષામાં સફળ થવાનો મંત્રઃ ટાઈમ મેનેજમેન્ટ
  More Stories
 
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved