ઘાયલ કી ગત ઘાયલ જાને
દર્દે દિલ દર્દે આશના જાને,
ઔર બેદર્દ કોઇ ક્યા જાને
બેવફા જાને ક્યા વફા મેરી,
બાવફા હો તો વફા જાને...
એએ તો જેની મતિ ખરેખર કેળવાયેલી છે એ જ સમજી શકે ઘાયલની ગતિ... સાચી અનુકંપા એનું હૃદય જ અનુભવી શકે. પારકાની પીડાને પ્રીછી લેવી અને તે મુજબ તેની સાથે સદ્વ્યવહાર દાખવવાની રીત સાચી પ્રીતની, લાગણીની રીત ગણી શકાય. બાકી અમસ્તા સસ્તામાં લાગણીનો સૂર પુરાવનારા ઘણીવાર ક્રૂર પણ લાગતા હોય. અહીં શાયરની વ્યથા એ છે કે જે લોકોએ હૃદયની પીડા અનુભવી જ નથી, તેનો પરિચય (આશના) જ થયો નથી, એ કાંટાળા માર્ગેથી પસાર થયા જ નથી પછી ભલે ગમે તેવો તેવો મર્દ કેમ ન હોય, તેને બીજાના દર્દની કશી જ ખબર પડતી નથી.
એ તો હળવાશની મીઠાશ માણતો રહેવાનો. બરાબર એવી જ રીતે વફાદાર જ ન હોય, પ્રમાણિકતા જેમણે દાખવી ન હોય એને વફાદારી (બાવફા) શું છે, પ્રમાણિકતા કઇ બલાનું નામ છે તેની સહેજે ગતાગમ રહેતી નથી.
એ તો ઉલ્ટાનું એવા સજ્જન લોકોની સજ્જનતા પર હાંસી ઉડાવે. પોતે દાખવેલી વફાદારીની કદર કરવાને બદલે નામોશી આપવાની ચેષ્ટાથી શાયર ખૂબ વ્યથિત થઇ ખામોશીથી ગદ્દારોને સાંખી રહ્યા છે.
કેમ કે એમણે દ્રોહીઓને માપી લીધા છે કે એ કશું જ આપી શકે તેમ નથી.
બેમુરવ્વત, બેવફા અલતાફ હોતે હેં ઔર હોતે રહેગે
ઇન્કા યેહી તો હંમેશા દસ્તુર હે, રોનેવાલે રોતે રહેગે
|
|