| Last Update : 22-Jan-2012,Sunday |
|
|
| |
|
|
|
|
|
 |
|
કેટલાંક વણઊકલ્યાં રહસ્યો |
| અગોચર વિશ્વ - દેવેશ મહેતા |
|
તિબેટમાં એક વિચિત્ર ઝરણું છે જેનું નામ છે - ‘ઉરુત્સી’. એનું પાણી ૧૨ વર્ષ સુધી ખારું રહે છે અને પછીના ૧૨ વર્ષ મીઠું થઈ જાય છે !
આ દુનિયા એક વિચિત્ર રંગમંચ છે, જેના પર વિધિના વિવિધ ખેલ જોવા મળે છે. આમાં કેટલાક એવા વિલક્ષણ, વિચિત્ર હોય છે જેનું કારણ વિજ્ઞાન પણ આપી શકતું નથી ! આવી કેટલીક રહસ્યમય બાબતો પર દ્રષ્ટિપાત કરીએ. માનો કે ના માનો પણ છે બિલકુલ સત્ય હકીકત !
મહારાષ્ટ્રના જલગાંવમાં અંજિષ્ઠા માર્ગ પર પહુર નામનું એક નાનું ગામ છે. ત્યાંથી સેંદુણી જનારી કાચી સડક પર ત્રણ માઈલ દૂર ‘સોપ’ નામનું ગામ આવેલું છે. ત્યાં એક અદ્ભુત પ્રકારનું ચમત્કારિક કહેવાય એવું લીમડાનું ઝાડ છે. જેની દરેક ડાળના પાંદડા કડવા હોય છે પણ માત્ર એક ડાળ એવી છે જેના દરેક પાંદડાનો સ્વાદ મીઠો હોય છે. કહેવાય છે કે કડવા મહારાજ નામના એક સાઘુએ ઇશ્વરના અસ્તિત્વ અને એની શક્તિનો પરિચય આપવા એને લલકારવામાં આવ્યો અને એને બતાવેલી લીમડાની ડાળીના પાંદડા કડવાને બદલે કાયમ મીઠા જ આવે એવું કહેવામાં આવ્યું ત્યારે તેણે વાણીસિદ્ધિના ચમત્કારરૂપે એમ કરી બતાવ્યું હતું. ત્યારબાદ કાયમ માટે એ ડાળી પર મીઠાં પાંદડાં જ આવવા લાગ્યા હતા.
જાપાનના સાસવો સહેરનો એક નાગરિક અત્યંત ધાર્મિક હતો. તે નિયમિતરૂપે બાઈબલનો પાઠ કરતો હતો. જે જગ્યાએ તે અટકતો ત્યાં એક ઝાડનું તાજું લીલું મૂકતો. આશ્ચર્યની વાત તો એ છે કે તેણે જીવનભર એ ‘એક જ પાંદડા’નો ઉપયોગ કર્યો હતો. તે ક્યારેક સૂકાયું નહોતું. આખી જંિદગી સુધી એના માટે એ પાંદડું લીલું અને તાજું જ રહ્યું હતું. એ પાંદડું અત્યારે પણ પ્રખ્યાત છે અને હજુ પણ એવું જ લીલું અને તાજું જ રહ્યું છે !
બ્રાઝિલના એક શહેર વેલમ ડોપારા પર બપોરે ૨ થી ૪ દરમિયાન નિયમિતરૂપે વરસાદ પડે છે. એમાં ભાગ્યે જ કોઈ વાર ફેરફાર થાય છે. આ સમયે એ શહેરના લોકો કામકાજ માટે ‘રિસેસ’ પાડી દે છે. ઉત્તર પ્રદેશમાં દેવબન્દ નામનું એક ગામ છે. પહેલાં તેનું નામ દેવવૃન્દ હતું. તે દારૂલ ઉલૂમને કારણે પ્રસિદ્ધ છે. ત્યાં એક દેવીનું મંદિર છે. દરેક વર્ષે હરિયાળી ત્રીજની આસપાસ એક ખાસ મૂહૂર્તમાં એની વિશેષ પૂજા થાય છે અને ત્યાં મેળો પણ ભરાય છે. એ વખતે ત્યાં કાયમ વરસાદ પડે છે. આકાશ ભલે ને ગમે તેટલું ચોખ્ખું હોય અને વાદળોનું નામોનિશાન ના હોય તો ય એ પૂજાના સમયે વાદળો અચાનક ઉમટી આવે છે અને વરસાદ પડે જ છે !
તિબેટમાં એક વિચિત્ર ઝરણું છે જેનું નામ છે - ‘ઉરુત્સી’. એનું પાણી ૧૨ વર્ષ સુધી ખારું રહે છે અને પછીના ૧૨ વર્ષ મીઠું થઈ જાય છે ! એ પછી ૧૨ વર્ષ પાછું ખારું થઈ જાય છે અને ૧૨ વર્ષ વીત્યા બાદ વળી પાછું મીઠું થઈ જાય છે ! આ પરિવર્તનક્રમ લાંબા ભૂતકાળથી નિયમિત ચાલતો આવ્યો છે !
અમેરિકાના આહાયો ર્(ંર્રૈ) પ્રાંતમાં ક્લીવલેન્ડ શહેરથી ૩૦ માઈલ પૂર્વ તરફ એક નાનકડા ગામમાં એક ટેકરી આવેલી છે. તે સદાય માટે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ત્યાં માન્યામાં ના આવે એવી વિચિત્ર વસ્તુ વાહનચાલકો માટે બને છે. વાહનચાલકો એની તળેટીમાં પોતાા વાહન બ્રેક મારીને ઊભા રાખે છે ત્યાં સુધી તો ઊભા રહે છે, પણ જેવી બ્રેક છોડે છે એ સાથે તેમનું વાહન પહાડી પર ધીરે ધીરે આપમેળે ઉપર ચડવા લાગે છે. વચ્ચે ક્યાંય અટકતું નથી. એની ટોચ પર પહોંચતા સુધીમાં તો તેની ઝડપ કલાકના ૨૦ કિલોમીટર જેટલી થઈ જાય છે ! આ રીતે પ્રવાસીઓ ગુરૂત્વાકર્ષણના નિયમનું ઉલ્લંઘન કરીને એક સુંદર, આનંદપૂર્ણ અને અવિસ્મરણીય મુસાફરી કરીને પાછા આવે ચે ! આ પહાડીનું નામ ‘કિર્ટલેન્ડ હીલ’ છે. એને ‘ગ્રેવીટી હીલ’ પણ કહેવાય છે કેમકે ત્યાં ગુરૂત્વાકર્ષણ શક્તિથી વિરૂદ્ધ ઘટના બને છે. આનું રહસ્ય હજુ સુધી કોઈ ઉકેલી શક્યું નથી કે ૧૪ ટનની ગાડી ઊર્જાનો વ્યય કર્યા વિના આપમેળે ઉપર કેવી રીતે ચડે છે અને ગુરૂત્વાકર્ષણના કુદરતી નિયમનો ભંગ કેવી રીતે કરે છે.
આવું જ એક સ્થાન કેનેડાના ન્યૂ બૂ્રન્સવિકના મોન્કટન નામના સ્થળે આવેલી ‘મેગ્નેટિક હીલ’ છે. ત્યાં પણ ગુરૂત્વાકર્ષણથી વિરૂદ્ધ વાહન આપમેળે ઉપર ચઢી જાય છે ! આ જગ્યાએ આવું થાય છે એની પ્રથમ જાણકારી ૧૯૩૦માં થઈ. બન્યું એવું કે એક દૂધવાળો આ પહાડીની તળેટીમાં ઘોડાગાડી લઈને દૂધ વેચવા આવ્યો હતો. ઘોડાને ગાડીથી છૂટા કરી ચરવા જવા દીધા અને ગાડી ત્યાં તળેટીમાં જ રાખી તે ગ્રાહકોને દૂધ વેચવા ગયો. જ્યારે પાછો આવ્યો ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયો કેમકે ગાડી પહાડી પર અડધે સુધી ઉપર ચડી ગઈ હતી ! પહેલાં તો તેને આ કોઈ તોફાન-મસ્તી કરનારાની રમત છે એવું લાગ્યું. પણ પછી વારંવાર થયું એટલે જાતે ચકાસવાનું નક્કી કર્યું. તેણે ઘોડા અને ગાડીને છૂટા કર્યા પછી ત્યાં જ ઊભા રહીને શું થાય છે તે જોવા માંડ્યું. થોડીવાર બાદ ગાડી આપમેળે જ ઉપર ચડતી હતી એવું જોયું ત્યારે તેને ખાતરી થઈ કે આવું કોઈ વ્યક્તિ કરતી નથી પણ કુદરતી રીતે જ થાય છે. એ પછી બીજા અનેક લોકોએ આનો અખતરો કરી જોયો ત્યારે એ પહાડીની વિલક્ષણ શક્તિનો લોકોને ખ્યાલ આવ્યો.
આ પ્રકારની એક અન્ય ઘટના બ્રિટિશ નાગરિક હેનરી આર.બેકે નોંધી છે. કેનેડાની મુસાફરી દરમિયાન વાનકુંવર પાસે એક જગ્યાએ એમણે અન્ય સાત મુસાફરો સાથે આવી ઘટનાનો સ્વયં અનુભવ કર્યો હતો. તે મોટરગાડીમાં જઈ રહ્યા હતા. એક જગ્યાએ તેમણે તેમની કાર ઊભી રાખી હતી. તે જગ્યાએથી ઉપરની તરફ ટેકરીનું ચડાણ શરૂ થતું હતું. ડ્રાઈવરે કારનું એન્જિન બંધ કર્યું હતું. તે આઠે જણા કારની બહાર નીકળે એ પહેલાં જ કાર ટેકરી પર આપમેળે ઉપર ચડવા લાગી. એક મુસાફરે ઝડપથી કારની બહાર છલાંગ મારી અને નજીકમાં પડેલી પાણીની ડોલ ઉઠાવી કારની આગળના રસ્તા પર પાણી ઢોળવા માંડ્યું. એણે એવું વિચાર્યું કે એનાથી કદાચ કારના પૈડા આગળ વધતા અટકી જાય. પણ એ પછી જે બન્યું તેનાથી બધા જ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. કાર તો ઉપર ચડતી જ રહી પણ પેલું પાણી પણ ઢોળાવ પરથી કુદરતી રીતે નીચે આવવાને બદલે ઉપરની તરફ ચડવા લાગ્યું. એ આઠે મુસાફરોને એમની આંખો પર વિશ્વાસ ન બેઠો. એ વારંવાર આંખો ચોળીને જોવા લાગ્યા કે ક્યાંક ભ્રમ કે સ્વપ્ન તો નથી જોઈ રહ્યા. પણ પેલું દ્રશ્ય હજુ એમની આંખો સામે યથાવત્ દેખાઈ રહ્યું હતું. એમની મોટરગાડી અને પેલું પાણી બન્ને ગુરૂત્વાકર્ષણની વિરૂદ્ધ દિશામાં ટેકરી પર આપમેળે ઉપર ચડી રહ્યા હતા ! આનું રહસ્ય કોઈ ઉકેલી ન શક્યું. આ ઘટનાનું વર્ણન હેનરીએ ‘ધ ટાઈમ્સ’ ન્યૂઝપેપરમાં પણ આપ્યું હતું.
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|