| Last Update : 22-Jan-2012,Sunday |
|
|
| |
|
|
|
|
|
 |
|
બાળરક્ષાની ભેખધારી |
| આજકાલ - પ્રીતિ શાહ |
૧૮ વર્ષની વયથી નાની ઉંમરના ૪૫ કરોડ બાળકો જે દેશમાં હોય એ દેશમાં સગીર બાળકોના સંરક્ષણ માટેના કાયદાની કેવી હાલત છે ? બાળકો પ્રત્યે સમાજનું કેવું વર્તન છે ? એથીયે વિશેષ બાળમજૂરી અને બાળવિવાહના પ્રશ્નો છે. આ બધાની સામે સુધા મુરલી વર્ષોથી જંગ ખેલી રહી છે અને પોતાના ઊંડા અભ્યાસ અને વ્યાપક અનુભવને આધારે બાળ સંરક્ષણ માટે અથાગ પ્રયત્નો કરે છે. આમ તો બેંગલુરુમાં સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતક પદવી મેળવનાર સુધાએ માનવ અધિકારો અંગે પી.જી. ડિપ્લોમા મેળવ્યો અને એ ઉપરાંત છેક નેધરલેન્ડમાં જઈને કાયદો, ન્યાય અને માનવ અધિકારો એ વિષય પર સર્ટિફિકેટ કોર્સ કર્યો. એ માને છે કે પુસ્તકોમાં શીખવેલા સિઘ્ધાંતો ઉપયોગી હોય છે. માત્ર એમાં અનુભવનું ઉમેરણ કરવાની જરૂર હોય છે. સુધાના પતિ સરકારી અધિકારી છે અને એમની એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં બદલી થતી રહેતી. આને પરિણામે આસામ, ઓરિસા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં જવાનું બન્યું. આ સમયે સુધા એ રીતે કાર્યનું આયોજન કરતી કે એના પતિ જ્યારે બહારગામ હોય ત્યારે એ ઘેર રહી પુત્રીઓની સંભાળ લેતી અને એ રીતે એણે પોતાની પુત્રીઓને પણ પોતાના કાર્યમાં સાથે જોડી.
બાળ અધિકારના મુદ્દાની સાથોસાથ સુધા મુરલીએ બીજા ક્ષેત્રોમાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું. આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં વારંવાર આવતા દરિયાઈ તોફાનને કારણે માછીમારોને પારાવાર મુશ્કેલી સહન કરવી પડતી. આ માછીમારોના બાળકોને આવી પરિસ્થિતિ સાથે કેમ જીવવું એની સુધા મુરલીએ તાલીમ આપી. આઠેક વર્ષ સુધી મહિલાઓની આજીવિકાના ક્ષેત્રમાં કામ કર્યું. આવનારી આફતનો સફળતાથી કેમ સામનો કરવો અને એમાંથી કેવી રીતે માર્ગ શોધવો એનું શિક્ષણ પણ સુધા મુરલીએ આપ્યું. બાળસંરક્ષણના એના કાર્યમાં ઘણા પડકોરોનો સામનો કરવો પડ્યો છે. દયનીય બાળકોની સ્થિતિ સુધારવા માટે એણે જાનનું જોખમ પણ ખેડ્યું છે. બાળમજૂરી કરતા બાળકોને એમાંથી મુક્ત કરાવવા માટે સુધા મુરલીએ ઘણા ઉદ્યોગપતિ કે વેપારી સામે મોરચો માંડ્યો છે. બાળ સંરક્ષણના કાર્યને એ પૂરા જોશ સાથે અને પૂરી તાકાત લગાવીને કરે છે. આને પરિણામે છેલ્લા અઢાર વર્ષથી યુનાઈટેડ નેશન ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફંડમાં એક કાર્યકર તરીકે સુધા મુરલીએ આગવી નામના મેળવી છે. હવે એ બાળસંરક્ષણની બાબતને વઘુ વ્યાપક બનાવવા માગે છે અને માત્ર સંરક્ષણ જ નહીં કિન્તુ બાળકના વિકાસ પર એણે નજર ઠેરવી છે. બાળ મજૂરોને શિક્ષણ આપવાનું એણે આયોજન કર્યું છે અને હવે સહુ કોઈને શિક્ષણના કાયદા હેઠળ વંચિતમાં વંચિત બાળકને પણ શિક્ષણ મળી રહે તે માટે પ્રયાસ કરી રહ્યા છે. ભારતની સામાજિક પરિસ્થિતિ સતત બદલાય છે અને તેથી સુધા મુરલીનું બાળ સંરક્ષણનું કાર્ય પણ નવા નવા પડકારોનો સફળ સામનો કરે છે. સમૂહ-માઘ્યમોનો પ્રભાવ, વિભક્ત થતા કુટુંબો, મૂલ્યોની ઉપેક્ષા જેવી બાબતોએ બાળમાનસને ઘેરી અસર પહોંચાડી છે અને સાથોસાથ એને પરિણામે બાળ સંરક્ષણના નવા પ્રશ્નો ઉભા થયા છે. સુધા મુરલી એમના અભ્યાસ અને અનુભવના આધારે પોતાના કાર્યમાં વણથંભી રીતે આગળ વધી રહ્યા છે.
જંિદગીનો નવો અર્થ
પૂણેના પ્રભાકર જાવડેકરની આજુબાજુ તમને દવાઓનો ઢગલો જોવા મળે. તમને એમ લાગે કે કાં તો એ ડૉક્ટર છે અથવા તો અનેક બીમારી ધરાવતા દર્દી છે. હકીકતમાં સિત્તેર વર્ષના જાવડેકર બેમાંથી એકેય નથી. એ પોતે સિઘ્ધ કરવા માગે છે કે એ ભલે એકાઉન્ટન્ટ તરીકે ‘રિટાયર્ડ’ થયા હોય પણ ‘ટાયર્ડ’ નથી. એકાઉન્ટ ઑફિસરની કામગીરી પૂર્ણ કર્યા બાદ સામાજીક ૠણ ચૂકવવાનું એમણે નક્કી કર્યું. કયા ક્ષેત્રમાં કામ કરવું એ વિશે ગંભીરતાથી વિચારવા લાગ્યા. પછી થયું કે બીજા કોઈ ક્ષેત્રમાં કામ કરવાને બદલે પોતે જે પરિસ્થિતિમાંથી પસાર થાય છે એવી પરિસ્થિતિમાં મૂકાયેલાને સહાય કરવી. એમની બીમારી વખતે પ્રભાકર જાવડેકરને ઘણી મોટી મદદ મળી હતી. આથી એમણે એક મેડિકલ સપોર્ટ ગુ્રપ અને મેડિસીન બેંક ઉભી કરવાનો પ્રયાસ કર્યો. બસ પછી તો પોતાના આ પ્રયાસોમાં એ રાત-દિવસ લાગી ગયા. જુદા જુદા કુટુંબો અને ડૉક્ટરો પાસેથી નહીં વપરાયેલી મેડિસીન ભેગી કરવા લાગ્યા. જેમને આ દવાની જરૂર હોય એમને આ દવાઓ વિના મૂલ્યે આપવા લાગ્યા.
બીમાર ગરીબ દર્દીઓમાં પ્રભાકર જાણીતા બની ગયા. એમાંના કેટલાકને માટે તો તારણહાર બની રહ્યા. ૭૦ વર્ષના આ બુઝુર્ગ કહે છે કે આને કારણે એમને ઘણા નવા મિત્રો મળ્યા અને જંિદગીનો નવો અર્થ સમજાયો. એમની આ સેવામાં વિલક્ષણ ઘટના એ બની કે એ પોતે એમના સ્વાસ્થ્યનો પ્રશ્ન ભૂલી ગયા અને એમના મન અને શરીરની બીમારી સુધરવા લાગી. એમના કામમાં ધીરે ધીરે સીનીયર સીટીઝનો જોડાવા લાગ્યા અને આજે પચ્ચીસ જેટલા સીનીયર સીટીઝનો આ દવાઓ એકઠી કરવામાં પ્રભાકર જાવડેકરને મદદ કરે છે. અઠવાડિયામાં બે કે ત્રણ વખત આ સીનીયર સીટીઝનો દવાઓ ઉઘરાવવા નીકળે છે. એ પછી એ વણવપરાયેલી દવાઓમાંથી કામની અને નકામી દવાઓ જુદી પાડે છે.
આ વણવપરાયેલી દવાઓને આલ્ફાબેટીકલ ઓર્ડરમાં ગોઠવે છે અને તેની સાથોસાથ એનું નામ, ઉત્પાદક, બેચ નં., ક્વોન્ટીટી અને એક્સપાયરી તારીખ પણ લખે છે.
આમાંની કેટલીક દવાઓ માનવ કલ્યાણનું કામ કરતી ચેરિટેબલ ઇન્સ્ટીટ્યુશનને વિના મૂલ્યે વહેંચવા માટે આપે છે. અત્યાર સુધીમાં પંચોતેર હજારથી વઘુ ગરીબ લોકોને દવાઓ આપવામાં આવી છે અને સાડા ચાર લાખથી વઘુ કંિમતની દવાઓ ચેરિટેબલ સંસ્થાઓને મોકલી છે. સિત્તેર વર્ષના પ્રભાકર જાવડેકરના જીવનમાં નવો ઉત્સાહ જોવા મળે છે. પોતાનું આ કાર્ય વઘુ ને વઘુ લોકોને રાહતરૂપ બને તેવો એમનો હેતુ છે. આખી જંિદગી આર્થિક ઉપાર્જન માટે ઘસી નાખનાર પ્રભાકરને હવે બીજાને માટે ઘસાઈને ઉજળા થતાં અતિ આનંદનો અનુભવ થાય છે.
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|