| Last Update : 22-Jan-2012,Sunday |
|
|
| |
|
|
|
|
ચાઈનીઝ નવા વર્ષ પૂર્વે વિશ્વબજારમાં તેજી
ચાંદીમાં રૃ.૨૦૦૦નો ઉછાળોઃ સોનાના બિસ્કીટ
|
|
રૃ.૨૫૦૦ ઉંચકાયા
વિશ્વબજારમાં ચાંદીએ ૩૨ ડોલરની સપાટી પાર કરીઃ લગ્નસરામાં ભાવો ઉછળતાં મોસમી માંગને ફટકો પડવાની ભીતી
(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૨૧
દેશના ઝવેરીબજારોમાં આજે ઓચીંતી તેજી આવતાં ભાવોમાં સ્પ્રીંગ જેવો ઉછાળો આવ્યો હો. ચાંદીના ભાવો આશરે રૃ.૨૦૦૦ ઉછળતાં રૃ.૫૫ હજારની સપાટીને પાર કરી જતાં તેની પાછળ સોનામાં પણ ૧૦ ગ્રામ દીઠ અઢીસોનો ઉછાળો નોંધાયો હતો. મુંબઈમાં ચાંદી ૯૯૯ના ભાવો કિલોના રૃ.૫૩૧૪૦ વાળા આજે ઉછળી રૃ.૫૫ હજારને પાર કરી રૃ.૫૫૧૧૦ બોલાયા હતા. જ્યારે દિલ્હી બજારમાં ચાંદીના હાજરભાવો રૃ.૧૯૫૦ વધી રૃ.૫૫૫૦૦ તથા વિકલી ડિલીવરીના ભાવો રૃ.૧૭૭૫ ઉછળી રૃ.૫૫૫૦૦ રહ્યા હતા. દિલ્હીમાં હાજર તથા વિકલી ડિલીવરીના ભાવો સમાન સ્તરે આવ્યા હતા. વિશ્વબજારમાં ચાંદીમાં ઓચીંતી તેજી આવતાં તેની પાછળ ઘરઆંગણે પણ ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટ રાતોરાત વધી ગઈ હતી અને તેના પગલે ઘરઆંગણાના ઝવેરીબજારોમાં આજે સવારથી જ તેજીનો ચમકારો દેખાયો હતો. વિશ્વબજારમાં ચાંદીના ભાવો ઔંશના જે શુક્રવારે નીચામાં ૩૦.૩૨થી ૩૦.૩૩ ડોલર રહ્યા હતા તે ઝડપી વધી પ્રથમ તબક્કે ૩૧ ડોલરની તથા ત્યાર પછી ૩૨ ડોલરની સપાટીને પાર કરી ૩૨.૨૪થી ૩૨.૨૫ ડોલર બોલાયાના સમાચારો હતા.
નાઈજીરીયામાં તંગદીલી તથા ઈરાનના પ્રશ્ને પશ્ચિમની દેશોના તોળાતા આકરા પગલા વચ્ચે વિશ્વબજારમાં ક્રૂડતેલમાં તેજીનું હવામાન રહેતાં કિંમતી ધાતુઓ પર તેજીની અસર વર્તાઈ રહી હતી. ભારત સરકારે ઈમ્પોર્ટડ ડયુટી વધારતાં વિશ્વબજારમાં તાજેતરમાં સોના- ચાંદીમાં મંદીવાળા સક્રિય બન્યા પછી હવે આ જૂથના વેંચાણો કવર થતાં ખાસ કરીને સપ્તાહના અંત ભાગમાં ચાંદીમાં તેજી આવી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.
વિશ્વબજારમાં સોનાના ભાવો ઔંશદીઠ જે શુક્રવારે નીચામાં ૧૬૪૫થી ૧૬૪૬ ડોલર આસપાસ રહ્યા હતા તે ઉછળી ૧૬૬૭.૫૦થી ૧૬૬૮ ડોલર બોલાતાં તેના પગલે મુંબઈ બજારમાં સોનાના ભાવો વધી આજે છેલ્લે ૯૯.૫૦ના રૃ.૨૭૫૦૦, ૯૯.૯૦ના રૃ.૨૭૬૩૦ તથા સોનાના ૧૦ તોલાના બિસ્કીટના ભાવો રૃ.૨૫૦૦ વધી રૃ.૩૨૩૦૦૦ આસપાસ બોલાતા થયા હતા.
દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો વધી ૯૯.૫૦ના રૃ.૨૭૭૨૫ તથા ૯૯.૯૦ના રૃ.૨૭૮૬૫ રહ્યા હતા. ચીનમાં ચાઈનીઝ નવું વર્ષ શરુ થઈ રહ્યું છે એ પૂર્વે વિશ્વબજારમાં ચીનની ખરીદી વધ્યાના નિર્દેશોએ પણ કિંમતી ધાતુઓમાં તેજીનો પવન ફૂંકાયો હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. જોકે કમૂરતાની પૂર્ણાહુતિ પછી હવે જ્યારે લગ્નસરાની નવી મોસમ શરૃ થઈ રહી છે ત્યારે તાજેતરમાં સરકારે ઈમ્પોર્ટ વધારી દેતાં ભાવો વધી ગયા પછી હવે વિશ્વબજારની તેજીના પગલે ફરી ઉછાળો આવતાં મોસમી માંગને અસર પડવાની શક્યતા શોરૃમવાળાઓ જણાવી રહ્યા હતા. |
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|