| ા.૨૩ અને ૨૪મીએ યોજાનારા મેગા જોબફેરમાં ૪૫૦૦ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું
(પ્રતિનિધિ દ્વારા) ાૃ સુરત, શનિવાર
છાપરાભાઠાની અમરોલી કોલેજમાં સતત ચોથા વર્ષે દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખાસ બે દિવસના જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી ૨૩ અને ૨૪મી જાન્યુઆરીના રોજ જીવનજ્યોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત કોલેજમાં જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે કોલેજના આચાર્ય ડૉ. કે.એન. ચાવડાએ જણાવ્યું હતું કે આ જોબફેરમાં રિલાયન્સ, સ્માર્ટ જોબ, ગાર્ડન વરેલી, એચડીએફસી, એલઆઇસી ઓફ ઇન્ડિયા જેવી ૪૦ કોર્પોરેટ કંપનીઓ પોતાના ઉમેદવારો માટે પસંદગીની પ્રક્રિયામાં રૃબરૃ મુલાકાત તથા ટેસ્ટ લઇ ઉમેદવારોની પસંદગી કરશે. આ પસંદ થયેલા ઉમેદવારોને બે દિવસના અંતે જે તે નોકરી અંગેના ઓર્ડરો આપવામાં આવશે. આ જોબમાં એકવાર ઇન્ટરવ્યુમાં ફેઇલ થયા પછી પણ ફરીથી બીજા દિવસે તૈયારી કરીને આપી શકાશે. બે દિવસના જોબફેરમાં બન્ને દિવસે વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુ આપી શકશે. જ્યારે ૨૪મી જાન્યુારીના રોજ કોઇપણ નોકરીવાંચ્છુ ઉમેદવાર ઇન્ટરવ્યુ આપી શકશે. ટ્રસ્ટના પ્રમુખ કાંતિલાલ શાહના જણાવ્યા મુજબ આ જોબફેર અમરોલી સરસ્વતી શૈક્ષણિક સંકુલ છાપરાભાઠા ખાતે રાખવામાં આવ્યો છે અને અત્યાર સુધી ૪૫૦૦ વિદ્યાર્થીઓએ ઉમેદવારો તરીકે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. દક્ષિણ ગુજરાતમાંથી કોઇપણ આ જોબફેરમાં ભાગ લઇ શકશે. |