| Last Update : 22-Jan-2012,Sunday |
|
|
| |
|
|
|
|
| સાદી ખેતી છોડો, રક્ષિત ખેતી પદ્ધતિ દ્વારા પાંચ ગણું વધુ ઉત્પાદન |
| |
| મોરબીમાં પ્રાયોગિક ધોરણે રક્ષિત ખેતી પદ્ધતિ દ્વારા ટમેટાનું વાવેતર
મોરબી, તા. ૨૧
મોસમની અનિયમિતતાના કારણે ખેડૂતો ખેતીથી વિમુખ થઇ રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ટીસ્યુ કલ્ચરીસ્ટ મોરબીના ગોલ્ડમેડાલીસ્ટ યુવાનનો દાવો ખેડૂતો માટે પ્રોત્સાહક પુરવાર થાય તેમ છે. આ યુવાનનું કહેવું છે કે રક્ષીત પદ્ધતિથી ખેતી કરવાથી ખેડૂતને સાદી ખેતી કરતાં પાંચ ગણો વધુ લાભ થઇ શકે તેમ છે. હાલ મોરબીના બે ખેડૂતોએ પ્રાયોગીક ધોરણે આ પ્રકારની ખેતીથી ટામેટાનું વાવેતર કર્યુ છે. જેઓને દસેક દિવસ પછી ઉત્પાદન મળવું શરૃ થવાની શકયતાઓ છે.
નેટહાઉસ, ગ્રીનહાઉસ, માઇક્રો ઇરીગેશન પદ્ધતિ સાથે ટીસ્યુ કલ્ચર દ્વારા થતી ખેતીના અઢળક લાભ, ગોલ્ડ મેડાલીસ્ટ યુવાન દ્વારા પ્રોત્સાહક ખેતી
ખેડૂતોની આવી દ્વિધાભરી સ્થિતિ સમયે મુળ મોરબીના અને ગોલ્ડમેડલ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ટીસ્યુ કલ્ચરીસ્ટ યુવાન યોગેશભાઇ બાપોદરીયાનો દાવો ખેડૂતોમાં ખેતી પ્રત્યે પુનઃ લગાવ પ્રસ્થાપિત કરી શકે તેમ છે. પ્લાન્ટ બાયોટેક અને જીનેટીક એન્જીનીયરીંગ વિષયમાં એમફીલ થનાર આ યુવાનનું કહેવું છે કે જો ખેડૂત રક્ષીત પ્રકારની આધુનિક ખેતી તરફ વળે તો તેમની આવકમાં પાંચ ગણો વધારો થઇ શકે તેમ છે. સાદી ખેતી કરતાં આ પદ્ધતિથી પાંચગણુ વધુ ઉત્પાદન મેળવી શકાય તેમ છે.
રક્ષીત ખેતી પદ્ધતિ નેટહાઉસ, ગ્રીનહાઉસ બનાવી માઇક્રો ઇરીગેશન પદ્ધતિથી કરાતી ખેતી છે જેમાં પેસ્ટીસાઇડઝનો ઉપયોગ ખૂબ જ ઓછો કરવામાં આવે છે અને બિયારણના સ્થાને ટીસ્યુ કલ્ચરથી ઉત્પન્ન કરાયેલ છોડને જ સીધો જમીનમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે તેમજ આ પદ્ધતિથી ઉચ્ચ ગુણવત્તા અને જીનેટીકલી સંપૂર્ણ શુદ્ધ વેરાયટી મેળવી શકાય છે. આ પ્રકારે ખેતી કરવા માટે નેટ હાઉસ બનાવવું પડે છે. જેની પાછળ દર હજાર ચો મીટર જમીને ૩થી ૩.૫ લાખનો ખર્ચ થાય છે જેમાં સરકાર તરફથી ૫૦% સબસીડી અપાય છે ત્યારબાદ નેટ હાઉસમાં છોડવાળી માઇક્રો ઇરીગેશનથી પિયત કરવામાં આવે છે જેમાં સાદી ખેતી કરતાં ચોથા ભાગના પાણીની જ જરૃર પડે છે.
આ પદ્ધતિને આવકારતા મોરબીના ઉંચીમાંડલ ગામના ધરમશીભાઇ ભવાનભાઇ વડસોલા અને ટંકારાના હડમતીયા ગામના શૈલેષભાઇ રાજાએ નેટ હાઉસ બનાવી ટામેટાનું વાવેતર કર્યુ છે. ૭૫ દિવસ પહેલાં યોગેશભાઇ સાથે મળી આ બંને ખેડૂતોએ વાવેતર કર્યુ હતું. જે છોડ આજે આઠ ફુટની ઉંચાઇ ધરાવે છે અને દસેક દિવસ પછી સતત સાતેક મહિના ટામેટાનુ ઉત્પાદન આપતા શરૃ થાય તેવી આશા વ્યકત કરાઇ રહી છે.
દર હજાર ચો.મી. જમીનમાં ટામેટાના ૧૭૦૦ છોડ ઉગાડાયા છે જેના થકી પુરી સીઝન દરમિયાન ૩૦થી ૩૫ ટન ટામેટાનું ઉત્પાદન મળે તેમ છે. દર હજાર ચો.મી. જમીનમાં ઉત્પાદન શરૃ થાય ત્યાં સુધી વાર્ષિક ખર્ચ રૃા. ૪૦થી ૪૫ હજાર થવા જાય છે જેની સામે ૧થી ૧.૨૫ લાખના ઉત્પાદનની આશા સેવાઇ રહી છે. |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|