Last Update : 22-Jan-2012,Sunday
 

બ્રાહ્મણ વિદ્યાર્થીની પર એવીપીટીના પ્રોફેસરે ગુજાર્યો પાશવી બળાત્કાર

 

પાટણ કાંડ જેવા રાજકોટમાં શિક્ષણજગતને કલંકિત કરતો કિસ્સો

પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી આપી પારસ કારીયાએ સતત ત્રણ દિવસ ક્રૂરતાપૂર્વક શરીરસંબંધ બાંધ્યા પછી ઘરે-ગવર્ન.ક્વાર્ટરમાં વારંવાર શોષણ

પુત્રીએ સર્વસ્વ ગુમાવ્યાની જાણ થતા લાચાર પિતાએ લગ્નની વાત કરી તો આરોપીના પિતા વિનોદ અને માતા રશ્મિએ ખૂનની ધમકી આપીઃ એ ડિવિ.પોલીસમાં ફરિયાદથી ચકચાર
રાજકોટ,શનિવાર
રાજકોટની વર્ષો જુની સરકારી એ.વી.પારેખ ટેકનિકલ ઈન્સ્ટીટયુટ ઈજનેરી કોલેજમાં ભણતી ભાવનગરની બ્રાહ્મણ વિદ્યાર્થીનીને ઈન્ટરનલ પરીક્ષામાં નાપાસ કરીને દસ વર્ષ એટીકેટી આપી દઈને કારકીર્દિ બગાડવાની ચીમકી આપીને પારસ વિનોદરાય કારીયા (ઉ.વ.૨૫ રહે.કાલીન્દી, તિરુપતિનગર શેરી નં.૭, રૈયારોડ, રાજકોટ)એ પોતાના ઘરે લઈ જઈને પહેલીવાર સતત ત્રણ દિવસ સુધી જંગલિયતભર્યો બળાત્કાર ગુજાર્યા પછી તેની માતા રશ્મીબેન અને પિતા વિનોદરાય કારીયાની ગુનાહિત મદદગારીથી પોતાના ઘરે અને મિત્રના સરકારી ક્વાર્ટરમાં વારંવાર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ આજે બપોર બાદ એ ડિવિઝનમાં નોંધાતા ભારે ચકચાર જાગી છે.
આરોપી પારસ અને તેના માતા-પિતાને પકડવા માટે પોલીસે જ્યારે તેના ઘરે રેડ પાડી ત્યારે ત્રણેય આરોપીઓ નાસી છૂટયાનું પોલીસે જણાવ્યું છે. ગુજરાતમાં અગાઉ પાટણમાં વિદ્યાર્થીનીઓ પર બળાત્કારની કલંકિત ઘટના પછી શેતાનને પણ શરમાવે તેવી રાજકોટમાં બનેલી આ ઘટનાની તપાસ કરતા પી.આઈ. એસ.બી.નાયકે આપેલી વિગત નીચે મૂજબ છે. ફરિયાદની વિગત મૂજબ તો આરોપીને આજીવન કેદની સજા ઘણી ઓછી પડે તેટલી જંગલિયત દર્શાવાઈ છે.
પોલીસસૂત્રો અનુસાર આ વિદ્યાર્થીની ભાવનગરથી રાજકોટના મધ્ય અને પોશ એવા યાજ્ઞિાકરોડ પર આવેલી સરકારી એ.વી.પી.ટી.કોલેજમાં ઈજનેરીનું ભણવા માટે આવી હતી અને એક હોસ્ટેલમાં રહેતી હતી. જિંદગી બનાવવા માટે આવેલી આ બ્રાહ્મણ તરુણીને સ્વપ્ને અંદાજ ન્હોતો કે એક વાસનાભુખ્યો શિક્ષક તેની જિંદગીને બરબાદ કરશે. આ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરીએ રખાયેલા પારસ વિનોદરાય કારીયાની વાસનાભરી નજર આ માસુમ તરુણી પર પડતા તેને ફસાવવા માટે અનેકવિધ પ્રયાસો કર્યા. પોલીસ જણાવે છે કે પારસે પ્રથમ આ વિદ્યાર્થીનીનો મોબાઈલ નંબર મેળવવા પ્રયાસ કર્યો પણ તરુણીએ ના પાડી દેતા અન્ય પાસેથી નંબર લઈને તેણે સૌ પ્રથમ તા.૯-૨-૨૦૧૧ના આ તરુણીને ફોન કર્યો. પણ આ તરુણી ભણવા માટે આવી હતી અને તેને આવા સંબંધમાં લેશમાત્ર રસ ન હોય તેણે ફોન કાપી નાંખ્યો હતો.
પણ તરુણીને ફસાવવા ત્યારબાદ આ પી.વી.કારીયાએ તરુણીને ફોન પર વારંવાર મેસેજ કર્યા અને સંબંધ બાંધવા કોશિષ કરી. દોઢેક માસ બાદ તા.૨૮-૩-૨૦૧૧થી આ તરુણીની પરીક્ષા શરુ થતી હતી. આમ તો પરીક્ષા જી.ટી.યુ.દ્વારા લેવાય છે પણ તેમાં અમુક ઈન્ટરનલ માર્ક્સ જે તે કોલેજ મુકે છે. ફરિયાદ અનુસાર, આ હવસખોર પ્રોફેસરે તરુણીને બોલાવીને જો તે તાબે ન થાય તો એ.ટી.કે.ટી.આપશે અને દસ વર્ષ સુધી આ તરુણી ઈજનેરીની ડિગ્રી નહીં મેળવી શકે તેવી ચીમકી આપી હતી. આ તરુણીને ધમકાવીને આરોપી પારસ વિનોદરાય કારીયાએ રિઝલ્ટ આવે તે પહેલા તા.૨૯-૪-૨૦૧૧ના રોજ રૈયારોડ પર તિરુપતિનગર શેરી નં.૭માં આવેલા પોતાના નિવાસસ્થાને લઈ ગયો હતો. આ દિવસે ત્રણ દિવસ માટે તેના માતા-પિતા બહારગામ ગયા હતા.
તા.૨૯ના આ તરુણીને ઘરે લઈ જવાયા બાદ પારસ કારીયાએ માત્ર શિયળભંગ ન કર્યો પણ, પોલીસ ઉમેરે છે, તા.૩૧ સુધી સતત ત્રણ દિવસ સુધી ઘરમાં જ રાખીને એટલો ક્રૂરતાપૂર્વક બળાત્કાર ગુજાર્યો કે ત્યારપછી એ તરુણી બ્લીડીંગ થવા સાથે સપ્તાહ સુધી બહાર નીકળી શકી ન્હોતી. બાદમાં તેના પર વારંવાર બળાત્કાર ગુજારાયો હતો. દરમિયાન તરુણીને પારસ ન્યારી ડેમ અને એમટીવી હોસ્ટેલ વગેરે સ્થળે લઈ જઈને હું લગ્ન કરી લઈશ તેમ કહીને ભોળવી હતી અને એક વાર તો ઘરે સેંથામાં સિંદુર નાટક પણ કર્યું હતું જેની પાછળ ઈરાદો માત્ર હવસ સંતોષવાનો હતો.
એ.વી.પી.ટી.માં પ્રોફેસરોને સરકારી ક્વાર્ટર રહેવા મળતા હોય છે, એક સાથી પ્રોફેસરના ક્વાર્ટરમાં લઈ જઈને પણ પારસ કારીયાએ તરુણીને હવસનો શિકાર બનાવી હતી.
આ અધમાઅધમ કૃત્યથી સામાન્ય મા-બાપ છોભીલા પડી જાય અને પુત્રના લગ્ન કરી આપે પણ અહીં ઉલ્ટુ થયું. તરુણીએ પોલીસને દર્દ સાથે આગળ જણાવ્યું કે તા.૩૧-૧૦ના જ્યારે ફરી એકવાર તેને પારસે તેના ઘરે બોલાવી ત્યારે તેની માતા રશ્મિબેને તેને આ દિવસે ઘરમાં રાખી અને બારણુ બંધ કર્યું અને સાંજે પારસ બહારથી આવ્યા બાદ ફરી બળાત્કાર ગુજારીને હવસ સંતોષી હતી.
સર્વસ્વ ગુમાવી દીધા પછી ગત તા.૧૪-૧૨-૨૦૧૧ના મકરસંક્રાંતિએ તરુણીએ પારસને પોતાની સાથે ફરવા માટે પુછતા અંતે પારસે 'તારી સાથે લગ્ન નથી કરવા' કહીને પોતાનો અસલી ચહેરો ખુલ્લો કરતા યુવતી પર જાણે આભ તુટી પડયું હતું. ત્યારબાદ તેણે વારંવાર લગ્ન માટે કાકલૂદી કરી પણ જ્યારે પારસ માન્યો નહીં ત્યારે એક વાર ટેબ્લેટ ખાઈને જીવન ટૂંકાવવા પણ પ્રયાસ કર્યો હતો. અંતે ગત તા.૬ના બપોરે ત્રણેક વાગ્યે તેણે પારસની માતા પછી આરોપીના પિતા વિનોદરાય કારીયાને પણ આ વાત કરતા આરોપી વિનોદે તરુણીના પિતાને ફોન પર વાત કરી. આ વખતે જ્યારે તરુણીના પિતાને રાજકોટમાં કારકીર્દિ બનાવવા આવેલી પુત્રી સાથે પ્રોફેસરે જ વારંવાર શિયળ લૂંટયું હોવાની જાણ થતા તેમના માથે જાણે આભ તુટી પડયું.
પોલીસ કહે છે, તરુણીના લાચાર પિતાએ વારંવાર આરોપી પારસ, પારસના પિતા વિનોદરાય વગેરેને કાકલૂદી કરીને પોતાની દિકરી સાથે હવે લગ્ન કરી લેવા કહ્યું ત્યારે પારસ, તેનો પિતા વિનોદ અને માતા રશ્મિબેને ત્રણેયએ ઉશ્કેરાઈને લગ્ન કરવાનો ઈન્કાર કરીને જો આવી વાત કરે તો મારી નાંખવાની ધમકી આપતા અંતે આજે આ અંગે પોલીસમાં ફરિયાદ જાહેર થઈ છે. પોલીસ કહે છે પ્રથમ દર્શનીય રીતે જ આ કેસમાં વારંવાર બળાત્કાર ગુજારીને અધમપણુ આચરાયાનું જણાય છે અને આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.
રાજકોટમાં શિક્ષણનો વિકાસ થયાની કે યુવતીઓ સલામત હોવાની સરકારની વાતોની પોલ ખોલતી આ ઘટનામાં હવસનો શિકાર બનતી માસુમ તરુણી અને પરિવારો નહીં પણ નરાધમોમાં ભય ફેલાય તેવા કડક પગલા પોલીસ ભરે તેવી તીવ્ર માંગ ઉઠી છે.

 

પ્રોફેસરે લગ્નની પણ ના પાડી ત્યારે યુવતીએ ઝેરી દવા પીધી
રાજકોટ,શનિવાર
આરોપી પારસ કારીયાએ વિદ્યાર્થીની પર વારંવાર બળાત્કાર ગુજાર્યા પછી લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી ત્યારે અંતે હારેલી, કંટાળેલી આ તરુણીએ હોસ્ટેલમાં જઈને ગત તા.૬-૧-૨૦૧૨ના સેટ્રીઝન નામની એન્ટીબાયોટીકની ચાલીસેક ગોળી ખાઈ લીધી હતી. જે યુવતી પોતાની પાછળ લટ્ટુ પારસ કારીયા સાથે વાત કરવા માંગતી ન્હોતી તે પોતાની આબરુ બચાવવા લગ્ન માટે તૈયાર થઈ તે જ દર્શાવે છે કે આ બ્રાહ્મણ યુવતીની લાચારી કેટલી હશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપવા પાકની શરતી તૈયારી
બાંગ્લાદેશમાં બળવામાં સંડોવાયેલા ઇસ્લામી સંગઠનના સભ્યોની ધરપકડ
અમેરિકામાં મની લોન્ડરીંગ બદલ ભારતીયને ૨૦ વર્ષની સજા
બાંગ્લાદેશમાં સરકાર ઉથલાવવાના કાવતરામાં પાંચ ત્રાસવાદીની ધરપકડ
નાટો અને ISAF ના દરેક ટ્રક દીઠ પાક. ૧૦૦૦ ડોલરનો ચાર્જ લેશે
સેન્સેક્ષ ૧૭૭૪૪થી ૧૫૭૩૩, નિફ્ટી ૫૩૫૫થી ૪૭૩૩ની મોટી રેન્જમાં ઉથલપાથલ જોવાશે
ચાંદીના ભાવોમાં રૃ.૧૯૭૦નો ઝડપી ઉછાળોઃ રૃ.૫૫૦૦૦ની સપાટી પાર થઈ
શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૬૩ પોઈન્ટ તૂટયો
એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન
એમસીએક્સ-એસએક્સ સપ્તાહ દરમિયાન રૃ.૬૯,૧૮૪ કરોડનું ટર્નઓવરઃ
યશ ચોપરા કરતાં પોતાની ફિલ્મ વહેલી રજૂ કરવાની એકતા કપૂરની યોજના
લગ્ન માટે પોતે હજી ઘણો નાનો હોવાનો અક્ષય ખન્નાનો દાવો
હૃતિક રોશને ૨૫ વર્ષ પછી પોતાની સ્કૂલની ફરી મુલાકાત લીધી
વિધુ વિનોદ ચોપરાની આગામી ફિલ્મનો રણબીર કપૂરે અસ્વીકાર કર્યો
પુનરાગમન કરવા સારી ઓફરની રાહ જોતી અભિનેત્રી કાજોલ
વિદેશમાં કંગાળ રેકોર્ડના દબાણ હેઠળ સેહવાગ એડીલેડમાં કેપ્ટન્સી કરશે
તેંડુલકર ઓસ્ટ્રેલિયામાં ૧૦૦મી સદી ફટકારે તેની આખરી ઇંતેજારી
ઓસ્ટ્રેલિયન ઓપનમાં યોકોવિચ,મરે અને સોંગાનો અંતિમ-૧૬માં પ્રવેશ
ચોથી વન ડેમાં શ્રીલંકાનો સાઉથ આફ્રિકા સામે પાંચ વિકેટથી વિજય
મેન્સ હોકીમાં સાઉથ આફ્રિકા સામે ભારતનો ૧-૩થી પરાજય
ચાંદીમાં રૃ.૨૦૦૦નો ઉછાળોઃ સોનાના બિસ્કીટ
મુંબઈ-દિલ્હી પોલીસના વાદવિવાદથી આતંકવાદી ભટકલ બીજીવાર છટકી ગયો
બે શંકાસ્પદ પાકિસ્તાનીએ મુંબઈમાં ઘણા મહિના કામ કર્યું હોવાનો દાવો
ઘરે ડ્રાઇવિંગ લાઈસન્સો પહોંચાડી પોસ્ટ વિભાગ ૫.૨ કરોડ રૃપિયાની કમાણી કરી
ઝારખંડમાં માઓવાદી હુમલામાં ૧૩ પોલીસોનાં મોત
શામપરા નજીક શિક્ષકને સળગાવી નાખી કરપીણ હત્યા કરતા ચકચાર
પોરબંદર અને ઓખાની ૧૫ બોટો સાથે ૫૦ માછીમારોના અપહરણ
બ્રાહ્મણ વિદ્યાર્થીની પર એવીપીટીના પ્રોફેસરે ગુજાર્યો પાશવી બળાત્કાર
સરદાર સરોવર નજીક રૃા.૩૯૫ કરોડનો વીયર ડેમ બનશે ઃ ૧૨ કી.મી.નું સરોવર રચાશે
ચૂંટણી ભથ્થુ ન મળતા શિક્ષકે ચૂંટણી કમિશનરને નોટિસ ફટકારી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

નોન ફૂડ આઈટમ્સથી થતો ઈટંિગ ડિસઓર્ડર ઃ પિકા
શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

૨૦૦ કરોડનો બેફામ ટ્યૂશન કારોબાર, વિદ્યાર્થીઓ લાચાર
એમ્પાયરીંગને કરિયર તરીકે જોતા યુવાનો
યંગસ્ટર્સમાં બાઇક મોડીફાઇડ કરાવવાની ‘ઘૂમ’ મચી છે
ચાંલ્લા નહીં સ્વીકારવાની ચેરીટી પણ એક ટ્રેન્ડ
સાબરમતી-મહી વચ્ચે આવેલા અનોખા વિકેન્ડ ડેસ્ટ
વાળ ખરતાં અટકાવવા માટે શું કરશો?
પરીક્ષામાં સફળ થવાનો મંત્રઃ ટાઈમ મેનેજમેન્ટ
  More Stories
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved