| ગાંધીનગર
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ગોધરા ખાતે મોદીએ યોજેલા ઉપવાસ અંગે જણાવ્યું છે કે મોદીએ ખરેખર સદ્ભાવના બતાવવી હોય તો સાબરમતી એક્સપ્રેસમાં માર્યા ગયેલા ૫૯ મૃતકોના પરિવારજનોની, દંગાઓમાં માર્યા ગયેલાઓના પરિવારજનોની પોતાના (મોદીના) ઇશારે દંગાઓમાં ભાગ લઇ જેલમાં પુરાયેલા ૫ હજાર જેટલા આરોપીઓના પરિવારજનોની તથા પોતાના કરતૂતોને કારણે હરેન પંડયાની હત્યા થઇ છે માટે હરેન પંડયાની હત્યા થઇ છે માટે હરેન પંડયાના પરિવારજનોની માફી માગીને સાચી સદભાવના દર્શાવવી જોઇએ.
ગોધરાકાંડમાં લાભ ખાટયા બાદ મુસ્લિમોને હવે મોદી પંપાળી રહ્યા છેઃ શંકરસિંહ
૨૦૦૨માં અને ૨૦૦૭માં મત આપનારા અને હુલ્લડો વખતે સહાનુભૂતિ બતાવનાર મતદારો હવે બગલાવૃત્તિવાળા મોદીના અસલી પિશાચી ચહેરાને ઓળખી ગયા છે અને ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં હાર ભાળી ગયેલા મોદી સરકારી ખર્ચે સદ્ભાવનાનું નાટક માત્ર મુસ્લિમ મતો મેળવવા જ કરી રહ્યાં છે, તેમ મોઢવાડિયાએ ઉમેર્યું હતું જ્યારે કોંગ્રેસની પ્રચાર સમિતિના ચેરમેન શંકરસિંહ વાઘેલાએ એમ જણાવ્યું હતું કે, ગોધરાકાંડના બનાવોથી રાજકીય લાભ ખાટી હવે મુસ્લિમોને પોતાને પડખે રાખવાની મોદી જે રાજનીતિ કરી રહ્યાં છે તેને દેશ, રાજ્ય અને મુસ્લિમ સમાજના લોકો ઓળખી ગયા છે. |