Last Update : 22-Jan-2012,Sunday
 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૨-૧-૨૦૧૨, રવિવાર
પોષ વદ ચૌદસ - દર્શ અમાવાસ્યા
દિવસના ચોઘડિયા ઃ ઉદ્વેગ - ચલ - લાભ- અમૃત- કાળ- શુભ- રોગ- ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયા - શુભ- અમૃત - ચલ- રોગ- કાળ- લાભ- ઉદ્વેગ- શુભ

 

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૯ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૧ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૭ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૩ મિ.
નવકારસી સમય ઃ (અ) ૮ ક. ૧૨ મિ. (સૂ) ૮ ક. ૦૮ મિ. (મું) ૮ ક. ૦૪ મિ.
જન્મ રાશિ ઃ આજે રાત્રે ૯ ક. ૫૩ મિ. સુધીમાં જન્મેલ બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની મકર (ખ.જ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ પૂર્વાષાઢા સાંજના ૪ ક. ૦૧ મિ. સુધી પછી ઉત્તરાષાઢા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-મકર, મંગળ-સંિહ, બુધ-ધન, ગુરુ-મેષ, શુક્ર-કુંભ, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-રાત્રે ૯ ક. ૫૩ મિ. સુધી ધન પછી મકર.
વિક્રમ સંવત - ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૩, ખર સં. જૈનવીર સંવત - ૨૫૩૮
ઉત્તરાયણ શિશિર ૠતુ રા. દિ. મા.ર. માસ તિથિ-વાર - પોષ- વદ ચૌદસ ને રવિવાર - આજે દર્શ અમાવાસ્યા છે. બપોરના ૨ ક. ૨૦ મિ. થી અમાસ શરૂ થાય છે. ભા.પા. પંડિત શ્રી ગટુલાલજીનો જન્મ ઉત્સવ. હવામાનમાં ફેરફાર જણાય.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ સફર માસનો ૨૭ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ શહેરેવર માસનો ૭ રોજ અમરદાદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

તા. ૨૨ જાન્યુઆરી

મેષ ઃ આજે દર્શ અમાવાસ્યા છતાં નોકરી-ધંધામાં દિવસ સાનુકુળતાવાળો રહે. ઘર- પરિવાર- મિત્રવર્ગના કામમાં ઘ્યાન આપી શકો.
વૃષભ ઃ દર્શ અમાવાસ્યાનો આજનો દિવસ નિકટના સગા સંબંધી મિત્રવર્ગની ચંિતા ઉચાટ બેચેની, શ્રમ થાકમાં પસાર થાય. વાહન ધીમે ચલાવવું.
મિથુન ઃ આજે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારા કામ માટે ચંિતા વિચારોમાં રહો. રાત્રે ઉંઘ આવે નહીં. વ્યાકુળતા અનુભવાય.
કર્ક ઃ માનસિક- શારિરીક વ્યગ્રતા રહે. વિચારોની સ્થિરતા, એકાગ્રતા જળવાય નહીં. નોકરી-ધંધાના કામ-નિર્ણયમાં ઘ્યાન રાખવું.
સંિહ ઃ આજે આપના અંગત કામમાં, નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. બહાર જવાનું થાય. ધંધાનું વધારાનું કામ થાય.
કન્યા ઃ આપના રોજીંદા કામમાં કંટાળો આવે. બહાર જવાની ઇચ્છા થાય નહીં. અન્યના કારણે ચંિતા વિચારોમાં બેચેની રહે.
તુલા ઃ દર્શ અમાવાસ્યાનો આજનો દિવસ જેમ જેમ પસાર થાય તેમ તેમ તમે બેચેની અસ્વસ્થતા અન્યના કારણે અનુભવો.
વૃશ્ચિક ઃ આપના નોકરી-ધંધાના કામ સિવાય પરિવારના કામમાં, વડીલ વર્ગના આરોગ્યની બાબતમાં, તેમના કામમાં ઘ્યાન આપવું પડે.
ધન ઃ શાંતિથી દિવસ પસાર થાય. સગા સંબંધી મિત્રવર્ગ અંગેની ચર્ચા વિચારણા ઘર પરિવાર સાથે થાય. કામ ઉકેલાય.
મકર ઃ દર્શ અમાવાસ્યાના આજના દિવસે ઉતાવળ, ઉશ્કેરાટ, ગુસ્સો કર્યા વગર શાંતિથી તમારું તેમજ અન્યનું કામ કરવું.
કુંભ ઃ આપના કામમાં હળવાશ- રાહત રહે. પરંતુ વઘુ પડતા આત્મવિશ્વાસ, જીદ- મુમત અહમના ટકરાવમાં પીછેહઠ થાય.
મીન ઃ નોકરી ધંધાનું કામ હોય, વડીલવર્ગનું કામ હોય કે સરકારી ખાતાકીય કામ હોય તો તે અંગેની ચર્ચા વિચારણા થાય.
- પ્રા. અગ્નિદત્ત પદ્‌મનાભ
જન્મ તારીખ વર્ષ સંકેત
તા. ૨૨ જાન્યુઆરી
આજથી શરૂ થઈ રહેલા આપના જન્મ વર્ષના પ્રારંભે પુત્ર પૌત્રાદિકના વિદ્યા ભણતર કે વ્યવહારિક સામાજીક કામમાં, દેશ પરદેશના નોકરી-ધંધાના પ્રશ્નમાં સાનુકુળતા જણાય. વિલંબમાં રુકાવટવાળો પ્રશ્ન ઉકેલાય. પરંતુ વર્ષનો ઉત્તરાર્ધ નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં તમને તકલીફ, પરેશાનીવાળો જણાય. અવાર નવાર તમે શારિરીક - માનસિક શ્રમ થાક કંટાળો અનુભવો.
- નોકરી-ધંધામાં લોભ લાલચે ઉતાવળ કરી કોઈ જોખમ વધારવું નહીં. ફેરફારીનો નિર્ણય કરવો નહીં. નવાનવી નોકરી કે ધંધો હોય તેમણે ધીમે ધીમે સ્થિરતા સ્વસ્થતા રાખીને આગળ વધવું પડે.
- વર્ષના ઉત્તરાર્ધમાં મકાન-જમીન વાહનથી, સગા સંબંધી મિત્રવર્ગથી આડોશ પાડોશથી માલીક ભાડુઆતથી ચંિતા તકલીફ જણાય. કાનૂની વિવાદથી સંભાળવું પડે.
- અન્યના નાણાંકીય આયોજનમાં, બેંક કાર્યવાહીમાં અન્યના વિશ્વાસે રહેવું નહીં તેમજ કોઇના દોરવાયા દોરવાઇ જવું નહીં. નવા રોકાણ સાહસમાં નુકસાન થાય, પસ્તાવો થાય.
- સ્ત્રી વર્ગને વર્ષ મઘ્યમ રહે. રોજીંદા કામ થયા કરે પરંતુ આનંદ-ઉત્સાહ સ્ફૂર્તિ જણાય નહીં.
- વિદ્યાર્થીવર્ગને વર્ષાંતે ભણવામાં ઘ્યાન આપવું પડે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુની પરીક્ષા ચાલી રહી હતી અને એના પિતા છગન એને પાસ થવા માટે સખત વાંચવા ઉપર ભાર આપતા હતા. એક દિવસ એણે પોતાની પ્રેમિકા લીલીને ફોન ઉપર કહ્યું, ‘‘ડાર્લંિગ, હું આ વર્ષે ફેલ થવા માંગું છું.’’
‘‘કેમ?’’ લીલી બોલી, ‘‘શા માટે?’’
‘‘જો ને,’’ લલ્લુએ કહ્યું, ‘‘જો હું ફર્સ્ટ ક્લાસ આવીશ તો પપ્પા મને વિજ્ઞાન પ્રવાહમાં મોકલીને ડોકટર બનાવશે અને ડોકટર બનતા પાંચ છ વર્ષ લાગશે અને સેકન્ડ ક્લાસ આવીશ તો પપ્પા મને કોમર્સ પ્રવાહમાં મોકલીને સાત આઠ વર્ષે હું સીએ થાવ એની રાહ જોશે... એ કરતાં જો હું નાપાસ થાઉં તો મને તરત જ તારી સાથે પરણાવી દેશે.’’

[Top]
 

આજ ની રેસીપી

 

જૈન પુલાવ વીથ કબાબ

 

સામગ્રી ઃ (કબાબ માટે) ૧ કપ ચણાની દાળ, ૧૦૦ ગ્રામ જરદાળુ, પ્રમાણસર મીઠું, ૧/૪ ચમચી ખાવાનો સોડા, ૧ ચમચી મરચાની ચટણી, ૬ પાઉની સ્લાઈસ ( ખુણા કાપેલી), ૧/૨ કપ ખમણેલું નાળિયેર, ૧/૨ કપ બારીક કરેલી કોથમીર, ૨ ચમચા તેલ, ૧ ચમચી લીંબુનો રસ, ૧ ચમચો ધાણા અને ખસખસનો અધકચરો ભૂકો.
પુલાવ માટે ઃ ૨ કપ બાસમતી ચોખા,૧ નાળિયેરનું જાડું દૂધ, ૧ કપ બારીક કોથમીર, ૧ ચમચો સાકર, ૧/૨ કિલો ટામેટા, ૨ ચમચી ઘી, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી મરચાની ચટણી, પ્રમાણસર મીઠું, ૧ ચમચી જીરું, ૧ ચમચી કોર્નફ્‌લોર, સુકો મસાલો, ૫ લવંિગ, ૧૦ મરીના દાણા, ૭ ઈલાયચી, ૪ તજના કટકા.
રીત ઃ (કબાબની) ચણાની દાળને સાત કલાક ઠંડા પાણીમાં પલાળો. પથ્થર પર વાટવી તેમાં જરદાળું સિવાય ઉપરનો બધો મસાલો નાખવો. પાઉં પાણીમાં પલાળી દબાવી નાખવા. જરદાળુને ૬ કલાક પાણીમાં પલાળવા. બહાર કાઢી લેવી. બદામને બારીક સમારી ભાત પર પાથરવી. દરેક જરદાળુના બે ભાગ કરવા.
ચણાની દાળનું પુરણ લઈ તેની હાથમાં નાની પુરી બનાવવી. તેમાં અડઘું જરદાળું મુકી બંધ કરવું. આ પ્રમાણે બધા કબાબ બનાવી ગરમ તેલમાં તળી બાજુ પર રાખવા.
પુલાવની રીત ઃ ટમેટાના બારીક ટુકડા કરી ઈલેક્ટ્રીક બ્લેન્ડરમાં ચર્ન કરી સૂપના સંચાની બારીક જાળીથી ગાળી લેવું.
૦ ચોખાને ૨ કલાક ભીંજવી છૂટો કરી જરા કડક ભાત બનાવો. તેમાં મીઠુ નાખી બાજુ પર મૂકી દેવું.
૦ નાળિયેરનું દૂધ અને ટમેટાનો રસ ભેગા કરી તેમાં કોર્નફ્‌લોર નાખી બરાબર હલાવવું. મીઠું, મરચું, મરચાની ચટણી અને સાકર નાળિયેરના દૂધમાં ભેગા કરી તે ગ્રેવી બાજુ પર રાખવી.
પુલાવ બનાવવા માટેના વાસણમાં ઘી ગરમ કરવા મુકવું. તેમાં જીરું નાખી બારીક કોથમીર નાખવી. નાળિયેરના દૂધની ગ્રેવી નાખી ભાત ઉમેરવો. સૂકો મસાલો ભેળવી વાસણ ઢાંકીને ધીમે તાપે ૧૦ મિનિટ ગેસ પર ચડવા દેવું.
૦ પીરસતી વખતે ભાત લાંબી પ્લેટમાં પાથરવો. તેના ઉપર તળેલા કબાબ ગોઠવવા. ઉપર બદામ ભભરાવવી.

ત્રિરંગી બટેટાંટોપ
સામગ્રી ઃ એક કિલો બટાટા, અડધો કિલો વટાણા, અડધો કીલો રતાળું, કોપરું, તજ, લવંિગ, તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ-મરચાં, લસણ, વાટેલ સીંગદાણા, મીઠું, ખાંડ, હળદર, જોઈતા પ્રમાણમાં ગરમ મસાલો, ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ.
રીત ઃ સૌપ્રથમ બટેટાને બાફી તેનો છુંદો કરી નાખવો અને તેમાં થોડું મીઠું તેમજ ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ ભળી દેવો. રતાળુને વરાળથી બાફી નાખી તેનો છુંદો કરવો અને તેમાં પણ થોેડુંક મીઠું ભેળવવું. લીલા વટાણાને ગ્રાઈન્ડરમાં પીસી નાખવા ત્યારબાદ તજ લવંિગનો વઘાર કરી સાંતળવા અને તેમાં કોપરું થોડા તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ, મરચાં, લસણ, વાટેલા સીંગદાણા ા, મીઠું, ખાંડ, હળદર, ગરમ મસાલો વગેરે સરખી રીતે મિક્સ કરી દેવો.
ત્યારબાદ કથરોટના જેવું પહોળું તપેલું લઈ તેમાં તેલ લગાવવું અને તેમાં બટેટાનો રોટલો થાપી મુકી દેવો. આ રોટલા ઉપર વટાણાનો જે મસાલો ઉપર તૈયાર કર્યો છે તેનું પડ પાથરવું અને આ પડની ઉપર રતાળુનો રોટલો બનાવી મુકી દેવો. ફરી તેના પર જેટલા પડ બનાવવા હોય તેટલા બનાવી શકાય છે. તપેલામાં તેલ જરા વધારે રેડવું અને તવેથા વડે સરખું ગોળ બનાવી દેવું. ત્યારબાદ વાસણને એકદમ ધીમા તાપે મુકવું અને લાલ રંગનું પડ થાય ત્યારે ઉતારી લેવું. ત્યારબાદ તેના પર કોથમીર અને કોપરાનું ડેકોરેશન કરવું. આ વાનગીને કેકની જેમ કાપી શકાશે અને ત્રણ રંગની દેખાશે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
બટાટાંની બરફી
સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ બટાટા, ૧ કિલો સાકર, ૨૫૦ ગ્રામ માવો, એક છટાંક કોપરું, એક છટાંક કીસમીસ, એક તોલો ઈલાયચી, ૨ નંગ ચાંદીના વરખ, એક છટાંક પીસ્તા બદામ.
રીત ઃ બટાટા બાફી, છોલી, છીણી નાખો. ત્યારબાદ ઘીમાં સાંતળી નાખો, સાકરની જાડી ચાસણી કરી તેમાં બટાટાનું પુરણ, માવો કોપરું, કીસમીસ અને છેલ્લે બદામ નાખો. બઘુ ંએકરસ થાય અને પાણી બિલકુલ રહે નહિ ત્યાં સુધી હલાવો. થાળીમાં ઘી લગાવી તૈયાર થયેલા પુરણને તેના પર પાથરી દો, એલચીના દાણા, પીસ્તાના ટુકડા અને ચાંદીના વરખ, શોેભા માટે તેના પર લગાવો ઠરી ગયા પછી તેના કડકા કરો.

 

 

[Top]
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved