| Last Update : 20-Jan-2012,Friday |
|
|
| |
|
|
|
|
ક્રિકેટરો... મારો હેલો સાંભળોજી ! |
| |
આપણા ક્રિકેટરોએ ઓસ્ટ્રેલિયામાં નામોશીના રેકોર્ડો કરી નાંખ્યા છે. દોસ્તો, તમે કદાચ ભૂલી ગયા હશો, ણ આ એ જ ઇન્ડિયન ટીમ છે જે પોતાને માર્ચ ૨૦૧૧માં વર્લ્ડ ચેમ્પિયન ગણાવતી હતી!
આ ધોની-ટોળકીની વાહ વાહ હવે એક જ રીતે થઇ શકે... એક નવી જાતનો ‘હેલો’ બનાવવો પડે !
* * *
હે... આઇપીએલના વીરા
ને રૂપિયાના છોરા
પબ્લિસીટીના ઢીંગલા
ને એડ.ઝના કરતાર
મારો હેલો સાંભળો... હો...જી
* * *
એ હેલો સાંભળો
ધોની કેરા ડાંડ !
નાક કાપ્યું દેશનું
એમાં ઇજ્જત કોની જાય ?
મારો હેલો સાંભળો... હો...જી
* * *
હે... ધોની ને સેહવાગ
જાતરાએ જાય
ઓસ્ટ્રેલિયામાં હારી-હારી
શોપંિગ કરવા જાય !
મારો હેલો સાંભળો... હો...જી
* * *
હે... મોટી મોટી સેન્ચુરી ને
મોટી મોટી લીડ
ઇન્ડિયાને રગદોળી
હરખાતી ધોળી ભીડ !
મારો હેલો સાંભળો... હો...જી
* * *
હે.. ધોની તારી ટીમનાં
ડાંડિયા થયાં ડુલ
ખભે તને ચડાવ્યો
એ તો મોટી થૈ ગૈ ભૂલ !
મારો હેલો સાંભળો... હો...જી
* * *
હે... ફિલ્ડીંગો ભરી ભરીને
ટાંટિયા તારા ઢીલા
બેટંિગો તો કરે કયાંથી
ડાચાં થૈ ગ્યાં વીલાં !
મારો હેલો સાંભળો... હો...જી
* * *
હે.. જાગ રે સચિન
હવે સેન્ચુરી તો માર
ફાટેલી કઢીમાં ભલે
થોડો તો કર વઘાર !
મારો હેલો સાંભળો... હો...જી
* * *
હે.. આખું કોળું શાકમાં
ને આખું લશ્કર ઉંઘે
ફિકસીંગો વિના હવે
ઇન્ડિયાને કોઈ ના પૂછે
મારો હેલો સાંભળો... હો...જી
- મન્નુ શેખચલ્લી
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|