Last Update : 20-Jan-2012,Friday
 

ફિલ્મી ચોકઠાં અને વાસ્તવ

પરંપરાગત હંિદી ફિલ્મોમાં ફોર્મ્યુલાનો ભારે મહીમા છે. સફળતાની ફોર્મ્યુલાની તલાશ તો ફિલ્મઉદ્યોગ શરૂ થયો ત્યારની ચાલી રહી છે. વચ્ચે વચ્ચે એવા મુકામ આવે છે જ્યારે એવું લાગે કે બસ, કેવી ફિલ્મો બોક્સઓફિસ પર ચાલશે તેની ચાવી મળી ગઇ છે. પરંતુ એક પ્રકારની સફળ ફિલ્મને ફોર્મ્યુલા ગણીને તેની પરથી અઢળક અને મોટે ભાગે આડેધડ ફિલ્મો બનવા માંડે ત્યારે ‘સફળતાની ફોર્મ્યુલા’નો રંગ ઉતરી જાય છે અને ચમક ઓસરી જાય છે.
ફિલ્મની કથા કે તેની સાથે સંકળાયેલાં આઇટેમ સોંગ જેવાં તત્ત્વો વખતોવખત સફળતાની ખાતરી જેવાં ગણાતાં રહ્યાં છે. છેલ્લા દાયકામાં- ખાસ કરીને છેલ્લાં થોડાં વર્ષોમાં- મલ્ટીપ્લેક્સની બોલબાલા અને એક સાથે અસંખ્ય પ્રિન્ટ રિલીઝ કરીને થોડા દિવસમાં રોકડી કરી લેવાની રીતને કારણે હવે કેવળ ફોર્મ્યુલાબદ્ધ ફિલ્મોને બદલે અવનવી અને અજબગજબની કથાઓ ધરાવતી ફિલ્મો આવે છે. તેના કારણે બીબાંઢાળ કથાઓનો પ્રભાવ ઘટ્યો છે. પરંતુ અવનવી કથાઓમાં પણ કેટલાંક પાત્રો અને ચરિત્રો એટલાં જ ચોકઠાબદ્ધ રહ્યાં છે, જેટલાં તે વીસ-ત્રીસ-ચાળીસ વર્ષ પહેલાં હતાં. ફિલ્મો સમાજનું પ્રતિબંિબ છે કે સમાજમાં ફિલ્મોનું પ્રતિબંિબ પડે છે, એવી ‘પહેલી મરઘી કે પહેલું ઇંડું’ પ્રકારની ચર્ચામાં ઉતરવાની જરૂર નથી. એના બદલે બન્ને બાબતો પોતપોતાની જગ્યાએ કામ કરી શકે છે, તે સ્વીકાર્યા પછી તેની મર્યાદાઓ પણ અંકે કરવી પડે.
જેમ કે, ફિલ્મોમાં આવતાં વિવિધ સામાજિક સમુદાયનાં ચિત્રણ. ગંભીર પ્રકારના સમાજશાસ્ત્રીય અભ્યાસનો વિષય બની શકે એવો આ મુદ્દો પહેલી નજરે લાગે એટલો હળવો નથી. સાઠ-સિત્તેર-એંસીના દાયકાની ફિલ્મોમાં ખલનાયિકા (વેમ્પ) અથવા ‘આઇટેમ સોંગ’ કરનાર અભિનેત્રીઓનાં ફિલ્મી નામ ખ્રિસ્તી શા માટે રાખવામાં આવતાં હતાં? એવો સવાલ કેટલાક ફિલ્મપ્રેમીઓને થઇ શકે છે. તેમાં જુલીથી માંડીને મોનિકા સુધીનો વ્યાપ આવરી શકાય. એવી જ રીતે ગોવાની સંસ્કૃતિ એટલે શું? સરેરાશ હંિદી ફિલ્મોમાં ગોવાનું ચિત્રણ જોઇને એવું લાગે, જાણે ગોવાના લોકોને અડધાં કપડાં પહેરીને, દારૂ પીતાં પીતાં, એકોર્ડિયન વગાડતાં વગાડતાં દરિયાકિનારે પ્રેમ કરવા સિવાય બીજું કોઇ કામ જ નહીં હોય. રાજ કપૂર જેવા નિર્દેશકો હીરોઇનના દેહના મહત્તમ પ્રદર્શન માટે સગવડપૂર્વક કથામાં ગોવાના સમાજની કે આદિવાસી સમાજની વાત રાખી શકે. એટલું જ નહીં, તેને ‘સંસ્કૃતિના ચિત્રણ’ તરીકે ખપાવીને સેન્સર બોર્ડને પણ ઊંઠાં ભણાવી શકે.
ફિલ્મોમાં આવતા પારસી એટલે એકદમ સોજ્જા-મજેના, કાલુંઘેલું ગુજરાતી બોલતા, વિન્ટેજ મોટરકાર ધરાવતા, હાસ્યપ્રેરકને બદલે હાસ્યાસ્પદ બનતા લોકો. પરંતુ વાસ્તવિક જીવનમાં પારસીઓના નિકટ પરિચયમાં આવવાનું થાય અને તેમની બોલીની મીઠાશથી મોહાયા વિના કે મોહાઇ ગયા પછી તેમના માનવીય ગુણ-અવગુણનો પરિચય મળે ત્યારે વધારે સ્પષ્ટતાથી સમજાય કે બીજા સમુદાયોની જેમ પારસીઓની ફિલ્મી છાપ વાસ્તવિકતા કરતાં કેટલી જુદી છે. પારસીઓમાં પણ સારા અને ખરાબ, સજ્જન અને દુષ્ટ ચરિત્રો એટલા જ પ્રમાણમાં હોય છે. કદાચ તેમની સંખ્યા ઓછી હોવાને કારણે અને બિનપારસીઓનો પારસી-સંપર્ક અમુક પાત્રો પૂરતો મર્યાદિત હોવાને કારણે ફિલ્મી છાપ ટકી રહે છે અને આગળ વધે છે.
ફિલ્મો તેમ જ ટીવી સિરીયલોમાં આવતા ગુજરાતીઓને જોઇને એવું લાગે કે ઢોકળાં ગુજરાતનો ‘રાષ્ટ્રિય ખોરાક’ છે અને ગુજરાતીઓ મોંઘીદાટ સાડીઓ પહેરવા સિવાય અને બોલચાલમાં શુદ્ધ હંિદીની કત્લેઆમ કરવા સિવાય બીજું કોઇ કામ કરતા નથી. ફિલ્મી પંજાબીઓેને જોઇને કોઇને પણ એવું ધારી લેવાનું મન થાય કે એ કાયમ બે હાથ ઊંચા કરીને બલ્લે બલ્લે કરતા હશે અને ‘મદ્રાસી’ એટલે કે ભારતના નકશામાં મુંબઇથી નીચેના પ્રદેશોમાં- દક્ષિણ ભારતમાં વસતા લોકો ‘ઐયૈયો’ બોલીને જીવન વીતાવતા હશે. આ બધાં બીબાં કોઇ સમયે પાત્રાલેખન તરીકે ફિલ્મી કથા-પટકથાલેખકોનાં ફળદ્રુપ દિમાગની સર્જકતાની નીપજ હશે, પરંતુ તેમના ભયાનક હદે થયેલા પુનરાવર્તનને કારણે તેમની હાલત બધો રસ ગુમાવી ચૂકેલા શેરડીના કૂચા જેવી થઇ ચૂકી છે. તેમાંથી રસ નહીં, કેવળ કચરો જ નીકળે.
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નોર્વેના તંત્રે બાળકોને ભારતીય માબાપથી અલગ કર્યા
મર્ડોકની કંપની ફોન હેકીંગ બદલ ૧ કરોડ પાઉન્ડ ચુકવવા તૈયાર
બાંગ્લાદેશ સરકારને ઉથલાવવાનું કાવતરું નિષ્ફળ બનાવાયું
ફોટોગ્રાફી ક્ષેત્રની આગેવાન કંપની કોડાકની યુએસ કોર્ટમાં નાદારી સામે રક્ષણની અરજી
મેમોગેટ કૌભાંડના મુખ્ય આરોપી એજાજની વિડિયો ક્લિપથી વિવાદ
ભારતીય ટીમની બેશર્મી ઃ હજુ પણ પર્થની હારનું પોસ્ટમોર્ટમ થયું નથી
ભારતની શરણાગતિ સ્વીકારતી રમતથી ચાહકો અકળાયા છે
યોકોવિચ અને મરેની આગેકૂચ ઇજાગ્રસ્ત રોડ્ડિક ખસી ગયો
ભારતની જેમ હવે બાંગ્લાદેશમાં ૧૦ ફેબુ્રઆરીથી પ્રિમિયર લીગ
પાકિસ્તાને ઇંગ્લેન્ડને પ્રથમ ટેસ્ટમાં ૧૦ વિકેટથી હરાવ્યું
અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં આક્રમક તેજી ઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે બાયબેક, પરિણામ પૂર્વે રૃા. ૭૯૬ની ટોચે ઃ સેન્સેક્ષ ૧૯૨ ઉછળીને ૧૬૬૪૪
બાયબેકની ઓફર મૂકવામાં આવે તો તે શેરનો ભાવ વધવાની ગેરંટી નથી
નવી પેન્શન પ્રોડક્ટના ફાઈલિંગને ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરે ફગાવ્યુ
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી વિશ્વબજાર પાછળ ફરી ચમકારો
આયાત ડયુટી વધ્યા પછી ભારતમાં અને ચીનમાં નૂતન વર્ષ પૂર્વે સોનામાં નવા ઓર્ડર્સ અટક્યા
જ્હોન અબ્રાહમ સાથે પ્રિયા રૃંચાલની મુલાકાત એક જિમ્નેશિયમમાં થઈ હતી
કરણ જોહરની પુનિત મલ્હોત્રા દિગ્દર્શિત ફિલ્મમાં ઈમરાન ખાનને સ્થાને શાહિદ કપૂર
નવલકથાકાર ચેતન ભગત આસિસ્ટન્ટ દિગ્દર્શકની જવાબદારી ઉપાડવાની તૈયારીમાં
અભિષેક બચ્ચન મધ્ય પ્રદેશનો બ્રાન્ડ એમ્બેસેડર બને એવી શક્યતા
જેકવેલિન ફર્નાન્ડિસના નખરાને કારણે મુકેશ ભટ્ટે તેને ફિલ્મમાંથી કાઢી મૂકી
કલમાડીનો નવ મહિને જામીન પર છૂટકારોઃ પુણેના કોંગ્રેસી સમર્થકો ખુશ
મુંબઇના ૧૩/૭ના સિરિયલ બ્લાસ્ટ કેસમાં વધુ એક નામ બહાર આવ્યું
ભટકલ રોકાયો હતો તે ફ્લેટમાંથી ડી.એન.એ.ના નમૂના લેવાશે
ભાજપના મહારથી મુંડેના ભાઈનો વાજતે ગાજતે એનસીપીમાં પ્રવેશ
બિચારા વિદ્યાર્થીઓ ઃ મુંબઈની ૫૧ ટકા કોલેજો પ્રિન્સીપાલ વિનાની છે
ભાવનગર, સુરેન્દ્રનગર તથા ભચાઉમાં આંચકાથી ધરતી ધુ્રજી
થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને HIV ચેપ બહારથી લાગ્યો છે
બાઇકર્સ ગેંગ ત્રાટકી ઃ હરણી- સંગમ રોડ પર રૃા.૫ લાખની લૂંટ
ટ્રાન્સપોર્ટર્સની કાર્ટેલે ટ્રક ભાડામાં ટન દીઠ ૨૫૦નો વધારો ઝીંક્યો
કાર વાંઘામાં ખાબકતાં ચાર મોત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

બાળકોના લંચબોક્સ પેક કરતાં શું ઘ્યાન રાખશો?
લીવરને બચાવવું હોય તો ઓલિવ ઓઈલ ખાવ
 

Gujarat Samachar Plus

મેરી અઘૂરી કહાની... લો દાસ્તાં બન ગઈ
સી.એમાં ગુજરાતનો ગઢ અકબંઘ
અલખના અલંકાર હવે યુવાઓના ટશન ટ્રેન્ડ
નળ સરોવરના મુલાકાતીઓમાં ૩૦ ટકાનો ઘટાડો
ભારતની સૌથી મોટી હાફ મેરેથોનનો શ્રેય ગુજરાતને
અરોમા કોલેજમાં એચ.આઇ.વી જાગૃતિ કાર્યક્રમ
પોતાની વાત કેમ કરીને સમજાવશો?
મહેંદી જૂની , સ્ટાઈલ નવી
  More Stories
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

ૠત્વિક રોશન અમદાવાદની મુલાકાતે

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved