Last Update : 20-Jan-2012,Friday
 
જ્યાં શૂન્યથી ૪૫ ડીગ્રી નીચે પારો હોય છે તેવા સિયાચીનમાં આપણું રક્ષણ ચોવીસે કલાક કરી રહેલા સૈનિકો માટે પ્રતાપસંિહ જાધવ નામના પત્રકારે હોસ્પીટલ બંધાવી!
- સમયસરની સારવાર અભાવે જાન ગુમાવનાર સૈનિકો માટે એક સંજીવની
- ખાસ પ્રકારની જર્મન યુરોપિયન ટેકનીકથી બનાવેલું મકાન અને ખંડો
- પ્રતાપસંિહને ભારત સરકારે પદ્મશ્રીથી નવાજ્યા છે અને એમને પાંચજન્ય નચિકેતા એવોર્ડ તથા હિમાચલ યુનિવર્સિટીએ ડોકટરેટની પદવી આપ્યા છે

જોકે સહેલું નથી પણ અઘરૂં ય નથી. કોઇ પણ કાર્ય વિષેની વાત છે. કોઇ પણ કાર્ય શરૂ કરવું સહેલું છે પણ એને અંત સુધી પૂરું કરવું સહેલું નથી અને અઘરૂં પણ નથી. આપણા સમાજમાં એટલે કે આપણા દેશમાં જેમ ઠગ-ઘુતારા રાજકારણીઓ છે એમ કેવળ સેવા જ કરવાની ભાવનાવાળા પણ પાર વગરના સેવાભાવીઓ છે. તેઓ મૂંગામૂંગા પોતાની રીતે સેવા કર્યા કરે છે. છાપામાં ચમકવાની કે ટીવી પર દેખાવાની એમને ખેવના નથી હોતી. દા.ત. આજકાલ ગુંજતું નામ અણ્ણા હઝારેનું છે. એ જે સેવા પોતાના વિસ્તાર પુરતી વર્ષોથી કરતા હતા એની કોઇને ક્યાં જાણ જ હતી? એ સેવાનો વિસ્તાર કરવા એમણે નિર્ણય કર્યો ત્યારે પણ અરવંિદ કેજરીવાલ અને ટોળકીને પણ ક્યાં જાણ હતી? કે કેજરીવાલ ખુદ એમને ક્યાં મળ્યા કે ઓળખતા હતા? એમાં કેજરીવાલને અણ્ણાના ઉપવાસની (ત્યારે એ મુંબઇમાં ઉપવાસ કરવાના હતા) અખબારો દ્વારા કે ટીવી દ્વારા જાણ થઇ. કેજરીવાલ મહા મહત્વાકાંક્ષી અને લુચ્ચો છે. એણે તક ઝડપી લીધી. અને એ સીધો ઉપડ્યો અણ્ણા પાસે અને અણ્ણાને એણે સમજાવીને દિલ્લીમાં જંતરમંતર પર અનશન આંદોલન કરવા ગોઠવી દીઘું. ત્યારે લોકપાલ બીલની પણ વાત નહોતી. એ ડીંડક એણે પછી ઊભું કર્યું.
એટલે મૂળ વાત છે સેવા વૃત્તિ અને સેવાકાર્યની. આ પ્રકારના લોકો આપણા દેશમાં (અને દુનિયામાં પણ) મોટી સંખ્યામાં મોજુદા છે. તેઓ પોતાને સૂઝે એવું સેવાકાર્ય કરે છે અને એમાં સફળ પણ થાય છે. તેઓ સમાજસેવા અથવા બીજાઓની ભલાઇનું કામ કરવા પોતાનું એક ડગલું ભર્યું તો એમની સાથે - પાછળ હજારો ડગલા ભરાયા!
૧૪ વર્ષ પહેલાં કોલ્હાપુર નિવાસી પ્રતાપસંિહ ગણપતરાવ જાદવે એક એવું જ ડગલું ભરેલું. એમણે પોતાની શક્તિ ઉપર જ એકલા પંડે એક જબરદસ્ત કામ કરી દેખાડ્યું. એવું કામ કે જે સરકાર જ પોતાની અમાપ શક્તિઓના કારણે કરાવી શકે. સરકારને પણ એ કામ કરવાનો કદી વિચાર નહીં આપેલો.
આપણા લેહ-લડાખમાં લેહથી પણ બેગણું ઉપર હિમાલયના ખોળામાં જ્યાં બારે માસ બરફ પથરાયેલો રહે છે અને જ્યાં આપણે નાગરિકો જવા માટે લશ્કરની ખાસ મંજુરી લેવી પડે છે તથા જ્યાં લશ્કરી વાહનોના વ્હીલ ઉપર સાંકળ બાંધીને જ રસ્તા ઉપર ચલાવાય છે એવો સિયાચીનનો પ્રદેશ છે. સિયાચીન બીજું કંઇ નથી પણ હિમાલયના એક શિખરનું મથાળું છે અને ત્યાં લશ્કરી છાવણી સિવાય બીજું કંઇ નથી. ચીન જેમ અરૂણાચલ વગેરે આપણો પ્રદેશ આપણી પાસેથી પડાવી લેવા રમતચાળા કરે છે એમ લડાખ અને સિયાચીનને પણ પડાવી લેવા ચાલબાજી રમ્યા કરે છે.
એ સિયાચીનમાં હંમેશા માઈનસ ડીગ્રી જ તાપમાન રહે છે અને શિયાળામાં તો માઈનસ ૪૫ ડીગ્રી ટેમ્પરેચર રહે છે.
એવા ઠંડા પ્રદેશમાં આપણા લશ્કરી જવાનો સૈનિકો આપણું અને દેશનું રક્ષણ કરવા ચોવીસે કલાક અને ત્રણસોને પાંસઠે દિવસ ખડેપગે રહે છે.
એ સૈનિકો યુઘ્ધ દરમ્યાન (આપણે તો ચીન કે પાકિસ્તાન સાથે જ યુઘ્ધ કરવાનું થાય અથવા થયું છે) ઘવાયા હોય (કે દેશ ખાતર શહીદ થયા હોય) તો એમને પ્રાથમિક સારવાર આપવા માટે કશી સગવડ ત્યાં નથી એટલે ઘવાયેલા હોવાના કારણે સમયસર ઈલાજ નહીં થવાથી એમનું કસમયે મૃત્યુ પણ થાય છે.
૧૯૯૯માં પાકિસ્તાન સાથે કારગિલ યુઘ્ધ (કારગિલ પણ લડાખ- કાશ્મીરમાં આવ્યું) થયું ત્યારે એવું જ થએલું. દુશ્મન સામે કદી હાર ન માનનાર આપણા જવાનોએ બહાદુરીપૂર્વક દુશ્મનોના ઘણા જવાનોને મારી નાંખેલા. એમાના જ કેટલાક જવાનો સિયાચીન સરહદે ઘાયલ થએલા પણ એમની સમયસર સારવાર ન થતા એમણે જીવ ગુમાવવો પડેલો.
એ જવાનોમાં એક જવાન કોલ્હાપુરનો હતો. એ જવાનને ઘાયલ અવસ્થામાં જો સિયાચીનમાં જ સારવાર મળી હોત તો અથવા એને શહેર લાવી શકાયો હોત તો એ કદાચ બચી ગયો હોત!
પરંતુ એ શક્ય નહોતું કારણ કે શૂન્યથી ૪૦ ડીગ્રી નીચેના તાપમાનમાં એને લઇ જવો અને ત્યાંથી બહાર લડાખ દિલ્લી સુધી શહેર લઇ જવો એ ઘણું અગવડ ભર્યું હતું. અંતે એ જવાને પણ સમયસર ઇલાજ મળવાના અભાવે ત્યાં જ પોતાનો શ્વાસ છોડ્યો.
બસ, આ નાની વાત પ્રતાપસંિહ જાધવ માટે મોટી બની ગઇ. એ બનાવથી એ હચમચી ગયો. એને થઇ ગયું કે આપણા જે જવાનો છાતી કાઢીને દુશ્મનો સામે સામી છાતીએ આપણા રક્ષણ માટે લડે છે તેઓ સમયસર ઈલાજ ન મળવાના કારણે મોતના મુખમાં ધકેલાય છે!
એ પ્રતાપસંિહ જાધવ કોલ્હાપુરમાંથી પોતાનું એક અખબાર મરાઠીમાં બહાર પાડે છે. એ અખબાર દ્વારા એમણે એક અપીલ બહાર પાડી જેની મંજુરી એમને આર્મી સેન્ટ્રલ વેલ્ફેર ફંડ ઓર્ગેનાઇઝેશન તરફથી મળી ગઇ હતી. ત્રણ મહિનામાં એમની પાસે જેટલું ફંડ એકઠું થયું એ સિયાચીનમાં એક હોસ્પીટલ બનાવવા માટે ત્યારના સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફરનાન્ડીસને સોંપી દીઘું.
સિયાચીન જેવી જગ્યા ઉપર મકાન તો શું પણ ઝુંપડું પણ બાંધવું દોહ્યલું કામ છે. બાંધકામનો બધો માલસામાન ત્યાં લઇ જવો, મજૂર કારીગરોને રાખવા વગેરે બાબતો જરાપણ સહેલી નહોતી.
ત્યાંના વાતાવરણના કારણે બાંધકામમાં પોલિયુરિથીન મટીરીયઅલનો ઉપયોગ કરાયો જેને જર્મન યોરોપિયન ઇ-નીક કહે છે.
આ પઘ્ધતિના કારણે મકાનની અંદરનું અને બહારનું તાપમાન અને બહારનું તાપમાન સામાન્ય બનાવી શકાય છે તેમજ બહારના વાયુના દબાણથી બચી શકાય છે.
આ ઊંચાઇએ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. અરે, સિયાચીનથી ૨૦-૨૫ હજાર ફૂટ નીચે લડાખમાં વિમાનમાં જનારને વાતાવરણથી અભ્યસ્ત થતા ૬ કે ૧૨ કે ૨૪ કલાક લાગે છે ત્યારે આ તો લડાખથી ૨૦-૨૫ હજાર ફૂટ ઊંચે. એટલી ઊંચાઇએ તો ચક્કર ચઢે, ઉલટી થાય, બી.પી. વધી જાય, ચેન ન પડે, બેભાન થઇ જવાય, ઘણું ઘણું થાય.
હવાના દબાણથી મકાન અને માણસને બચાવવા હોસ્પીટલની દિવાલોને સેન્ડવીચની જેમ ગ્લાસ લગાડવામાં આવ્યા છે. મકાનની અંદરનું તાપમાન સતત ૨૨ ડીગ્રી રાખવા માટે પાઇપોમાંથી ગરમ હવા ફેંકવાની સગવડ કરવામાં આવી છે.
અહીં કોઇ દરદી દાખલ થાય એટલે એના શરીરનું તાપમાન અંકુશમાં રાખવા ને એ તાપમાન સામાન્ય રહે અંદર ખાસ ટેમ્પરેચર કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે.
હોસ્પીટલનું આખું મકાન પાછું ભૂકંપવિરોધી બનાવ્યું છે જેથી બરફના તોફાન, વાવાઝોડું, આંધી વગેરેની કોઇ અસર ન થાય. હોસ્પીટલમાં આવવા-જવા માટે ખાસ પ્રકારની સડકો પણ બનાવી છે.
પ્રતાપસંિહ જાધવના આ અનુકરણીય કાર્ય બદલ ૨૦૦૩માં સરકારે પદ્મશ્રીથી એમનું સન્માન કરેલું તથા ‘‘પાંચજન્ય નચિકેતા એવોર્ડ પણ મળ્યો છે. છેવટે હમણાં હિમાચલ યુનિવર્સિટીએ એમને સામાજિક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામ કરવા બદલ માનદ્‌ ડોકટરેટની ડીગ્રી પણ આપી છે.
ગુણવંત છો. શાહ

 

હેં! શું વાત કરો?
સોના અને ચાંદીનો ઢોંસો! એકનો ભાવ
રૂપિયા ૧૦૧૧ અને બીજાનો રૂપિયા ૧૫૫!
બેંગ્લોર શહેર કેટલીક બાબતોમાં મુંબઇ અને દિલ્લી કરતાં ચઢી જાય છે. દા.ત. શિક્ષણમાં એટલા બધા વિષયો છે કે આપણે ચોંકી જઇએ! એ જ રીતે નોકરી મેળવવાની તકો પણ બેંગ્લોરમાં ઘણી વઘુ છે.
એવું જ ખાણીપીણીનું છે. મુંબઇ કે અમદાવાદ કે દિલ્લી કે કલકત્તા એ બાબતમાં પણ પાછળ ગણાય. વાનગીઓની વિવિધતા પણ ઘણી અને એના ભાવ પણ વઘુ ઘણા! ખર્ચનારા હોય તો જ એ શક્ય બને.
(એ ઉપરાંત દારૂ પીવામાં પણ બેંગ્લોર ચઢી જાય.)
બેંગ્લોરમાં મલ્લાપરમ નામનો એક વિસ્તાર છે આપણા જૂના અમદાવાદ જેવો અથવા મુંબઇના કાલબાદેવી જેવો!
બેંગ્લોરના એ વિસ્તારમાં ‘‘રાજભોગ’’ નામની રેસ્ટોરાં મહિના પહેલાં ખુલ્લી છે. એના મેનુમાં સોનાનો ઢોંસો અને ચાંદીનો ઢોંસો લખેલા (છાપેલા) છે. સોનાના ઢોંસાનો ભાવ રૂપિયા ૧૦૧૧ છે અને ચાંદીના ઢોંસાનો ભાવ રૂપિયા ૧૫૫ છે.
સોનાનો ઢોંસો ૧ મીલીગ્રીમ સોનાના વરખથી બાંધેલો હોય છે એ જ રીતે ચાંદીનો વરખ વીંટાળેલો હોય છે. બાકી રેગ્યુલર મસાલા ઢોંસા જેવા બન્ને હોય છે. પણ એ ઘી, કે માખણ નહીં પણ ઓલિવ ઓઈલમાં બનાવેલો હોય છે. ઓલિવ ઓઈલના કારણે એનો ટેસ્ટ એકદમ બદલાય જાય છે પણ સોનાનાના વરખના કારણે ટેસ્ટ બદલાતો નથી પણ એ દેખાવમાં ભવ્ય લાગે છે.
રેસ્ટોરાં આઇએસઓ ૯૦૩૫ સોનું વાપરે છે જે સરકાર માન્ય ખાદ્ય છે. એ રાજસ્થાનથી મંગાવાય છે. આ રેસ્ટોરાંમાં ૧૦૧ પ્રકારના ઢોંસા બનાવવામાં આવે છે. જોકે સાદા ઢોંસા પણ ત્યાં મળે જ છે.
રેસ્ટોરાં ખુલ્યાને બે અઠવાડિયા થયેલા ત્યાં સુધીમાં સોનાના ઢોંસા ૩૫ જ વેચાયા હતા (પાંત્રીસ તો પાંત્રીસ પણ ખાનારા શોખીન નીકળ્યા તો ખરાને!) જ્યારે ચાંદીના વરખવાળો એક પણ ઢોંસો ત્યાં સુધીમાં વેચાયો નહોતો.
આ રેસ્ટોરાંનો માલિક ચંદન લોકેશ અકસ્માતનો કારણે છ મહિના હોસ્પીટલમાં રહેલો જે દરમ્યાન એ ટી.વી. જોતો હતો એમાં એણે એક ચેનલ ઉપર ગોલ્ડ ટોપ્ડ પીઝા અને ગોલ્ડ ક્રેસેટેડ આઈસ્ક્રીમ જોએલો. એ ઉપરથી એને ગોલ્ડન અને સિલ્વર ઢોંસાનો આઈડીયા આવ્યો. સાજા થતા એણે રેસ્ટોરાં ખોલ્યું અને સૌ પહેલાં ગોલ્ડન ઢોંસાનો આઈડીયા મૂક્યો.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નોર્વેના તંત્રે બાળકોને ભારતીય માબાપથી અલગ કર્યા
મર્ડોકની કંપની ફોન હેકીંગ બદલ ૧ કરોડ પાઉન્ડ ચુકવવા તૈયાર
બાંગ્લાદેશ સરકારને ઉથલાવવાનું કાવતરું નિષ્ફળ બનાવાયું
ફોટોગ્રાફી ક્ષેત્રની આગેવાન કંપની કોડાકની યુએસ કોર્ટમાં નાદારી સામે રક્ષણની અરજી
મેમોગેટ કૌભાંડના મુખ્ય આરોપી એજાજની વિડિયો ક્લિપથી વિવાદ
ભારતીય ટીમની બેશર્મી ઃ હજુ પણ પર્થની હારનું પોસ્ટમોર્ટમ થયું નથી
ભારતની શરણાગતિ સ્વીકારતી રમતથી ચાહકો અકળાયા છે
યોકોવિચ અને મરેની આગેકૂચ ઇજાગ્રસ્ત રોડ્ડિક ખસી ગયો
ભારતની જેમ હવે બાંગ્લાદેશમાં ૧૦ ફેબુ્રઆરીથી પ્રિમિયર લીગ
પાકિસ્તાને ઇંગ્લેન્ડને પ્રથમ ટેસ્ટમાં ૧૦ વિકેટથી હરાવ્યું
અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં આક્રમક તેજી ઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે બાયબેક, પરિણામ પૂર્વે રૃા. ૭૯૬ની ટોચે ઃ સેન્સેક્ષ ૧૯૨ ઉછળીને ૧૬૬૪૪
બાયબેકની ઓફર મૂકવામાં આવે તો તે શેરનો ભાવ વધવાની ગેરંટી નથી
નવી પેન્શન પ્રોડક્ટના ફાઈલિંગને ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરે ફગાવ્યુ
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી વિશ્વબજાર પાછળ ફરી ચમકારો
આયાત ડયુટી વધ્યા પછી ભારતમાં અને ચીનમાં નૂતન વર્ષ પૂર્વે સોનામાં નવા ઓર્ડર્સ અટક્યા
જ્હોન અબ્રાહમ સાથે પ્રિયા રૃંચાલની મુલાકાત એક જિમ્નેશિયમમાં થઈ હતી
કરણ જોહરની પુનિત મલ્હોત્રા દિગ્દર્શિત ફિલ્મમાં ઈમરાન ખાનને સ્થાને શાહિદ કપૂર
નવલકથાકાર ચેતન ભગત આસિસ્ટન્ટ દિગ્દર્શકની જવાબદારી ઉપાડવાની તૈયારીમાં
અભિષેક બચ્ચન મધ્ય પ્રદેશનો બ્રાન્ડ એમ્બેસેડર બને એવી શક્યતા
જેકવેલિન ફર્નાન્ડિસના નખરાને કારણે મુકેશ ભટ્ટે તેને ફિલ્મમાંથી કાઢી મૂકી
કલમાડીનો નવ મહિને જામીન પર છૂટકારોઃ પુણેના કોંગ્રેસી સમર્થકો ખુશ
મુંબઇના ૧૩/૭ના સિરિયલ બ્લાસ્ટ કેસમાં વધુ એક નામ બહાર આવ્યું
ભટકલ રોકાયો હતો તે ફ્લેટમાંથી ડી.એન.એ.ના નમૂના લેવાશે
ભાજપના મહારથી મુંડેના ભાઈનો વાજતે ગાજતે એનસીપીમાં પ્રવેશ
બિચારા વિદ્યાર્થીઓ ઃ મુંબઈની ૫૧ ટકા કોલેજો પ્રિન્સીપાલ વિનાની છે
ભાવનગર, સુરેન્દ્રનગર તથા ભચાઉમાં આંચકાથી ધરતી ધુ્રજી
થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને HIV ચેપ બહારથી લાગ્યો છે
બાઇકર્સ ગેંગ ત્રાટકી ઃ હરણી- સંગમ રોડ પર રૃા.૫ લાખની લૂંટ
ટ્રાન્સપોર્ટર્સની કાર્ટેલે ટ્રક ભાડામાં ટન દીઠ ૨૫૦નો વધારો ઝીંક્યો
કાર વાંઘામાં ખાબકતાં ચાર મોત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

બાળકોના લંચબોક્સ પેક કરતાં શું ઘ્યાન રાખશો?
લીવરને બચાવવું હોય તો ઓલિવ ઓઈલ ખાવ
 

Gujarat Samachar Plus

મેરી અઘૂરી કહાની... લો દાસ્તાં બન ગઈ
સી.એમાં ગુજરાતનો ગઢ અકબંઘ
અલખના અલંકાર હવે યુવાઓના ટશન ટ્રેન્ડ
નળ સરોવરના મુલાકાતીઓમાં ૩૦ ટકાનો ઘટાડો
ભારતની સૌથી મોટી હાફ મેરેથોનનો શ્રેય ગુજરાતને
અરોમા કોલેજમાં એચ.આઇ.વી જાગૃતિ કાર્યક્રમ
પોતાની વાત કેમ કરીને સમજાવશો?
મહેંદી જૂની , સ્ટાઈલ નવી
  More Stories
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

ૠત્વિક રોશન અમદાવાદની મુલાકાતે

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved