| Last Update : 20-Jan-2012,Friday |
|
|
| |
|
|
|
|
| લોકપ્રિય બનતી જતી સ્ટોન થેરાપી |
- સ્ટોન થેરાપીનો સિદ્ધાંત સ્પર્શના ગુણોની સાથે જોડાયેલો હોય છે. અલગ અલગ આકારના લગભગ અડઘાથી ત્રણ ઈંચ સુઘીના આ પત્થરમાં ગુરુત્વાકર્ષણની ઉર્જા પણ હોય છે. જે શરીરને જમીન સાથે જોડવાનું કામ
કરે છે. |
સ્પાકે હર્બલ બોડી ટ્રીટમેન્ટ આપતાં દરેક સેન્ટરમાં હવે લોકોને માટે સમયાનુસાર બદલાવ આવવા લાગ્યા છે. દરેક સ્પા સેન્ટરોમાં હવે નવી નવી થેરાપી આવી ચૂકી છે. વઘતી જતી આવક અને સાથે સાથે દોડભાગવાળી જીંદગીની વચ્ચે શાંતિ મેળવવા માટે હવે અપર લેવલની સાથે જ મઘ્યમ વર્ગના લોકો પણ આ થેરાપીનો ઉપયોગ કરવા લાગ્યા છે. ભારતના દરેક નાના મોટા શહેરોમાં હવે આવા સેન્ટરો ઊભા થઈ ગયેલા નજરે પડે છે. મસાજ અને એપોમા થેરાપી જેવી ઘણી વસ્તુઓ દ્વારા તન અને મનને શાંતિ આપનાર ટ્રીટમેન્ટ આના મુખ્ય ભાગ છે. આ જ પદ્ધતિમાં એક નવો ટ્રેન્ડ ઉમેરાયો છે અને તે છે સ્ટોન થેરાપી.
સ્ટોન થેરાપીનો સિદ્ધાંત સ્પર્શના ગુણોની સાથે જોડાયેલો હોય છે. આના દ્વારા પીઠને જુદા જુદા ગુણોવાળા પત્થરોના સંપર્કમાં લાવવામાં આવે છે અને તેથી ત્વચાના છિદ્રોના સહારે પત્થરના ગુણોને બહાર લાવવા માટે તેને પાણીની અંદર ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ તેને શરીરના અલગ અલગ ભાગો, પ્રવેશદ્વારો તેમજ પોઈન્ટ પર મૂકી દેવામાં આવે છે. પત્થરોને મૂકવાની આ પ્રક્રિયા પણ શરીરના જુદા જુદા ભાગોને અનુસાર થાય છે. એટલે કે દરેક ભાગ માટે અલગ અલગ પત્થરો નક્કી કરેલાં હોય છે. શરીર પર પહેલાં એરોમા તેલ કે ક્રીમથી મસાજ કરવામાં આવે છે પછી પત્થરોને મૂકવામાં આવે છે. જેમકે જ્વાળામુખીના લાવાથી બનેલા પત્થર, નદીની ચટ્ટાનોથી બનેલા પત્થર કે જેની અંદર આર્યન ભરપૂર હોય છે કે પછી ખાડીમાંથી નીકળેલાં ખનિજથી બનેલાં પત્થર દરેકનાં ગુણ જુદા હોય છે.
અલગ અલગ આકારના લગભગ અડઘાથી ત્રણ ઈંચ સુઘીના આ પત્થરો જુદા જુદા દેશોમાંથી મળતા હોય છે. તેની અંદર ગુરુત્વાકર્ષણની ઉર્જા પણ હોય છે. જે શરીરને જમીન સાથે જોડવાનું કામ કરે છે. ડીપ હીટ તેમજ પ્રેશર મસાજ દ્વારા શરીરના બઘા જ ટિસ્યુને ફાયદો આપીને શરીરને આરામ પહોંચાડે છે. પત્થરોને કેટલો સમય સુઘી મૂકવા તે પણ તેમાંથી નીકળતી ઉર્જા અને ગરમી પર નિર્ભર કરે છે. જેટલી વાર સુઘી પત્થર શરીર પર ઉર્જા અને ગરમી આપી શકે તેટલી વાર સુઘી મૂકવામાં આવે છે. તેનાથી શરીરનું બ્લડ સરક્યુલેશન સારું થાય છે અને તેની મદદથી શરીરની નર્વસ સિસ્ટમને આરામનો શ્વાસ લેવાની તક પણ મળે છે. સાથે સાથે જ મગજને તરોતાજા બનાવતાં મગજને તણાવરહિત રાખે છે. એક કલાકની સ્ટોન થેરાપી માટે લગભગ દોઢથી સાડા પાંચ હજાર સુઘીનો ખર્ચ કરવા માટે પણ લોકો તૈયાર હોય છે. આ બાબત તમે કઈ થેરાપી પસંદ કરો છો તેની પર રહેલી છે. લોકો ખાસ કરીને એં માને છે કે ઘરે જો કોઈ પણ કસરત કરવાની હોય તો સ્વાભાવિક રીતે સમય મળતો હોતો નથી. માટે તેઓ બહાર જઈને સમય કાઢીને આવા પ્રકારની ટ્રીટમેન્ટ લેતા હોય છે.
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|