| Last Update : 20-Jan-2012,Friday |
|
|
| |
|
|
|
|
| માઈકાના મંચ પર જામશે મુંબઈના ડબ્બાવાળાઓનું નેટવર્ક |
- પ્રિન્સ ચાર્લ્સ અને બિલ ક્લિન્ટન જેવા મહાનુભાવોએ જે નેટવર્કની નોંઘ લીઘી છે તેવા મુંબઈના ડબ્બાવાળાઓના(ટિફિન લઈ જનારા)નેટવર્કને વિશ્વના શ્રેષ્ઠ નેટવર્ક સર્વિસ તરીકે ગણવામાં આવે છે.આ વિષયને માઈકાના ટેડેક્સ ફેરમાં સ્થાન આપવામાં આવ્યું છે. શહેરના પ્રિમિયર ઈન્સ્ટિટ્યુટમાં ભણતા મેનેજમેન્ટ અને કોમ્યુનિકેશનના સ્ટુડન્ટ આ નેટવર્કનો અભ્યાસ કરશે.
|

શહેરમાં આવેલા અને આંતરરાષ્ટ્રિય કક્ષાએ ખ્યાતિ માપેલા મુદ્રા ઈન્સ્ટિટ્યુટ ઓફ કોમ્યુનિકેશનના એક ફેર ટેડેક્ષના મંચ પર મુંબઈ ડબ્બાવાળાઓની એક અભ્યાસ શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ખાસ વક્તા તરીકે મુંબઈમાં ઘેર ઘેર ટિફિનના ડબ્બા પહોંચાડતા ઓર્ગેનાઈઝેશન ડબ્બાવાલાના સીઈઓ પવન અગ્રવાલ પણ માઈકાના સ્ટુડન્ટસને એડ્રેસ કરવા જઈ રહ્યા છે. આ ઉપરાંત જાણીતા એક્ટર કુણાલ કપૂર પણ આ ફેરમાં સ્ટુડન્ટસ સાથે ખાસ વાતચિત કરીને બ્રાન્ડીંગના વિષયને વઘુ વ્યાપક બનાવશે. આ આખા ફેરનો મુળ હેતું કોમ્યુનિકેશનના વિષયને વઘુ ઉંડાણપૂર્વક સમજવાનો છે. આ અંગે વાત કરતા માઈકાના પ્રો.પ્રવિણ મિશ્રાએ જણાવ્યું હતું કે મુંબઈના ડબ્બાવાળાઓના સીઈઓને બોલાવવા પાછળનો મૂળ હેતુ માત્ર એ જ છે કે આ એક અનોખા કોમ્યુનિકેશનનો પ્રકાર છે. જેમાં રોજબરોજની જીંદ્દગી સાથે લોકો અને સર્વિસ પ્રોવાઈડ કરતા ટિફિનવાળા એટલે કે મુંબઈના ડબ્બાવાળાઓનું અદ્દભૂત નેટવર્ક કામ કરી રહ્યું છે. આમ એક રીતે તો આ મેનેજમેન્ટનો પ્રકાર છે પણ સાથે એટલું જ સારુ કોમ્યુનિકેશન પણ અહીં જોવા મળી રહ્યું છે.
મુંબઈની લોકલ ટ્રેઈન સાથે મુંબઈના ડબ્બાવાળા પણ એટલા જ સારા નેટવર્કથી ગોઠવાયેલા છે કે જેથી એકપણ દિવસની કે સમયની ચૂક વગર તેઓ ફટાફટ લોકોને સાંકળીને ટિફિન પહોંચતું કરે છે. આખા નેટવર્કમાં આર્થિક લાભ સાથે અદ્દભૂત સર્વિસની રચના ભારત જેવા દ્દેશમાં જ થઈ શકે છે. મુંબઈની જીવાદ્દોરી સાથે ૫૦૦૦ ટિફિન ડબ્બાવાળા કાર્યકરો પણ દ્દરેક ઓફિસ સાથે દિવસ રાત સંકળાયેલા છે. ૫૦૦૦ ડબ્બાવાળાઓની ઉપર ૮૦૦ જેટલા મુકાદ્દમો અને તેમની ઉપર ૯ જેટલા ડિરેક્ટરો કામ કરે છે. આજથી સવાસો વર્ષ પહેલા ૧૮૯૦માં મહાદ્દેવ બચાજીનામના એક કર્મચારીએ આ સેવાની શરૂઆત કરી હતી જેનું એક ઓર્ગેનાઈઝ સ્વરૂપ ટેડેક્ષમાં જોવા અને જાણવા મળશે. વિશ્વના મહાનુભાવોમાં પ્રિન્સ ચાર્લ્સે પણ સામે ચાલીને ડબ્બાવાલાઓની મુલાકાત લઈને આટલા વિશાળ અને ઓર્ગેનાઈઝ નેટવર્કનું અવલોકન કર્યું હતું. જે આજે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ એક બિનહરિફ ઓર્ગેનાઈઝેશન તરીકે સન્માન પામી રહ્યું છે. આગામી ૨૧મી તારીખથી માઈકા એક અનોખા ટેડેક્ષનું આયોજન કરી રહ્યું છે. જેમાં સતત બદ્દલાતી ઈન્ડસ્ટ્રીઝ અને તેની માંગોને ઘ્યાનમાં રાખીને જુદ્દા જુદ્દા વિષયોને આવરી લેવામાં આવી રહ્યા છે. સતત બદ્દલાતી જતી ઈન્ડસ્ટ્રીઝમાં દ્દરેક તબક્કે એક જ પ્રશ્ન થયા કરે કે હવે શું? તો આના માટે જ આખા આ ફેરનું આયોજન ઈન્ડસ્ટ્રીયલ ડિમાન્ડને ઘ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં સંગીતના કાર્યક્રમો ઉપરાંત અન્ય મહાનુભાવોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ અંગે આખી ઈવેન્ટના આયોજક અને માઈકામાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા રવિકુમાર કહે છે કે , વિશ્વના શ્રેષ્ઠ નેટવર્કમાં મુંબઈના ડબ્બાવાલાઓનો સમાવેશ થાય છે. એકપણ દિવસ પાડ્યા વગર ૩૬૫ દિવસ આ સેવાનો અવિરત પ્રવાહ ચાલ્યા કરે છે ત્યારે અમે માઈકામાં આ નો કેસ સ્ટડીઝ કરવા જઈ રહ્યા છીએ.આ એક માત્ર એવું નેટવર્ક છે જ્યાં સામાન્ય માણસ સાથે મેનેજમેન્ટ અને એક સુંદર પ્રકારનું કોમ્યુનિકેશન સીઘી રીતે જોડાયેલું છે. |
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|