| Last Update : 20-Jan-2012,Friday |
|
|
| |
|
|
|
|
|
 |
|
નેહા ઘૂપિયા આ વરસે આઈટમ ગીત કરવા ઉત્સુક અભિનેત્રી
|
|

આજકાલ હિન્દી ફિલ્મની અભિનેત્રીઓમાં આઈટમ ગીત કરવાની ઘેલછા જોવા મળે છે. આઈટમ ગીત દ્વારા ઝડપથી પ્રસિઘ્ધિ મેળવવાનો શોર્ટકટ તેઓ અપનાવે છે. ‘દબંગ’ ફિલ્મના ‘મુન્ની બદનામ હુઈ’ ગીતે આ ટ્રેન્ડને ગતિ આપી હતી. ‘શીલા કી જવાની’ ગીત કરીને કેટરીના કૈફે તેને બળ આપ્યું હતું. ‘જલેબીબાઈ’ દ્વારા મલિકા શેરાવત પણ પ્રસિઘ્ધિ ખાટી ગઈ હતી. અને હાલમાં કેટરીનાનું ‘ચીકની ચમેલી’ આઈટમ ગીત ઘૂમ મચાવી રહ્યું છે. ચિત્રાંગદા સંિહ પણ ‘જોકર’ ફિલ્મમાં આઈટમ ગીત કરતી જોવા મળશે. જોકે અત્યારે નેહા ઘૂપિયા એવી અભિનેત્રી છે જે આ ટ્રેન્ડથી વેગળી રહી છે.
ભૂતપૂર્વ સૌંદર્ય સામ્રાજ્ઞીએ કહ્યું કે, ‘આઈટમ ગીત ઉત્કૃષ્ટ મનોરંજન આપે છે. જો આવા ગીત ન હોય તો અમારામાંની અડધા જેટલી અભિનેત્રીઓ અત્યારે ફિલ્મોમાંથી ફેંકાઈ ગઈ હોત. પ્રેક્ષકોને અભિનેત્રીઓ દ્વારા કરવામાં આવતું દેહપ્રદર્શન અને હીરોના સ્નાયુઓ જોવા ગમે છે. આથી આઈટમ ગીતને સફળતા મળે છે.’
કેટરીનાના ‘શીલા’ અને ‘ચીકની ચમેલી’ ગીત વિશે નેહાએ જણાવ્યું કે, ‘આજે કેટરીના કૈફ પણ શ્રેષ્ઠ આઈટમ ગર્લ તરીકે જાણીતી થઈ છે. તેના પરફોર્મન્સથી સ્ટેજ ઝળાહળા થઈ જાય છે. વિતેલા વર્ષોમાં હેલનજી આ માટે જાણીતા હતા. સ્મિતા પાટીલે પણ તેની સીધીસાદી-યુવતીની ઇમેજને છોડીને એક વખત આઈટમ ગીત કર્યું હતું?
તું આઈટમ ગીત નથી કરવાની એમ પૂછતાં નેહાએ કહ્યું હતું, ‘વર્ષ ૨૦૧૨નો મારો સંકલ્પ છે કે હું આઈટમ ગીત કરીશ. હું જ્યારે પણ આવા ગીત જોઉં છું ત્યારે મને એમ થાય છે ગીતમાં જે તે કલાકાર શોભે છે. જ્યારે આમિર ખાને ‘શેક ધેટ બિસ્કિટ’ કર્યું હતું ત્યારે પણ મને એમ થયું હતું કે આ ગીત માત્ર તે જ કરી શકે. હું મૂળ પંજાબી છું અને મારી ઇમેજને જોતા મને ભાંગડાના તાલ પર આધારિત પંજાબી ગીત કરવું ખૂબ ગમશે.’
‘વાસ્તવમાં હું ક્યારેય નવા વરસે કરેલા સંકલ્પને પૂરો કરી શકતી નથી.’ એવી કબૂલાત પણ નેહાએ હસતાં-હસતાં કરી હતી. ‘દર વરસે હું પાતળી થવાનો સંકલ્પ કરું છું પરંતુ વરસને અંતે સ્થિતિ ઊંધી જ હોય છે. તેથી આ વરસે હું માત્ર ઉત્તમ માનવ બનવાની આશા રાખું છું. મારે એવા કામ કરવા છે જેથી મારા અંગત જીવનમાં તથા હું જે ફિલ્મ કરું તેમાં પરિવર્તન આવે’ એમ તેણે ઉમેર્યું હતું.
અન્ય અભિનેત્રીઓની જેમ નેહાએ આ વરસે નવા વર્ષની પૂર્વ સંઘ્યાએ હોટલમાં પરફોર્મ કર્યું હતું તેણે ‘એકશન રિપ્લે’ના ગીતો તથા ‘પપ્પુ કાન્ટ ડાન્સ સાલા’ના ‘હૈયા હૈયા’ ગીત પર ડાન્સ કર્યો હતો. અભિનેત્રીના આ વરસના ફેવરીટ ગીત છે - ‘ઊહ લાલા’, ‘ક્રિમીનલ’ અને ‘છમકછલ્લો’. જોકે આ કાર્યક્રમ માટે મલ્લિકા શેરાવત અને નેહા વચ્ચે સ્પર્ધા જેવું વાતવરણ સર્જાયું હતું. પરંતુ નેહાએ સ્પર્ધાનો ઇન્કાર કરતાં કહ્યું હતું કે ‘મને આમાં સ્પર્ધા જેવું કશું લાગ્યું નહોતું. હું અને મલ્લિકા એક જ સરખું કામ કરીએ છીએ.’
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|