Last Update : 20-Jan-2012,Friday
 

ગુલઝાર ફિલ્મ જાવેદ અખ્તર આજકાલ રોમાન્સને નામે માત્ર ધમાલ જ થાય છે્જન છોડી સાહિત્યનો જીવ ફરી પાછો વળી ગયો મૂળિયાં તરફ

 

હંિંદી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં જાવેદ અખ્તરના નામને કોઈ જ પરિચયની આવશ્યકતા નથી. ગ્વાલિયરમાં જન્મેલા જાવેદ અખ્તર પ્રસિઘ્ધ ઉર્દૂ કવિ અને ફિલ્મ ગીતકાર જાંનિસાર અખ્તરના પુત્ર છે. એમના દાદા મુઝ્‌તર ખૈરાબાદી પણ ઉર્દૂ સાહિત્યમાં માઈલ-સ્ટોન મનાતા હતા. સ્વયં જાવેદ અખ્તર પણ સુપ્રસિઘ્ધ વાર્તાકાર, સંવાદ-લેખક અને ગીતકાર છે.
ભારત સરકાર દ્વારા ૧૯૯૯માં એમને પદ્મશ્રી અને પછી ૨૦૦૭માં પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. એ જ સાથે જ ૫ાંચ વખત નેશનલ એવોર્ડ સહિત અનેક ઇનામોથી એમને નવાજવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલાં એક પ્રેસ કોન્ફરન્સમાં એમની સાથે થયેલી વાતચીતના અંશઃ
ટીવી સીરિયલ સાથે સંકળાવાનો વિચાર મનમાં કઈ રીતે આવ્યો?
સ્ટાર ટીવીવાળાઓએ મને જ્યારે આ સીરિયલની વાર્તા સંભળાવી તો એ સાંભળીને મને ખૂબ નવાઈ લાગી. કારણ કે આજે જે રીતે ટીવી સીરિયલો એટેક કરી રહી છે, એમાં મને આ વાર્તા અલગ અને હૃદયને સ્પર્શી જનારી લાગી.
સામાન્ય ટીવી સીરિયલોથી આ કઈ રીતે અલગ સીરિયલ છે?
આજકાલ સીરિયલ જોઈને લાગે છે કે દુનિયામાં સારા માણસો બચ્યા જ નથી. એમની વચ્ચે નફરત વઘુ, પ્રેમ ઓછો છે. એમની ભાષા, પાત્રોના સંવાદોમાં ઘોંઘાટ છે, જે મગજને શાંતિ નથી આપતા, બલ્કે માત્ર ષડ્‌યંત્ર રચવાનું શીખવે છે, જ્યારે આ પ્રેમ કહાણીમાં શીતળતા, ઊંડાણ સાથે સ્થિરતા પણ છે.
આજકાલના જીવનમાં પ્રેમનું શું મહત્ત્વ છે?
આજની ભાગદોડભરી જંિદગીમાં બધા જ દોડી રહ્યા છે. જીવનનો ટેંપો બદલાઈ રહ્યો છે. આજે આપણી પાસે ટીવી છે, ઇન્ટરનેટ છે, ટિ્‌વટર છે. જીવનની ગતિ એટલી બધી વધી રહી છે કે મિનિટે-મિનિટમાં બધા જ સમાચાર મળી રહે છે. આને તમે વિકાસ તો કહેશો જ પણ આ વિકાસ જીવનમાં ભાવનાઓના હાર્દની કંિમતે થઈ રહ્યો છે, એ દુઃખની વાત છે. જો જીવનમાં રોમાન્સ ઘટી રહ્યો હોય તો એમાં ટેક્‌નોલોજીનો બહુ મોટો ફાળો છે. હકીકતમાં, રોમાન્સ મળવામાં નહીં, ન મળી શકવામાં છે. આજેય એટલું જ જરૂરી છે જેટલું પહેલાં હતું.
શું તમને લાગે છે કે પારંપરિક રોમાન્સ આજે ય ખરેખર જીવંત છે?
રોમાન્સનું સ્વરૂપ આજે બેશક બદલાઈ રહ્યું છે, પણ પારંપરિક રૂપે તો એ આજેય જીવંત છે. જે સીરિયલ સાથે હું સંકળાયેલો છું એ પરંપરા અને વિદ્રોહનો અનોખો સંગમ છે. આપણે એ સમજવું જોઈએ કે આપણે આપણી પરંપરાથી વિખૂટા ન પડીએ બલ્કે એને આગળ વધારીએ. પરંપરા અને વિદ્રોહનો સંબંધ દોરી અને પથ્થર જેવો છે. જો દોરીમાં પથ્થર બાંધીને ફેરવશો તો એ ખૂબ દૂર સુધી ફરશે, જ્યારે દોરી તોડી નાખતાં પથ્થર પડી જશે. દોરી ટ્રેડિશન છે અને પથ્થર રિવોલ્ટ. આ સીરિયલમાં એ જ ખૂબી છે. એમાં ધરતીની સોડમ પણ છે અને રિવોલ્ટ પણ છે.
તમે ફિલ્મ અને ટીવી બન્ને સાથે સંકળાયેલા છો. શો તફાવત લાગે છે આ બન્નેમાં?
ટીવી અને ફિલ્મનાં સ્ટ્રકચર અલગઅલગ છે, આમાં એ તફાવત છે જે મેરેથોન અને ૧૦૦ યાર્ડની રેસમાં હોય છે. બન્ને મુશ્કેલ છે. પણ એક વાત મને જે પરેશાન કરે છે, તે એ છે કે હવે એવું સ્ક્રિપ્ટ-રાઇટંિગ નથી થતું, જેવું પહેલાં થતું હતું. આજની વાર્તામાં ધરતી સાથેનો સંબંધ નથી. આજે રોમાન્સને નામે માત્ર ધમાલ જ થઈ રહી છે.
શું તમે આગળ જતાં પણ ટીવી સાથે સંકળાયેલા રહેશો?
ટેલિવિઝન સાથેના મારા સંબંધો ખૂબ લાંબા અને જૂના છે. પહેલાં મેં ‘રહેં ન રહેં હમ’ નામના શોમાં ૨૫-૩૦ એપિસોડ કર્યા. પછી જજ તરીકે રિયાલિટી શોઝ કર્યા. હવે સ્ટારપ્લસની સીરિયલ સાથે જોડાયું છું. ભવિષ્યમાં પણ જો કશુંક હૃદયસ્પર્શી મળશે તો જરૂર કરીશ.
હમણાં કઈ ફિલ્મ માટે કવિતા લખી છે?
મારી પુત્રી ઝોયા અખ્તરની ફિલ્મના એક પાત્ર માટે કવિતાઓ લખી છે. એ કવિ છે.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

બાળકોના લંચબોક્સ પેક કરતાં શું ઘ્યાન રાખશો?
લીવરને બચાવવું હોય તો ઓલિવ ઓઈલ ખાવ
 

Gujarat Samachar Plus

મેરી અઘૂરી કહાની... લો દાસ્તાં બન ગઈ
સી.એમાં ગુજરાતનો ગઢ અકબંઘ
અલખના અલંકાર હવે યુવાઓના ટશન ટ્રેન્ડ
નળ સરોવરના મુલાકાતીઓમાં ૩૦ ટકાનો ઘટાડો
ભારતની સૌથી મોટી હાફ મેરેથોનનો શ્રેય ગુજરાતને
અરોમા કોલેજમાં એચ.આઇ.વી જાગૃતિ કાર્યક્રમ
પોતાની વાત કેમ કરીને સમજાવશો?
મહેંદી જૂની , સ્ટાઈલ નવી
  More Stories
 
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

ૠત્વિક રોશન અમદાવાદની મુલાકાતે

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved