Last Update : 20-Jan-2012,Friday
 

બોલીવૂડ સેલિબ્રિટીઓની બદલાઈ છે સૌંદર્યની વ્યાખ્યા

 

‘ટશન’ ફિલ્મની કરીના કપૂર અને ‘આયેશા’ ફિલ્મની સોનમ કપૂરને હજી કોઈ ભૂલ્યું નહીં હોય. સાવ સુકલકડી, હાડપંિજર જેવી કાયા કંડારીને આ અદાકારાઓએ ઘૂમ મચાવી હતી. તેમને જોેઈને કોલેજ કન્યાઓને પણ ‘સાઈઝ ઝીરો’નું ઘેલું લાગ્યું હતું. પરિણામે ભૂખે મરીને માંદી પડેલી છોેકરીઓની મમ્મીઓ તેમને લઈને ડોેક્ટરો પાસે લાઈન લગાવતી હતી. પણ હવે આ કોન્સેપ્ટ એકદમ વખોડાઈ ગયો છે. બધાને એમ લાગે છે કે જો તમારી ચામડી તમારા હાડકાં પર ચોંટેલી હોય તો તમે સુંદર શી રીતે દેખાઓ?
હવે કરીના કપૂર અને સુપર મોડેલોને પણ આ વાત સમજાઈ ગઈ છે. વાસ્તવમાં ફેશન ગુરુઓ તેમજ તબીબોએ સાઈઝ ઝીરોને વખોડા કાઢી હતી. વર્ષ ૨૦૧૦માં ન્યુયોર્ક ફેશન વીકમાં ટોચની ફેશન ડિઝાઈનરો તેમજ અગ્રણી બ્રાન્ડોએ સાઈઝ ઝીરો મોડેલો પર પ્રતિબંધ મુક્યો ત્યારથી બધાની આંખ ઊઘડી.
‘છમ્મક છલ્લો....’ ગીતમાં કરીના કપૂરનું ‘હાડપંિજર’ નહીં, પણ વળાંકવાળું શરીર વઘુ આકર્ષક લાગતુ ંહતું. તેની અને સૈફની ટ્રેનર કહે છે કે થોડાં વર્ષ અગાઉ સાઈઝ ઝીરોની ફેશન હતી. પણ હવે વળાંકવાળા અંગ વઘુ આકર્ષક મનાય છે. વળી સાઈઝ ઝીરો માટે ભૂખે મરતી માનુનીને સ્વાસ્થ્ય વિષયક ભારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પોષક તત્ત્વોના અભાવને કારણ રક્તાલ્પતા, કેલ્શિયમની કમી અને હોેર્મોન્સનું સંતુલન ખોરવાઈ જવું સાઈઝ ઝીરો માનુની માટે સામાન્ય બની ગયું હતું. છેવટે તેમને એ વાતનું ભાન થયું કે સ્વાસ્થ્ય વિના સૌંદર્ય શી રીતે ટકે?
ફીટનેસ ગુરુઓ માને છે કે વળાંકવાળા અંગ નારીને સેક્સી બનાવે છે. બધી બાજુથી સપાટ સ્ત્રી શી રીતે આકર્ષક લાગે? તેઓ કહે છે કે માનવીનું શરીર મંદિર જેવું પવિત્ર હોય છે. તેથી તેનું ભરણપોષણ કરીને તેની પૂજા કરવી જોઈએ. નહીં કે ભૂખ મરીને તેનું શોષણ.
નિષ્ણાતો કહે છે કે મોડેલો અને સેલિબ્રિટીઓ સેક્સી દેખાવા ઘણીવાર ભોજન નથી લેતી. સામાન્ય રીતે જે મોડેલને, જે દિવસે રેમ્પ વોક કરવાનું હોય, તે દિવસ તે જમતી નથી. ઘણી મોડેલો તો પાણી સુઘ્ધાં પીવાનું ટાળે છે. વાસ્તવમાં એવી ઘણી કસરતો છે જે કરવાથી તમારું બોડી ‘ટોન્ડ’ રહે છે. નિષ્ણાતો સેલિબ્રિટીને વધારે પડતા વ્યાયામ તેમ જ સાવ ભૂખ્યા રહેવા સામે ચેતવણી આપતાં કહે છે કે ચોેક્કસ પ્રકારની કસરત દ્વારા તમે કેલેરી ઝપાટાભેર બાળી શકો છો. પરંતુ તેનાથી ચોક્કસ પ્રકારનાં અંગવળાંકો પણ ગુમ થઈ જાય છે.
આ બધા કારણોસર બોલીવૂડની સંખ્યાબંધ રમણીઓ પોતાનું વજન વધારવા માંડી છે. ‘દોસ્તાના’ માં પોતાના આવરગ્લાસ ફિગરથી દર્શકોમાં પ્રિય થઈ પડેલી પ્રિયંકા ચોપરા કહે છે કે મને વર્કઆઉટ કરવાનો બહુ કંટાળો આવે છે. પરંતુ મારું ફિગર સુંદર લાગે તેને માટે હું અત્યંત સાવધ રહુ ંછું. બધા જ્યારે સાઈઝ ઝીરો ફિગર પાછળ ઘેલા થયા હતા ત્યારે પણ મેં આટલા બધા પાતળા થવાનો વિચાર નહોતો કર્યો, હું સમતોલ આહાર લઈને મારું વજન કાબૂમાં રાખું છું.
તેવી જ રીતે જેનેલિયા ડી’સોઝા કહે છે કે હું દર બે કલાકે ખાઉં છું. સંતુલિત-પૌષ્ટિક આહાર ચોક્કસ સમયના અંતરે લેવામં આવે તો તમારું ફિગર આકર્ષક રહે, આમ છતાં તમે માંદલા ન દેખાઓ.
હવે સાઈઝ ઝીરોને જાકારો આપીને વળાંકવાળા અંગોને આવકારનારી સેલિબ્રિટીઓને વર્કઆઉટ માટે સમ ય ન મળે તો તેઓ પ્રોટીનયુક્ત આહાર લેવાનું પસંદ કરે છે. તેઓ કહે છે કે ચરબીવાળો ખોેરાક લેવાનું ટાળીને પ્રોટીન-કાર્બોહાઈડ્રેયુક્ત સંતુલિત આહાર લેવામાં આવે તો તમારું ફિગર આકર્ષક લાગવા સાથે તમારા ચહેરાની તાજગી-ચમક જળવાઈ રહે છે, જે તમારા સૌંદર્યની દ્યોતક હોય છે.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

બાળકોના લંચબોક્સ પેક કરતાં શું ઘ્યાન રાખશો?
લીવરને બચાવવું હોય તો ઓલિવ ઓઈલ ખાવ
 

Gujarat Samachar Plus

મેરી અઘૂરી કહાની... લો દાસ્તાં બન ગઈ
સી.એમાં ગુજરાતનો ગઢ અકબંઘ
અલખના અલંકાર હવે યુવાઓના ટશન ટ્રેન્ડ
નળ સરોવરના મુલાકાતીઓમાં ૩૦ ટકાનો ઘટાડો
ભારતની સૌથી મોટી હાફ મેરેથોનનો શ્રેય ગુજરાતને
અરોમા કોલેજમાં એચ.આઇ.વી જાગૃતિ કાર્યક્રમ
પોતાની વાત કેમ કરીને સમજાવશો?
મહેંદી જૂની , સ્ટાઈલ નવી
  More Stories
 
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

ૠત્વિક રોશન અમદાવાદની મુલાકાતે

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved