| Last Update : 20-Jan-2012,Friday |
|
|
| |
|
|
|
|
| મેમોગેટ કૌભાંડના મુખ્ય આરોપી એજાજની વિડિયો ક્લિપથી વિવાદ |
|
ઇસ્લામાબાદ તા.૧૯
પાકિસ્તાનની સરકારનું ભાવિ ડામાડોળ કરી નાખનારા મેમોગેટ કૌભાંડને આજે નવો વળાંક મળ્યો હતો જ્યારે સંદેશવાહકની જવાબદારી અદા કરનારા અને કૌભાંડના મુખ્ય આરોપીને નગ્ન મહિલાઓની કુસ્તીના કોમેન્ટેટર તરીકે રજૂ કરતી વિડિયો ક્લીપ ફરતી થઇ હતી.
નગ્ન મહિલાઓની કુસ્તીમાં એજાઝે કોમેન્ટેટર તરીકે કામ કર્યાનું દેખાડાયું
મૂળ પાકિસ્તાનના અને હાલ અમેરિકી નાગરિક એવા વેપારી મનસુર ઇજાઝના વિરોધીઓ કહે છે કે પાકિસ્તાની સરકારે પોતાને અમેરિકી સરકારને આપવા માટે ખાસ ચિઠ્ઠી મોકલી હતી એવા સચોટ પુરાવા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવા ઇજાઝ આવવાના હતા એવા સમયે આ વિડિયો ક્લીપ ફરતી થવાથી અત્યંત રૃઢિચુસ્ત મુસ્લિમ દેશ એવા પાકિસ્તાનમાં ઇજાઝની પ્રતિષ્ઠાને જબ્બર ધોખો પહોંચ્યો હતો. ૨૦૧૧ના મેની બીજી તારીખે અબોટાબાદમાં ઘુસીને અમેરિકી કમાંડોએ ઓસામા બિન લાદેનને ઠાર કર્યો ત્યારબાદ પાકિસ્તાનમાં લશ્કર બળવો કરીને પોતાને ઊથલાવી ન દે એ માટે પાકિસ્તાની પ્રમુખ આસિફ અલી ઝરદારીએ એક મેમો (ચિઠ્ઠી ) મનસુર ઇજાઝ દ્વારા અમેરિકાને મોકલ્યો હતો એ મુદ્દો મેમોગેટ કૌભાંડ તરીકે ગાજ્યો હતો.
સરકાર અને લશ્કર વચ્ચે આ મુદ્દે ભયંકર તનાવ પેદા થયો હતો. પોતે આવો કોઇ મેમો મોક્લ્યો જ નથી એવો દાવો ઝરદારી અને ગિલાની સરકારે કર્યો હતો. ઇજાઝને નગ્ન મહિલા કુસ્તીના કોમેન્ટેટર તરીકે રજૂ કરતી વિડિયો ક્લીપ ફરતી થયા બાદ હવે એવી રમૂજ વહેતી થઇ છે કે આ મેમોગેટ નહીં પણ 'બુટીગેટ' કૌભાંડ છે.
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|