Last Update : 20-Jan-2012,Friday
 
વિસનગર તાલુકાના ગણેશપુરા-કાંસા માર્ગ પર
કાર વાંઘામાં ખાબકતાં ચાર મોત

 

 

ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં લગ્ન પ્રસંગમાં જઇ રહેલા પરિવારને નડેલો જીવલેણ અકસ્માત
અમદાવાદ, તા. ૧૯
મહેસાણા જિલ્લાના વિસનગર પોલીસ મથકની હદના ગણેશપુરા-કાંસાના ધોરીમાર્ગ ઉપર આજે સવારે સાડા અગિયારેક વાગ્યાના સુમારે ગમખ્વાર વાહન અકસ્માતના બનાવમાં ચાર વ્યક્તિના ઘટનાસ્થળ ઉપર જ મોત નિપજયા હતા. તેમજ અન્ય કેટલીક વ્યક્તિઓને ઇજાઓ થવા પામી હતી.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા પટેલ પરિવારના સભ્યો ટોયેટો ફોર્ચ્યુન કાર દ્વારા વિસનગર ખાતેના આસોપાલવ પાર્ટી પ્લોટમાં તેમના સ્વજનની પુત્રીના લગ્ન પ્રસંગે યોજાયેલ સમારોહમાં ભાગ લેવા આવી રહ્યા હતા ત્યારે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેના પરિણામો લગ્ન પ્રસંગની ખુશાલીના સ્થાને રડારોળ મચી જતાં માતમ છવાઈ ગયો હતો.
વિસનગર પોલીસના જણાવ્યા અનુસાર આ ગમખ્વાર અકસ્માતમાં બે મહિલા સહિત ચાર વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા. જેમાં (૧) વડોદરા શહેરના કારેલી બાગના ફાલ્ગુનીબેન નીતીનભાઈ પટેલ (ઉ.વ.૩૬) તથા (૨) સંગીતાબેન ચેતનભાઈ પટેલ (ઉ.વ.૩૨), (૩) વિસનગર તાલુકાના મૂળ ભાંડુ ગામના વતની અને હાલ મુંબઈમાં રહેતા પટેલ દિનેશભાઈ અમૃતલાલ તથા (૪) વિસનગર તાલુકાના સંડેર ગામના મૂળ વતની અને હાલ અમદાવાદ શહેરમાં રહેતા પટેલ પ્રવીણભાઈ નારણભાઈ (ઉ.વ.૪૮)નો સમાવેશ થતો હતો.
ગમખ્વાર અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે આવી પહોંચેલી વિસનગર પોલીસને પ્રાથમિક તપાસમાં વધુમાં જાણવા મળ્યું હતું કે - વિસનગરના આસોપાલવ પાર્ટીપ્લોટમાં આજરોજ અશોકભાઈ પટેલની પુત્રીઓ લગ્ન સમારોહ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત રહેવા ઉપરોક્ત સ્વજનો ટોયેટો ફોર્ચ્યુન કાર દ્વારા વિસનગર આવવા નીકળ્યા હતાં.
ગણેશપુરા તથા કાંસા ગામના સાંકડા ધોરીમાર્ગ ઉપરના વળાંક પાસેથી કાર પસાર થઈ ગઈ હતી ત્યારે તેના ચાલકે સ્ટીયરીંગ ઉપરનો એકાએક કાબૂ ગુમાવી દીધો હતો. આ સાથે જ મોટરકાર પાણીથી ભરેલા વોકળામાં ખાબકી હતી. જેના પરિણામે ઉપરોક્ત ચાર વ્યક્તિના મોત નિપજ્યા હતાં.
આ બનાવ અંગે વિસનગરના પટેલ પ્રવીણભાઈ ગણેશદાસની ફરિયાદના આધારે વિસનગર પોલીસે કારના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

 

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નોર્વેના તંત્રે બાળકોને ભારતીય માબાપથી અલગ કર્યા
મર્ડોકની કંપની ફોન હેકીંગ બદલ ૧ કરોડ પાઉન્ડ ચુકવવા તૈયાર
બાંગ્લાદેશ સરકારને ઉથલાવવાનું કાવતરું નિષ્ફળ બનાવાયું
ફોટોગ્રાફી ક્ષેત્રની આગેવાન કંપની કોડાકની યુએસ કોર્ટમાં નાદારી સામે રક્ષણની અરજી
મેમોગેટ કૌભાંડના મુખ્ય આરોપી એજાજની વિડિયો ક્લિપથી વિવાદ
ભારતીય ટીમની બેશર્મી ઃ હજુ પણ પર્થની હારનું પોસ્ટમોર્ટમ થયું નથી
ભારતની શરણાગતિ સ્વીકારતી રમતથી ચાહકો અકળાયા છે
યોકોવિચ અને મરેની આગેકૂચ ઇજાગ્રસ્ત રોડ્ડિક ખસી ગયો
ભારતની જેમ હવે બાંગ્લાદેશમાં ૧૦ ફેબુ્રઆરીથી પ્રિમિયર લીગ
પાકિસ્તાને ઇંગ્લેન્ડને પ્રથમ ટેસ્ટમાં ૧૦ વિકેટથી હરાવ્યું
અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં આક્રમક તેજી ઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે બાયબેક, પરિણામ પૂર્વે રૃા. ૭૯૬ની ટોચે ઃ સેન્સેક્ષ ૧૯૨ ઉછળીને ૧૬૬૪૪
બાયબેકની ઓફર મૂકવામાં આવે તો તે શેરનો ભાવ વધવાની ગેરંટી નથી
નવી પેન્શન પ્રોડક્ટના ફાઈલિંગને ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરે ફગાવ્યુ
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી વિશ્વબજાર પાછળ ફરી ચમકારો
આયાત ડયુટી વધ્યા પછી ભારતમાં અને ચીનમાં નૂતન વર્ષ પૂર્વે સોનામાં નવા ઓર્ડર્સ અટક્યા
જ્હોન અબ્રાહમ સાથે પ્રિયા રૃંચાલની મુલાકાત એક જિમ્નેશિયમમાં થઈ હતી
કરણ જોહરની પુનિત મલ્હોત્રા દિગ્દર્શિત ફિલ્મમાં ઈમરાન ખાનને સ્થાને શાહિદ કપૂર
નવલકથાકાર ચેતન ભગત આસિસ્ટન્ટ દિગ્દર્શકની જવાબદારી ઉપાડવાની તૈયારીમાં
અભિષેક બચ્ચન મધ્ય પ્રદેશનો બ્રાન્ડ એમ્બેસેડર બને એવી શક્યતા
જેકવેલિન ફર્નાન્ડિસના નખરાને કારણે મુકેશ ભટ્ટે તેને ફિલ્મમાંથી કાઢી મૂકી
કલમાડીનો નવ મહિને જામીન પર છૂટકારોઃ પુણેના કોંગ્રેસી સમર્થકો ખુશ
મુંબઇના ૧૩/૭ના સિરિયલ બ્લાસ્ટ કેસમાં વધુ એક નામ બહાર આવ્યું
ભટકલ રોકાયો હતો તે ફ્લેટમાંથી ડી.એન.એ.ના નમૂના લેવાશે
ભાજપના મહારથી મુંડેના ભાઈનો વાજતે ગાજતે એનસીપીમાં પ્રવેશ
બિચારા વિદ્યાર્થીઓ ઃ મુંબઈની ૫૧ ટકા કોલેજો પ્રિન્સીપાલ વિનાની છે
ભાવનગર, સુરેન્દ્રનગર તથા ભચાઉમાં આંચકાથી ધરતી ધુ્રજી
થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને HIV ચેપ બહારથી લાગ્યો છે
બાઇકર્સ ગેંગ ત્રાટકી ઃ હરણી- સંગમ રોડ પર રૃા.૫ લાખની લૂંટ
ટ્રાન્સપોર્ટર્સની કાર્ટેલે ટ્રક ભાડામાં ટન દીઠ ૨૫૦નો વધારો ઝીંક્યો
કાર વાંઘામાં ખાબકતાં ચાર મોત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

બાળકોના લંચબોક્સ પેક કરતાં શું ઘ્યાન રાખશો?
લીવરને બચાવવું હોય તો ઓલિવ ઓઈલ ખાવ
 

Gujarat Samachar Plus

મેરી અઘૂરી કહાની... લો દાસ્તાં બન ગઈ
સી.એમાં ગુજરાતનો ગઢ અકબંઘ
અલખના અલંકાર હવે યુવાઓના ટશન ટ્રેન્ડ
નળ સરોવરના મુલાકાતીઓમાં ૩૦ ટકાનો ઘટાડો
ભારતની સૌથી મોટી હાફ મેરેથોનનો શ્રેય ગુજરાતને
અરોમા કોલેજમાં એચ.આઇ.વી જાગૃતિ કાર્યક્રમ
પોતાની વાત કેમ કરીને સમજાવશો?
મહેંદી જૂની , સ્ટાઈલ નવી
  More Stories
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

ૠત્વિક રોશન અમદાવાદની મુલાકાતે

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved