| Last Update : 20-Jan-2012,Friday |
|
|
| |
|
|
|
|
આયાત ડયુટી વધ્યા પછી ભારતમાં અને ચીનમાં નૂતન વર્ષ પૂર્વે સોનામાં નવા ઓર્ડર્સ અટક્યા
|
|
વિશ્વના અન્ય બજારોમાં પણ ચળકતી ધાતુએ ચમક ગુમાવી
મુંબઈ, ગુરુવાર
ચીનમાં ચંદ્રના નવા વર્ષ પૂર્વે સોનાની ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો છે ત્યારે ભારતમાં સોનાની આયાત ઉપર ઝીંકાયેલા વધારા પછી સોનાના નવા ઓર્ડર્સ નીકળતા અટક્યા છે તેમ જ કેટલાક જૂના ઓર્ડર કેન્સલ કરાયા છે.
દેશમાં લાંબાગાળે સોનાની માગમાં કોઈ ફરક પડવાની શક્યતા નથી તેમ નિષ્ણાતો કહે છે
ભારતમાં કેન્દ્ર સરકારે ૧૦ ગ્રામ સોના પર રૃા. ૩૦૦ની ફ્લેટ ડયુટી વધારીને બે ટકા અને ચાંદી પર કિલોદીઠ રૃા. ૧,૫૦૦થી વધારીને કિંમતના ૬ ટકા કરી હતી.
મુંબઈમાં સોનાની આયાત કરતી બેંકના અધિકારીએ કહ્યુ હતું કે ઈમ્પોર્ટ ડયુટીમાં વધારાને ત્વરિત પ્રતિક્રિયા આપતા વેપારીઓની માગ એકદમ અટકી પડી છે. તેમણે નકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. કામકાજો સુસ્ત બન્યાં છે.
ટૂંકા ગાળાના દૃષ્ટિકોણથી ઉંચી કિંમતે વેપારીઓ અને ઉપભોક્તા વર્ગ ઝડપથી કિંમતી ધાતુઓ નહીં ખરીદે પરંતુ લાંબા ગાળાની દૃષ્ટિએ તો ભારતમાં માગને કોઈ અસર થવાની શક્યતા નથી. ભારતમાં સોનાની માગ યથાવત રહેશે.
થોડો સમય વીતશે તે પછી સ્થાનિક લોકો આવા વધારાને પચાવી જશે અને ફરીથી બજારમાં લેવા નીકળશે. આમ છતાં આ પ્રક્રિયામાં બેથી ત્રણ સપ્તાહનો સમય લાગશે તેમ તેમણે કહ્યું હતું.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યુજીસી)ના આંકડાઓ એમ દર્શાવે છે કે, ભારતે છેલ્લે ફેબુ્રઆરી ૨૦૧૦માં ઈમ્પોર્ટ ડયુટી વધારી હતી અને તે વર્ષે ભારતમાં સોનાની ખપતમાં ૬૬ ટકાનો જંગી વધારો થયો હતો.
બીજી તરફ ડોલર સામે રૃપિયો વધીને બે મહિનાની ટોચે પહોંચ્યો છે તેથી સેન્ટિમેન્ટ સારૃ બન્યુ છે. સોનાના વેપારીઓની ખરીદ શક્તિ તેનાથી વધી છે.
હોંગ કોંગ અને સિંગાપોરમાં પણ બુલિયનના ભાવમાં થોડો ઘટાડો થયો છે. હોંગ કોંગમાં ગોલ્ડ બાર પ્રિમિયમ ૧.૫૦થી બે ડોલર વચ્ચે બોલાય છે ત્યારે સિંગાપોરમાં તે ૧.૩૦ ડોલરથી ઘટીને ૧ ડોલર આસપાસ છે. હાજર બજારમાં થોડી ઘણી લેવાલી નીકળી હતી પરંતુ બુધવારથી તે ઓછી થઈ ગઈ હતી. |
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|