Last Update : 20-Jan-2012,Friday
 

અઠવાડિક ભવિષ્ય તા. ૧૫-૧-૨૦૧૨ રવિવારથી તા.૨૧-૧-૨૦૧૨ શનિવાર સુધી

મેષ (અ. લ. ઈ.)

 

ધનારક, કમુરતાની સમાપ્તિથી આપના નોકરી- ધંધાના તેમજ વ્યવહારિક સામાજિક, ધાર્મિક કામમા સાનુકૂળ પ્રગતિની શરુઆત થાય. વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. પુત્ર- પૌત્રાદિકના વિદ્યા- ભણતર, વિવાહ- લગ્નના પ્રસંગમાં ઘ્યાન આપવું પડે. નાણાંની આવક- જાવકનું પરિભ્રમણ સાનુકૂળતાથી જળવાઈ રહેશે. તા. ૧૫ જાન્યુ. રવિ- સગા સંબંધી- મિત્રવર્ગ, પરિવારના કામમાં ઘ્યાન આપી શકો, ૧૬ સોમ- નોકરી- ધંધાના કામની વ્યસ્તતા રહે, ૧૭ મંગળ- માનસિક પરિતાપ- ચંિતા- પત્ની- સંતાનના કારણે રહે, ૧૮ બુધ- શાંતિથી ધીરજથી નોકરી- ધંધાનું કામકાજ કરવું, ૧૯ ગુરૂ- તન- મન- ધનથી- વાહનથી સંભાળવું પડે, ૨૦ શુક્ર- શારીરિક- માનસિક અસ્વસ્થતા, શ્રમ થાક જણાય, ૨૧ શનિ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય, આનંદ રહે.

 

વૃષભ (બ. વ. ઉ.)

 

કમુરતા પૂરા થવાથી આપની ચંિતા- વ્યથા- મુંઝવણ ઓછી થાય. નોકરી- ધંધાના, ઘર- પરિવાર, પત્ની- સંતાનના કામમાં ઘ્યાન આપવું પડે. ચંિતા- રૂકાવટનો ઉકેલ આવવાથી હળવાશ- રાહત થતી જણાય. વ્યવહારિક- સામાજિક- કૌટુંબિક કામ માટે કોઈને મળવાનું થાય. યાત્રા- પ્રવાસ થાય પરદેશના કામમાં નાની મોટી કામગીરીમાં રૂકાવટના કારણે વિલંબ થાય. શારીરિક માનસિક સ્વસ્થતાની શરુઆત થાય. તા. ૧૫ જાન્યુ રવિ.- આનંદ રહે, નિકટના સ્વજન સ્નેહી, મિત્રવર્ગને મળવાનું થાય, ૧૬ સોમ- પુત્ર- પૌત્રાદિકના, નોકરી- ધંધાના કામમાં ઘ્યાન આપી શકો, ૧૭ મંગળ- વિલંબમાં પડેલ કામ ઉકેલાતા હળવાશ- રાહત રહે, ૧૮ બુધ - કામકાજમાં સાનુકૂળતા પરંતુ શરીરમાં દર્દ- પીડા, શ્રમ- થાક જણાય, ૧૯ ગુરૂ પત્ની- સંતાન પરિવારના પ્રશ્ને ચંિતા, ૨૦ શુક્ર- શાંતિથી ધીરજથી કામ કરવું, ૨૧ શનિ- યાત્રા- પ્રવાસ મુલાકાતમાં, ખાવાપીવામાં સંભાળવું.

 

મિથુન (ક. છ. ઘ.)

 

મકર સંક્રાતિના પ્રારંભથી આપને નાની- મોટી કોઈને કોઈ ચંિતા- વ્યથા અનુભવાની હોય તેની લાગે. શારીરિક- માનસિક અસ્વસ્થતાના કારણે નોકરી, ધંધાના, ઘર, પરિવારના, સંતાનના કામમાં વિલંબ થાય, ચંિતા- ખર્ચ અનુભવાય આક્ષેપ- અપયશ વિવાદથી સંભાળવું, નોકર- ચાકર, કારીગરવર્ગ, ઉપરીવર્ગના પ્રશ્ને તકલીફ જણાય.રસ્તામાં આવતા જતા વાહનથી, કૂતરા, વાંદરા, ગાયથી ટક્કરથી સંભાળવું પડે. તા ૧૫ જાન્યુ. રવિ- સગા- સંબંધી- મિત્રવર્ગથી ચંિતા રહે, રસ્તામાં આવતા- જતા સંભાળવું પડે, ૧૬ સોમ- નોકરી- ધંધાના કામમાં, શેરોમાં જોખમ કરવું નહીં, તા. ૧૭ મંગળ- રોજીંદા કામમાં ઘ્યાન આપી શકો, ૧૮ બુધ- પુત્ર-પૌત્રાદિકના વિદ્યા-ભણતર, વિવાહ- લગ્ન, નોકરી- ધંધાના કે આરોગવા પ્રશ્ને ચંિતા રહે, ૧૯ ગુરૂ ચંિતા બેચેની, ૨૦ શુક્ર- શાંતિથી, ધીરજથી કામકાજ કરવું, ૨૧ શનિ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય.

 

કર્ક (ડ. હ.)

 

આપના પત્નીના આરોગ્ય કે સ્વભાવના કારણે ઘર- પરિવારના કામકાજમાં રૂકાવટ- ચંિતા- મુશ્કેલી અનુભવાય. જાહેર સંસ્થાકીય કામકાજમાં, નોકરી- ધંધાના કામકાજમાં વાણીની મીઠાશ અને વ્યવહારની નમ્રતા જરૂરી રહેશે. તે સિવાય ધંધો થાય, આવક આવવાથી નાણાંની લેવડદેવડનો વ્યવહાર સચવાઈ રહે. નવા કામકાજ અંગે સ્થળની સ્થાનની ફેરફારી અંગે વિચારો આવે, ચર્ચા- વિચારણા થાય સરકારી નોકરી હોય તેમને ફરજના ભાગરૂપે બહાર કે બહારગામની કામગીરી, જવાબદારી સંભાળવી પડે. તા. ૧૫ જાન્યુ. રવિ- યાત્રા- પ્રવાસ મુલાકાતથી આનંદ પરંતુ શ્રમ- થાક અનુભવો. ૧૬ સોમ- નોકરી- ધંધાના કામ અંગે વ્યસ્તતા રહે, ૧૭ મંગળ- ઘર- પરિવાર મિત્રવર્ગથી ચંિતા- અસ્વસ્થતા રહે, ૧૮ બુધ - મકાન- જમીન- વાહન આડોશપાડોશથી ચંિતા જણાય, શરદી કફથી સંભાળવું, ૧૯ ગુરૂ વાણીમાં મીઠાશ વ્યવહારમાં નમ્રતા રાખવી, ૨૦ શુક્ર- નોકરી- ધંધાના, સંતાનના પ્રશ્ને ચંિતા રહે, ૨૧- શાંતિ હળવાશ- રાહત જણાય, વિલંબમાં પડેલ કામ ઉકેલાય.

 

સંિહ (મ. ટ.)

 

ધનારક, કમુરતા પૂરા થવાથી તમારા નોકરી- ધંધાના કામકાજમાં પ્રગતિ જણાય, ધંધામાં, આવકમાં વધારો થાય, સીઝનલ છૂટક પરચુરણ વેપાર- ધંધાની આવક વધવાથી નાણાંકીય લેવડદેવડના વ્યવહારમાં સાનુકૂળતા રહે,નોકરીમાં જવાબદારીવાળા કામની વ્યસ્તતા રહે. વધારાનું કામકાજ ઉકેલવા પ્રયત્નશીલ રહેવું પડે, પુત્ર- પૌત્રાદિકના વિવાહ- લગ્નની, નોકરી- ધંધાના કે વિદ્યા-ભણતરના પ્રશ્નમાં ઘ્યાન આપી શકો પરંતુ પત્નીના આરોગ્ય અંગે ચંિતા રહે, સીઝનલ બીમારી કે અન્ય બીમારીના કારણે તકલીફ અનુભવાય, રાજકીય કામકાજમાં, હરિફવર્ગનો સામનો કરવો પડે. બોલવામાં તકલીફ પડે, કંઈ ગમે નહિ તા. ૧૫ જાન્યુ. રવિ- આનંદ ઉત્સાહ રહે, ૧૬ સોમ- રોજીંદા કામમાં, ઘ્યાન આપી શકો, ૧૭ મંગળ- નોકરી- ધંધાની મુલાકાતમાં ચર્ચા વિચારણામાં પ્રગતિ જણાય, ૧૮ બુધ - વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકે, ૧૯ ગુરૂ- ધર્મકાર્ય, વ્યવહારિક, સામાજિક કામની, ઘર, પરિવારના કામની વ્યસ્તતા રહે, ખર્ચ થાય. ૨૦ શુક્ર- ચંિતા ઉચાટ રહે, શાંતિથી નોકરી- ધંધાનું કામ કરવું, ૨૧ શનિ- વધારાના કામમાં ઘ્યાન આપી શકો.

 

કન્યા (પ. ઠ. ણ.)

 

ધનારક, કમુરતાની સમાપ્તિથી હૃદય- મનની વ્યગ્રતા, ચંિતા- વ્યથા હળવી થતી જાય જાય. ઘર- પરિવારના, સંતાનના કામમાં ઘ્યાન આપી શકો. પરંતુ જીદ્દ- મમત અહમના ટકરાવમાં કામના ઉકેલમાં વિલંબ થાય. પત્ની- સંતાન સાથે મતભેદ, અનુભવાય, ધંધાના જૂના, નવા સંબંધો તાજા થાય, ધંધો મળે, આવક થાય. નોકરીમાં- હળવાશ- રાહત થતી જાય. જવાબદારીનું કામ ઉકેલાય. સંબંધી મિત્રવર્ગના કારણે યાત્રા- પ્રવાસ થાય, વ્યવહારિક, સામાજિક ધાર્મિક કામ અંગેની ચર્ચા વિચારણા થાય, ખર્ચ થાય પરંતુ આનંદ રહે, તા. ૧૫ જાન્યુ. રવિ- માનસિક શારીરિક- શ્રમ થાક જણાય, ૧૬ સોમ- રોજીંદા કામ અંગે ચંિતા રહે, ૧૭ મંગળ- નોકરી- ધંધાના તેમજ અન્ય કામકાજમાં સાનુકૂળતા, ૧૮ બુધ - વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો, ૧૯ ગુરૂ- નોકર- ચાકર કારીગર વર્ગ, ઉપરી અધિકારી, ભાઈભાંડુથી ચંિતા રહે, ૨૦ શુક્ર- શાંતિથી કામકાજ કરવું, ૨૧ શનિ- હૃદય-મન વ્યગ્ર રહ્યા કરે.

 

તુલા (ર. ત.)

 

મકર સંક્રાંતિના પ્રારંભથી આપને હૃદય-મનની વ્યગ્રતા રહે, તમારા નિકટના સગા- સંબંધી મિત્રવર્ગના કારણે ચંિતા- મુંઝવણ અનુભવાય. જેમની સાથે સારા સંબંધ હોય તેમનાથી મનદુઃખ ગેરસમજ વિવાદ થઈ જાય તેવું બને. મકાન- જમીન- મિલ્કતના, નાણાંની લેવડદેવડના પ્રશ્નમાં, જામીનગીરીના પ્રશ્નમાં, પુત્ર- પૌત્રાદિકના પ્રશ્નમાં રૂકાવટ- મુશ્કેલી અનુભવો, મકાન- જમીનો- બાંધકામનો ધંધો હોય, લોખંડનો ધંધો હોય, તૈલી ચીજવસ્તુઓ, ચોખા, ખાંડનો ધંધો હોય તેમણે સાવચેતીપૂર્વક ધંધો કરવો પડે. નોકરીમાં બેકાળજી રાખવી નહીં, તા. ૧૫ જાન્યુ. રવિ અન્યના કારણે ખર્ચ, ચંિતા, ૧૬ સોમ- શારીરિક- માનસિક શ્રમ- થાક જણાય, ૧૭ મંગળ વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપવું પડે, ૧૮ બુધ નોકરી- ધંધાના કામમાં ગાફેલ રહેવું નહીં, ૧૯ ગુરૂ ઘર- પરિવારના, કુટુંબના કામમાં ચંિતા રહે, ૨૦ શુક્ર- નોકરી- ધંધાના બેંકના કામમાં ઘ્યાન આપવું પડે ૨૧ શનિ- યાત્રા- પ્રવાસ મુલાકાત, બહાર જવાનું થાય.

 

વૃશ્ચિક (ન. ય.)

 

આપે આપના નોકરી- ધંધાના કાર્યક્ષેત્રમા રૂકાવટ- મુશ્કેલી અનુભવવી પડે, વિશ્વાસુ કે હોંશિયાર- કર્મચારી- ગેરહાજર રહેવાથી કે અન્યત્ર જવાથી તમારું કામ વિલંબમાં પડે, સચિવાલયમાં, બેંકમાં કામ કરનારને, પોલીસ ખાતામાં, આર્મીમાં કામ કરનારને મુશ્કેલી અનુભવાય, આંતરરાષ્ટ્રીય કંપનીમાં કામ કરનારને જસ મળે નહીં તમે સીનીયર હોવ છતાં તમારી ઉપેક્ષા- અપમાન થતું જણાય. ધંધામાં જોખમ કરવું નહીં, રીનોવેશનમાં, નવી ફેરફારીમાં ઉતાવળ કરવી નહીં, તા. ૧૫ જાન્યુ. રવિ- આનંદ ઉત્સાહ રહે, ૧૬ સોમ- નોકરી- ધંધાના કામમાં ઘ્યાન આપવું પડે, ૧૭ મંગળ- ચંિતા- ખર્ચ કામકાજમાં રૂકાવટ, ૧૮ બુધ- નોકરી- ધંધાના તેમજ અન્ય કામમાં જાગૃતિ રાખવી, ૧૯ ગુરૂ- માનસિક પરિતાપ રહે, ૨૦ શુક્ર- હૃદય-મન વ્યગ્ર રહ્યા કરે, વિચારોમાં અટવાયેલા રહો, ૨૧ શનિ- ચંિતા- વ્યથા હળવી થાય, કામ ઉકેલાય.

 

ધન (ભ. ધ. ફ. ઢ.)

 

ધનારક, કમુરતા પૂરા થવાથી આપના વ્યવહારિક, સામાજિક કામમાં, પુત્ર- પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપી શકો. અવિવાહિતને વિવાહ- લગન અંગેની વાતચીત ઉપસ્થિત થાય, મુલાકાત, ચર્ચા- વિચારણા ગોઠવાય, નોકરી- ધંધાનું મુલાકાત- પ્રવાસનું આયોજન ગોઠવાય પરંતુ નાણાંકીય પ્રશ્ને અસંતોષ, ખેંચતાણના કારણે પ્રશ્નના ઉકેલમાં વિલંબ થાય, કૌટુંબિક પ્રશ્નમાં, ભાઈભાંડુના આરોગ્યની બાબતમાં, વિવાદજન્ય પ્રશ્નમાં, ચંિતા- મુંઝવણ અનુભવો, પુત્ર- પૌત્રાદિક, સગા- સંબંધી વર્ગની ચંિતા રહે, તા. ૧૫ જાન્યુ. રવિ- પરિવારના કામની વ્યસ્તતા રહે, ૧૬ સોમ- નોકરી- ધંધાનું કામ સંભાળવું પડે, ૧૭ મંગળ- કામકાજમાં સફળતા- પ્રગતિ, ૧૮ બુધ વિલંબમાં પડેલ કામ ઉકેલાય, ૧૯ ગુરૂ- ચંિતા- ખર્ચ ઉચાટ રહે, ૨૦ શુક્ર- શારીરિક- માનસિક- અસ્વસ્થતા, ૨૧ શનિ- સ્વસ્થતાપૂર્વક પોતાનું તેમજ અન્યનું કામકાજ કરી શકો.

 

મકર (ખ. જ.)

 

સૂર્યનું પરિભ્રમણ આપની રાશિમાં શરુ થવાના કારણે અવારનવાર માનસિક પરિતાપ રહે. મસ્તકમાં, ગરદનમાં, ગળામાં, ખભામાં દર્દપીડાના કારણે તમારા રોજીંદા કામમાં રૂકાવટ- મુશ્કેલી અનુભવો, બોલવામાં તકલીફ જણાય. સગા- સંબંધી મિત્રવર્ગના વ્યવહારમાં હૃદય-મન વ્યગ્રતામાં, ઉચાટ રહે તે સિવાય નોકરી- ધંધાના કામમાં ચંિતા છતાં કામની પ્રગતિ- સાનુકૂળતા જણાય. સરકારી નોકરી હોય તેમણે નાણાંકીય જવાબદારીવાળા કામમાં, સહી સિક્કા કરવાના હોય તેમાં જાગૃતિ, સાવધાની રાખવી તા. ૧૫ જાન્યુ. રવિ- સગા- સંબંધી મિત્રવર્ગને મળવાનું થાય, બહાર જવાનું થાય, ૧૬ સોમ- નોકરી- ધંધાના કામની વ્યસ્તતા રહે, શ્રમ- થાક- કંટાળો છતાં કામ ઉકેલાય, ૧૭ મંગળ - સરકારી, રાજકીય, ખાતાકીય કામની ચંિતા રહે, ૧૮ બુધ- પરિવારના- સગા- સંબંધી મિત્રવર્ગના પ્રશ્નમાં ઘ્યાન આપવું પડે, ૧૯ ગુરૂ પુત્ર- પૌત્રાદિકની ચંિતા રહે, ૨૦ શુક્ર - શેરોના રસ-કસના ધાતુના ધંધામાં સંભાળવું, ૨૧ શનિ- અન્યના કારણે ચંિતા- ખર્ચ જણાય.

 

કુંભ (ગ. શ. સ. ષ.)

 

મકર સંક્રાંતિના પ્રારંભથી આપને ચંિતા- ખર્ચ- દોડધામ અનુભવાય, જાહેર સંસ્થાકીય કામમાં, સરકારી, કાનુની કામમાં,પત્ની- સંતાનના પ્રશ્નમાં, નોકરી- ધંધામાં નાની- મોટી કોઈને કોઈ મુશ્કેલી, તકલીફ અનુભવતા હોય તેમ લાગે પરંતુ કામની સફળતાથી, રાહતની શરુઆત થાય અન્યના સહકારથી તમને કોઈ તકલીફ પડે નહીં. સંતાનના વિવાહ- લગ્ન, પત્નીના ઉશ્કેરાટ, ગુસ્સાના કારણે, બીમારીના કારણે તમે ચંિતિત રહો, તા. ૧૫ જાન્યુ. રવિ- કોઈ પણ કામમાં આપે મૌન રાખવું, શાંતિથી ચર્ચા વિચારણા કરવા માટે સામી વ્યક્તિને તક આપવી, ૧૬ સોમ- જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ હળવાશ, રાહત થતી જાય ૧૭ મંગળ- કામકાજમાં સફળતા, સાનુકૂળતા, ૧૮ બુધ - નોકરી- ધંધાના કામમાં, મુલાકાતમાં ઘ્યાન રાખવું, ૧૯ ગુરૂ- સરકારી, રાજકીય, ખાતાકીય કામ અંગે, નોકરી- ધંધાના કામ અંગે ચંિતા- ખર્ચ જણાય, ૨૦ શુક્ર- હૃદય-મનને શાંતિ જણાય નહીં, ૨૧ શનિ પુત્ર- પૌત્રાદિકના કામમાં ચંિતા, વ્યથા હળવી થાય, કામ ઉકેલાય.

 

મીન (દ. ચ. ઝ. થ.)

 

ધનારક, કમુરતા પૂરા થવાથી નોકરી- ધંધાના કામમાં પ્રગતિ જણાય, સગા- સંબંધી મિત્રવર્ગના વ્યવહારિક, સામાજિક કામની વ્યસ્તતા રહે તે અંગે યાત્રા-પ્રવાસ, મિલન- મુલાકાત ગોઠવાય પુત્ર- પૌત્રાદિકના કામમાં ચંિતા રહે. જીદ્દ- મમત અહમના ટકરાવમાં તમારી વાણીમાં મીઠાશ અને વ્યવહારમાં નમ્રતા તમને સફળતા આપી જાય. મોટી મુશ્કેલી વિવાદમાંથી ઉગરી જાય, શેરોની લે-વેચમાં લોભ- લાલચથી નુકસાન થાય, ખાંડ, તેલ, રસકસના વેપારમાં, અનાજ કરિયાણાના વેપારમાં ધંધો મળે આવક થાય પરંતુ માલનો ભરાવો કર્યા વગર, ઉધારી ધંધો વધાર્યા વગર રોકડેથી ધંધો કરવો, તા. ૧૫ જાન્યુ. રવિ- આનંદ ઉત્સાહ રહે, ૧૬ સોમ- કામકાજમાં બપોર પછી રૂકાવટ- ચંિતા મુશ્કેલી, ૧૭ મંગળ- તન, મન, ધનથી વાહનથી સંભાળવું, ૧૮ બુધ- શાંતિથી દિવસ પસાર કરી લેવો, ૧૯ ગુરૂ ધર્મકાર્ય, યાત્રા- પ્રવાસ મુલાકાત થાય, ૨૦ શુક્ર- વધારાના કામમાં ઘ્યાન આપી શકો, ૨૧ શનિ- ઘર- પરિવારના સંબંધ મિત્રવર્ગના કામમાં વ્યસ્તતા રહે.

[Top]
 
 
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

ૠત્વિક રોશન અમદાવાદની મુલાકાતે

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved