|
|
| |
આજ નું પંચાગ |
તા. ૨૦-૧-૨૦૧૨ શુક્રવાર
પોષ વદ બારસ - પ્રદોષ વ્રત
વિછુંડો સાંજના ૫ ક. ૫૬ મિ. સુધી
બજારોમાં વધઘટ !
દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા ઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૨૪ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૮ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૨૦ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૦ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૭ ક. ૧૬ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૨ મિ.
નવકારસી સમય ઃ (અ) ૮ ક. ૧૨ મિ., (સૂ) ૮ ક. ૦૮ મિ., (મું) ૮ ક. ૦૪ મિ.
જન્મરાશિ ઃ આજે સાંજના ૫ ક. ૫૬ મિ. સુધીમાં જન્મેલ બાળકની વૃશ્વિક (ન.ય.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની ધન (ભ. ધ. ફ. ઢ) રાશિ આવે.
નક્ષત્ર ઃ જ્યેષ્ઠા સાંજના ૫ ક. ૫૬ મિ. સુધી પછી મૂળ. આજે જન્મેલ બાળક માટે નક્ષત્ર શાંતિપૂજા કરાવવી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - મકર, મંગળ - સંિહ, બુધ - ધન, ગુરૂ - મેષ, શુક્ર - કુંભ, શનિ - તુલા, રાહુ - વૃશ્વિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - સાંજના ૫ ક. ૫૬ મિ. સુધી વૃશ્વિક પછી ધન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮, શોભન સં. શાકે ઃ ૧૯૩૩, ખર સં. જૈનવીર સંવત ઃ ૨૫૩૮ ઉત્તરાયણ શિશિર ૠતુ, રા.દિ. પો. ૩૦
માસ-તિથિ-વાર ઃ પોષ વદ બારસને શુક્રવાર.
આજે પ્રદોષ વ્રત છે. વંિછુંડો સાંજના ૫ ક. ૫૬ મિ. સુધી. સાયન સૂર્ય કુંભમાં રાત્રે ૯ ક. ૪૧ મિ.થી.આજે બજારોમાં વધઘટ ? અનાજના ભાવ ઘટે ? તેલ, રૂના ભાવ વધે ? ગોળમાં વૃદ્ધિ. ક્ષત્રિયોમાં, નેતાઓમાં કલહ, વિરોધ જણાય ?
મુસલમાની હિજરીસન ૧૪૩૩ સફર માસનો ૨૫ રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ શહેરેવર માસનો ૫ રોજ સ્પર્ન્દામંદ.
|
| [Top] |
| |
|
આજ નું ભવિષ્ય |
| |
તા. ૨૦-૧-૨૦૧૨ શુક્રવાર
મેષ ઃ આજે આપે નોકરી-ધંધાના કામમાં લોભ-લાલચથી દોરવાઈ જવું નહીં. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્નમાં ઉશ્કેરાટ, ગુસ્સો કરવો નહીં.
વૃષભ ઃ નોકરી-ધંધાના કામમાં, પત્ની-સંતાન-મિત્રવર્ગના પ્રશ્નમાં, જાહેર સંસ્થાકીય ચર્ચાવિચારણામાં વિવાદથી દૂર રહેવું.
મિથુન ઃ બેંકના, શેરોના, શરાફના, ધીરાણનાં કામકાજમાં સાવધાની રાખવી પડે. આક્ષેપ-અપયશ-વિવાદના ચક્કરમાં આવી જાવ. બેચેની રહે.
કર્ક ઃ નોકરી-ધંધાના કામમાં જુના-નવા સંબંધોથી સાનુકૂળતા રહે. રોકડીયો ધંધો આવકવાળો રહે. કૌટુંબીક પ્રશ્નમાં સંભાળવું પડે.
સંિહ ઃ મનની વ્યગ્રતા આંતરિક પ્રશ્ન-મુંઝવણના કારણે રહેતી હોય તેમ લાગે. ઘર-પરિવારના કે નોકરી-ધંધાના કામમાં એકાગ્રતા જળવાય નહીં.
કન્યા ઃ આપના નોકરી-ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય. ચર્ચાવિચારણા થાય. ધંધામાં આવક આવવાથી રાહત રહે, કામ ઉકેલાય.
તુલા ઃ આપના એક કામમાં સફળતા-સાનુકૂળતાથી આનંદ અનુભવો. જ્યારે બીજા કામમાં હૃદય-મની વ્યગ્રતા, આંતરિક મુંઝવણમાં રહો.
વૃશ્વિક ઃ નોકરી-ધંધાની મુલાકાત માટે, ચર્ચા વિચારણા માટે માનસિક પરિતાપ-ચંિતા રહે પરંતુ વાણીની મીઠાશ તમારા કામનો ઉકેલ લાવી શકો.
ધન ઃ નાણાની લેવડદેવડના વ્યવહારમાં, બેંક નાણાંકીય કામમાં, મકાન-જમીન-વાહનને લગતા કે સાંસારીક પ્રશ્નની કોર્ટ કાર્યવાહીમાં ચંિતા.
મકર ઃ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. સંતાનના વિદ્યાભણતર, વિવાહ-લગ્નના કામમાં, પોતાના નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે.
કુંભ ઃ નોકરી-ધંધાના કામમાં રૂકાવટ-ચંિતા રહે. ભાગીદારીના ધંધામાં, સંયુક્ત જવાબદારીમાં વિવાદથી, ગેરહાજરીથી વિલંબ થાય.
મીન ઃ સગાસંબંધી-મિત્રવર્ગને મળવાનું થાય. અન્યને મદદરૂપ થઈ શકો. નોકરી-ધંધાના જુના-નવા સંબંધોથી ફાયદો-લાભ.
- પ્રા. અગ્નિદત્ત પદમનાભ
જન્મતારીખ વર્ષ સંકેત
તા. ૨૦ જાન્યુઆરી ૨૦૧૨ શુક્રવાર
આજથી શરૂ થઈ રહેલ આપનું જન્મવર્ષ સારા-નબળા અનુભવોમાંથી પસાર કરવું પડે. જેમના કૌટુંબીક-સાંસારીક જીવનમાં વિખવાદ, અશાંતિ ચાલતી હોય તેમણે વર્ષના મઘ્યભાગ સુધીનો સમય શાંતિથી પસાર કરવો હિતાવહ રહેશે. નોકરી-ધંધાના વિવાદમાં ઉતાવળીયો જોખમી કોઈ નિર્ણય લીધા વગર શાંતિથી સમય પસાર કરી લેવો હિતાવહ રહેશે. વિશેષમાં -
* વર્ષારંભે કોઈપણ ચંિતા-અશાંતિ-વિવાદમાં શાંતિ રાખવી. થોભો અને રાહ જુવોની નીતિ રાખવી. સામાન્ય બીમારીની ઉપેક્ષા કરવી નહીં. તેમજ રસ્તામાં આવતા જતા, રસ્તો ક્રોસ કરતા વાહનથી સંભાળવું.
* આ વર્ષમાં બીનજરૂરી વધારાના ખર્ચા ઓછા કરી બચત-સલામતી ને સાવધાની રાખવી જરૂરી રહેશે. વર્ષના ઉત્તરાર્ધમાં ફસાયેલા નાણાં છુટા થાય. પોતાની ચાલુ આવક આવતી થાય, નવી વધારાની આવક થઈ શકે. તમારો વ્યવહાર-પ્રસંગ ઉકેલી શકાય.
* નોકરી-ધંધામાં વર્ષારંભ પ્રતિકૂળતાવાળો પરંતુ ઉત્તરાર્ધ રાહતવાળો શરૂ થાય.
* સ્ત્રી વર્ગને કુટુંબ-પરિવારના કામમાં શાંતિ રાખી પોતાના પ્રશ્નો ઉકેલવા પડે. અવિવાહિતને ચંિતા પછી રાહત.
* વિદ્યાર્થીવર્ગને ભણવામાં તક પ્રાપ્ત થાય પરંતુ પોતાની આળસ-મિત્રવર્ગની સોબતમાં તકનો લાભ વિસરાઈ જાય.
|
|
| |
|
સુપ્રભાતમ્ |
- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક
રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક
- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક
|
| [Top] |
| |
|
| |
આજ નું ઔષધ |
રુચિવર્ધક ચટણી
આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.
આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.
કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.
આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર
|
| Top] |
|
| |
આજ ની જોક |
લલ્લુની પરીક્ષા ચાલી રહી હતી અને એના પિતા છગન એને પાસ થવા માટે સખત વાંચવા ઉપર ભાર આપતા હતા. એક દિવસ એણે પોતાની પ્રેમિકા લીલીને ફોન ઉપર કહ્યું, ‘‘ડાર્લંિગ, હું આ વર્ષે ફેલ થવા માંગું છું.’’
‘‘કેમ?’’ લીલી બોલી, ‘‘શા માટે?’’
‘‘જો ને,’’ લલ્લુએ કહ્યું, ‘‘જો હું ફર્સ્ટ ક્લાસ આવીશ તો પપ્પા મને વિજ્ઞાન પ્રવાહમાં મોકલીને ડોકટર બનાવશે અને ડોકટર બનતા પાંચ છ વર્ષ લાગશે અને સેકન્ડ ક્લાસ આવીશ તો પપ્પા મને કોમર્સ પ્રવાહમાં મોકલીને સાત આઠ વર્ષે હું સીએ થાવ એની રાહ જોશે... એ કરતાં જો હું નાપાસ થાઉં તો મને તરત જ તારી સાથે પરણાવી દેશે.’’ |
| [Top] |
| |
|
|
આજ ની રેસીપી |
|
| |
જૈન પુલાવ વીથ કબાબ
સામગ્રી ઃ (કબાબ માટે) ૧ કપ ચણાની દાળ, ૧૦૦ ગ્રામ જરદાળુ, પ્રમાણસર મીઠું, ૧/૪ ચમચી ખાવાનો સોડા, ૧ ચમચી મરચાની ચટણી, ૬ પાઉની સ્લાઈસ ( ખુણા કાપેલી), ૧/૨ કપ ખમણેલું નાળિયેર, ૧/૨ કપ બારીક કરેલી કોથમીર, ૨ ચમચા તેલ, ૧ ચમચી લીંબુનો રસ, ૧ ચમચો ધાણા અને ખસખસનો અધકચરો ભૂકો.
પુલાવ માટે ઃ ૨ કપ બાસમતી ચોખા,૧ નાળિયેરનું જાડું દૂધ, ૧ કપ બારીક કોથમીર, ૧ ચમચો સાકર, ૧/૨ કિલો ટામેટા, ૨ ચમચી ઘી, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી મરચાની ચટણી, પ્રમાણસર મીઠું, ૧ ચમચી જીરું, ૧ ચમચી કોર્નફ્લોર, સુકો મસાલો, ૫ લવંિગ, ૧૦ મરીના દાણા, ૭ ઈલાયચી, ૪ તજના કટકા.
રીત ઃ (કબાબની) ચણાની દાળને સાત કલાક ઠંડા પાણીમાં પલાળો. પથ્થર પર વાટવી તેમાં જરદાળું સિવાય ઉપરનો બધો મસાલો નાખવો. પાઉં પાણીમાં પલાળી દબાવી નાખવા. જરદાળુને ૬ કલાક પાણીમાં પલાળવા. બહાર કાઢી લેવી. બદામને બારીક સમારી ભાત પર પાથરવી. દરેક જરદાળુના બે ભાગ કરવા.
ચણાની દાળનું પુરણ લઈ તેની હાથમાં નાની પુરી બનાવવી. તેમાં અડઘું જરદાળું મુકી બંધ કરવું. આ પ્રમાણે બધા કબાબ બનાવી ગરમ તેલમાં તળી બાજુ પર રાખવા.
પુલાવની રીત ઃ ટમેટાના બારીક ટુકડા કરી ઈલેક્ટ્રીક બ્લેન્ડરમાં ચર્ન કરી સૂપના સંચાની બારીક જાળીથી ગાળી લેવું.
૦ ચોખાને ૨ કલાક ભીંજવી છૂટો કરી જરા કડક ભાત બનાવો. તેમાં મીઠુ નાખી બાજુ પર મૂકી દેવું.
૦ નાળિયેરનું દૂધ અને ટમેટાનો રસ ભેગા કરી તેમાં કોર્નફ્લોર નાખી બરાબર હલાવવું. મીઠું, મરચું, મરચાની ચટણી અને સાકર નાળિયેરના દૂધમાં ભેગા કરી તે ગ્રેવી બાજુ પર રાખવી.
પુલાવ બનાવવા માટેના વાસણમાં ઘી ગરમ કરવા મુકવું. તેમાં જીરું નાખી બારીક કોથમીર નાખવી. નાળિયેરના દૂધની ગ્રેવી નાખી ભાત ઉમેરવો. સૂકો મસાલો ભેળવી વાસણ ઢાંકીને ધીમે તાપે ૧૦ મિનિટ ગેસ પર ચડવા દેવું.
૦ પીરસતી વખતે ભાત લાંબી પ્લેટમાં પાથરવો. તેના ઉપર તળેલા કબાબ ગોઠવવા. ઉપર બદામ ભભરાવવી.
ત્રિરંગી બટેટાંટોપ
સામગ્રી ઃ એક કિલો બટાટા, અડધો કિલો વટાણા, અડધો કીલો રતાળું, કોપરું, તજ, લવંિગ, તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ-મરચાં, લસણ, વાટેલ સીંગદાણા, મીઠું, ખાંડ, હળદર, જોઈતા પ્રમાણમાં ગરમ મસાલો, ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ.
રીત ઃ સૌપ્રથમ બટેટાને બાફી તેનો છુંદો કરી નાખવો અને તેમાં થોડું મીઠું તેમજ ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ ભળી દેવો. રતાળુને વરાળથી બાફી નાખી તેનો છુંદો કરવો અને તેમાં પણ થોેડુંક મીઠું ભેળવવું. લીલા વટાણાને ગ્રાઈન્ડરમાં પીસી નાખવા ત્યારબાદ તજ લવંિગનો વઘાર કરી સાંતળવા અને તેમાં કોપરું થોડા તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ, મરચાં, લસણ, વાટેલા સીંગદાણા ા, મીઠું, ખાંડ, હળદર, ગરમ મસાલો વગેરે સરખી રીતે મિક્સ કરી દેવો.
ત્યારબાદ કથરોટના જેવું પહોળું તપેલું લઈ તેમાં તેલ લગાવવું અને તેમાં બટેટાનો રોટલો થાપી મુકી દેવો. આ રોટલા ઉપર વટાણાનો જે મસાલો ઉપર તૈયાર કર્યો છે તેનું પડ પાથરવું અને આ પડની ઉપર રતાળુનો રોટલો બનાવી મુકી દેવો. ફરી તેના પર જેટલા પડ બનાવવા હોય તેટલા બનાવી શકાય છે. તપેલામાં તેલ જરા વધારે રેડવું અને તવેથા વડે સરખું ગોળ બનાવી દેવું. ત્યારબાદ વાસણને એકદમ ધીમા તાપે મુકવું અને લાલ રંગનું પડ થાય ત્યારે ઉતારી લેવું. ત્યારબાદ તેના પર કોથમીર અને કોપરાનું ડેકોરેશન કરવું. આ વાનગીને કેકની જેમ કાપી શકાશે અને ત્રણ રંગની દેખાશે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
બટાટાંની બરફી
સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ બટાટા, ૧ કિલો સાકર, ૨૫૦ ગ્રામ માવો, એક છટાંક કોપરું, એક છટાંક કીસમીસ, એક તોલો ઈલાયચી, ૨ નંગ ચાંદીના વરખ, એક છટાંક પીસ્તા બદામ.
રીત ઃ બટાટા બાફી, છોલી, છીણી નાખો. ત્યારબાદ ઘીમાં સાંતળી નાખો, સાકરની જાડી ચાસણી કરી તેમાં બટાટાનું પુરણ, માવો કોપરું, કીસમીસ અને છેલ્લે બદામ નાખો. બઘુ ંએકરસ થાય અને પાણી બિલકુલ રહે નહિ ત્યાં સુધી હલાવો. થાળીમાં ઘી લગાવી તૈયાર થયેલા પુરણને તેના પર પાથરી દો, એલચીના દાણા, પીસ્તાના ટુકડા અને ચાંદીના વરખ, શોેભા માટે તેના પર લગાવો ઠરી ગયા પછી તેના કડકા કરો.
|
| [Top] |
|
|
|
|
|