Last Update : 17-Jan-2012, Tuesday
 

જુનો વેપાર, નવો બિઝનેસ...

 

જેમ કરિયાણાની દુકાનની જગાએ મોલ આવી ગઇ અને સંિગલ થિયેટરોની જગાએ મલ્ટી પ્લેક્ષો આવી ગયાં એમ જુની પેઢીના વેપારને બદલે હવે તો ધંધામાં બધે કોર્પોરેટ કલ્ચર આવી ગયું.
પણ આમ જોવા જાવ તો બન્નેમાં ઝાઝો ફરક નથી...
* * *
પહેલાં જે કામો સદરો-પાયજામો પહેરીને ઢાળીયા ટેબલ પાસે ગાદી પર પલાંઠી વાળીને થતાં હતાં...
એ જ કામો હવે ગળામાં ટાઇ બાંધીને, ત્રણ ફૂટ બાય ત્રણ ફૂટના ક્યુબિકલમાં, કોમ્પ્યુટર સામે બેસીને કરવાં પડે છે.
* * *
અગાઉ હિસાબમાં ક્યાંક ભૂલ પડતી તો હસીને કહેતા ‘‘ભૂલચૂક લેવી દેવી હોં!’’
પણ હવે જો ભૂલ પડે તો મોં બગાડીને કહે છે ‘‘એ તો સિસ્ટમ-એરર છે!’’
* * *
જુની વેપારી પેઢીના કર્મચારીઓ એકબીજાનાં ટિફીન જમતાં કહેતા કે ‘‘કંઇ કામકાજ હોય તો કહેજો...’’
આજે કોર્પોરેટ કલ્ચરમાં એકબીજાની અડોઅડ પાર્ટીશનમાં બેઠાં બેઠાં ડબ્બામાંથી લન્ચ ખાતા ‘એમ્પ્લોયીઝ’ કહે છે ‘‘આઈ વિલ ઈ-મેઈલ યુ...’’
* * *
પહેલા શેઠીયાઓ પોતાના ગુમાસ્તા અને મજુરોને દિવાળી વખતે અનાજ-કરિયાણું અને મીઠાઇઓ મોકલતા.
આજે કોર્પોરેટ હાઉસો મોટા મોટા અધિકારીઓ અને મીનીસ્ટરોને જ મોંઘી ગીફટો અને મીઠાઇઓ મોકલે છે.
* * *
પહેલાના સમયમાં જ્યારે ધંધામાં ખોટ જતી તો શેઠીયાઓ મુનીમને બોલાવીને કહેતા કે ‘‘ભાઇ, આ ખોટનો ધંધો બંધ કરો.’’
હવે કોર્પોરેટ કંપનીઓમાં વરસે ૨૫૦ કરોડની ખોટ જાય તો એના કારણો શોધવા વરસે પાંચ કરોડની સેલેરી લેતા ૨૫ એક્ઝિક્યુટીવો મિટીંગો કરે છે અને લાંબા લાંબા રિપોર્ટો બનાવીને પાવર-પોઇન્ટમાં પ્રેઝન્ટેશન કરે છે...
...પણ ખોટું સાચું કારણ કોઇ નથી આપતું! કારણકે જો આપે તો એમની નોકરી જાય અને ખોટ તરત જ સરભર થઇ જાય!
* * *
પહેલાં વેપારી કહેવત હતી કે ‘દેવું કરીને ઘી પીઓ.’
આજની બિઝનેસ કહેવત છે કે ‘‘દેવાળું ફૂંકીને કીંગફીશર ઉડાડો.’’

- મન્નુ શેખચલ્લી

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

વિવાહ પહેલાં જરૂરી છે મની મેનેજમેન્ટ
સોફટ ડ્રિંક્સ કેટલા સોફટ હોય છે?
 

Gujarat Samachar Plus

ચાઈનીઝ તુક્કલના તુક્કા મોંઘા પડ્યા

ગુજરાતી સ્ટુડન્ટ્‌સ છવાયા

હોલીવુડ-બોલીવુડ એક પ્લેટફોર્મ પર આવે
ખસી ગયેલી ગાદીના દુખાવામાંથી ઓપરેશન વગર મુક્તિ આપતી પદ્ધતિ
માઈકાવાણીમાં ચાઈલ્ડ ઇવનો જોશ
પરીક્ષાની ચંિતા કરવી પણ પોતાની જાતથી વઘારે નહીં
પાયલના પગરવમાં રણકતી મૂંગી ઘૂઘરીઓ જ કેમ ?
  More Stories
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

આ છે,અમદાવાદ ની ઉત્તરાયણ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved