Last Update : 17-Jan-2012, Tuesday
 

પાકિસ્તાનઃ ઢીલ-ખેંચના પેચ

પાકિસ્તાન માટે આ બઘું નવું નથી. ચૂંટાયેલી સરકારના નેતાઓના ભ્રષ્ટાચાર, તેમની ઢીલાશ અને તેમનાં નબળાં શક્તિપ્રદર્શન, સૈન્યના જનરલોની અસલી તાકાત, રાજકીય નેતાગીરીને નચાવવાની તેમની શક્તિ, આ બધા વચ્ચે ખેંચતાણને કારણે સર્જાતું સસ્પેન્સ, લશ્કરી બળવાનાં ઘેરાતાં વાદળ, અમેરિકાની સંદેહાસ્પદ ભૂમિકા, બીજા રાજકીય પક્ષોની સત્તા હાંસલ કરવાની તત્પરતા, એકંદરે એક એવું નાટક જેને ક્રૂર - અને અંગ્રેજીમાં ક્રુડ (ભદ્દું)- ફારસ કહી શકાય.
પાકિસ્તાનના પ્રમુખ આસિફઅલી ઝરદારી લશ્કરી બળવાની ભારે હવા વચ્ચે અચાનક દુબઇ ઉપડી ગયા તેનાથી અફવાએ વેગ પકડ્યો. ઝરદારી પાકિસ્તાન પાછા આવશે કે પોતાની ખેરિયત ખાતર દુબઇ રહી જશે એવી અટકળો થવા લાગી. શુક્રવારે ઝરદારીની વાપસી પછી એમના પૂરતો અફવાનો અંત આવ્યો, પણ ‘હવે શું થશે?’ની અનિશ્ચિતતા જરાય ઓછી થઇ નથી. છેલ્લા એકાદ દાયકામાં પહેલી વાર પાકિસ્તાનની રાજકીય નેતાગીરી અને લશ્કરી નેતાગીરી વચ્ચે મોટા પાયે સંઘર્ષની સ્થિતિ પેદા થઇ છે. સામાન્ય રીતે એવું એટલા માટે બનતું નથી કારણ કે પાકિસ્તાનમાં ચૂંટાયેલી સરકાર નામ પૂરતી હોય છે અને અસલી સત્તા લશ્કરી વડાના હાથમાં હોય છે એ સૌ જાણે છે. સંરક્ષણ અને વિદેશનીતિ જેવી મહત્ત્વની બાબતોના નિર્ણયો નાગરિકોના મતથી ચૂંટાયેલી સરકાર નહીં, પણ સૈન્યના વડા લે છે.
પાકિસ્તાનના માથે ઘેરાનારી આફતનાં એંધાણ તેની ધરતી પર કમાન્ડો ઓપરેશન કરીને અમેરિકાએ ઓસામાને ખતમ કર્યો એ સાથે જ આવી ગયાં હતાં. પરંતુ પાકિસ્તાનની સરકારે પોતાના લશ્કરના વધતા પ્રભાવને ખાળવા માટે અમેરિકાની મદદ માગી હતી એવું સૂચવતો નામ વગરનો એક મેમો જાહેર થતાં તોફાન મચ્યું. પાકિસ્તાની સૈન્યને એ મેમો અવિશ્વાસની દરખાસ્ત જેવો લાગ્યો. લશ્કરને નારાજ કરીને દેશ પર રાજ કરવાનું પાકિસ્તાનમાં આઝાદીનાં ૬૫ વર્ષ પછી પણ શક્ય બન્યું નથી. એટલે સરકારી રાહે અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂતનો ભોગ લેવાયા પછી પણ ‘મેમોગેટ’ના નામે જાણીતો બનેલો વિવાદ ટાઢો પડ્યો નહીં.
‘મેમોગેટ’ના મુદ્દે ‘ગેરબંધારણીય અને ગેરકાયદે’ રીતે વર્તવાનો આરોપ વડાપ્રધાન ગિલાનીએ લશ્કરી વડા કયાની અને આઇ.એસ.આઇ.ના વડા શુજા પાશા પર મૂક્યો. તેમણે વળતો પ્રહાર કરતાં કહ્યું કે વડાપ્રધાનના આ નિવેદનના દેશ માટે ઘેરા પ્રત્યાઘાત પડી શકે છે. બીજા દિવસે પાકિસ્તાની સર્વોચ્ચ અદાલતે સરકારનો વારો કાઢ્‌યો અને અદાલતની અવમાનના બદલ છ મુદ્દાનું ગંભીર આરોપનામું સરકાર સામે મૂક્યું. એ જ દિવસે લશ્કરી બળવામાં સક્રિય ભૂમિકા માટે કુખ્યાત ગણાતી પાકિસ્તાની સૈન્યની ૧૧૧મી બ્રિગેડના કમાન્ડમાં પરિવર્તન કરવામાં આવતાં, બળવાની સંભાવનાઓ બળવત્તર બની. વડાપ્રધાન ગીલાનીએ પોતાનો મિજાજ દાખવતાં, લશ્કરના વફાદાર ગણાતા સંરક્ષણ સચિવને પાણીચું પકડાવી દીઘું. તેમની સામે વડાપ્રધાને પાડેલો વાંધો એવો હતો કે મેમોગેટના મુદ્દે તેમણે સંરક્ષણ મંત્રાલય અને કાનૂન મંત્રાલયને બાજુએ રાખીને પરબારો સર્વોચ્ચ અદાલતમાં જવાબ આપી દીધો.
સૈન્ય અને સર્વોચ્ચ અદાલતે મોરચા ખોલ્યા હોય, પછી વિરોધ પક્ષ બાકી રહે? સરકારે પોતાની સ્થિતિ મજબૂત બનાવવા માટે સંસદમાં વિશ્વાસની દરખાસ્ત માટે વિચારણા કરી ત્યારે વિપક્ષો અવિશ્વાસની દરખાસ્તના વિકલ્પ અંગે વિચારવા લાગ્યા. વડાપ્રધાનપદની હરીફાઇમાં સક્રિય ઉમેદવાર ગણાતા ઇમરાનખાને સરકારની કડક ટીકા કરીને વહેલી ચૂંટણી યોજવાની માગણી કરી. સાથોસાથ, પોતે લશ્કરી બળવાની તરફેણમાં નથી એવી ચોખવટ પણ કરી.
દરમિયાન લશ્કર અને સરકાર વચ્ચે જાણે સમાધાનનો ખેલ પડી ગયો હોય એમ બન્ને પક્ષે એકબીજા સામે ભેરવેલાં શીંગડાં પાછાં કાઢ્‌યાં અને પોતે લીધેલાં પગલાં પૂર્વયોજિત હતાં એવી જાહેરાતો કરી. એ પ્રમાણે ૧૧૧મી બ્રિગેડના કમાન્ડમાં થયેલો ફેરફાર રાબેતા મુજબનો હોવાનું સૈન્ય તરફથી જાહેર કરવામાં આવ્યું. વડાપ્રધાન ગીલાનીએ જાહેર કર્યું કે કયાનીનું ‘ઘેરા પ્રત્યાઘાત’વાળું નિવેદન તેમની (વડાપ્રધાનની) મંજૂરી પછી જ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાનમાં ચાલી રહેલા ઉંદરબિલાડીના ખેલનો અંજામ કલ્પવો અઘરો છે. આ રમતમાં સોમવારનો દિવસ મહત્ત્વનો બની રહે એમ છે. કારણ કે એ દિવસે સર્વોચ્ચ અદાલતમાં સાત ન્યાયાધીશોની બનેલી બેન્ચ પાકિસ્તાની સરકાર સામેના છ ગંભીર આરોપો પર સુનાવણી હાથ ધરશે. એ આરોપો પુરવાર થાય તો વડાપ્રધાનને ઘરભેગા થવાનો વારો આવે. તેમની સાથે બીજા થોડા મંત્રીઓ-અફસરોને પણ હોદ્દા છોડવા પડે. મુખ્ય આરોપો સર્વોચ્ચ અદાલતના આદેશોની અવગણનાના છે. તેની ગંભીરતા જોતાં અને વર્તમાન સંકટને ટાળવા સરકાર મઘ્યસત્ર ચૂંટણી જાહેર કરે, તો અત્યારની અનિશ્ચિતતાનું સઘળું જોર ચૂંટણીની તૈયારીઓની દિશામાં ફંટાઇ જાય એવું પણ બને.
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મુશર્રફના માથા સાટે દસ કરોડના ઈનામની જાહેરાત
ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જાહેર 'ધ ડીસેન્ડટ્સ'ને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ
યમનના દક્ષિણી નગર પર કબજો જમાવતું અલકાયદા
ફ્રાંસનું રેટીંગ 'મૂડીઝે' યથાવત્ રાખ્યું ઃ 'ફીચે' નિરીક્ષણમાં રાખ્યું
એર ઇન્ડિયાને અમેરિકન બેન્ક દ્વારા લોન અટકાવવા યુ.એસ. કોર્ટનો ઇન્કાર
ફુગાવો ઘટીને ૭.૪૭%ઃ ડોલરમાં અફડાતફડીઃ આઈટી, પાવર શેરોની હૂંફે સેન્સેક્ષ ૩૫ પોઈન્ટ વધ્યો
ચાંદીમાં રૃ.૨૬૦ના ઉછાળા વચ્ચે રૃ.૫૨૦૦૦ ફરી પાર થયા
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૨૧,૩૩,૨૬૬ લોટનું વોલ્યુમ
એમસીએક્સ પર રૃના વાયદાઓમાં રૃ.૫૯.૩૫ કરોડનાં ૩૧,૮૨૫ ગાંસડીનાં રેકોર્ડ
એનએસઈએલ ઈ-કોપરમાં ૩,૨૫૯ ટનથી વધુના વોલ્યુમ સાથે ભાવમાં સુધારોઃ
ઇશા શર્વણી અને ઝાહીર ખાન માર્ચ મહિનામાં લગ્ન કરશે
હૃતિક રોશન વિવેક ઓબેરોયના અભિનયથી ઘણો પ્રભાવિત થયો
એન્જલિના જોલીને મળવાની શાહરૃખ ખાનની ઇચ્છા પૂરી થશે
આમિર ખાન સાથે ફરી કામ કરવાની અભિનય દેવની ઇચ્છા
રણબીર કપૂરની વર્લ્ડ ટૂરમાં જોડાવાની કેટરિનાએ સંમતિ આપી
નવા ટેસ્ટ રેન્કીંગમાં ભારત ત્રીજા સ્થાને ફેંકાઇ જશેઃ ઇંગ્લેન્ડ ટોપ પર
ભારતીય કુસ્તીબાજો અમેરિકામાં તૈયારી કરશે
સાનિયા મિર્ઝા ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રથમ રાઉન્ડમાં જ ફેંકાઇ ગઇ
ભારતે ઘરઆંગણે પીચમાં ફેરફાર કરવાની જરૃર છેઃ ગાવસ્કર
વિદેશમાં ભારતનો ચિંતાજનક દેખાવ
મુંબઈમાં સિરિયલ બોમ્બધડાકા કરવાનું ષડયંત્ર રચનારા ભાયખલામાં હતા
શિર્ડી સાઈબાબાના મંદિરમાં રીઢા ગુનેગારનો ચહેરો ઓળખી પકડાવી દેતું ખાસ સોફ્ટવેર
દિલ્હીમાં રહેતી પણ મુંબઈમાં ચોરી કરતી મહિલા સાથીઓ સાથે પકડાઈ
જર્મનીની દાદીમાએ મુંબઇમાં ૧૬૬૭મી મેરેથોન પૂરી કરી
હિટ એન્ડ રન કેસમાં દોષિત પરેરા કોર્ટને શરણે થયો
પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર હોમાઈ વ્યારાવાલાના અંતિમ સંસ્કાર
મશહુર કવ્વાલ, અને ગઝલ ગાયિકા નૂરજર્હા બેગમની ૯૦ વર્ષે વિદાય
છરીના વીસ ઘા ઝીંકી જનેતાને મોતને ઘાટ ઉતારી દેતો પુત્ર
પાલનપુરમાં ૧૨૦થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ
નડિયાદ ટ્રાફિક ચોકી પાસેથી કિડની કૌભાંડનો આરોપી પકડાયો
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

સ્વાદ અને તંદુરસ્તીનો સાથ આપે લીંબુ
ગુસ્સો આવે છે તો કેમ આવે છે?
 

Gujarat Samachar Plus

પતંગના મહાપર્વનો આકાશી ખેલ

મોડી રાત સુઘી પતંગ ખરીદીની રમઝટ

સત્તર વર્ષથી હું એકપણ ઉતરાયણ ચૂક્યો નથી
ઉત્તરાયણ છે...
ડોન્ટ બી ક્રેઝી
પોતે જ પોતાને કામિયાબી અપાવો
સ્લીમ અને ફિટ રાખે તેવાં શાકભાજી
સ્ક્રબીંગ કરો અને સુંદરતા બનાવી રાખો
  More Stories
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

આ છે,અમદાવાદ ની ઉત્તરાયણ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved