Last Update : 17-Jan-2012, Tuesday
 
આર્થિક ચિત્રનું ફૂલગુલાબી કિરણ
 

શ્રીનગરમાં સખત ઠંડીની અસર હેઠળ માનવજીવન ઠુંઠવાઈ ગયું છે પરંતુ પાંચ વિધાનસભાના જંગે તમામ રાજકીય પક્ષોની ઠંડી ઉડાડી દીધી છે. એક તરફ મંદીની જગ્યાએ ફુલગુલાબી આર્થિક ચિત્રનું કિરણ ઉપસી રહ્યું છે તો બીજી તરફ નિકાસના દર પણ વધી રહ્યા છે. પાંચ રાજ્યોના ચૂંટણી જંગમાં બ્લેક મનીની હેરાફેરી પણ મોટા પ્રમાણમાં થઈ રહી છે. આ મહિનાના અંતે રિઝર્વ બેન્કની ધીરાણ નીતિ અંગેની બેઠકમાં બજાર સુધારણાના કેવા પગલાં લેવાશે તે પર સૌની નજર છે.
ઉ.પ્ર.માં મોદી v/s નીતિશ...
બિહારમાં જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ હતી ત્યારે બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમાર અને ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી એક સ્ટેજ પરથી પ્રચાર કરી શક્યા નહોતા. બિહારમાં જનતાદળ (યુ) અને ભાજપનું જોડાણ હતું છતાં આ સ્થિતિ હતી. પરંતુ ઉત્તર પ્રદેશના જંગમાં આ બંને પક્ષો એકબીજાની સામે છે. નીતિશકુમાર તેમના પક્ષના ઉમેદવાર માટે પ્રચાર કરશે. જ્યારે ભાજપના પ્રચારકોની યાદીમાં નરેન્દ્ર મોદીનો સમાવેશ છે. પ્રચાર માટેની તારીખો હજુ નક્કી નથી કરાઈ. રાજકીય વર્તુળોમાં ચર્ચા એ થઈ રહી છે કે જ્યારે આ બંને નીતિશકુમાર અને નરેન્દ્ર મોદી સામ સામે પ્રચાર કરશે ત્યારે ઉત્તર પ્રદેશના રાજકારણ નવો વળાંક આવશે.
જનતાદળ (યુ) તમામ બેઠક પર ઉમેદવાર ઉભા રાખશે
જનતાદળ (યુ)ના નેતાઓના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશની તમામ ૪૦૩ બેઠકો પર તેના ઉમેદવાર ઉભા રાખશે. કોઈપણ બેઠક પર કોઈની સાથે તે જોડાણ નહીં કરે. ૧૪૩ બેઠકો માટે તો ઉમેદવારો પણ જાહેર કરાયા છે. જેડી(યુ)ના વડા શરદ યાદવના જણાવ્યા પ્રમાણે માત્ર નીતિશકુમાર નહીં પણ તેમના પક્ષના બિહારના પ્રધાનો પણ પ્રચાર કરશે. મત ક્યા મુદ્દે માગવો તે અંગે પક્ષ મુદ્દા નક્કી કરી રહ્યું છે.
પ્રતિમા ઢાંકવાના પંચના નિર્ણયનો લાભ લેવાશે
માયાવતી અને તેમના પક્ષના સિમ્બોલ હાથીની પ્રતિમા ઢાંકવાના ચૂંટણી પંચના આદેશનો મુદ્દો બહુજન સમાજવાદી પાર્ટીના સીનિયર નેતાઓ દલીતોના વોટ મેળવવા ઉછાળશે. માયાવતીએ એટલે જ પંચના ઓર્ડરને એન્ટી દલિત કહ્યો છે. જ્યારે પક્ષના નેતા સતીશચંદ્ર મિશ્રાએ આદેશને દલીત સમાજ સાથેની છેતરપીંડી સમાન ગણાવ્યો છે. બીએસપી નેતાઓ કહે છે કે પાયાના દલિતોમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બની ગયો છે.
પંજાબની ચૂંટણીઓમાં દારૃની રેલમ-છેલ
પંજાબની ચૂંટણીઓમાં દારૃની રેલમછેલ એ ખૂબ જાણીતી વાત છે. આવી રહેલી ચૂંટણીઓમાં કોઈ પક્ષ માટે આ મુદ્દાથી દૂર રહેવું આસાન નથી. ડ્રગ્સ અને દારૃનો ઉપયોગ ચૂંટણી દરમ્યાન થઈ રહ્યો છે તેની સામે સીવિલ સોસાયટી એનજીઓએ પ્રચાર શરૃ કર્યો છે. ૪૦ અન્ય એનજીઓ સાથે જોડાણ કરીને તેમની પાસે આવતી ફરિયાદોની તે તપાસ કરે છે. આ ઉપરાંત સોશિયલ નેટવર્કીંગ સાઈટ દ્વારા પણ તે જાગૃતિ ફેલાવી રહ્યા છે.
ડમી ઉમેદવારો સામે લાલ આંખ
ડમી ઉમેદવારો સામે જે બીજા ઉમેદવારોની સહાય કરતા હોય છે તેમની સામે પ્રથમવાર ચૂંટણીપંચ પ્રથમવાર સક્રિય થયું છે. જે કોઈ વ્યક્તિ ઉમેદવારી પત્રક ભરે તે ઉમેદવાર બની શકે છે એવો કાયદો છે. છતાં જે ઉમેદવારીપત્રક ભરશે તેની ઈન્કમટેક્ષ અને પોલીસ ખાતુ તપાસ કરશે. તે ઉમેદવારી પત્રક ભરે અને ચૂંટણીમાં ખર્ચ કરે ત્યાં સુધી વિવિધ ખાતા વોચ રાખશે. જો તેમના વાહનો બીજા ઉમેદવારો વાપરતા હશે તો તે જપ્ત કરાશે. પંચના સૂત્રો જણાવે છે કે જેમ જેમ મની પાવર વધ્યો છે એમ એમ ડમી ઉમેદવારોની સંખ્યા વધી છે.
2-G ટેલિકોમ કૌભાંડની તપાસ ટલ્લે ચઢશે
એક તરફ જ્યારે મોટાભાગના સાંસદો વિધાનસભાની ચૂંટણીઓના પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે 2-G ટેલિકોમ કૌભાંડ અંગે તપાસ કરતી સંયુક્ત સંસદીય સમિતિ જાન્યુઆરી-ફેબુ્રઆરીમાં કોઈ બેઠક નહીં યોજે. આમ તો ૧૧ બેઠકોનું આયોજન હતું. ફેબુ્રઆરી પછી રાજ્યોમાં સરકાર રચવા તરફ ધ્યાન કેન્દ્રીત થશે અને ત્યારબાદ રેલવે બજેટ અને સામાન્ય બજેટ આવશે. આમ 2-G કૌભાંડ અંગેની તપાસ બેઠકો ટલ્લે ચઢવાની છે.
તાજ માનસિંહનો કોન્ટ્રાક્ટ
દિલ્હીની નામાંકિત હોટલ તાજ માનસિંહ પર હોસ્પિટાલીટી સાથે સંકળાયેલા ટોચના લોકોની નજર છે. ૧૯૭૮માં ઈન્ડિયા હોટલ કંપની લિમીટેડે હોટલ ચલાવવા લીઝ કરાર કર્યા હતા. એનડીએમસી સાથેનો આ કરાર ગયા ઓક્ટોબરમાં પુરો થયો છે. એનડીએમસી લીઝ વધારવા નથી માગતી અને જાહેર હરાજી કરવા માગે છે. ભારતમાં મહત્વના એવા ૩૩ સ્થળોએ હોટલ ધરાવતી સ્ટારવુડ હોટલ્સ એ પ્રથમ એવી કંપની છે કે જેણે હરાજીમાં ભાગ લેવાની ઈચ્છા જાહેર કરી છે.
દિલ્હીના હાઈ-ટેક પવૈયા...
તમે માનો કે ના માનો પણ દિલ્હીની પવૈયા કોમ્યુનિટી સમય સાથે બદલાઈ રહી છે. આ પવૈયાઓ હાઈ-ટેક થઈ રહ્યા છે અર્થાત્ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. હવે તેઓ રોકડ કે પરંપરાગત ભેટ-સોગાદ નથી માગતા પણ લેપટોપ, બ્લેકબેરી ટચ ફોન, આઈપેડ વગેરે માગે છે. તાજેતરમાં એક એનઆરઆઈની પુત્રીના લગ્નમાં પવૈયા કાજલને આઈ-પેડ ભેટમાં મળ્યું છે તે અન્ય પવૈયાઓને આઈપેડ કેવી રીતે વાપરવું તે શીખવે છે.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

સ્વાદ અને તંદુરસ્તીનો સાથ આપે લીંબુ
ગુસ્સો આવે છે તો કેમ આવે છે?
 

Gujarat Samachar Plus

પતંગના મહાપર્વનો આકાશી ખેલ

મોડી રાત સુઘી પતંગ ખરીદીની રમઝટ

સત્તર વર્ષથી હું એકપણ ઉતરાયણ ચૂક્યો નથી
ઉત્તરાયણ છે...
ડોન્ટ બી ક્રેઝી
પોતે જ પોતાને કામિયાબી અપાવો
સ્લીમ અને ફિટ રાખે તેવાં શાકભાજી
સ્ક્રબીંગ કરો અને સુંદરતા બનાવી રાખો
  More Stories
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

આ છે,અમદાવાદ ની ઉત્તરાયણ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved