Last Update : 17-Jan-2012, Tuesday
 

ટેકસ્ટ મેસેજિંગમાં ઉપયોગમાં લેવાતા ટૂંકાક્ષરો જમાવી રહ્યાં છે શબ્દકોષમાં સ્થાન

 

'કોલાવેરી ડી'ની વૈશ્વિક લોકપ્રિયતા બદલાયેલી ભાષાની ખ્યાતિનો બોલતો પુરાવો છે
જ્યારથી દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંતના જમાઈ ધનુષે 'કોલાવેરી ડી' ગાયું છે ત્યારથી આ ગીતને દુનિયાભરમાં અકલ્પનીય સફળતા મળી છે. ઈન્ટરનેટ પર ધૂમ મચાવનાર આ ગીત પાછળ માત્ર યુવાનો જ નહીં, બાળકો પણ ઘેલાં થયાં છે. તાજેતરમાં ઉત્તરાખંડના ટેકરિયાળ નગર અલ્મોડામાં એક વિવાહનું આયોજન થયું હતું. લગ્નની જાનમાં જાનૈયાઓ જાણીતા ગીતો પર મન મૂકીને નાચે એ વાત આપણે ત્યાં નવી નથી. અલ્મોડામાં યોજાયેલા વિવાહમાં જાનૈયાઓ 'કોલાવેરી ડી' ગીત પર મન મૂકીને નાચી રહ્યાં હતાં તે જોઈને ત્યાં હાજર રહેલા મહેમાનો આશ્ચર્યમાં ગરક થઈ ગયા હતા. આનું કારણ એ હતું કે હજી રજૂ પણ નથી થઈ એ તમિલ ફિલ્મનું ગીત આ મહેમાનોએ સાંભળ્યું નહોતું કે તેના વિશે તેમને ખાસ કોઈ જાણકારી નહોતી. પરંતુ ઈન્ટરનેટનો વપરાશકર્તા યુવાવર્ગ તેની પાછળ ઘેલો થયો હતો. ચેન્નઈથી ૨,૩૦૦ કિ.મી.ના અંતરે આવેલા નાના નગરમાં 'કોલાવેરી ડી' એ જેવી ધૂમ મચાવી છે તેવી જ ખ્યાતિ તેણે દુનિયાભરમાં પ્રાપ્ત કરી છે. આનું કારણ છે આ ગીતની પિડ્ગિન ઈંગ્લિશ, મતલબ કે ગીતમાં રહેલી અંગ્રેજી શબ્દોની ભરમાર.
નિષ્ણાતો કહે છે કે આ ગીત આધુનિક સમયનું પ્રતિબિંબ છે. અલ્મોડાના બાળકોને આ ગીત હૃદયસ્પર્શી લાગ્યું, એટલું જ નહીં, તેની વાતચીતની ભાષા જેવી શૈલી સાંભળવામાં મજેદાર હોવાથી તેમણે આ ગીતને પોતીકું હોય એમ અપનાવી લીધું છે. મઝાની વાત એ છે કે ધુનષે જ્યારે આ ગીત બનાવ્યું ત્યારે તેને પોતાને પણ કલ્પના નહોતી કે આ ગીતને આટલી બધી ખ્યાતિ પ્રાપ્ત થશે. આ ગીતની લોકપ્રિયતા પરથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે આજના યુવાનો માટે 'ટૂંકુ એટલું સારું'
વાસ્તવમાં આજે જે રીતે અંગ્રેજી બોલાય છે અથવા ટેક્સ્ટ થાય છે તે સમયની બલિહારી છે. આજની ટેક્સ્ટ લેંગ્વેજે લાંબા લાંબા શબ્દો અને ક્રિયાપદને ટૂંકાવી નાખ્યા છે. વીસમાં વર્ષમાં પ્રવેશેલું ટેક્સ્ટ મેસેજિંગ એટલું વ્યાપક બની ગયું છે કે તેને કારણે ભાષાના પરિમાણો ઘણા અંશે બદલાઈ ગયાં છે. સમયાંતરે You નું U, Thanksનું Ta અને Why નું Y થઈ ગયું છે. સ્વર, વ્યંજન અને વિરામ ચિહ્નો લગભગ ગુમ થઈ ગયા છે. જે શબ્દો અને વાક્યો એક સમયમાં અસ્વીકાર્ય હતાં તે હવે સહજ બની ગયાં છે.
જોકે ભાષાશાશ્ત્રીઓને આ વાતની જરાય ચિંતા નથી. તેઓ આ ટ્રેન્ડનો આવકારી રહ્યાં છે. એક જાણીતા ભાષાશાસ્ત્રી કહે છે કે વિશિષ્ટ વિષય કે વર્ગમાં પ્રચલિત શબ્દો, ચાહે તે અન્ય ભાષાના કેમ ન હોય, તે જો અંગ્રેજીના મુખ્ય પ્રવાહમાં ભળ્યા પછી પણ આપણા અભ્યાસને હાનિ ન પહોંચાડી રહ્યાં હોય તો તેને આવકારવા જોઈએ, ઘણાં ભાષાશાસ્ત્રીઓ તો સાહિત્યમાં સુધ્ધાં વાતચીતની ઈંગ્લિશનો ઉપયોગ કરવામાં કોઈ નુકસાન નથી જોતાં. તેઓ માને છે કે કોઈપણ ભાષામાં જ્યારે નવા નવા શબ્દો ઉમેરાય છે ત્યારે તે ભાષા વધુ ખીલે છે, સમૃધ્ધ બને છે.
આજે ભારતમાં કરોડો લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. સ્વાભાવિક રીતે જ યુવાનોની ભાષામાં ફેરફાર આવવાનો જ છે. આવામાં કરોડો શબ્દો ધરાવતી ઈંગ્લિશમાં બેચાર હજાર શબ્દોનો ફેરફાર આવે તેનાથી કાંઈ ખાટુંમોળું નથી થઈ જવાનું. શિક્ષણ ક્ષેત્રે રહેલા લોકો પણ માને છે કે આજે વિગતવાર લાંબુ લાંબુ અને ચોકસાઈપૂર્વક લખવાનો સમય નથી. આવામાં જો (એસએમએસ ટેકસ્ટ) જેવું કોઈક માધ્યમ તમને વ્યાકરણમાંથી, ચોક્કસ શબ્દોને ઉચ્ચારની પધ્ધતિથી લખવામાંથી અને સ્વર-વ્યંજનમાંથી મુક્તિ અપાવતું હોય તો આજની ભાગદોડભરી જીવનશૈલીમાં તે યોગ્ય ગણાય.
'કોલાવેરી ડી' ગીત રજૂ થયાના પંદર દિવસમાં તેને યુ ટયુબ પર બે કરોડ લોકોનો જબરો પ્રતિસાદ સાંપડયો હતો એનું કારણ છે તેના સરળ અને એકાક્ષરી શબ્દો. બાળકો સુધ્ધાં આ શબ્દો આસાનીથી પકડી શકે છે. જો તમે 'વાઈટ સ્કીન ગર્લ ગર્લ ગર્લ હાર્ટ બ્લેક' જેવું ગીત સાંભળો તોય તમને તે સમજવામાં જરાય મુંઝવણ ન થાય.
હૈદરાબાદની યુનિવર્સિટીમાં ઈંગ્લિશ અને અન્ય વિદેશી ભાષા ભણાવતા એસ.મોહનરાજ કહે છે કે આ પ્રકારના 'ભારતીય ઢાળમાં ગવાયેલા ગીતો કે ભારતીયતાનો અંશ ધરાવતી ભાષા વિશે ચિંતા કરવાની જરૃર નથી. તેઓ કહે છે કે આજે 'કો-બ્રધર', 'પ્રિ-પોન', 'થેંકફુલી' અને 'વેઈટેજ' જેવા શબ્દોનો સમાવેશ અન્ય ભાષાઓના પરંપરાગત શબ્દકોષમાં પણ થઈ ગયો છે. શક્ય છે કે થોડાં સમય પછી અત્યાર સુધી ન અપનાવામાં આવેલા શબ્દો પણ આસાનીથી આત્મસાત કરી લેવામાં આવે.
બોલીવૂડમાં તો તૂટીફૂટી અંગ્રેજીની બોલબાલા છે. અહીં તૂટીફૂટી ઈંગ્લિશનો અર્થ અધકચરી એવો નથી થતો, બલ્કે અડધું ઈંગ્લિશ અને અડધું હિન્દી એવો થાય છે. ખાસ કરીને ફિલ્મોનાં ટાઈટલમાં ઈંગ્લિશ-હિન્દીનું મિશ્રણ વધુ જોવા મળે છે. જેમ કે 'મેરે બ્રધર કી દુલ્હન', 'બ્રેક કે બાદ', 'આઈ એન્ડ મી ઔર મૈં' નિષ્ણાતો કહે છે કે આ રીતે ભાષા ખીલી રહી છે અને આપણે તેનો સ્વીકાર કરવો જોઈએ. વળી આજે ઈંગ્લેન્ડમાં જે ઈંગ્લિશ બોલાય છે તે પણ શુધ્ધ નથી રહી. વિશ્વભરમાં ફેલાઈ ગયેલી આ ભાષામાં જે તે પ્રદેશ મુજબ તફાવત જોવા મળે તે તદ્ન સ્વાભાવિક છે.
'અર્બન ડિક્શનરી' નામની વેબસાઈટની સફળતા આ વાતની ગવાહી પૂરે છ. ૧૯૯૯માં લોંચ થયેલી આ વેબસાઈટ પર અત્યાર સુધી ૬૦ કરોડ જેટલાં વિશિષ્ટ વિષય કે વર્ગના પ્રચલિત શબ્દો, ઉક્તિઓ મૂકવામાં આવ્યાં છે. આ સાઈટ પર દર મહિને નવા દોઢ કરોડ જેટલાં મુલાકાતીઓ ઉમેરાય છે. આમાંના ૮૦ ટકા વિઝિટર્સ ૨૫ વર્ષથી નીચેની વયના હોય છે.
વાસ્તવમાં કોઈ અમેરિકન અને બ્રિટિશ ઈંગ્લિશ વચ્ચે રહેલા તફાવત પ્રત્યે હોબાળો નથી મચાવતું, તેથી આ નવા શબ્દો અને કહેવતો પણ સ્વીકાર્ય બની છે. જો પાછલી પેઢીના લોકો 'માય બેડ લક' બોલતા હતા, તો આજની યુવા પેઢી તેને ટૂંકાવીને 'મા બેડ' બોલે છે.
આજની તારીખમાં અમેરિકનિઝમ આત્મસાત્ કરવું તદ્દન સ્વાભાવિક છે. કારણ કે ઈન્ટરનેટ પર સર્વત્ર આ ભાષાનું જ પ્રભુત્વ છે. જો કાલે ઉઠીને ભારત વિશ્વનું સુપર પાવર બને તો સર્વત્ર ભારતીય ઈંગ્લિશની બોલબાલા જોવા મળશે. ભાષાશાસ્ત્રીઓ માને છે કે કોઈપણ ભાષામાં કરોડો-અબજો શબ્દો હોય તેમાં હજારો શબ્દોનો ફેરફાર થાય તેનાથી જે તે ભાષા મરી પરવારશે એવો ભય સેવવાની જરૃર નથી. ભાષા ત્યારે જ મૃતપ્રાય બને જ્યારે તે અભેદ્ય બને, લોકો તેને સમજી ન શકે અને તેનો ઉપયોગ ન કરી શકે.
વાસ્તવમાં ઈંગ્લિશ સતત વિકસિત થઈ રહી છે. વર્ષ ૨૦૦૭માં જ્યારે 'ઓક્સફર્ડ ઈંગ્લિશ ડિક્શનરી' (આઈડી)ની છઠ્ઠી આવૃત્તિ બહાર પડી ત્યારે તેમાંથી ૧૬,૦૦૦ શબ્દોમાંથી હાઈફિન, એટલે કે શબ્દોને જોડનારા ચિહ્નો દૂર કરી દેવામાં આવ્યાં હતાં. જેમ કે ‘Leap-frog'Lþk ‘Leapfrog' થઈ ગયું. જયારે 'Pot-belly' શબ્દને બે શબ્દોમાં વહેંચી દેવામાં આવ્યો. આજે ‘Keep Well' શબ્દને માત્ર ટીનેજરો મેસેજમાં જ 'Kewl' નથી લખતાં, પણ શબ્દકોષમાં તેનો સમાવેશ થઈ ગયો છે. સપ્ટેમ્બર ૨૦૧૧માં LOL (Laugh Out Loud)નું જેમ તેનો ઓઈડીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત OMG (Oh My God) જેવા ટેકસ્ટ મેસેજિંગ માટે ઉપયોગમાં લેવાતા ઘણાં શબ્દો હવે શબ્દકોષનો ભાગ બની ગયા છે.
તજજ્ઞાો કહે છે કે લાંબા સમય સુધી ચલણમાં રહેલા શબ્દો અન્ય ભાષામાં એવી રીતે ભળી જાય છે કે રોજિંદી ભાષામાં તેનો ઉપયોગ એકદમ સહજતાપૂર્વક થાય છે. આ શબ્દોનો અર્થ લોકોને આપોઆપ સમજાઈ જાય છે. વાંચવા કે સાંભળવાવાળા લોકોને તેનો અર્થ સમજાવવો નથી પડતો. વાસ્તવમાં આવા શબ્દો જે તે ભાષાની ઓળખ જેવા બની જાય છે. સ્વાભાવિક રીતે જ આ શબ્દોનો શબ્દકોષમાં સમાવેશ કરી લેવામાં આવે છે.
વળી ટ્વીટરના આગમન સાથે લાંબા શબ્દો અને ઉક્તિઓની બાદબાકી થતી ગઈ. માઈક્રોબ્લોગિંગની વધતી જતી ખ્યાતિએ પણ ભાષાને સાવ ટૂંકુ સ્વરૃપ આપવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. વાસ્તવમાં માઈક્રોબ્લોગિંગમાં જે તે વ્યક્તિએ પોતાની વાત માત્ર ૧૪૦ અક્ષરોમાં વ્યક્ત કરવાની હોવાથી શબ્દોને એક એક અક્ષરમાં લખવો પડે છે. જેમ કે You See લખવાનું હોય ત્યારે UC લખવામાં આવે.
એક તરફ આ ચલણ વધી રહ્યું છે ત્યારે લાંબા સમયે તેની શી અસર થશે તે કહેવું મુશ્કેલ છે. નિષ્ણાતો કહે છે કે આધુનિક ટેક્નોલોજી આપણા શબ્દોને ખાઈ જઈ રહી છે. શબ્દોના સંક્ષિપ્ત રૃપનો ઉપયોગ કરીને ઉછરી રહેલી પેઢી અન્ય બાબતોમાં પણ અધીરી બની જશે.
દુનિયાભરમાં દર મિનિટે દોઢ કરોડ ટેકસ્ટ મેસેજ મોકલવામાં આવે છે. આનું પ્રતિબિંબ શૈક્ષણિક ક્ષેત્રે પણ જોવા મળે છે. શિક્ષણ ક્ષેત્રે રહેલા અગ્રણીઓ કહે છે કે આજની ઉગતી પેઢી એ નથી જાણતી કે અભિવ્યક્તિનું આ એકમાત્ર માધ્યમ નથી. વિદ્યાર્થીઓએ શૈક્ષણિક અભ્યાસક્રમમાં ટેકસ્ટ મેસેજિંગમાં ઉપયોગમાં લેવાતી ટૂંકી ભાષાનો ઈસ્તમાલ ન કરવો જોઈએ.
જો કે ઘણાં ઈંગ્લિશપ્રેમીઓ અંગ્રેજીના મૂળભૂત શબ્દો અને તેની અવેજીમાં ઉપયોગમાં લેવામાં આવતાં ટૂંકા શબ્દો અથવા સિંગલ અક્ષર વચ્ચે રહેલો તફાવત સ્પષ્ટ કરવા ઘણી જહેમત ઉઠાવી રહ્યાં છે. કોલકત્તાની એક ફ્રીલાન્સ લેખિકા સુનયના રોયે ભાષાનો દુરપયોગ અટકાવવા ઓનલાઈન રેડ માર્કરનો આરંભ કર્યો છે. 'રેડ માર્કર બ્લોગેથોન'માં તે નિયમિત રીતે શબ્દો અને ઉક્તિઓના દુરૃપયોગ વિશે લખતી રહે છે. તે બીજા લોકોને પણ આમ કરવા પ્રોત્સાહિત કરે છે. અત્યાર સુધી લગભગ ૧૦૦ જણ તેની સાથે જોડાયાં છે. હવે આવા શબ્દોનું આગળ ઉપર શું થશે તે તો સમય જ કહેશે.

- કાંતિલાલ

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

સ્વાદ અને તંદુરસ્તીનો સાથ આપે લીંબુ
ગુસ્સો આવે છે તો કેમ આવે છે?
 

Gujarat Samachar Plus

પતંગના મહાપર્વનો આકાશી ખેલ

મોડી રાત સુઘી પતંગ ખરીદીની રમઝટ

સત્તર વર્ષથી હું એકપણ ઉતરાયણ ચૂક્યો નથી
ઉત્તરાયણ છે...
ડોન્ટ બી ક્રેઝી
પોતે જ પોતાને કામિયાબી અપાવો
સ્લીમ અને ફિટ રાખે તેવાં શાકભાજી
સ્ક્રબીંગ કરો અને સુંદરતા બનાવી રાખો
  More Stories
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

આ છે,અમદાવાદ ની ઉત્તરાયણ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved