બાયડ,તા,ર
ગુજરાતમાં ગ્રામ પંચાયતોની તા. ર૯-૧ર-૧૧ ના રોજ ચુંટણી યોજાવા પામી હતી. જેમાં બાયડ તાલુકાની સૌથી મોટી ડેમાઈ પંચાયતની ચુંટણી ભારે રસાકસી પુર્ણ રહેવા પામી હતી. જેમાં સરપંચ માટે પાંચ ઉમેદવારો મેદાનમાં સરપંચ બનવાના ઉમળકા સાથે ઉતર્યા હતા.
તાલુકાની સૌથી મોટી ગ્રામપંચાયતમાં સરપંદ પદ મેળવવા માટે રસાકસી સર્જાઈ
ર૯ ડીસેમ્બર ના રોજ યોજાયેલ સરપંચની ચુંટણીના પરિણામ ૩૧ ડીસેમ્બરના રોજ જાહેર થવા પામ્યા હતા. મત ગણતરી બાયડ એન.એચ.શાહ હાઈસ્કુલમાં યોજાઈ હતી. જેમાં બાયડ તાલુકાની સૌથી મોટી પંચાયત ડેમાઈનુ પરિણામ મોડી રાત્રે જાહેર થવા પામ્યુ હતુ. ડેમાઈ પંચાયતનુ કુલ મતદાન ૬૩૯૧ માંથી ૪૯૮૪ નુ મતદાન થવા પામ્યુ હતુ. જેમાં સરપંચ તરીકે પાંચ ઉમેદવારો ને નીચે મુજબ મત મળ્યા હતા. (૧) ઉદેસિંહજી શંકરસિંહજી ઝાલા ને ૧૪૯૮ મત, (ર) કિર્તીકુમાર ગીરીશભાઈ પટેલને ૯૩૬ , (૩) ભાવનાબેન અશ્વિનભાઈ સોની ને ૮૩ મત (૪) મહેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ શ્રીમાળીને ૧૩૮ મત તથા (પ) મહેશકુમાર કાળીદાસ પટેલને ર૦૦૦ મત મળ્યા હતા. જેમાંથી મહેશકુમાર કાળીદાસ પટેલને સૌથી વધુ ર૦૦૦ મત મળતા તેઓને વિજય ઘોષિત કરવામાં આવ્યા હતા. જ્યારે વોર્ડના વિજેતા ઉમેદવારોમાં વોર્ડ નં. (૧) પ્રેમીલાબેન નટવરભાઈ પટેલ ને ૧ર૬, વોર્ડ નં.(ર) મંગુબેન ઉદેસિંહ ઝાલા ને ૧૪૧, વોર્ડ નં. (૩) ઉષાબેન જવાનજી ઝાલા ને ૧૭૪, વોર્ડ નં. (૪) રીન્કુબેન નિલેશભાઈ પટેલને ૧૬૮, વોર્ડ નં. (પ) રાધાબેન ધીરાભાઈ ખાંટ ને ૧ર૮,વોર્ડ નં. (૬) કોકીલાબેન પર્વતભાઈ ઝાલા ને ૧૦૯, વોર્ડ નં. (૭) ચિમનભાઈ કાળાભાઈ પટેલ ને ૧૩૮, વોર્ડ નં. (૮) પ્રવિણભાઈ ધનાભાઈ પટેલ ને ૧૧૦, વોર્ડ નં. (૯) વિપુલકુમાર મણીલાલ પટેલ ને ૧૯૧, વોર્ડ નં. (૧૦) જયેન્દ્રકુમાર જયંતીભાઈ પટેલ ને ૧રર, વોર્ડ નં. (૧૧) મંગળભાઈ રેવાભાઈ પટેલને ૧૧૩, વોર્ડ નં. (૧ર) મનુભાઈ શામળભાઈ પટેલ બીન હરીફ, વોર્ડ નં. (૧૩) પ્રતિકકુમાર જીતેન્દ્રભાઈ પટેલ ને ૮૦, વોર્ડ નં. (૧૪) રયજીભાઈ સરદારભાઈ ઝાલા ને ૧૬૯, વોર્ડ નં. (૧પ) માં બંન્ને ઉમેદવારો કિરણસિંહ ચતુરસિંહ પરમાર તથા જયંતીભાઈ ભુરસિંહ ઝાલાને ૧પ૪ - ૧પ૪ મત મળતા ચીઠ્ઠી ઉપાડીને જયંતીભાઈ ભુરસિંહ ઝાલાને વિજેતા જાહેર કરાયા હતા, વોર્ડ નં. (૧૬) ભલાભાઈ ફુલાભાઈ ઝાલા બીન હરીફ, વોર્ડ નં. (૧૭) જ્યોત્સનાબેન વિનોદભાઈ વણકર ને ૧૩૪, વોર્ડ નં. (૧૮) રમેશભાઈ દલસુખભાઈ વાદી ને ૧૦ર, અને વોર્ડ નં. (૧૯) માં જશવંતભાઈ ખેમચંદ મકવાણા ને ૧૩૦ મત મળવા પામ્યા હતા. |