| Last Update : 29-Dec-2011,Thursday |
|
|
| |
|
|
|
|
પાલિકાના કતારગામ ઝોનમાં ગેરકાયદે બાંધકામ દુર કરાયુંે
|
| |
| (પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર
સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં ગેરકાયદે બાંધકામ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્રણ ઝોનમાં ગેરકાયદે બાંધકામ દુર કરીને મિલ્કતદારો પાસે ૧૫ હજાર રૃપિયાનો ડિમોલીશન ચાર્જ પણ વસુલવામાં આવ્યો હતો.
પાલિકાના કતારગામ ઝોનમાં ટી.પી. સ્કીમ નંબર ૩ (કતારગામ)માં કરણ ઈન્ડસ્ટ્રીઝમાં પાલિકાની મંજુરી વિનાનું બાંધકામ શરૃ કરવામાં આવ્યું હતું. ઝોન દ્વારા આ બાંધકામ દુર કરીને મિલ્કતદાર પાસે પાંચ હજાર રૃપિયાનો ડિમોલીશન ચાર્જ વસુલવામાં આવ્યો હતો. આવી જ રીતે ટી.પી. સ્કીમ નબર-૧૯માં આવેલા રણછોડજી પાર્કમાં પણ ગેરકાયદે બાંધકામ થતું હતું. માર્જીનની જગ્યામાં કરવામાં આવેલું બાંધકામ દુર કરીને મિલ્કતદાર પાસેથી ચાર હજાર રૃપિયા વસુલવામાં આવ્યા હતા.
ટી.પી. સ્કીમ નંબર-૧૮ (કતારગામ) પ્રણામી શોપીંગ સેન્ટરના સબ પ્લોટ નબર ૨૯માં તથા ૪૪ પર ૨૦૦ ચો.ફુટનું બાંધકામ પાલિકાની પરવાનગી વિના ચાલતું હતું. આ બાંધકામ દુર કરીને વહિવટી ચાર્જ પેટે મિલ્કતદાર પાસેથી રૃા. છ હજાર વસુલવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટી.પી. સ્કીમ નંબર ૪૯માં રઘુનંદન સોસાયટીમાં કરવામાં આવેલું ગેરકાયદે બાંધકામ દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી. |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
| |
|
|
પ્લેયર્સ ફિલ્મ પ્રમોશન@અમદાવાદ |
|
|
 |
 |
| |
|
|
| |
|
|
| |
|
|
|
 |
|
|
|
|
|
|
| |
|
| |
|
|
| |
| |
|
|
|
| |
|
|
| |
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|