| Last Update : 29-Dec-2011,Thursday |
|
|
| |
|
|
|
|
વલ્લભીપુરમાં વિદ્યાર્થીઓ દ્વારા એસ.ટી. તંત્રની નીતિ-રીતિથી કંટાળી બસો રોકતા ચક્કાજામ
|
| |
| |
વલ્લભીપુર, તા.૨૮
છેલ્લા ઘણા સમયથી એસ.ટી. તંત્ર દ્વારા વલ્લભીપુર પંથકને જોડતા સંખ્યાબંધ બસોના રૃટ બદલી અથવા તો બંધ કરતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતાં ત્યારે આજે ભાવ.-પાંડવરા બસના કંડક્ટર દ્વારા વિદ્યાર્થીઓ સાથે અસભ્ય વર્તન કરતા વિદ્યાર્થીઓ વધુ રોષે ભરાય રસ્તા પર ઉતરી આવતા ચક્કાજામ થઇ જવા પામેલ. અંતે એસ.ટી. તંત્રના ઉચ્ચ અધિકારીઓએ મૌખિક માફી માંગતા મામલો થાળે પડયો હતો.
કંડક્ટરો દ્વારા અવાર-નવાર અશોભનિય વર્તનનો ભોગ વિદ્યાર્થી બની રહ્યાં હોવાની વ્યાપક ફરીયાદ
વલ્લભીપુર શહેર-તાલુકા સાથે લાંબા સમયથી ઓરમાયુ વર્તન દાખવી એસ.ટી. તંત્ર દ્વારા સમગ્ર પંથકને જોડતા અનેકાનેક રૃટો બંધ કરી, કેટલાક અનિયમિત કરતા સામાન્ય લોકો સાથે નિયમિત અપડાઉન કરતા ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ભારે મુશ્કેલીમાં મુકાય જવા પામ્યા છે. આ રીતે એસ.ટી.ના ઉચ્ચ અધિકારીઓની કિન્નાખોરીયુક્ત માનસિક્તા વલ્લભીપુર પ્રત્યે પ્રગટ થાય છે ત્યારે આજે વધુ એક વખત એસ.ટી. કર્મી દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે અસભ્ય વર્તન કરી પોતાની હિન માનસીક્તા પ્રગટ કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ભાવ.-પાંડવરા બસના કંડક્ટર દ્વારા વિદ્યાર્થીની સાથે અસભ્ય વર્તન કરી બસમાં ન ચડવા દેવાનો પ્રયાસ કરાતા અકળાઇ ઉઠેલ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ દ્વારા વલ્લભીપુરમાં એસ.ટી. બસો રોકતા ચક્કાજામ થઇ જવા પામ્યો હતો. જે લાંબા સમય બાદ ભાવ.એસ.ટી. તંત્રના ઉચ્ચ અધિકારીએ વલ્લભીપુર દોડી આવતા તેઓની મધ્યસ્તીથી પરિસ્થિતિ યથાવત થવા પામી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉર્જામંત્રીના આ મતવિસ્તારમાં વિદ્યાર્થીઓ એસ.ટી.ના અધિકારીઓની જોહુકમીના કારણે પારાવાર મુશ્કેલી ભોગવે છે ત્યારે આ વિદ્યાર્થીઓને અનુકૂળ એકાદ-બે બસો સુધ્ધા શરૃ ન કરાવી શકનાર રાજકીય કાર્યકરો આ વિદ્યાર્થી આંદોલનમાં આવી રાજકીય રોટલા શેકવાનું પણ ચૂક્યા ન હતાં !! |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
| |
|
|
પ્લેયર્સ ફિલ્મ પ્રમોશન@અમદાવાદ |
|
|
 |
 |
| |
|
|
| |
|
|
| |
|
|
|
 |
|
|
|
|
|
|
| |
|
| |
|
|
| |
| |
|
|
|
| |
|
|
| |
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|