| Last Update : 28-Dec-2011,Wednesday |
|
|
| |
|
|
|
|
| ફરી અપહરણ થવાનાં ભયથી તરૃણીએ કરેલી આત્મહત્યા |
| |
| દ્વારકા તાલુકાના ગોરીજા ગામે
જામનગર, તા.૨૭
દ્વારકા તાલુકાના ગોરીજા ગામના વાડી વિસ્તારમાં રહેતી અને ઘરકામ કરતી સતર વર્ષની તરૃણીએ ફરી અપહરણના ડરથી શરીરે કેરોસીન રેડી અગ્નિસ્નાન કરતા ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાઈ છે.
દોઢ માસ પહેલા અપહરણ કરી ગયેલા બે શખ્સો જામીન મુક્ત થયા હોવાથી તરૃણીએ અગ્નિસ્નાન કરી લેતાં મોત
આ અંગેની મળતી વિગત અનુસાર દ્વારકા તાલુકાના ગોરીંજા ગામના વાડી વિસ્તારમાં રહેતા મીયાઝરભા સાર્દુલભા નામના યુવાનની પુત્રી જેતુનબેન (ઉ.વ. ૧૭) નામની હિન્દુ વાઘેર તરૃણીએ ગત તા. ૨૧ના તેણીની વાડીએ શરીર ઉપર કેરોસીન રેડી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કરતા વધુ સારવાર માટે જામનગરની સરકારી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાનું તબીબોએ જાહેર કર્યું છે.
દરમ્યાન તરૃણીએ જામનગર પોલીસને આપેલા નિવેદનમાં તેનું દોઢેક માસ અગાઉ માયાભા ભીખુભા કેર અને તેનો સાગરીત રાજુભા ઉર્ફે રાજીયો માણેક નામના શખ્સની મદદથી અપહરણ કરી ગયા બાદ તરૃણી અપહરણકારના કબ્જામાંથી મુક્ત થયા બાદ બન્ને વિરૃધ્ધ દ્વારકા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બન્નેની ધરપકડ કરી હતી. બાદમાં બન્ને શખ્સો જેલ હવાલે થયા બાદ અદાલતમાં જામીન મંજુર થતા છુટી જવાથી આરોપી માયાભા ફરીથી તરૃણીનું અપહરણ કરશે તેવા ડરથી શરીર ઉપર કેરોસીન રેડી અગ્નિસ્નાન કર્યાનું જણાવ્યું છે. |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
| |
|
|
બાબુ બજરંગીના જામીન યથાવત્ |
|
|
 |
 |
| |
|
|
| |
|
|
| |
|
|
|
 |
|
|
|
|
|
|
| |
|
| |
|
|
| |
| |
|
|
|
| |
|
|
| |
|
|
|
Gujarat Samachar © 2011 All Rights Reserved |
|
|