| |
ભાવનગર, મંગળવાર
ભાવનગર મેડીકલ કોલેજમાં તબીબી શિક્ષકોની સરકાર દ્વારા કરવામાં આવેલ ઠરાવથી માંગણીઓ ન સંતોષાતા ૧૦૦ થી ૧૫૦૦ તબીબી શિક્ષકોએ આજે બપોર બાદ સર. ટી. હોસ્પિટલમાં માનવ સાંકળરૃપે રેલી કાઢી હોસ્પિટલમાં અધિક્ષકને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
આંદોલનના ભાગરૃપે આજે મેડીકલ કોલેજ કેમ્પસમાં રામધૂન, રેલી વગેરે આશ્ચર્યજનક કાર્યક્રમો આપી વિરોધ દર્શાવશે
સર. ટી. હોસ્પિટલના તબીબી શિક્ષકોએ આજે પગાર ધોરણની વિસંગતતા મુદ્દે હોસ્પિટલ કેમ્પસમાં માનવસાંકળરૃપે રેલી કાઢી હતી જ્યારે આંદોલનના ભાગરૃપે આવતીકાલે મેડીકલ કોલેજમાં રામધૂન, રેલી વગેરે આશ્ચર્યજનક કાર્યક્રમો આપશે તેમ છતાં માંગણીઓનો કોઈ ઉકેલ નહીં આવે તો આગામી ૨ જી જાન્યુઆરીના રોજ માસ સી.એલ. પર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
ગુજરાત મેડીકલ ટીચર્સ એસોસીએશન ગુજરાત રાજ્ય દ્વારા ચાલી રહેલ તબીબી શિક્ષકોની માંગણીઓના સંદર્ભે સરકાર દ્વારા કરવામાં આવેલ ઠરાવથી તબીબી શિક્ષકોની માંગણીઓ સંતોષાતી ન હોવાથી જી.એમ.ટી.એ. ગુજરાત દ્વારા આંદોલન ચાલુ રાખવામાં આવેલ છે. આ સંદર્ભે આજે તા.૨૭-૧૨ ને મંગળવારનાં રોજ ગુજરાત મેડીકલ ટીચર્સ એસોસીએશન ભાવનગર બ્રાંચ દ્વારા યુજીસી પગાર ધોરણ, ટાઈમ બાઉન્ડ પ્રમોશન તથા સેવા સળંગ વગેરે પ્રશ્નોને લઈને સર. ટી. હોસ્પિટલના કેમ્પસમાં માનવસાંકળનો કાર્યક્રમ રાખવામાં યોજાયેલ તથા ત્યારબાદ સર. ટી. હોસ્પિટલના તબીબી અધિક્ષકને તબીબી શિક્ષકોની માંગણીઓનું આવેદન પત્ર પણ આપવામાં આવેલ જેમાં સરકારી મેડીકલ કોલેજ, ભાવનગરના તમામ તબીબી શિક્ષકો ઉપસ્થિત રહેલ. આ માગણીઓ સંદર્ભે જી.એમ.ટી.એ. દ્વારા હવે પછી અન્ય આશ્ચર્યજનક કાર્યક્રમો પણ આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. |